Adhunik Yug Ni Samasya books and stories free download online pdf in Gujarati

આધુનિક યુગની સમસ્યા

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : dhara2402@gmail.com
Mobile : 9408478888

શીર્ષક : આધુનિક યુગની સમસ્યા
શબ્દો : 1001
સજેસ્ટેડ શ્રેણી : સામાજિક / જનરલ

આધુનિક યુગની સમસ્યા....

“ઓછા થયા વ્યવહાર જુઓ ને યુવાની કરે ઉછળકૂદ જુઓ
પરસ્પરની વાતમાં ઓછી થઈ ભોળપ જુઓ”

અત્યારે જનરેશન જ્યારે ખૂબ ઝડપથી વિકસતુ ચાલ્યુ છે ત્યારે ખરેખર એક વિચાર મનમાં આવ્યા વગર રહેતો નથી કે આજની દોડધામની આ જિંદગીમાં કોઈને પણ ક્યાંય ઘડીભર બેસીને નવરાશથી વિચારવાનો સમય જ નથી, બસ સૌ કોઈ એક જ તરફ ધસી રહ્યા છે જેની ન તો કોઈ મંઝિલ છે ન એનું કોઈ પરિણામ, બસ દેખાદેખી ના આ જમાનામાં ન યુવાન વર્ગ પાસે પોતાનાં વડીલો માટે સમય છે ન વડીલો પાસે ગંભીરતાથી પોતાનાં જ સંતાનો કયા માર્ગે જઈ રહ્યા છે તે વિચારવાનો સમય, બસ સૌ કોઈ એક જ દિશામાં આગળ વધી રહ્યાં છે કે કેમ કરીને મારું કંઈક સારું દેખાડી દઉં બધાને, શું કરું તો મારાં છોકરાંઓ સૌનાં છોકરાંઓ કરતાં ચડિયાતા સાબિત થાય અને યુવાવર્ગ પણ જાણે એક જ વાત સાબિત કરવા તત્પર છે સદાય કે મારાં જ મા-બાપ સૌ કોઈ કરતાં વધુ મોર્ડન છે કંઈક સમાજમાં વધુ આગળપડતાં છે કે પછી કહો કે વધુ ફોરવર્ડ છે પરંતુ વાત ત્યાં અટકતી જ નથી.

આપણાં માંથી ઘણાં માબાપની એવી ફરિયાદ હશે કે છોકરાંઓ ક્યાંય સામાજિક સંબંધોમાં ભળતા જ નથી,અને એજ માબાપ જો આપણે સંતાનોને સમજાવવા પ્રત્ન કરીએ તો કહેશે કે ના હોં અમારો દીકરો કે દીકરી ખૂબ વ્યવહારુ, તેનું કેટલું મોટું ફ્રેન્ડસર્કલ,કેટકેટલી મોટી ઓળખાણ, ચપટી વગાડતામાં જ કંઈક કેટલાંય કામ આમ પતાવી આપે વગેરે વગરે, ત્યારે સાલુ મારાં મનમાં પ્રશ્ન થયા વગર નથી રહેતો કે તો પછી કાચું કપાય છે ક્યાં ? ખોટ કૉઈનામાં જ નથી તો પછી આ પ્રશ્ન ઊભો કેમ થાય વારંવાર તે પર મનોમંથન ચાલતું જ રહે છે.

આપણી અને આપણાં સંતાનો વચ્ચે વીસથી ત્રીસ એમ કંઈ કેટલાંય વર્ષોનો ઉંમરભેદ હોય જ છે,આપણે એવું સતત ઈચ્છીએ કે આપણું સંતાન આપણાં કરતાંય ચડિયાતું બને અને એના માટેની ભાગદોડમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે જે આપણને નથી મળ્યું તે આપવાની લ્હાય માં ક્યાંક આપણે જે શીખી શક્યા છીએ તે તો એને નથી આપતા કે નથી શીખવાડતા એવું નથી થતું ને ? માતાપિતાએ આપણને જે સંસ્કારવારસો આપ્યો છે તે આપવાને બદલે ચડસાચડસીમાં આવીને ક્યાંક સંસ્કારને ભોગે અને મોટાઈને નામે દુર્ગુણોને તો ઈજન નથી આપી રહ્યાં ને?

સંતાનોની તેમનાં બાળપણથી જ આપણે હરેક ઈચ્છા પૂરી કરતા આવીએ છીએ. કેટલીય માતાઓ અહીં એવી હશે કે જેઓ સંતાન રડે નહીં અધવચ એટલે ફિલ્મ જોવા જવાનું માંડી વાળ્યુ હશે,કેટલાય પિતાઓ એવા હશે જેમણે દીકરાને બાઈક અપાવવા પોતે નવું સ્કૂટર કે કાર નહીં લાવ્યા હોય,જ્ઞાતીનાં તેજસ્વી તારલાઓને ઈનામ યોજનામાં પોતાનું સંતાન જાય એના હરખમાં કેટલાંય માતાપિતા એ એમની મોંઘામૂલી મિટિંગ્સ રદ કરી હશે,કેટલા બા એવા હશે જેમણે ઘરકામમાં પોતાના દીકરાની વહુને મદદ થાય અને બાળક સચવાય એના માટે મંદિરે જવાનું મુલ્તવી કર્યુ હશે કે પછી કેટલાંય દાદા ઓ પોતાના મિત્રો સાથે સાંજકનો રિટાયર્ડ લાઈફનો આનંદ એક બાજુએ મૂકીને પોતાનાં પૌત્ર કે પૌત્રી સાથે રમવા ઘરે રહ્યા હશે જો આમાં ક્યાંય ખોટું હોય તો અવશ્ય ટીકા કરજો મારી. અને હક છે સૌને કે જો કોઈ વાત ખોટીહોય તો તેને અંગુલિનિર્દેશ કરવાનો,

હવે આવ્યો સંતાનોનો વારો, કેટલાં એવા યુવાનો છે જેઓ પોતાના માતાપિતા અને સંતાનો વચ્ચે કડીરૂપ છે તેઓ ખરેખર પોતાના સંતાનને આ બા દાદા એ આપેલ ભોગ શાંત ચિત્તે પોતાનાં સંતાન પર વગર આક્રોશ કર્યે સમજાવી શક્યા ? એવું સમજાવી શક્યા કે આપણી પણ એમના માટેની કૉઈ ફરજો છે ?ના એપણાંમાંથી 80% લોકો એવા નીકળશે જેમણે પોતાનાં માબાપ પર છણકૉ કર્યો હશેપોતાના સંતાનનું ઉપરાણું લેતી વખતે...બોલો સાચી વાત ને ? શું આ રીતે આપણે એક સકારાત્મક ભાવના કુટુંબ વત્સલતા ની કે સામાજિક મૂલ્યોની આપણાં સંતાનનાં મનમાં ઉતારી શકીશું ? ના ક્યારેય નહીં.....અને એ સમય દૂર નથી કે આજે આપણો આપણાં માતાપિતાને કરેલો આપણાં સંતાનો આપણાં પર કરશે, ઓલી કહેવત છે ને કે -'મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડીયા'એટલે બસ મારું એટલું જ કહેવુ થાય કે આપણું વર્તન એવું હોય જેથી આપણાં વડીલોનું માન પણ જળવાય અને આપણાં સંતાનો આપણી કાબુમાં પણ રહે.

હવે વારો આવે પરિવારમાં સૌથી નાના કે યુવાન વર્ગનો..મેં એક વાત કાયમ ધ્યાન માં લીધી છે લગ્ન પ્રસંગ હોય કે પછી કોઈ સામાજિક કાર્યક્રમ હોય અત્યારની યુવા પેઢી એમનો મનગમતો જવાબ આપશે 'મમ્મી તને ખબર તો છે કે હું આ બધાથી ખૂબ બોર થાવ છું ?' અને મમ્મી આગળ કંઈ જ નહીં કહે કારણ રાજકુંવર કે રાજકુંવરી બે માંથી જેની પણ સાથે દલીલ કરી કે ઘર આખુ માથે લેશે, આવું ક્યાં સુધી ચાલશે મિત્રો શું તમે આ જગ્યાએ નહી આવો ? ત્યારે શું કરશો?જો તમારી પાસે તમારા મિત્રોને મળવાનો સમય છે, તમનાં ગરનાં કોઈપણ કાર્યક્રમમાં તમારી ફરજ બજાવવી જેમ જરૂરી હોય છે એમ તમારા પોતાનાં કુટુંબીજનો પ્રત્યે શું તમારી કોઈ ફરજ નથી ? ભાઈબંધનીમમ્મીની વર્ષગાંઠ પર જો જવું જરુરી છે તો પછી આપણી મા કે આપણી પત્ની કે આપણી બહેનનો વારો હોય ત્યારે કેમ ઓફિસમાં ખૂબ કામ હોય છે ? શું એ તમારી ફરડમાં જરાય નથી આવતું ? અને આવું ક્યાં સુધી ચાલશે?

મને યાદ છે મારી મા મને એક વાર્તા કે'તા...'બાપા કાગડો' એમાં એક નાનું બાળક જે હજુ બોલતા જ શીખ્યુ છે તે એનાં પપ્પાને કાગડો બતાવીને કહે છે કે બાપા કાગડો... પપ્પા કે કે હા બેટા...ઓલુ બાળક ફરી કહે છે કે બાપા કાગડો... એના પપ્પા ફરી એ જ ધીરજથી કહે છે કે હા બેટા... આવું એ કાગડો ઊડી જાય છે ત્યાં સુધીમાં લગભગ 47 વખત બોલે છે. દર વખતે એના પપ્પાનાં મોં પર એક જ શબ્દ હા બેટા... અને હવે એજ બાપ જો બેટાને કોઈ કામ એક કરતા વધુ વાર કહે એટલે બેટો કહેશે કે હા હવે ખબર છે કેટલી વાર કેશો. હું બેરો નથી સંભળાય છે મને, આ વાતનો જો કોઈ ઈન્કાર કરે ને કે ના આવુ હું નથી જ કરતો કે નથીજ કરતી એક સંતાન તરીકે હું આજીવન ગુલામ થવા તૈયાર છું બસ. માં સો એ એક જણ એવું હશે કે આમ ન કરતું હોય, શું દરેક પિતા એને આ બાપા કાગડો યાદ કરાવે તો ? એવું ને એવું અઠવાડિયે એકવાર મિત્રવર્તુળમાં જો ડીનર માટે કે મૂવી માટે જઈ શકાતુ હોય તો અઠવાડિએ ના સહી પંદર દિવસે કેમ એકવાર પોતાના કુટુંબને ન આપી શકાય ? દોસ્તો વિચારી જોજો. તમારી પણ આવતી કાલ આ જ છે જે આજ તમે તમારા વડીલોથી કરી રહ્યા છો...

યુવા વર્ગ જવાબદાર નથી એવું નહીં કહું કારણ બધી જ જવાબદારી તેઓ પોતાનાં ગમતા ક્ષેત્રમાં નિભાવી શકે છે તો ઘરે કેમ નહીં ? બસ થોડી જ સભાનતાની જરૂર છે.

અસ્તુ,

-અર્ચના ભટ્ટ, પટેલ

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : dhara2402@gmail.com
Mobile : 9408478888

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED