Trun haathno prem ch 22 Shailesh Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

Trun haathno prem ch 22

ત્રણ હાથનો પ્રેમ

પ્રકરણ ૨૨

લેખકઃ

શૈલેશ વ્યાસ

email : saileshkvyas@gmail.com

Mobile : 9825011562


સ્વદેશ અને સુદર્શના ફરી દિગમુઃઢ બની ગયા, થોડાક જ સમયમાં તેમના ઉપર બીજી વાર વીજળી પડી હતી. સુદ્રશનાનો સમજી ન ન શકી કે આ શું થઈ રહ્યુ છે. સામે છે તે તેના રાધામાસી જ છે કે અન્ય કોઈ, ના ના તે કોઈ સ્વપ્ન માં છે. જેમા બહુરૂપિઓનો ખેલ દેખાડાય છે. પહેલા રાજકુમાર ગુપ્તાજી નો ચહેરો લઈને કોઈ બહુરૂપી આવ્યો હતો અને હવે તેની મા સમાન રાધામાસીનો ચહેરો લઈને કોઈ બહુરૂપી આવી છે. પણ ખરેખર શું આ સ્વપ્ન હતુ? શું થોડી વારમાં જ આ સ્વપ્ન તુટી જવાનું હતું? તે કાંઈક બોલવા ગઈ પણ તેના ગળામાંથી અવાજ જ ન નિકળ્યો.

રાજકુમાર ગુપ્તા નો વિશ્વાસઘાત તો તેણે મને કમને ગળે ઉતારી લીધો હતો. પણ રાધામાસી પણ? રાધામાસી પણ વિશ્વાસઘાત કરે તે તેની કલ્પના કે સમજ બહારનું હતું. રાજકુમાર ગુપ્તા તો પપ્પાના મિત્ર હતા. કાયદાકીય સલાહકાર હતા. પણ તેમના સંબંધો દૂર ના હતા અંગત ન હતા. પણ રાધામાસી?

રાધામાસી એ તો તેને નાનપણથી મોટી કરી છે. સ્વર્ગસ્થ માતાની અવેજમાં માતા બનીને તેનું લાલન પોષણ કર્યુ હતુ. તે પોતે રાધામાસીને માની જગ્યાએ જોતી હતી અને માનતી હતી. આખા પરિખ કુટુંબમાં સૌ ને રાધામાસી પ્રત્યે સુદર્શનાની લાગણી અને ભાવની ખબર હતી, એટલે સૌ રાધામાસી નો પડયો બોલ જીલવા તૈયાર હતા. રાજમોહન પરિખ કુટુંબના વડિલ હતા છતા તેઓ રાધાબેનની દરેક ઈચ્છા ને માન આપતા હતા. કારણ કે તેમને ખબર હતી કે રાધાબેન ને ઓછુ આવશે તો સુદર્શના નો જીવ દુભાશે.

જે રાધાબાઈ કામવાળી તરીકે ઘરમાં આવ્યા હતા. તેમાથી રાધાબેન અને રાધામાસી ક્યારે થઈ ગયા તેનીય કોઈને ખબર પડી ન હતી. કારણ કે સુદર્શના તેને માતૃતુલ્ય જ ગણતી હતી. અને આજે એ જ રાધાબેન જે તેને ‘‘મારી દીકરી’’ ‘‘મારી દીકરી’’ કહેતા થાકતા ન હતા તે આજે તેની અને સ્વદેશની સામે પિસ્તોલ તાકી ને ઉભા હતા અને ફરીથી જાન થી મારી નાખવાની ધમકી આપી રહ્યા હતા. તેનુ મગજ બહેર મારી જવા લાગ્યુ તેની આંખે અંધારા આવવા લાગ્યા. સ્વદેશે તેને હાથનો ટેકો આપી આધાર આપ્યો.

વિશ્વાસઘાત, વિશ્વાસઘાત, શું જગતમાં હવે સંબંધો, લાગણીઓ પ્રેમ જેવું કશું જ રહ્યુ ન હતું?

સ્વદેશે રાધાબેનને સમજાવવાની કોશિશ કરી ‘‘રાધાબેન તમે તો......?’’

‘‘તું તો વચમાં બોલતો જ નહી. આ બધા નું મુળ કારણ તું જ છે’’ રાધાબેને કટુતા થી જવાબ આપ્યો.

‘‘હું?’’ આશ્ચર્યમાં પડી જઈને સ્વદેશે કહ્યુ, એ કઈ રીતે?’’

એ હું તને પછી સમજાવીશ, પહેલા આપણે રાજકુમાર ગુપ્તાજીની અધુરી વાત પુરી કરીએ’’

‘‘પણ મમ્મી’’ વચમાં જ મોહિત બોલી ઉઠયો.‘‘આ તુ શું કરી રહી છે?’’ લાવ, પિસ્તોલ મને આપી દે પાછી’’ કહેતા તેણે રાધાબેન તરફ બે ડગ ભર્યા પણ ત્યાં જ રાધાબેને આદેશ આપ્યો. ‘‘ગુપ્તાજી તેને ત્યાં જ રાખો, અહિ આવવા ન દેશો’’ ગુપ્તાજીએ તરત જ પોતાના સાજા હાથે મોહિતનો ખભો દબાવી ને તેને રોકી લીધો.

રાધાબેને કહ્યું ‘‘ તું જાણવા માંગતી હતી ને ગુપ્તાજી ને કેવી રીતે ખબર પડી, તો હું તને કહું જયારે તમે બંને દિવાનખંડ માં વાત કરતા હતા રફિકને મળવા જવાની ત્યારે હું રસોડામાં પડદા પાછળ ઉભી રહીને ઢોકળા ની પ્લેટ ભરી રહી હતી. મે ત્યારે તમારી વાત સાંભળી લીધી હતી. કે તમે રાત્રે રફિક ને મળવા જવાના હતા. પણ જાણે કાંઈ ન જાણતી હોઉ તેમ બહાર આવી ને તમને પૂછયું કે ક્યાં જવાનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. ત્યારે તે મને ખોટું કહ્યુ કે સ્વદેશ રાતના પિક્ચર જોવા જવાનો પ્રોગ્રામ બનાવી રહ્યો છે. તમારા તરફના આ ભયની મે તરત જ ગુપ્તાજી ને ફોન કરીને જાણ કરી દીધી કે તમે બંને રફિક પાસે માહિતી મેળવવા જવાની છો. રફિકે જો કે પોલીસ સામે પણ મોઢું ખોલ્યુ ન હતુ પણ અમે કોઈ નબળી કડી રહેવા દેવા માંગતા ન હતા. એટલે તમે પહોચો તેના કલાકે ક પહેલા જ ગુપ્તાજીએ તેના ઘરે જઈ ભારે હથોડી થી તેની ખોપરી તોડી નાખી. જેથી તે તમને કોઈ માહિતી આપી ન શકે’’

‘‘એજ રીતે મને જયારે ખબર પડી કે સલમા તમને કોઈ સાબીતી આપવાની છે ત્યારે તે વાત અને જગ્યા મે ગુપ્તાજી ને જણાવી દીધી. ગુપ્તાજી તમારા પહોંચવાના સમય પહેલા જ સલમાને ત્યાં પહોંચી ગયા અને તેમણે સલમા ને સાબીતી તેમને સોપી દેવા કહ્યું અમારા કમનશિબે સલમા દૂરંદેશી દાખવી ને સાબિતી પોતાની સાથે લાવી જ નહોતી. જયારે ગુપ્તાજી એ તેને એ માહિતી ક્યાં છે તે બતાવવા તેનું ગળુ દબાવ્યુ તોય તે મચક આપતી ન હતી એ જ વખતે તમે ત્યા પહોચ્યા એટલે ગુપ્તાજી પાસે તેનું ખૂન કરવા સિવાય બીજો કોઈ ચારો જ ન હતો.

‘‘એટલે તમે અમારા ઘરમાં રહ્યા રહ્યા અમારી વિરૂધ્ધ ષડયંત્ર કરી રહ્યા હતા?’’ સ્વદેશે ધૃણાથી કહ્યું.

‘‘પછી જયારે મને ખબર પડી કે તમારી પાસે લાલ રંગની ડાયરી છે જેમા રફિકે સાબીતી લખેલી છે તથા તમારી પાસે એક CD પણ છે ત્યારે તમારા ઉપર દબાણ લાવવા મારા પોતાના અપહરણુનું અમે નાટક કર્યુ કારણ કે હું જાણતી હતી અન્ય કોઈ રીતે તમે અમને એ સાબીતી નહી આપો. અમારી ચાલ સફળ નિવડી અને તમે અહિંઆ આવી ગયા. ગુપ્તાજીએ સ્વદેશને સ્વધામ પહોંચાડી જ દીધો હોત. પણ ત્યાંજ તું આવી ગઈ અને ગુપ્તાજીને ગોળી મારી દીધી. એટલે મારે આમ ઉઘાડા પડીને આવવુ પડયું.

અહિ રાધાબેન થોડા અટકયા અને થોડા તિરસ્કાર થોડી પ્રસંશા થી કહ્યું ‘‘પણ મે ક્યારેય નહોતુ ધાર્યુ કે તું આટલી બહાદુર નિકળશે. હું તો તને સાવ ઢીલી જ સમજતી હતી.’’

સ્વદેશે વચમાં જ ઝુકાવ્યું ‘‘તો તો રાધાબેન તમને માણસને પારખતા જ નથી આવડતું. આખી જીંદગી તમે એને મોટી કરી તોય તમારી દીકરી માં કેટલુ પોલાદ ભરેલું છે એનો ખ્યાલ જ નથી તમને? સલમાના ખૂન વખતે તેણે બતાવેલી બહાદુરી પણ તમે ભૂલી ગયા? ‘‘પછી તેણે તરતજ વ્યંગમાં કહ્યું.’’ જો કે માણસને પારખતા તો અમને અને સુદર્શનાને પણ નથી આવડતું, નહિતર તમારા જેવા વિશ્વાસઘાતીને ઓળખી ન લેત? આ તો અમે દૂધ પાઈને સાપ ઉછેર્યો હોય તેવુ કર્યુ છે અમે’’

મોહિતે અહિંઆ ફરીથી કહ્યું ‘‘મમ્મી તું આ શું કરે છે? આ કુટુંબના આપણા ઉપર કેટલા ઉપકાર છે? તને એક સામાન્ય કામવાળીમાંથી આખા ઘરની કર્તાધર્તા બનાવી દીધી છે અને તું આવો વિશ્વાસઘાત કરીશ તો પછી જગત નો નાના માણસો ઉપર થી વિશ્વાસ જ ઉઠી જશે’’ મોહિતના અવાજમાં કાકલુદી હતી.

‘‘મને ખબર છે કે તારામાં આત્મવિશ્વાસ, હિંમત અને દ્રઢતા નો અભાવ છે. તને કોઈપણ મુરખ બનાવી જાય એટલો તુ બાઘો છે. મને ખબર હતી કે હું તારી પાસે થી પિસ્તોલ માંગીશ તો તું નહી આપે, એટલે જ મે બહાનું કાઢયું કે મને ખૂબ જ તરસ લાગી છે અને તને પાણી લઈ આવવા કહ્યુ તે એટલે જ સરળતા થી તે પિસ્તોલ મને આપી દીધી અને તુ પાણી લેવા ગયો. પિસ્તોલ મારા હાથમાં આવતા જ બાજી મારા હાથમાં આવી ગઈ.

સુદર્શના હજુ આઘાતમાંથી બહાર આવી ન હતી. ‘‘પણ માસી તમારે આવું શા માટે કરવું પડે? તમને તો હું મારી માં જ માનતી હતી. માં ઉઠીને દિકરીનો ઘાત કરે?

રાધાબેને કઠોર સ્વરમાં કહ્યું. ‘‘માં કહેવુ અને માનવું જુદી વાત છે અને માં હોવુ એ જુદી વાત છે. તુ મને માં માનતી હતી પણ માં ની જેવી સત્તા મને થોડીને જ આપી હતી? શું સત્તા ન હતી તમારી પાસે બધી જ સત્તા તમને આપી હતી. આખા ઘરનો, નોકર ચાકર નો ઘરના વ્યવહારનો બધો જ વહિવટ તમારી ઈચ્છા પ્રમાણે જ થતો હતો. હું અને રાજમોહન કાકા પણ તમારી દરેક ઈચ્છા ને માન આપતા હતા’’

‘‘ઈચ્છાને માન આપવુ અને ઈચ્છાનો અમલ થવો બંને જુદી વાત છે. ’’ રાધાબેન પોતાનો દુરાગ્રહ ચાલુ રાખતા કહ્યું.’’ મારી પાસે મારી ઈચ્છાથી પૈસાનો વહિવટ કરવાની સત્તા કયારેય ન હતી. મારે તને કે રાજમોહન ને વિનંતી કરવી પડતી હતી’’

‘‘પણ એ તો નાણાકીય વહિવટ અને કાયદાને અનુલક્ષી ને કરવું પડે આજના સમયમાં. વચમાં કોલેજ માંથી અમારે સિંગાપુરના પ્રવાસે જવાનું હતું ત્યારે ૬૦/૭૦ હજાર રૂપિયાની જરૂરત હતી ત્યારે મારે પણ રાજમોહન કાકા ને કહેવુ પડયુ હતુ. મારે પોતાને પણ નાણાકીય વ્યવસ્થા ગોઠવેલ હોય તે પ્રમાણે જ ચાલવુ પડે નહીંતર ઓડીટ અને ઈન્કમટેક્ષમાંથી તપાસ આવે’’ સુદર્શના એ ખેદ સાથે કહ્યું.

રાધાબેન જીદ્દી અવાજમાં કહ્યુ ‘‘તોય મને જોઈતી સત્તા તમે ક્યારેય આપી નથી’’

‘‘પણ સત્તા તો કાયદા પ્રમાણે જ મળે આ આખા સામ્રાજ્ય ની માલીક હું છું પણ કાયદેસર રીતે પપ્પાના વીલ પ્રમાણે હું ૨૧ વર્ષની થાઉ પછી જ મને સત્તા મળે એટલે બધી સત્તા કાકા પાસે છે. મારે પણ કાકા પાસે જોઈએ તો પૈસા માગવા પડે છે’’ પછી ઉમેર્યું ‘‘તમારે ત્રણ ચાર વર્ષ પહેલા તમારા ગામડામાં મંદિર બંધાતુ હતુ ત્યારે તમારી તેમા દાન દેવાની ઈચ્છા હતી તો તમારી ઈચ્છા મુજબ કાકાએ તરત જ તમને પાંચ લાખ રૂપિયાની વ્યવસ્થા કરી જ આપી હતી ને?’’

રાધાબેને રિસાયેલા અવાજે કહ્યુ ‘‘મારે તો મનમાં ૧૧ લાખ આપવાની ઈચ્છા હતી’’

‘‘તો તમારે પેટછુટી વાત કરવી હતી ને કાકા ૧૧ લાખ આપતા‘‘ સુદર્શના એ કહ્યું.

મોહિતે ફરી વચમાં ઝુંકાવ્યુ ‘‘પણ મમ્મી તારે શા માટે અને કોના માટે આવુ કરવુ પડયું આવા વિશ્વાસઘાત પાછળ કાંઈક તો કારણ હશે ને?’’

રાધાબેને કોઈ સ્વપ્ન જોઈ રહ્યા હોય તેમ કહ્યું. ‘‘મારા આ બધા કાર્યનું મુખ્ય કારણ તું છે’’ ‘‘હુ?’’ મોહિતે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું ‘‘આ બધુ તે મારા માટે કર્યું છે?’’

‘‘હા, હું ઈચ્છુ છું કે આટલા મોટા સામ્રાજ્ય નો માલિક તુ બને આ કરોડો રૂપિયાની સંપત્તિ અને સત્તામાં તું મહાલે બંગલો, ગાડીઓ, વિદેશ પ્રવાસ વિ. તેુ કરે અને તારા આ વૈભવ ને હું જોઈ જોઈને હું તૃપ્ત થાઉ. એટલે જ હું ઈચ્છતી હતી કે તારા લગ્ન સુદર્શના સાથે થાય જેથી કરીને આ આખા સામ્રાજ્યનો તુ માલિક બને. મે એક બે વાર સુદર્શના નું મન જાણવા નો સીધો અને આડકતરો પ્રયાસ કર્યો હતો પણ સુદર્શના એ તો તું માત્ર તેનો મિત્ર જ છું એવુ કહીને વાત હસવામાં ટાળી દીધી હતી’’

સુદર્શનાએ આઘાત સહ કહ્યુ ‘‘તમે મારા અને મોહિત વિશે આવુ વિચારતા હતા? મને તો માનવામાં જ નથી આવતું. મોહિત તો મારો બાળપણ નો મિત્ર છે અને હું તેને પરિક્ષિત જેવો ભાઈજ માનુ છું. તમે આવુ પુછ્યુ હતુ એવુ પણ મને તો યાદ પણ નથી’’ સુદર્શનાએ અત્યંત દુઃખી થઈને કહ્યું.

‘‘મેં આડકતરી રીતે જાણવા વિણા દ્વારા કહેવડાવ્યુ હતુ એટલે તને યાદ નહી હોય’’ પછી કડવાશ થી ઉમેર્યું ‘‘ત્યાજ વચ્ચે આ સ્વદેશ ટપકી પડયો તારા જીવનમાં’’ તેમણે તિરસ્કારથી સ્વદેશ સામે જોયુ ‘‘મે તને કહ્યુ હતુ ને કે આ બધુ તારા કારણ થયુ છે, તે આ, જો તું સુદર્શનાના જીવનમાં ન આવ્યો હોત તો હું ગમે તેમ કરીને સુદર્શનાના લગ્ન મોહિત જોડે કરાવત અને આ સંપત્તિ અને ઉદ્યોગનો માલિક બનાવત પણ તુ જ મારા રસ્તાની મોટી આડખીલી બની ને આવ્યો એટલે મારે આવો ઘાતક માર્ગ અપનાવવો પડયો.’’

મોહિત ગુપ્તાજીના હાથને અવગણીને આગળ આવ્યો. તેણે ખૂબ જ ધીરગંભીર અને દુઃખ ભરેલા સ્વરે કહ્યું ‘‘મમ્મી તુ તો અમને ત્રેતાયુગના રામાયણ કાળમા લઈ ગઈ. ત્યારે પણ કૈકેયી એ પોતાના સ્વાર્થમાં પોતાના પ્રિયજનો સાથે અઘટિત વર્તાવ કર્યો હતો. ભરતના નામનું ઓઠું લઈને. આ જે તે એનુ પુનરાવર્તન કર્યુ છે. તને ખબર છે મને આ ઉદ્યોગ અને સંપત્તિમાં કોઈ જ રસ નથી, મારે તો સંગીતની દુનિયામાં જવુ છે અને નામ કમાવુ છે અને તને ખબર છે? આ માટે સુદર્શનાએ જ એક ફિલ્મી સંગીતકાર ના સંગીત કલાસીસમાં મારા વતી પાંચ લાખ રૂપિયાની ફી ભરીને મને એડમીશન અપાવ્યુ છે. દર અઠવાડિયે હું ત્રણ દિવસ મુંબઈ ઓફિસના કામે જાઉ છુ એમ કહીને હું તે સંગીતના કલાસીસ ભરવા જાઉ છું મારા સ્વપ્નને સાકાર કરવા’’

તેની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા ‘‘જેમ ભરતે પોતાની માતા કૈકેયીનો પરિત્યાગ કર્યો હતો તેમ જ હું આજ થી તારો માતા તરીકે ત્યાગ કરૂ છું આજ થી હું તમારો પુત્ર નથી, કોઈ હત્યારણ મારી માતા હોઈ જ ન શકે’’ પુત્રની વાત સાંભળી રાધાબેનને પ્રંચડ આઘાત લાગ્યો હોય તેવુ તેમના ચહેરા ઉપર થી દર્શાઈ આવતુ હતુ તેમના કર્યા કરાવ્યા ઉપર પાણી ફરી વળતું તેમને દેખાતુ હતું.

સદર્શના એ ત્યાંજ ધારદાર અવાજે કહ્યુ ‘‘કહેવતોમા સાચુ જ કહ્યુ છે કે ‘‘આંગળી થી નખ વેગળા ઈ વેગળા જ અને પોતાનું લોહી તે પોતાનુ ને પારકુ લોહી એ પારકુ તમે આ વાત આજે સિધ્ધ કરી દીધી’’

આ સાંભળી રાધાબેન ક્રોધમાં દાંસ ભીસ્યાં તેમના હોઠ ઉપર લોહીના ટશિઆ ફુટી આવ્યા. આંખમાં વૈરાગ્નિ ઉપસી આવ્યો.

રાજકુમાર ગુપ્તાજી એ અકળામણમાં લગભગ બરાડો જ પાડયો. ‘‘રાધાબેન, આ શું ભાષણભાજી આદરી છે તમે, આપણી પાસે સમય નથી. હમણા એંબ્યુલંસ આવતી જ હશે, પાછળ પાછળ પોલીસ આવી પહુંચશે. જલ્દી કરો, સમય ન બગાડો’’

રાધાબેને સાવ ઠંડક થી કહ્યું ‘‘ગુપ્તા તારી આ ઉતાવળની ટેવે જ આપણને નિષ્ફળતાની કગાર ઉપર લાવી ને ઉભા રાખ્યા છે. વ્યવહારૂ બન. એંબ્યુલંશ આવે તો તારી પાટાપીંડી કરાવ, પોલીસને તો કાગળીઆ અને રીપોર્ટ ફાઈલ કરીને આવતા કલાક બે કલાક થશે એટલે આપણી પાસે થોડો ઘણો સમય તો છે જ. એટલે મારી છાતીમાં ખૂપેલા આ બે કાંટા ને ખતમ કરતા પહેલા હું મારા કાળજા ને ઠંડુ કરવા મારા મનની વાત કહેવા માંગુ છું એટલે તેમને પણ ખ્યાલ આવે કે ખાલી માન અને સન્માન થી કોઈનુ પેટ નથી ભરાતું. સત્તા અને સંપતિ પણ આપવી પડે’’

મોહિતે ફરી વચ્ચે કહ્યું ‘‘રાધાબેન, ‘‘તેણે રાધાબેન કહ્યુ, મમ્મી નહી’’ તેની નોંધ સહું એ લીધી. ખાસ કરીને રાધાબેને ‘‘તમારી વિચારધારા અને માનસિકતા સાંભળીને મને મારા ઉપર ધિક્કાર છુટે છે કે મે તમારી કુખે જન્મ લીધો છે. તમને ખ્યાલ નથી એટલે કહી દઉ કે રાજમોહનકાકાએ અને સુદર્શનાએ સાથે રહીને મારા અને તમારા નામે ગ્રુપના રૂપિયા ૨૧ લાખના શેર ફાળવ્યા છે જેની ચૂકવણી કાકાએ અને સુદર્શનાએ કરી છે. અત્યારે એનો વહિવટ કાકા કરે છે પણ જ્યારે હું ૨૧ વર્ષનો થઈશ ત્યારે એનો વહિવટ મારા નામે ને હાથે થઈ જશે.’’

રાધાબેન જીદમાં તિરસ્કાર ભર્યુ હસ્યા. ‘‘માત્ર ૨૧ લાખ તો મૃગજળ સમાન છે.તું તો આ ૪૦૦ કરોડનો સ્વામી હોવો જોઈએ’’ રાધાબેને મમત અને પોતાની જીદ છોડતા ન હતા. પુત્ર દ્વારા તિરસ્કાર અને ત્યાગ પામી ચૂકેલા રાધાબેને પોતે પોતાની રીતે સાચા છે તેવુ પુરૂવાર કરવા હવે છેલ્લે પાટલે બેસી ગયા હતા.

‘‘ગુપ્તા, બેગ તોડી નાખ, સાબિતી ને માહિતી લઈ લો. એટલે અહિનું કામ તમામ કરી આપણે નિકળી જઈએ. આ લોકો સિવાય આપણા વિશે હજુ કોઈને જાણ નથી એટલે કોઈને આપણા ઉપર શંકા નહી આવે અને આપણે પરિખ ગ્રૃપ ઉપર કબ્જો મેળવી લઈશું.’’

(ક્રમશઃ)

વધુ રસીકભાગ આવતા અંકે