નાની નાની વાર્તાઓ - 5 Archana Bhatt Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાની નાની વાર્તાઓ - 5

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : નાની નાની વાર્તાઓ - 5

શબ્દો : 1697

સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

1.

જંગલી વિસ્તારમાં રહેતી એક સ્ત્રીને એના પતિ સાથે બહુ સારા સંબંધો નહોતા. એને હંમેશા એવુ લાગતુ કે એનો પતિ એને પ્રેમ કરતો નથી.

એક દિવસ જંગલમાં રહેતા એક સન્યાસી પાસે એ ગઇ અને સન્યાસીને કહ્યુ, “ મહારાજ , મારા પતિ મને પહેલા ખુબ સારી રીતે રાખતા પણ છેલ્લા કેટલાક સમયથી મારા પ્રત્યેનો એનો પ્રેમ નહિવત થઇ ગયો છે એ પથ્થર જેવા જડ બની ગયા છે. મેં આપના વિષે ખુબ સાંભળ્યું છે આપ એવી કોઇ ઝડીબુટ્ટી આપો કે મારા પતિનો પ્રેમ પુન: પ્રાપ્ત થાય અને હું એને વશમાં કરી શકુ.”

સન્યાસીએ બધીજ વાત સાંભળ્યા પછી કહ્યુ , “ બહેન હું આ માટે એક ખાસ દવા બનાવીને તને આપીશ પણ એ દવા બનાવવા માટે મારે વાઘની મુછનો વાળ જોઇએ બોલતું એ લાવી શકીશ ?”

જંગલમાં રહીને જ મોટી થયેલી આ સ્ત્રી શુરવીર હતી એટલે એણે તુરંત જ હા પાડી દીધી. બીજા દિવસે એ વાઘની શોધમાં નિકળી પડી. એક ગુફા પાસે એણે વાઘ જોયો એટલે એ હરખાઇ કે ચાલો વાઘ મળી ગયો હવે એની મુછ પણ મળી જાશે. જેવી એ વાઘ તરફ આગળ વધી કે વાઘે ત્રાડ પાડી અને પેલી સ્ત્રી ગભરાઇને દુર ખસી ગઇ.

દુર ઉભા ઉભા એ વાઘને જોયા કરતી હતી પણ એની નજીક જવાની હિંમત ચાલતી નહોતી. એ રોજ પેલી ગુફા પાસે જવા લાગી. ક્યારેક એ વાઘ માટે માંસ પણ લઇ જાય અને દુર રાખી દે. સમય જતા બંનેને એકબીજાની હાજરી પસંદ પડવા લાગી. હવે સ્ત્રીનો ડર ઓછો થવા લાગ્યો. વાઘે પણ હવે તાડુકવાનું બંધ કરી દીધુ. એક દિવસ તો આ સ્ત્રી વાઘ પાસે પહોંચી જ ગઇ અને વાઘના શરિર પર હાથ ફેરવવા લાગી. વાઘ કંઇન બોલ્યો એટલે ધીમેથી એની મુછનો એક વાળ ખેંચી લીધો.

દોડતી દોડતી એ સન્યાસી પાસે ગઇ અને સન્યાસીના હાથમાં વાઘનો વાળ આપીને કહ્યુ , “ લ્યો મહારાજ આ વાઘનો વાળ અને હવે મારા પતિને વશ કરવાની ઝડીબુટ્ટી બનાવી આપો.” સન્યાસીએ વાળને અગ્નિમાં નાંખી દીધો. પેલી સ્ત્રી ગુસ્સામાં બોલી કે તમે આ શું કર્યુ ? હું મહામહેનતથી જે વાળ લાવી હતી એમાંથી ઝડીબુટ્ટી બનાવવાને બદલે તમે એને સળગાવી દીધો.”

સન્યાસીએ હસતા હસતા ઉતર આપ્યો , “ બહેન તને હજુ ના સમજાયુ. જો પ્રેમ અને ધિરજથી વાઘ જેવું હિંસક પ્રાણી પણ વશ થઇ જતું હોય તો પછી તારો પતિ તો માણસ છે.”

શીખ:

આપણે લોકોને વશ કરવા ઇચ્છિએ છીએ પણ એની સાચી રીત અપનાવી નથી અને એટલે લોકોનો પ્રેમ આપણે પ્રાપ્ત કરી શક્યા નથી. યાદ રાખજો પ્રેમ અને ધિરજ કઠણ કાળજાના માણસને પણ પીગળાવી દે છે.

2.

એકવાર બાદશાહ અકબરે બિરબલજી ને પૂછ્યું બિરબલ શ્રધ્ધાને વધારવાનું કામ કોણ કરે? ને શ્રધ્ધાને અંધશ્રધ્ધામાં શું ફર્ક / તફાવત છે ? ત્યારે બિરબલ કહે જહાંપનાહ શ્રધ્ધા વધારવાનું કામ મોટા માણસો કરે છે, અને બીજી વાત શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે ખાસ ફર્ક નથી જે અન્ય લોકો કરતાં હોય તેમનાં કાર્યમાં આપોઆપ શ્રધ્ધા અને અંધશ્રધ્ધા એવી રીતે જોડાઈ જાય છે કે બંને વચ્ચે રહેલા ભેદની આછી – પાતળી રેખા છે જે સરળતાથી દેખાતી નથી.

અકબર બાદશાહ કહે બિરબલ તું મારી પાસે જે બોલ્યો તેને સિધ્ધ કરી બતાવતો હું માનું. તો બિરબલ કહે જહાંપનાહ એમ તાત્કાલિક સિધ્ધ કરવું મુશ્કેલ છે, પણ સમય આવે ચોક્કસ એ સિધ્ધ કરી બતાવીશ. આથી અકબર બાદશાહ કહે સારું બિરબલ જ્યારે એ સમય તારે માટે આવી જાય ત્યારે તું મને કહેજે. આમ એ વાત ત્યાંજ મુકાઇ ગઈ.

થોડા મહિનાઓ આ વાતને વીતી ગયા હતાં. બાદશાહ અકબર પણ એ વાતને ભૂલી ગયાં હતાં. તેવામાં એક દિવસ બિરબલ બાદશાહ અકબરને કહે જહાંપનાહ મારે મારા એક કાર્ય માટે આપની જરૂર છે પણ એ કાર્ય શું છે તે વિષે આપને પૂછવું નહીં ફક્ત હું કહું તેટલું જ આપને કરવાનું છે? શું આપ કરશો? અકબર બાદશાહ કહે હા હા ચોક્કસ કરીશ. તો બિરબલ કહે જહાંપનાહ હવેથી ભર્યા દરબારમાં મારી સારી અને નરસી દરેક વાત પર આપે મને શિરપાવ આપવો અને કહેવુંકે બિરબલ તારી કોઈ પણ વાત કે વિચાર પણ હોય છે તો પણ તારા બધાં જ વિચારવા તને મનમાં રાખવાથી મને ઘણો જ ફાયદો થયો છે તેથી મારા તરફથી તને આ ઈનામ એમ કહી નાનો – મોટો જેવું આપને રૂચે તેવું ઈનામ આપે મને આપવું. પણ કોઈ દરબારી પૂછે તો કહેવું કે બિરબલ માટે કોઈએ ઈર્ષા કરવી નહીં અને બિરબલને શું આપવું શું ન આપવું તેમાં મારી મરજી રહેલી છે તેથી મારી મરજી માં કોઈએ સવાલ જવાબ કરવા નહીં.

બિરબલજીમાં વિશ્વાસ ધરાવતાં અકબર બાદશાહે બિરબલનાં કહ્યા મુજબ લગભગ રોજેરોજ બિરબલને શિરપાવ આપવાનું ચાલું કર્યું. વારંવાર બિરબલની નાની નાની વાત પર પ્રસન્ન થઈ જતાં અકબર બાદશાહને જોઈને દરબારીઓને બહુ આશ્ચર્ય થતું પણ બાદશાહ ને સવાલ પૂછવાની હિંમત કોણ કરે? અને ભૂલેચૂકેય કોઈ દરબારી સવાલ કરીલે તો બાદશાહ તેને ચૂપ કરાવી દેતાં. તેથી દરબારીઓ વારંવાર વિચારતા રહેતા કે બિરબલજી એ એવો તે કેવો જાદુ જહાંપનાહ પર કર્યો છે કે બાદશાહ બિરબલ પર સદાયે પ્રસન્ન જ રહે છે…..? આમ વિચારતા દરબારીઓએ બિરબલ શું કરે છે, શું વિચારે છે તે જોવાની શરૂઆત કરી જેથી કરીને બિરબલજી ની ચતુરાઇનો રાઝ જાણી શકાય.

આ રાઝ જાણવાની ઈચ્છાને કારણે દરબારીઓને એક દિવસ ખબર પડી કે બિરબલજી રોજ વહેલી સવારે નગરની બહાર જઈ એક ટિંબા ઉપર ઊભા રહી પૂજા કરી રહ્યાં છે. આથી તેમણે એક દિવસ બિરબલને પૂછ્યું કે આમ વહેલી સવારે અહીં આપ કોની પૂજા કરી રહ્યાં છો? તો બિરબલજી કહે થોડા દિવસ પહેલા મને આ જગ્યાએ એક ફકીર મળેલા તેમણે મને કહ્યું કે રોજ આ જગ્યા પર આવીને ઈબાદત કરશો તો તમારું બધુ જ સારું થશે. કારણકે આ જગ્યાની નીચે એક પવિત્ર વસ્તુ રહેલી છે. અલ્લાહનાં ઓલિયા એવા ફકીરની કેવી રીતે ટાળી શકું? પણ હું હિન્દુ છું તેથી રોજે આ જગ્યાએ પૂજા કરવા આવું છું જેનાથી મારા મનમાં બહુ સારું લાગે છે અને સાથે સાથે મન પ્રસન્ન રહેતાં દરબારનાં કામ પણ સારી રીતે થાય છે. વળી દરબારનાં કામ સારી રીતે થતાં જહાંપનાહ મારી ઉપર પ્રસન્ન પણ રહે છે.

બિરબલની વાત જાણીને દરબારીઓ વિચારવા લાગ્યાં કે જરૂર બિરબલજીની સફળતાનો અને ચતુરાઇનો આજ રાઝ છે તેથી જ અકબર બાદશાહ પણ બિરબલને રોજબરોજ અનેકાનેક શિરપાવ આપે છે. આમ વિચારીને દરબારીઓ પણ બિરબલજીની સાથે રોજે સવારે પૂજામાં જોડાવા લાગ્યાં. બિરબલ સાથે દરબારીઓને ત્યાં જતાં જોઈ ધીરે ધીરે એ જગ્યાનો મહિમા વધવા લાગ્યો, તેથી વહેલી સવારથી એ જગ્યાએ લોકોની ભીડ જામવા લાગી. જેમ જેમ એ જગ્યાનો મહિમા વધવા લાગ્યો તેમ અનેકાનેક બાધાઓ નગરજનો રાખવા લાગ્યાં જેમાં હિન્દુઓ પૂજા કરતાં અને મુસ્લિમો ઈબાદત કરતાં હતાં.

એક દિવસ અકબર બાદશાહને પણ આ જગ્યા વિષે ખબર પડી તેથી તેઓ પણ અન્ય નગરજનોની સાથે જોડાયા. બાદશાહ અકબરને પણ જોડાયેલા જોઈને દિલ્હી નગરમાં એક હવા ફેલાઈ ગઈ કે આ જગ્યાનો મહિમા અત્યંત પવિત્ર છે અરે બાદશાહ જેવા બાદશાહ પણ જે જગ્યાએ ઈબાદત કરવા આવે છે તે જગ્યા જરૂરથી પાક અને પવિત્ર જ હોવાનીને……. એમ કહી પરસ્પર વાતો કરતાં. અકબર બાદશાહનાં ત્યાં ઈબાદત કર્યા બાદ દિલ્હીની આસપાસ રહેલા નાના નાના નગરનાં નગરજનો ત્યાં આવતાં. ત્યાર પછી તો એવો સમય પણ આવ્યો કે જે યાત્રાળુઑ દિલ્હી જાય તેઑ તે સ્થળની મુલાકાત ચોક્કસ લેતાં.

આ રીતે દિવસો વીતવા લાગ્યાં ત્યારે એક દિવસ બિરબલ કહે જહાંપનાહ આજે મારે એક જૂની વાત યાદ કરાવવી છે આપે થોડા મહિનાઓ પૂર્વે મને પૂછેલું કે શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે શું ભેદ હોય યાદ છે આપને ? બાદશાહ અકબર કહે હા….. બિરબલજી આપે મને એ વાત ખરી યાદ દેવડાવી, શું થયું એ વાતનું ? ત્યારે બિરબલ કહે જહાંપનાહ આપ રોજે સવારે નગર બહાર ઈબાદત કરવા જાઓ છો ખરુંને ? બાદશાહ અકબર હા મે સાંભળ્યું છે કે તે જગ્યાએ ઈબાદત કરવાથી મનની બધી જ મુરાદ પૂરી થાય છે અને બિરબલ તમે જ એ જગ્યા એ જવાનું શરૂ કર્યું હતું ખરૂને ત્યારે બિરબલે કહ્યું જહાંપનાહ હા આપની એ વાત સાચી છે પરંતુ ત્યાં જવાથી મે આપના બધાં જ સવાલોનાં જવાબ આપી દીધા છે બાદશાહ અકબર કહે એ કેવી રીતે બિરબલ ?

ત્યારે બિરબલ કહે જહાંપનાહ મે તો માત્ર એક અફવા ફેલાવી હતી અને એ અફવાને વેગદેવા માટે હું પોતે ત્યાં જઈને પૂજા કરતો પણ નગરજનોની દૃષ્ટિએ હું મોટો છું તેથી મારૂ અનુકરણ કરીને અન્ય નગરજનો પણ ત્યાં જવા લાગ્યાં. જ્યારે આપના તરફથી મને વારંવાર શિરપાવ મળતો હતો તે જોઈને નગરજનો અને દરબારીઓને લાગવા લાગ્યું કે મારી પૂજા સફળ થઈ છે તેથી આપ મારા પર પ્રસન્ન રહો છો તેથી હું જે કરતો તે દરબારીઓ કરવા લાગ્યાં, અને જે દરબારીઓ કરતાં હતાં તે નગરજનો કરવા લાગ્યાં અને જે નગરજનો કરતાં હતાં તે જોઈને આપ પણ તે જ કરવા લાગ્યાં.

જહાંપનાહ આપ હવે કહી શકો છો કે શ્રધ્ધા વધારવાનું કાર્ય મોટા માણસો કરે છે, વળી જહાંપનાહ આપે એ પણ જોયું હશે કે આપે ત્યાં કરેલી ઈબાદત પછી તો લોકોના ટોળેટોળાં ત્યાં ઉમેટવા લાગ્યાં હતાં, એ હતો આપના પ્રથમ સવાલનો જવાબ. હવે બીજા સવાલનો જવાબ આપું. જહાંપનાહ……… આપે પૂછ્યું હતું કે શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે કેટલો ભેદ છે? અને મે આપને કહ્યું હતું કે એ બંને વચ્ચેની આછી પાતળી રેખા છે જે સરળતાથી દેખાતી નથી. જહાંપનાહ આપ જ કહો……… જ્યારે આપે ત્યાં ઈબાદત કરવા જવાનું નક્કી કર્યું ત્યારે આપને એ સ્થળ પાક લાગતું હતું ? ત્યારે અકબર બાદશાહ કહે નાં હું તો લોકો જતાં હતાં તેથી હું પણ ત્યાંજ તો હતો.

આથી બિરબલ કહે કે જહાંપનાહ જે લોકો શ્રધ્ધાથી જતાં હતાં તેમણે જોઈ જોઈને જે લોકો ત્યાં જતાં અર્થાત દેખા દેખીથી જે લોકો જોડાયા અને વધુ ને વધુ તે જગ્યા ને જાણ્યા વગર જ, પોતે શા માટે કરી રહ્યાં છે તે સમજ્યા વગર જ લોકોને પોતાની સાથે જોડાવાનો આગ્રહ કરતાં રહ્યાં તે તમામ લોકોની અંધશ્રધ્ધા પણ એ શ્રધ્ધાળુંઓમાં ભળી ગઈ હતી.

અકબર બાદશાહ હવે બિરબલ શું કહે છે તે સમજી ચૂક્યા હતાં તેથી કાન પકડીને કહે બિરબલ તમારી વાત સાચી છે મે પણ એ સ્થળને જાણ્યા, સમજ્યા વગર જ ત્યાં જઈને ઈબાદત કરવાનું ચાલું કરી દીધું તે મારી અંધશ્રધ્ધા હતી પરંતુ મને ત્યાં જ તો જોઈ મારી પાછળ જે લોકોનાં ટોળાઓ ત્યાં એકઠા થવા લાગ્યાં તેઓ તો ફક્ત મારુ અનુકરણ કરતાં હતાં ઉપરાંત મને ત્યાં જોઈને તેમની શ્રધ્ધા પણ વધી ગઈ હતી. આટલી વાત કર્યા પછી અકબર બાદશાહ બિરબલને પૂછવા લાગ્યાં કે પણ એ તો કહો કે બિરબલ એ સ્થળ શું ખરેખર પાક છે ? ત્યાં શું ખરેખર આપને ઓલિયા ફકીર મળેલા…..? ત્યારે બિરબલ કહે હુજૂર હજુ પણ ન સમજ્યા….? એ જગ્યા પર મને કોઈ જ મળેલું ન હતું મે તો બસ આપના સવાલનો જવાબ આપવા માટે અફવા ઉડાવી હતી.

બિરબલે રાજાને કહું કે, જ્યાં બુદ્ધિનાં સીમાડા અટકી જાય, અને જેના પૂરાવા ના મળે તેને આપણે શ્રદ્ધા પર છોડી દઈએ છીએ. જે આપણી એક નબળાઈ કહો કે આપણી, મર્યાદા કહો, કે, આપણી લીમીટની બહારની વાત, આ કે જેનો કોઈ ચોક્કસ પૂરાવો નથી, પણ આપણી શ્રદ્ધા વિષેનો પૂરાવો એવું હું સમજુ છું. એવી વાતને લોકોએ પોતાના સ્વાર્થ, પોતાના હિત,પોતાના જીવનનું ધ્યેય બનાવી અને અંધશ્રદ્ધાનું સામ્રાજ્ય સ્થાપ્યું. તમે તેને તમારી તરફ કેવી રીતે આકર્ષી શકો છો તે તમારી ખુદની શક્તિ અને બુદ્ધિ પર નિર્ભર કરે છે, અને ખાસ કરીને આ અંધશ્રદ્ધાનો ઉપયોગ કરીને જ.

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888