Trun haathno prem ch 23 Shailesh Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Trun haathno prem ch 23

ત્રણ હાથનો પ્રેમ

પ્રકરણ – ૨૩

લેખકઃ

શૈલેશ વ્યાસ

email : saileshkvyas@gmail.com

Mobile : 9825011562


રાધાબેને આદેશ આપતા હતા. એજ વખતે બહાર એમ્બ્યુલંસ ઉભી રહેવાનો અવાજ આવ્યો. પેરા મેડિકલ ટીમ અંદર આવે તે પહેલા ગુપ્તા બહાર નીકળી ગયા અને એમ્બ્યુલંસમાં બેસીને જ પાટાપીંડી કરાવી લીધી. મેડીકલ ટીમે જણાવ્યુ કે ગોળી આરપાર નીકળી ગઈ છે એટલે ચેપ લાગવાનો ડર નથી. તેમણે એંટીબાયોટીક, પેઈન કીલર અને શક્તિની દવાઓ આપી તેઓ નિકળી ગયા. જેમ બને તેમ જલ્દી હોસ્પીટલમાં ભરતી થઈ જવાની સલાહ આપી.

પાટાપીંડી કરીને પાછા અંદર આવીને ગુપ્તાજી એ ગુંડાઓ ને આદેશ આપ્યો. ‘‘બેગ તોડી નાખો’’ ગુંડાઓએ બેગનું લોક તોડી નાખી. અંદરથી રૂપિયા, લાલ ડાયરીને સી.ડી ગુપ્તાના હાથમાં આપી. તેમણે ડાયરી ખોલી તો તેમની આંખોમાં ક્રોધ ઉમરી આવ્યો. તેમણે બરાડો પાડયો. ‘‘આ તો ઝેરોક્ષ છે, એ પણ વંચાતી નથી. અસલ ડાયરી ક્યા છે? અને આ તો નવી અને બ્લેંક સીડી લાગે છે. એય’’ તેણે એક ગુંડાને આદેશ આપ્યો’’ આ સીડી બહાર ગાડીમાં ચેક કર શું છે આમાં?’’ તેણે સ્વદેશ ને ગુસ્સાથી પૂછયું. ‘‘અસલ ડાયરી કયાં છે?’’

‘‘એ તો અમારા નવા નિમાયેલા વકીલ પાસે છે. એક કોપી ન્યુઝ ચેનલ વાળા પાસે છે. અમને કાંઈ થશે તો તરત જ એ બધુ પોલીસ અને મીડીયામાં મોકલી આપવામાં આવશે.’’ સ્વદેશે બરફની ઠંડક થી કહ્યુ ત્યાં જ ગુંડાએ આવીને મોંકાણ ના સમાચાર આપ્યા’’ સી.ડી તો સાવ ખાલી છે અંદર કશું નથી’’

ગુપ્તા અને રાધાબેનનો ગુસ્સો આસમાન માં પહોંચી ગયો. બંને ના લમણાં ગુસ્સાના જવાળા મુખીથી ફાટવા માંડયા. બંને ને સમજાઈ ગયુ કે તેઓ બાજી હારી રહ્યા હતા. ગુપ્તાજી અને રાધાબેન બંને ખૂલ્લા પડી ગયા હતા. માહિતી કે સાબિતી મળે તેમ ન હતી. ૪૦૦ કરોડની સંપત્તિ હાથમાંથી રેતી સરે તેમ સરી જઈ રહી હતી. અસલી ડાયરી અને સી.ડી ના આધારે તેઓને ફાંસીની કે જીવન ભરના કારાવાસની સજા થઈ શકે છે.

હતાશા, અસફળતા, નિરાશા, પુત્ર તરફથી ધિક્કાર અને કારવાસ કે ફાંસીના ભયના ઓથારે રાધાબેનના મગજ ઉપર કબજો લઈ લીધો તેઓ સારાનરસા નો વિવેક ખોઈ બેઠા અને પોતાની જીદ અને કકકો ખરો કરવા અને મારૂં તો હવે જે થાય તે પણ તમને તો નહિ છોડુ એવા દુરાગ્રહે તેમના મગજમાં જવાલામુખી ફાટયો તેમણે સુદર્શના ને નિશાન બનાવી પિસ્તોલ તાકી અને ઘોડો દબાવી દીધો.

સદભાગ્યે સુદર્શનાની નજર તેમની ઘોડા ઉપર ની આંગળી ઉપર જ હતી. સાધારણ ક્ષેત્રફળવાળા દિવાનખંડમાં ભયંકર વેગે ગતી કરી રહેલી ગોળી આંખના પલકારામાં તેને વિંધી નાખે તેમ હતી પણ જેવી રાધાબેનને આંગળી ઘોડા ઉપર દબાઈ તે જ ક્ષણે સુદર્શનાએ પોતાનું ઉપલું અંગ અડધુ જમીન તરફવાળી દીથું અને પિસ્તોલની નળીના રસ્તામાં પોતાનો કુત્રિમ હાથ પોતાના શરિર અને ગોળીના માર્ગ વચ્ચે રાખી દીધો. જેટલી ગતીથી ગોળી આવી તેવી જ ગતીથી આ કાર્ય થયું. ગોળી ઘડાકા અને પ્રચંડ વેગ થી સુદર્શનાના કુત્રિમ હાથ સાથે અફળાઈ કુત્રિમ હાથના છોતરા ઉડાવતી ગતીરોધ ને કારણે પોતાની ગતી અને દિશા ગુમાવી સુદર્શના ના દેહને કોઈ પણ નુકશાન કર્યા વગર આડી જતી રહી. ગોળીના પ્રચંડ પ્રહાર થી સુદર્શના સંતુલન ખોઈને નીચે ફેંકાઈ ગઈ. ગોળી ના વેગને કારણે તેના ખભા થી કોણી સુધીના હાથમાં તીવ્ર વેદના થઈ આવી.

સુદર્શના ના બચી જવાથી રાધાબેનના ચહેરા ઉપર પ્રલયંકારી અને વિનાશક ક્રોધ ઉપસી આવ્યો એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર તેમણે ફરી સુદર્શના ઉપર ગોળી છોડી પણ આ વખતે તેમને લાગેલો આઘાત તેમને થરથાવી ગયો. કારણ કે જે ક્ષણે ગોળી છુટી એજ ક્ષણે મોહિતે સુદર્શના અને પિસ્તોલની ગોળીના માર્ગમાં છલાંગ લગાવી જેનાથી તેનુ શરિર ગોળીની રેખા અને સુદર્શના વચ્ચે આવી ગયું.

તેનું લંબાયેલુ શરિર હજી હવામાં જ હતુ ત્યા રાધાબેનની ગોળીએ તેનુ પડખુ ચીરી નાખ્યું. તેના પડખામાંથી લોહીનો ફુવારો ઉડયો અને તેનુ શરિર ધબ્બ દઈને જમીન ઉપર પછડાયું. પછડાટ થી અને ગોળી વાગવાની વેદનાથી તેના મોઢામાંથી ભયંકર વેદનામય ચીસ નીકળી ગઈ જે આખા દિવાનખંડ અને ખાસ કરીને રાધાબેનના અણુઅણુને હલબલાવી ગઈ. અત્યાર સુધી સુદર્શના અને સ્વદેશ માટે એક કૃત્યા કે રાક્ષસી જેવી વિનાશક મનોદશામાંથી અચનાક તેઓ જનની ની મનોદશામાં આવી ગયા. ‘‘મોહિત, મોહિત, આ શું કર્યુ તે?’’ કહેતા કહેતા એક બાજુ પિસ્તોલ ફેંકી તેઓ મોહિત પાસે જઈને બેસી ગયા. તેમની આંખમાં થી અચાનક આંસુની ધારા વહેલા લાગી. ‘‘બેટા’’ તેમના માત્ર એટલુ જ બોલાયું.

મોહિત ત્રુટક ત્રુટક અવાજે બોલ્યો. ‘‘મમ્મી, આ તો તારા પાપનું હું પ્રાયશ્ચિત કરૂ છું’’ રાધાબેન ધ્રુસકે ને ધ્રુસરે રહી પડયા. ‘‘ના, ના બેટા, મારા પાપનું પ્રાયશ્ચિત હું જ કરીશ, તારે ન કરવાનું હોય, મને માફ કરી દે બેટા’’

‘‘મમ્મી માફી માંગવી હોય તો તારી દીકરી સુદર્શનાની માંગ, વિશ્વાસઘાત તે તારી દીકરીનો કર્યો છે. વેદના ને કારણે મોહિત માંડ માંડ બોલી શકતો હતો.

‘‘હું ચોક્કસ માફી માંગીશ પણ બેટા પહેલા તું ઠીક થઈ જા, અરે સ્વદેશ જલ્દીથી ડોક્ટરને બોલાવ’’

સ્વદેશે મોબાઈલ કાઢીને ડોક્ટરને તાત્કાલીક એમ્બુયલંસ મોકલવા કહ્યુ, એજ ઘડીએ લાગ જોઈને ગુપ્તાજી એ નીચે પડેલી પિસ્તોલ ઉપાડી લીધી. તેણે ઘૃણાની ભાવ થી કહ્યું ‘‘રાધાબેન તમે છેલ્લે પાટલી બદલી નાખી છે તો તમારે પણ એમની સાથે મોતને ભેટવુ પડશે અને હું અહીંથી સલામત નીકળી જઈશ.’’

ગુપ્તાજી હજુ તો પિસ્તોલ તાકવા જાય તે પહેલાજ બે બાજુથી અચાનક પોલીસ અંદર આવી ગઈ. ‘‘મિ.ગુપ્તા, પિસ્તોલ નીચે મુકી દો નહીંતર તમારી ખોપરી ઉડાડી દઈશ’’ કહેતા ઈન્સ્પેક્ટર ગોહિલે નોંધાયેલી પિસ્તોલ સાથે આદેશ આપ્યો.

ગુપ્તાજી એ ચારે બાજુ નજર કરી તો સ.ઈ.પાઠક, કોન્સ્ટેબલ વિરજી, મહિલા કોન્સ્ટેબલ મૂળીબેન અને અન્ય ચાર પોલીસમેન તેની સામે પિસ્તોલ તાકીને ઉભા હતા.

પરિસ્થિતી સમજીને તેમણે પિસ્તોલ નીચે મુકી દીધી. ઈન્સ્પેક્ટર ગોહિલે આદેશ આપ્યો ‘‘બધાની ધરપકડ કરી લો’’ પોલીસોએ બધાના હાથમાં હાથકડી પહેરાવી દીથી. બહાર એંમ્બ્યુલંસ આવી ગઈ અને તેઓ મોહિતને જરૂરી પાટાપીંડી કરી ને હોસ્પીટલ લઈ ગયા.

ઈ.ગોહિલે ગુપ્તાજી ને કહ્યું સ્વદેશ પાસે તમારી સામે ના પુરાવા ને સીડી અમને આપશે તદ્દઉપરાંત આ રૂમમાં જે કઈ થયુ છે તેના CCTV ફુટેજ અને સાઉંડ રેકોર્ડીંગ પણ અમારી પાસે હશે એટલે તમારે ફાંસી એ લટકવું તો નક્કી જ છે. ‘‘ગુપ્તાજીના ચહેરા ઉપર આશ્ચર્ય જોઈ તેમણે ચોખવટ કરી ‘‘સ્વદેશે તમારી પાસે પ ને બદલે ૭ વાગ્યે મળવાનો સમય માગ્યોહતો. આ બે કલાક દરમ્યાન અમે આ દિવાનખંડમાં જયાં જયા લગાવાય તેવી જગ્યાએ સીસીટીવી અને વોઈસ રેકોર્ડીંગ ડીવાઈસ લગાવી દીધા હતા. અમારી પાસે હવે તમારૂ ઓડિયો વિડીઓ રેકોર્ડીંગ છે અને રાધાબેન તમે તો માં શબ્દને બટ્ટો લગાડયો છે. ‘‘પછી તેમણે આદેશ આપ્યો.’’ લઈજાવ આ બધાને અને સીસીટીવીના ફુટેજ અને વોઈસ રેકોર્ડીંગ સાથે લઈ લો’’

સૌ ધીમે ધીમે બહાર નિકળ્યા સૌથી છેલ્લે સ્વદેશ સુદર્શનાને ટેકો આપતો બહાર લઈ આવ્યો. સુદર્શના માનસિક અને શારિરીક રીતે આજે ખરેખર આઘાતમાં હતી.

***********

એક અઠવાડીયા પછી પરિખ હાઉસના દિવાનખંડમાં બધા ભેગા બેઠા હતા. રાજમોહન, પરિક્ષિત, સ્વદેશ, સુદર્શના, મોહિત, વિણા અને ઈન્સ્પેક્ટર ગોહિલ હાજર હતા. સુદર્શના નો નવો કૃત્રીમ હાથ બેસાડી દેવામાં આવ્યો હતો. મોહિતને તાત્કાલીક સારવાર મળતા તે થોડા જ દિવસમાં ઠીક થઈ ગયો હતો.

ઈ.ગોહિલે શરૂઆત કરી ‘‘અમારી આકરી તપાસ ની સામે બંને જણે પોતાનો ગુનો કબુલી લીધો છે. ગુપ્તા ને પૈસાની જરૂરત હતી અને રાધાબેનને પુત્ર માટે સત્તા અને સંપત્તિ જોઈતા હતા. એટલે બંને એ ભેગા મળી ને ષંડયંત્ર રચ્યુ હતુ. કે સુદર્શના નું એકસીંડટમાં મૃત્યુ થાય અને રફિકના ખૂનના આરોપમાં રાજમોહનને જેલ થાય. એટલે વહિવટ તેમના હાથમાં આવે અને બંને ની ઈચ્છાપૂર્તિ થાય.

‘‘પણ રાજમોહનકાકાની ગાડીમા હથોડી મૂકનાર કોણ?’’ સુદર્શનાએ પૂછયું.

‘‘એ તમારા શંકરના કામ, તમારો નોકર શંકર, તમને કદાચ ખબર નહિ હોય પણ તે રાધાબેનનો દૂર નો માસિઆઈ ભાઈ છે. રાધાબેને જ તેને અહિંઆ નોકરી એ લગાડેલો અને પૈસાની લાલચ આપી આ કામ કરાવ્યુ હતું. તે પણ અમારી કસ્ટડીમાં છે. ગુપ્તાને તો લગભગ ફાંસીની જ સજા થશે. રાધાબેનને આજીવન કારાવાસની સજા થઈ શકે છે. શંકરને બે ત્રણ વર્ષની સજા થશે. તેમણે મોહિત સામે જોઈ કહ્યું ‘‘આઈ એમ સોરી’’ મોહિતે માત્ર માથું ધૂણાવ્યું ‘‘ગોહિલ સાહેબ’’, સ્વદેશે કહ્યુ ‘‘મોહિત તો ઘર છોડીને જવાની વાત કરતો હતો પણ સુદર્શનાએ તેને રોકી રાખ્યો છે અને પોતાના સંગીતની સાધના ઉપર ધ્યાન આપવા કહ્યુ છે. અત્યાર સુધીતો મિત્ર જ હતો પણ હવે સુદર્શના એ તેને પોતાનો ભાઈ બનાવ્યો છે.

ઈ.ગોહિલે ઉભા થતા મોહિત નો ખભો થાબડયો. ‘‘તુ ખરેખર નશીબદાર છે કે તને આવા સ્વજનો મળ્યા છે.’’ પછી સ્વગત જ ઉમેર્યુ. ‘‘ખબર નહી રાધાબેન ની મતિ કેમ ફરી ગઈ’’ પછી ‘‘ચાલો હું નિકળું છું’’ કહી તેઓ નીકળી ગયા.

***************

એક વર્ષ પછી

સવારે ૧૦ વાગ્યે

પરિખ ગ્રુપની બોર્ડ ઓફ ડાયરેક્ટની મિટીંગમાં રાજમોહને બીજા ડાયરેક્ટરો ને ઉદ્દેશી ને કહ્યું. ‘‘મને આપણા ગ્રુપની નવી ચેરપર્સન સુદર્શના ને પ્રસ્તુત કરતા ખૂબ જ આનંદ થાય છે. આવ સુદર્શના તારૂ સ્થાન ગ્રહણ કર’’ સુદર્શના એ સૌનું અભિવાદન સ્વીકારી પોતાનું સ્થાન ગ્રહણ કર્યું ‘‘હું તમારી ચેરપર્સન છું ખરી પણ કંપનીઓના ભાર રાજમોહનકાકા જ મેનેજીંગ ડીરેક્ટર તરીકે સંભાળશે. જેમ પહેલા સંભાળતા હતા. હું મારા તરફથી પૂરેપૂરી મહેનત અનેલગન આ ગ્રૂપને આગળ વધારવામાં કરીશ અને મને આશા છે કે આપ સૌ તરફથી મને સાથ અને સહકાર મળતો રહેશે.

બોર્ડ ઓફ ડીરેક્ટરોએ તેના આ વિધાન ને તાળીઓ થી વધાવી લીધું.

બપોરે ૨ વાગ્યે

સ્થાનિક કોર્ટના મેરેજ રજીસ્ટ્રેશન ઓફિસમાં રજીસ્ટ્રાર સામે સ્વદેશ અને સુદર્શના વધુ અને વરના લેબાશમાં ઉભા હતા. આજુબાજુ રાજમોહન પરિક્ષિત, મોહિત, ઝુબેદા, વિણા તથા ઓફિસ ના માણસો એક બે ડીરેકટર્સ, સ્વદેશના માતા-પિતા તેમના બંનેના મિત્રો વિ હાજર હતા. તેઓ એ એક બીજાને હાર પહેરાવ્યા ત્યારબાદ રજીસ્ટ્રાર ના ચોપડામાં બંને એ સહીઓ કરી, રજીસ્ટ્રારે ઉદધોષણા કરી ‘‘હવે તમે બંને કાયદેસરના પતિ પત્નિ છો’’ બંને જણાએ વડિલો ને પગે લાગી આશિર્વાદ લીધા.

પછી સુદર્શના એ પાછળ ફરી મોહિતને કહ્યું. ‘‘આગળ આવ’’ મોહિત આગળ આવ્યો. સુદર્શના હાથ પકડી ને ઝુબેદાને આગળ લાવી ‘‘ચાલો રજીસ્ટર માં સહી કરો‘‘ મોહિતે અને ઝુબેદાએ સહીઓ કરી એટલે રજીસ્ટ્રારે ફરી ધોષણા કરી ‘‘ હવે તમે બંને કાયદેસરના પતિ પત્નિ છો. ‘‘મોહિત અને ઝુબેદા વડિલોને પગે લાગ્યા અને સ્વદેશ અને સુદર્શનાને ભેટી પડયા. ‘‘કાકા, મોહિત માટે મારા ધ્યાનમાં ઝુબેદા કયારનીય હતી હો.’’

સૌ એ પેંડા ખાઈ મીઠા મોઢા કર્યા અને આનંદ થી બંગલા ઉપર પાછા આવ્યા.

રાત્રે ૧૧ વાગ્યે

પરિખ હાઉસ આખુ ઝગમગતા વિજળીના દિવાથી શણગારેલુ હતુ. બંગલાની લોનમાં યોજાયેલો નાનો એવો અંગત સ્વજનો, મિત્રો અને ઓફિસના ડાયરેક્ટરોનો ભોજન સમારંભ પતી ગયો હતો. રાજમોહન, પરિક્ષિત, નવપરણિત મોહિત અને ઝુબેદા પોત પોતાના ખંડમાં જતા રહ્યા હતા.

સુદર્શનાનો બેડરૂમ ફુલો થી શણગારેલો હતો. પલંગની ચારે બાજુ મહેકતા ફુલોની સેર લગાવાયેલી હતી. રેશમી ચાદર અને ઓશિકા ગોઠવાયેલા હતા. એક નાનો નાઈટ લેમ્પ આછુ અજવાળું પ્રસારી રહ્યો હતો. સાઈડ ટેબલ ઉપર પાણીનો જગ, ગ્લાસમાં દૂધ વિ.મૂકાયેલા હતા.

ભોજન સમારંભ વખતે પહેરેલા ભારે વસ્ત્રો ઉતારી બંને નવદંપતિએ આરામપ્રદ રાત્રી વસ્ત્રો પહેરી લીધા હતા. સુદર્શના પલંગ ઉપર નવવધુની જેમ સંકોચાઈને બેઠી હતી. વર્ષોથી એકબીજાથી એકદમ પરિચિત હોવા છતા આજે અચાનક જ સુદર્શના ની આંખોમાં લજ્જાનો ભાર આવી ગયો હતો. તે આંખ ઉંચી કરી સ્વદેશ સામે જોવા તલપાપડ થતી હતી. પણ કોણ જાણે કેમ આજે તેના નેણ ઉંચા જ થતા ન હતા. સ્વદેસે તેની ચિબુક પકડી તેનુ મુખ ઉપર કર્યું અને તેની આંખમાં આંખ પૂરાવી કહ્યું ‘‘આઈ લવ યુ’’ અને કહેતા કહેતા તેણે પોતાના હોઠ સુદર્શનાના હોઠ ઉપર મૂકી દીધા.

સુદર્શનાના આખા શરિરમાં જાણે ઝણઝણાટી ફરી વાળી. પ્રેમાવેશમાં તેણે પોતાનો એક હાથ સ્વદેશના ગળા ફરતો વિટાળી દીધો અને તેને વળગી પડી. પછી ધીમેક થી મોઢા સામે મોઢું લાવીને પૂછયું.

‘‘એક વાત પૂછું?’’

‘‘પુછને?’’ સ્વદેશે પ્રેમરસ ભરેલા સ્વરે કહ્યું.

‘‘મારો તો એક હાથ કપાઈ ગયો હતો. તો ય તે કેમ મારો સાથ ન છોડયો?’’ અને મારા માટે પ્રાણોની બાજી લગાવી?’’ તેણે પતિના ગાલ ઉપર સ્નેહસભર હાથ ફેરવતા કહ્યું સ્વદેશે પ્રેમથી જવાબ આપ્યો ‘‘તે વિનસ ડીમેલો, ગ્રીકોના પ્રેમની દેવીની મૂર્તિ જોઈ છે ને?’’ તેના તો બંને હાથ ખંડિત છે તોય તે પ્રેમની દેવી ગણાય છે ત્યારે તારો તો એક હાથ તો છે જ ને એટલે તું મારા માટે પ્રેમની દેવી કરતા પણ વિશેષ પ્રેમ દેવી છે. આવી દેવીને કોઈ મુર્ખ જ છોડે’’

સુદર્શનાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા ‘‘સાચ્ચે જ હું આ વિશ્વની સૌથી વધારે ભાગ્યશાળી પ્રેયસી અને પત્નિ હોઈશ’’

‘‘પણ આપણે હવે રાજમોહન કાકા એ આશિર્વાદ આપતા જે કહેલુ કે ‘‘તમારા આ ત્રણ હાથના પ્રેમમાં અમારે જલ્દી જલ્દી નાના બે હાથ કિલકીલાટ કરતા જોઈએ છે. તે ઈચ્છા પૂરી કરવા પ્રયત્નો કરવા જોઈએ’’.

સુદર્શના ના ગાલો રતુંબડા થઈ ગયા અને સ્વદેશે હાથ લાંબો કરી સ્વીચ દબાવી નાઈટ લેમ્પ બૂજાવી દીધો.

(સંપૂર્ણ)