The last night 10 Poojan N Jani Preet (RJ) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The last night 10

લેખક વિશે :-

પૂજન નીલેશભાઈ જાની ભુજ કચ્છના વતની છે. હાલમાં તેઓ વડોદરાની પ્રતિષ્ઠિત M.S.UNIVERSITY માં એન્જીનીયરીંગ નાં ૨જા વર્ષમાં અભ્યાસ કરે છે. ધોરણ ૧૨ નાં વેકેશન થી જ કાઈક નવું કરવાની અદમ્ય ઈચ્છા તો હતી જ, જે જન્મભુમી અખબાર જૂથના કચ્છ વિભાગના દૈનિક કચ્છમિત્ર નાં સહકાર થી સાકાર થઇ. દોઢ વર્ષમાં આશરે ૧૫ જેટલા લેખો પ્રસિદ્ધ કરી આગળ વધવા પ્રોત્સાહન આપ્યું, એ માટે કચ્છમિત્ર નો અંત:કરણ પૂર્વક આભાર માનું છું.

આમ તો, એન્જીનીયરીંગ અને સાહિત્ય સમંદર નાં બે કિનારા છે, પણ આ બંનેના સુભગ સમન્વય થી જ સાહિત્ય જગતમાં પા-પા પગલી માંડી રહ્યો છું. વાંચવાનો, ફિલ્મોનો ગાંડો શોખ અને નવું જાણવાની ઇચ્છાએ આ શોખ ને પંખો મળી છે.

અત્યાર સુધીની માતૃભારતી ની યાત્રાએ, મિત્રો, સગસબંધી તથા જાહેરજીવનમાં એક અણધાર્યો વળાંક જોવા મળ્યો છે. આ યાત્રામાં જોડાવા બદલ આભાર.

આ સાથે આભાર મારી સૌથી ખાસ મિત્ર અને મારી બહેન ભવ્યાનો જે ક્યારેય મારા લેખો નથી વાંચતી પણ હંમેશા ટાઈપીંગ અને ભાસશુધ્ધી માં સાથે રહે છે.

Facebook : n. jani

jawanizindabadonlinearticleseries

Email :

Whatsapp : 7874595245

મારી વાત
બહુ લાંબા સમયથી કાંઈ કાલ્પનિક એટલે કે ફીકશન લખવાની ઇચ્છા હ્દયમાં હતી. કાલ્પનિક નોવેલ લખવી એટલે એના દરેક પાત્રને તમે હો એ રીતે જીવવું પડે, તેની જ દુનિયામાં રચ્યા પચ્યા રહેવું પડે. ખૂબ જ સારું શિસ્ત માંગી લે એક સારી રચના....
અહીં મુકેલી એક લઘુ કથા મારી ક્ષમતા જાણવા મુકેલી છે આ કોઈ નવલકથા નથી કે જેમાં રસિક વર્ણન હોય. એક સાદી અને પોઇન્ટ ટુ પોઇન્ટ ટૂંકી વાર્તા છે.
6 મિત્રો એક લાગણીના તાર કહો કે વિજાતીય આકર્ષણથી જોડયેલા છે. મસ્તી અને મજાકના મદહોશ વાતાવરણમાં એક ઘટના બની જાય છે તેની આસપાસ રચાયેલી વાર્તા છે.......

ધ લાસ્ટ નાઈટ – 10

અચાનક આવેલા પ્રહારથી બેબાકળી બનેલી પોલીસ જીપમાંથી ઉતરે એના પહેલા જ શૂટર પાછળના ટાયર પર નિશાન તાક્યું અને ફાયર કર્યું. બંને તરફથી જીપ બેસી ગઈ અને હવે જીપ બેલેંસ રાખી શકતી ન હતી.પોલીસે પણ વળતો પ્રહાર કર્યો પણ ગોળીબારથી ગભરાઈ ગયેલી પબ્લિક આમ તેમ ભાગતી હતી.
સ્ટેશન પરની લારીઓ ટપોટપ બંધ થવા લાગી સામેની બાજુ આવેલા નાસ્તાની દુકાનના શટર બંધ થઈ ગયા લોકો બને તેટલી જલ્દી આ વિસ્તાર છોડવા બેબાકળા બન્યા. તરત જ કોન્સેબલ જીપમાંથી ઉતરી ગયો અને પેલાની પાછળ થયો. ત્યાં પેલી ઈનોવા બહુ દૂર નીકળી ગઈ હોય એવું પોલીસ વિચારતી હતી.
"આપણે શૂટરને જ પકડી પાડીએ બાકીનાની બાતમી કદાચ મળી જશે" વધુ બે પોલીસ અધિકારી દોડ્યા પાછળ અને ત્યાં મદદ પણ આવી ગઈ "
કઈ તરફ છે ઈનોવા"? ગાડીનું એન્જિન બંધ કર્યા વગર ઉતાવળા અવાજે પૂછ્યું. અંદરથી એક ઈશારો થયો અને તે તરફ કાર દોડાવી. કોન્સેબલ અને શૂટર વચ્ચે અંતર ઘટતું હતું હવે તો ત્યાંના જુવાનિયા પણ પોલીસની મદદે આવી ગયા હતાં અને આ રેસ જોવા જેવી હતી આમથી તેમ દોડતા નાની નાની ગલીઓમાંથી મેઈન રોડ પર દોડ ચાલી રહી હતી.
***** ***** ******
મિ. જાની અને દર્શનભાઈ શ્રેયાનાં પપ્પાને શાંતવાના આપી રહ્યા હતાં. એક સાથે બે સંતાન ખોવાનું દુઃખ તેમને ડંખી રહ્યું હતું. રાણા સતત અપડેટ થઈને માહિતી આપી રહી હતો જેનાથી બધા શોક થતા હતા. ઈનોવા શૂટર અને જીપમાં પંચર પાડી દેવું આ ઘટનાથી જાની ખુદ વિચારમાં પડી ગયા આટલી મોટી રીતે અંજામ આપવો એ નાની સુની વાત નથી જ "
રાણા આ બધાનો ક્રાઈમ રિપોર્ટ ચેક કરવો તો ખબર પડે ક્યાં સુધી તાર અડે છે"
જાની એ વાત કરી "
સાહેબ શું વાત કરો છો આ આખો દિવસ પોતાના રૂમમાંથી બહાર ન આવતો એ શું ક્રિમિનલ હોય કેવી વાત કરો છો" શ્રેયાનાં પપ્પા મરણીયા થઈને બોલ્યા
સામેથી કોઈ જવાબ ન આવ્યો અને પોતાના કામે વળગી ગયા.
લગભગ કલાક પછી રાણા ફરી આવ્યો અને બોલ્યો "સર ફાઇનલી હી ઇસ એરેસ્ટ" આ વાત કાનમાં પડતાની સાથે જ જાની સફાળા થઈને ઉભા થઈ ગયાં અને ચહેરા પર એક ગજબની શાંતિ જોવા મળી.
"આવે છે ને અહીં એમને લઈને રાણા?" મિ. જાનીએ જરા પ્રશ્નસૂચક દ્રષ્ટિથી પૂછ્યું. "
ના તે ફતેહગંજ પોલીસ સ્ટેશન પહોંચે છે" "
મને લાગ્યું જ. સારું છે સિક્યોરિટી રહેશે" જાનીએ પુરુ કર્યું અને ઊભા થયા
વારાફરતી બધા ઊભા થયા અને પોલીસ સ્ટેશન તરફ ચાલતા થયા ***** ***** *****

ફતેહગંજ સ્ટેશન પર ચહલપહલ વધી ગઈ હતી. મીડિયાની અવરજવર વધી ગઈ હતી. જાની પોતાની કાર પરથી ઉતર્યા અને અંદર પ્રવેશ લીધો. સામે ઉભેલા સાત થી આઠ 25 થી 30 વર્ષનાં યુવાનોને જોઈને જાનીએ નિશાસો નાખ્યો અને બોલ્યા "વેલકમ બેક"
જાનીએ સીટ લીધી અને ત્યાં મિ.વ્યાસ આવ્યા.
"આ ચોરાયેલી કાર તમારી જોડે ક્યાંથી આવી અને આટલા હથિયારો?"
કોઈએ જવાબ ન વાળ્યો.નિરવ શાંતિને જોઈને રાણા આવ્યો અને તેને સ્ટીકથી મારવાનું ચાલુ કર્યું એક પછી એકને પુરા ગુસ્સાથી મારવાનું ચાલુ કર્યું છતાં કોઈએ કશું બોલ્યું નહીં છેવટે શ્રેયાના મમ્મી આગળ આવ્યા અને કહ્યું "
છોકરાવો ભૂલ કરી છે તો બોલી દો અમને પણ ખબર પડે ને અમારી ભૂલ શું હતી" આટલું બોલતા તે રડમસ થઈ ગયા
જાણે આ વાતની અસર થઈ હોય એમ શ્રેયાના ભાઈએ મોઢું ખોલ્યું "સોરી મોમ ડેડ મારી ભૂલ થઈ ગઈ આ બધું મારી ગેરસમજણ અને નાદનીનું પરિણામ છે. રૂપિયા કમાવાની લાલચ અને મિત્રોની ઉશ્કેરણીથી આ બધું થઈ ગયું" આટલું બોલતા જ તે ઘૂંટણ પર બેસી ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો
કોઈ બોલતું ન હતું.એક પછી એક વારાફરતી બધા સામે જોતા હતાં પણ બોલતા ન હતાં. બહારના હોર્નના અવાજ વાતાવરણ જીવંત કરતા હતાં.તેના મમ્મી પણ રડવા લાગ્યા પણ તેમને અહેસાસ હતો કે ભૂલ કરી છે તો હવે સજા મળવી જોઈએ જ.
"તો તારી સગી બહેનને કેમ મારી દીધી? તારી સૌથી નજીક હતી એ તારી લાડકીને તે મારી નાખી. તારી માંની કૂખ તે લજાવી " આટલું બોલતા એના પપ્પા જાણે તૂટી જ ગયા "
સર આ પટેલની ઉશ્કેરણી છે આ માં"જાની સામે જોતા બોલ્યો "
એ શું વળી?" જાનીએ તરત પૂછ્યું
બધાની નજર પટેલની શોધતી થઈ.કોઈ ઓળખતું ન હતું એને એટલે બધા પ્રશ્ન સૂચક દ્રષ્ટિથી એને જોતા હતાં. 2-3 મિનિટ પછી એ બહાર આવ્યો. 25-26 વર્ષનો વ્યવસ્થિત ઘરનો લાગતો ફ્રેંચ કટ તાજી ઉગેલી દાઢી ધરાવતો યુવાન આગળ આવ્યો "
પટેલ એમ ને?" રાણાએ કહ્યું "
યસ સર" "
તો તમે એવું તે શું કર્યું કે આ ભાઈએ બહેનનું ખૂન કરી દીધું જરા કહેશો અમને પણ"જાનીએ કટાક્ષ ભર્યા અવાજમાં કહ્યુ "
સર આઈ લવ હર. સાચો પ્રેમ કરતો હું એને"અટકી પડ્યો એ
શ્રેયાના મમ્મી પાપા માટે એક પછી એક આઘાતો આવતા હતાં અને ફરી તેઓ સ્તબ્ધ બની ગયા અને અવાચક સ્થિતિમાં બેસી ગયા બાજુમાં પડેલા સોફા પર.
"તો મારી નાખવાનો એમ સાચા પ્રેમને" વ્યાસ ગુસ્સામાં બોલી ગયા "
સર મને તેના અને એમના આ બધા ફ્રેંડ જોડેના ફોટો બતાવ્યા ખાસ બોયઝ જોડેના અને મને ખોટું સાચું કહેતો રહેતો. શરૂઆતમાં એ એને ઇગ્નોર કર્યો પણ સતત ખોટું જ કહેવાય તો સાચું જ થઈ જાયને અને પછી મેં પણ એની પ્રોફાઈલ ચેક કરવાની ચાલુ કરી દીધી." "
નાલાયક લાંછન તે તારા પર આમ તો તારી પણ ઘણી બહેનપણી છે તો શું તને મારી નાખું હું?" શ્રેયાના મમ્મી ચડી આવ્યા અને બળાપો કાઢ્યો "
હા આ કાંઈ કારણ થયું યુવાનીયા ફેસબુકની દુનિયામાંથી બહાર આવો ત્યાં ફોટો હોય એટલે શું પ્રેમી પંખીડા સમજવા બધાને અને આ દૂરઉપયોગથી ગુના વધ્યા છે"રાણાએ પોતાની હાજરી પુરાવી "
એક મિનિટ એવા તે ક્યાં ફોટો જોયા તે એ કહે તો અમને પણ"ઋષભ ગુસ્સામાં બોલ્યો અને મારતા અટક્યો પટેલને
ઋષભની સાથે વિરલ પણ આગળ આવ્યો અને બોલ્યો "રોમાન્સ કિંગ (ગાળ)પટેલની વાત તો ક્યારેય શ્રેયાએ નથી કરી અમારી જોડે. નાની નાની વાતો શેર કરતી શ્રેયા આટલી મોટી વાત થોડી ચૂકે"વાક્ય ગાળ સાથે જ પૂરું કર્યું.

"એક મિનિટ એક મિનિટ એ બોલતી હતી એને થોડા સમયથી કોઈ ખોટે ખોટા મેસેજ મૂકીને વારંવાર હેરાન કરતું હતું.સર અને એક વાર એ કહેતી હતી એના ભાઈએ એને એક છોકરા સાથે સેક્સ કરવા ધમકાવી હતી અને મારી પણ હતી"રીતિકા અચાનક જાગી હોય તેમ બોલી "
ગોટ ઈટ રીતુ એ સાંજે પણ કંઈક વાત તો આવી જ હતી જે તે મને કહેવા માંગતી હતી પણ અફસોસ એ વાત પુરી ન થઈ" ઋષભએ વાત મૂકી
જાની પણ સફાળા જાગ્યા અને બોલ્યા "એમના મમ્મી પપ્પાને બહાર લઈ જાવ".
રાણા તેને બહાર લઈ ગયો અને જાની ફરી બોલ્યા "હમ્મ વાત આમ છે કે. પટેલ તું જ હતો કે એ સાચું કે જે નહીં તો હું ફળાકા મારીશ હવે. સાલા છોકરીઓને હેરાન કરશ એ પણ તારા ફ્રેન્ડની બહેનને અને ભાઈ તરીકે તે જરા પણ વિચાર ન કર્યો."
"ક્યાંથી કરે દારૂની લાલચ જો હતી એને."અચાનક પટેલ બોલી ઉઠ્યો પાછળથી એને લાગ્યું આ આખી વાત ખોટી ઉખેડી અહીં "
અચ્છા જોયુંને જાની સાહેબ આ મોટા બાપના છોકરાવના કારસ્તાન"
જાની મનોમન શરમ અનુભવવા લાગ્યા. પ્રોપર્ટી માટે ઝઘડો હોય અન તેનાથી આગળ ખૂન પણ આમ નશા માટે બહેનનું ખૂન ઘણું કહેવાય.... ........

આગળ વાંચતા રહો... ધ લાસ્ટ નાઈટ..

  • Poojan N. Jani