Ek pita no potani dikari ne patra books and stories free download online pdf in Gujarati

એક પિતા નો પોતાની દિકરી ને પત્ર

Nimish Thakar

nimishthakar.divyabhaskar@gmail.com

તા. ૧૦ મી એપ્રિલ ર૦૧૬

વ્હાલી દિકરી ખુશ્બુ,

બેટા, કેમ છે તું. તને થશે પપ્પાએ કોલ કરવાને બદલે લેટર શા માટે લખ્યો. દિકુ દરેક ચીજને તેની મજા છે. જે વાત હું તને ફોન પર કરી શકું એજ વાત આ લેટરમાં વિસ્તારથી સમજાવું તો તને કંટાળો ક્યારેય નહીં આવે. કદાચ રુબરુમાં આટલી લાંબી વાત કહીશ તો તું લિટરલી બોર થઈ જઈશ એની મને ખાતરી છે. અને તને તો ખબર છે ને પપ્પાને ફોન પર બે મિનીટથી વધુ વાત કરવી નથી ગમતી. દિકરા લખવું એ મારું પેશન છે. અને કદાચ એટલેજ એ મારી જોબ પણ છે. બેટુ, મેેેં તને આજ વાત કહેવા ફોન, સોરી, લેટર લખ્યો છે. યાદ રાખજે તારું પેશન જ તારી મૂડી છે, તાકાત છે. દિકરા, પપ્પા પાસે તને લકઝરી આપવા ગાડી નથી. આવનારા એક વર્ષમાં ઠાકોરજીએ ચાહ્યું તો ગાડી આવી પણ જશે. પણ હું તને સ્કુલે કે ટ્‌્યુશનમાં જવા ગાડીનો ઉપયોગ નહીં કરવા દઉં. બેટા, સાયકલ, ચાલીને કે શેરીંગ રીક્ષાની મુસાફરીની પણ એક મજા છે. એક અનુભવ છે. ગાડીની એસી ઠંડક અને ફ્યુઝન મ્યુઝીકમાં તને સ્કુલે-ટ્‌્યુશનમાં જતાં-આવતાં રસ્તામાં કઈ કૂતરાં ભસે તો તેની સામે ઉભા રહી જવાથી તે નાસી જાય એની ખબર કેવી રીતે પડશે ? કૂતરું ભસે ત્યારે મનમાં લાગતો ડર મનમાંથી દૂર થવો જરુરી છે. મને પણ તારી જેમ એક વખત કૂતરાંની બીક લાગતી. દૂરથી કૂતરાંને જોઈને જ્યાં સુધી કોઈ મોટું ત્યાંથી નિકળે નહીં ત્યાં સુધી હું દૂર જ ઉભો રહી જતો. અને જે કોઈ નિકળે તેની પાછળ પાછળ નિકળી જતો. પછી મારા દાદાએ એક વખત કહ્યું, કૂતરું તારી પાછળ દોડે કે ભસે તો દોડવું નહી, તેની સામે જોઈને ઉભા રહી જવું. આમ કરવાથી તે થોડીવાર ભસીને શાંત થઈ જશે. મને પહેલી વખત આ રીતે ઉભા રહી જતી વખતે ખુબજ બીક લાગી હતી. પણ બિલકુલ એવુંજ થયું જેવું દાદાએ કહ્યું હતું. કૂતરું ચાલ્યું ગયું. પછી તો હિંમત આવી ગઈ. હું ઈચ્છું છું તું પણ આવા અનુભવમાંથી તારી બીક ભાંગી નાંખે. આનાથી મને એક વાત શીખવા મળી, ડર કે આગે જીત હૈ. આપણે જેનાથી ડરતા હોઈએ તેનો અનુભવ તો ખાસ કરવો. એ વાત મને એ વખતે સમજાઈ હતી.

દિકરા, તારે ભવવિષ્યનાં એક સારા અને સક્ષમ નાગરિકની ફરજો પણ નિભાવવાની આવશે. એ વખતે જીવનની વાસ્તવિકતાનો સામનો નહીં કર્યરે હોય તો તું સંજોગો સામે કેવી રીતે ટકી શકીશ ? બે દિવસ પહેલાં સાઈકલ ચલાવતી વખતે પંચર પડી જતાં તે એજ રોડ પર રહેતા કપિલકાકાને ત્યાં મૂકીને ચાલીને ટ્‌્યુશનમાં ગઈ હતી. બેટા, મને એ વાત ખુબજ ગમી હતી. આવી બાબતોમાં મમ્મી કે પપ્પાને કોલ કરવાને બદલે જાતેજ ડીસીઝન લેવાનું હોય. પપ્પા પણ તને એ વખતે એમજ કરવાનું કહેત. આનાથી ડીસીઝન પાવર વધે. મને એ પણ ખબર છે કે, એક વાર ઘેર આવતી વખતે તેેં એક બાઈક પર આવેલા બે લોકોએ રસ્તે જતા એક આન્ટીની ચેઈન ખેંચી નાસી ગયા હતા. તેેં એ વખતે બાઈકનો નંબર યાદ રાખી લીધો હતો. અને પછી મને કહ્યો હતો. મેેં એ નંબર પોલીસને આપ્યો અને પેલા બદમાશો પકડાઈ ગયા હતા. શાબાશ બેટા, આવીજ ચકોર નજર રાખવાની. આઈ એમ પ્રાઉડ ઓફ યુ.

તું હજી ૧૩ જ વર્ષની છો. તારી સમજ શક્તિ સારી છે. બે વર્ષ પછી કદાચ તું રસ્તે જતી હોઈ ત્યારે છોકરાઓ તારી સામું જોશે. તને અમુક સંજોગોમાં સારું લાગશે. તો ક્યારેક સારું નહીં પણ લાગે. અમુક લોકો તને સંભળાવવા માટે જોરજોરથી બોલશે, હસશે, તારી મશ્કરી પણ કરી શકે. એ વખતે શું નિર્ણય લેવોએ હું તારા પર છોડીશ. હું તને ક્યારેય એમ નહીં કહું કે ચૂપ રહેજે. ભવિષ્યમાં ક્યારેય પણ કોઈપણ જાતનાં અન્યાય કે અત્યાચાર સામે ઝૂકીશ નહીં. કોઈથી ડરીશ નહીં. પપ્પા-મમ્મી તો ક્યાં સુધી સાથે રહેવાનાં ? મમ્મીને રોજ સાંજે રોટલી વણાવવામાં મદદ કરજે. એ શાક સમારતી હોય તો પાસે બેસીને જોજે. તે સ્હેજ પણ ઈયળ કે ખરાબ ભાગ રહેવા દે છે ? એમ કરવાથી તારા કામમાં ચોકસાઈ વધશે. સાથોસાથ કામ કરવાની આદત પડશે. યાદ રાખજે, જે કામ સહેલાં લાગતાં હોય એ તો ખાસ કરવાં. એવાં કામોની આદત નહીં હોય તો શરીરમાં આળસ ઘૂસી જશે. સહેલાં કામો પછી કરીશ એમ માનીને બેસી રહીશ તો એ કામ ક્યારેય નહીં થાય. તારી મમ્મીને જુએ છેને ? ઘરનું બધું કામ કરે છે, દાદા-દાદીને દવા પણ ટાઈમસર આપે છે, સવારે તમારો નાસ્તો બનાવે છે, તમને તૈયાર કરે, અને રસોઈ પણ ટાઈમસર તૈયાર રાખે છે. સાથે મારું ટિફીન તો ખરુંજ. તોય ક્યારેય તે કંટાળે છે ખરી ? ક્યારેક પૂછજે નાની હતી ત્યારે તે નાનાજી ઘેર ૧૭ રુમોમાં કચરાં-પોતાં કરતી. નાનાજીને ઘેર ગાય પણ હતી. તેનું છાણ પણ ઉપાડતી. અને રોટલી પણ વણાવતી. સાથે ભણવાનું તો ખરુંજ. દિપ્તી આન્ટીને પણ તું જુએ છેને ? ઘરનાં બધાં કામ પણ કરે છે અને જોબ પર પણ જાય છે. બેટા, પપ્પા ઈચ્છે છે કે, તું પણ એવી જ બને. ભવિષ્યમાં તારે જોબ કરવી હોય તો કરજે. પણ સાથે ઘરનાં કામો કરવાનું ચૂકતી નહીં. યાદ રાખજે, તારા સાસરે જઈને તું જે રીતે વર્તર્ીશ એના પરથી અમારી પણ કિંમત થશે. અન્યાય સામે અવાજ ઉઠાવવાનો અર્થ એટલે વડીલોનું અપમાન એવો નહીં કરવાનો.ક્યાં કેવી રીતે બોલવું એનું તો ખાસ ધ્યાન રાખવાનું. આપણા સમાજમાં સ્ત્રીને અન્યાય સામે અવાજ ઉઠાવનારી ઘણી મહિલાઓ તને જોવા મળશે. તેમને ક્યારેય તારો આદર્શ માનીશ નહીં. યાદ રાખજે, એ મહિલાજ સશક્ત છે જે ઘરનાં કામો પણ કરે છે અને સાથે નોકરી-વ્યવસાય પણ. દેશનાં વડાપ્રધાન ઈન્દિરા ગાંધી તો નારી શક્તિની મિસાલ ગણાતાં. પણ તેમણે ક્યારેય એવી વાતો નથી કરી. તને ખબર છે, ઈન્ફોસીસનાં ફાઉન્ડર ડાયરેક્‌ક્ટર નારાયણમૂર્તિની પ્રેરણામૂર્તિ ખુદ તેમનાં પત્ની સુધા મૂર્તિજ હતા. સુધા મૂર્તિ તો ટાટામાં એન્જીનિયર તરીકેની પોતાની ફરજો પણ બજાવતા અને ઘર-પરિવારને પણ સંભાળતા. નારાયણમૂર્તિએ નોકરી છોડી દીધી એ વખતે સુધા મૂર્તિનાં પગારથી ઘર ચાલતું. તું પણ આવીજ નારીઓને તારો આદર્શ માનજે. અરે તારી મમ્મીને આદર્શ માનીશ તો પણ સાસરીમાં તારી વાહ વાહ થશે. સાથે અમારી પણ. બસ, એ માટેનું પેશન રાખજે. મને ખબર છે અત્યારે તું નાઈન્થ સ્ટાન્ડર્ડમાં એટલા માટે ૯૦ પર્સન્ટાઈલ માર્કસ લાવવાની કોશીષ એટલા માટે કરે છે કે, પછી ટ્‌્યુશનમાં પ૦ ટકા ફી માફી મળે તો મને એટલી રાહત રહે. તું તારી મમ્મીને રસોડામાં આ વાત કહેતી હતી ત્યારે મેં સાંભળી હતી. થેેંક્સ બેટા, ખુબ ભણજે. પણ સાથે મેેં કહ્યું એમ, માત્ર સારી માર્કશીટથી જ કેરીયર નથી બનતી. અત્યારે જૂનાગઢનાં જેટલા નામાંકિત ડોક્ટર છે એમાંથી એકેય બોર્ડનાં રેન્કર નહોતા. અને એમના વખતમાં જેઓ રેન્કર હતા તેઓ આજે ક્યાં છે એની કોઈને ખબરેય નથી. મન લગાવીને ભણજે. પણ જો તારી ફ્રેન્ડ કરતાં એક બે કે પાંચ પંદર પર્સન્ટાઈલ ઓછા આવે તો ચિંતા નહીં કરવાની. મારે તારી માર્કશીટ નહીં, તારા સેલ્ફ કોન્ફીડન્સ અને ડીસીઝન પાવર સાથે મતલબ છે, તારા સારા પણાથી મતલબ છે, તારી કામ કરવાની દાનતથી મતલબ છે. તું મનથી કેટલી સ્ટ્‌્રોેંગ છે એ મારા માટે મહત્વનું છે.

બેટા, હું તો કહીશ કે, તું ભવિષ્યમાં જોબને બદલે પોતાનું પ્રોડશન યુનિટ શરુ કરે. દેશની મોટી ઈન્ડસ્ટ્‌્રીયાલિસ્ટ બને એ મારું સ્વપ્ન છે. તું પપ્પાની કારમાં સ્કુલે જવાની અપેક્ષા રાખવાને બદલે ભવિષ્યમાં પોતાની માલિકીનું એરક્રાફ્ટ ખરીદવાનાં માર્ગ પર ચાલે. એ અશક્ય નથી. બેટા, અગાઉ જે ન થયું હોય એ ભવિષ્યમાં ક્યારેય નહીં થાય એવું તો ક્યારેય ન માનવું.

બોલ, આવું અને આટલું બધું તું ફોન પર કે રુબરુમાં સાંભળી શકવાની હતી ? બોર થઈ જાત કે નહીં ? એને બદલે કદાચ આટલો લાં...બો પત્ર વાંચવાનો કંટાળો નહીં આવે. બને તો આ લેટર સાચવી રાખજે. યાદ છે થોડા દિવસો પહેલાં સ્ટાર સિને એવોર્ડઝમાં દિપીકા પદુકોણેએ એવોર્ડ મેળવ્યા પોતાનાં પપ્પા અને ટેનીસ સ્ટાર પ્રકાશ પદુકોણેએ વર્ષરે પહેલાં મુંબઈ આવી ત્યારે લખેલો લાંબો લેટર સ્ટેજ પર વાંચ્યો હતો ? આખા દેશનાં વ્યુઅર્સર્ે એ જોયું હતું. બેટા, હું કાંઈ પ્રકાશ પદુકોણે નથી. પણ એટલી ઈચ્છા છે કે, આ પત્ર તને હંમેશાં જીવનનો સાચો માર્ગ ચિંધતો રહે. હું આ દુનિયામાં ન હોઉં ત્યારે પણ.

બેટા, ખુબ સુખી થજે.

લિ. તારા પપ્પા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED