Aaj Sachi Gurudakshina books and stories free download online pdf in Gujarati

ગુરુદક્ષિણા નો મોલ

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : dhara2402@gmail.com
Mobile : 9408478888

શીર્ષક : 'આ જ સાચી ગુરુદક્ષિણા'
શબ્દો : 2028
સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

'આ જ સાચી ગુરુદક્ષિણા'


આજે એને ક્યાંય ચેન જ ન્હોતું પડતું, હા એનું નામ આરાધના જેવું નામ એવાં જ એનાં ગુણ, પચીસેક વર્ષની આરાધના એક મધ્યમવર્ગનાં કુટુંબમાં જન્મેલી સ્નાતક સુધીનો અભ્યાસ કરીને પછી પોતાની નોકરી કરતી મા ને મદદ રહે એ અર્થે એણે પણ પોતાનાં ઉચ્ચ અભ્યાસનાં તમામ સ્વપ્નાંઓને સંકેલીને હૃદયનાં કોઈ ઊંડે ખૂણે ધકેલી દીધા હતા, અને નોકરી કરવા લાગી હતી, એની માતાનું નામ દક્ષા... એમનાં પણ નામ એવાં જ ગુણ, લગ્ન કરી અને પતિને ફિલ્મોની લત લાગેલી તે હીરો બનવા દક્ષાને છોડીને જતો રહેલો અને દક્ષાએ પોતાની માત્ર ત્રણ હજારની નોકરી અને સાથે સાથે ભરતગૂંથણ કરીને દીકરીને મોટી કરી એનાં ઘડપણનો પણ તો એ એકમાત્ર જ સહારો હતી. દક્ષા પોતે જ ખૂબ દયાળુ સ્વભાવની પોતે દુખ કે મુશ્કેલી વેઠીને પોતાની દિકરીને મોટી કરી રહી છે તે ભૂલીને બીજાને પણ તેમનાં દુઃખમાં મદદ કરવા કાયમ તત્પર રહેતી.


આરાધના એ નોકરી કરવાની શરૂઆત કરી પછી દક્ષાને ઘણી હાંશ હતી, આરાધના વારંવાર કહેતી કે મા' હવે હું કમાઉં છું તું શા માટે હવે આટલી મજૂરી કરે છે જરાક તારી તબિયત અને ઉંમરનો પણ ખ્યાલ રાખ અને કામ કરવાનું બંધ કરી દે પણ દક્ષા માને.. ? એને તો પોતાની દિકરી પરણાવીને તેને સાસરે મોકલવાનાં કોડ હતાં, દિકરીની કમાઈ પર એશ કરીને જીવવાની એની કોઈ લાલચ ન હતી.


આરાધના સ્કૂલમાં હતી ત્યારથી જ તેનાં ગણિતનાં શિક્ષક આરતીબહેન ને એ ખૂબ માને, આરતી બહેનના ગુણગાન ગાતાં એ ક્યારેય ન થાકતી, એ પાંચમાં ધોરણમાં હતી ત્યારથી લઈને અત્યાર સુધી ક્યારેય એક દિવસ એવો નહીં ગયો હોય કે એણે આરતી બહેનનું નામ ન લીધું હોય, આ પાછળનું કારણ એની મા દક્ષા પણ આજદિન સુધી જાણી શકી ન્હોતી. આજે ખબર નહીં કેમ પણ આરાધના સવારે ઊઠી ત્યારથી જ ખિન્ન હોય તેવું લાગતું હતું એનું કારણ એની મા પણ ન જાણી શકી અનેક વાર પૂછવાં છતાં પણ દક્ષાને એમાં નિરાશા જ સાંપડી. અંતે મારા પર દક્ષાબહેનનો ફોન આવ્યો કે વાંધો ન હોય તો જરા નિરજાને થોડીકવાર ઘરે મોકલી આપશો ? આજે સવારે ઊઠી ત્યારથી જ આરાધના કંઈક મૂડ વગરની ફર્યા કરે છે, કારણ પૂછું છું પણ કંઈ કહેતી જ નથી. હા નિરજા મારી દિકરીનું નામ છે , નિરજા અને આરાધના પહેલાં ધોરણથી જ કાયમ સાથે ને સાથે રહ્યાં છે, એકબીજાની બધીજ વાત તેઓ જાણે. મેં નિરજેને ફટાફટ ઊઠાડી અને કહ્યું કે આજે ટ્યુશન ક્લાસમાં જવું રહેવા દે અને પહેલાં આરાધના પાસે જા, જો તો એને શું થયું છે, તારા દક્ષાઆંટી નો ફોન હતો, કહેતા હતા કે ગઈકાલે ઓફિસથી આવી ત્યારની ગુસ્સામાં હતી અને ખાધાપીધા વગર જ સૂઈ ગયેલી દક્ષાબહેનને એમ કે કદાચ ઓફિસનું કંઈ ટેન્શન હશે, પણ આજે ઊઠી છતાં પણ એ નું એ જ છે, નિરજા એ મને સાંત્વન આપ્યું અને ફટાફટ નાહ્યું ન નાહ્યું કરીને આરાધના પાસે દોડી ગઈ.
નિરજા : આરાધના આ બધું શું માંડ્યું છે આખું ઘર માથે લીધું છે તેં, એકદમ ગભરૂ બિલાડીની તારી જાત ને એમાંય પાછી તું આમ કોઈને કાંઈ કહ્યા વગર જ ખાવાપીવાનું છોડીને ગૂમસૂમ થઈને બેસી રહે તે તારી મા નો તને વિચાર આવે છે ખરો ? ચાલ બોલ તો શું પ્રોબ્લેમ છે ?


આરાધના : કંઈ નહીં જવાદે કંઈ નથી, એ વાતમાં જ કંઈ દમ નથી.


નિરજા : તો પછી દમ વગરની વાતમાં તું ભૂખી રહી ગઈકાલે ? કે બહાર કંઈ ઝાપટીને આવી તી ? એવી તારી ટેવ તો નથી... હશે ચાલ માર ગોળી બધી વાતને.. તને યાદ છે એપણે ફાતમા માં હતા ? એકવાર આરતી મેડમે તને ને મને એકબીજાથી જુદા પાડી...


આરાધના : નામ ન લઈશ આરતી મેડમનું, મારે નઃ એમને આજ પછી કોઈ સંબંધ નથી.


નિરજા : કેમ , કેમ આમ બોલે છે ? વાત શું છે એ તો કહે ?


આરાધના : કંઈ નહીં જવાદે... આજ પછી આપણે એમની કોઈ જ વાત નહીં કરીએ બસ...


નિરજા : અરે કંઈ ફોડ પાડે તો ખબર પડે ને, એમના જેવા આટલા માનનીય વ્યક્તિ માટે તું કેમ આમ બોલે છે આજે ? શું તું ભૂલી ગઈ કે એમણે જ તને ઓલા ચિત્રના સાહેબથી બચાવી હતી ? અને તું તો એમની પૂજા કરતી હતી ને ? કેમ આજે અચાનક જ આટલી વિરોધી બની ગઈ એમની ?


આરાધના : મને એમણે ચિત્રને સાહેબથી બચાવી એ વખતે એમનાં મનમાં રામ વસ્યો હશે, બાકી આજે મેં જાણ્યું એમનું રૂપ, અરે તું જોશે તો તું પણ નહીં જ માને..


નિરજા : ઓકે ચાલ બતાવ તો હું ય જોઉં કે તારી પાસે એવો તો કયો પુરાવો છે કે તું આટલી બધી વિરોધી બની ગઈ છે એમની ?


આરાધના : લે જો આ વિડીઓ... આજે જ મારે વોટ્સ અપમાં આવ્યો છે,હવે તું જ કહે કે ક્યાં મને કોઈ પુરુષની ગંદી નજરથી બચાવવા વાળા આરતી મેડમ અને ક્યાં આ ?


નિરજા એકદમ જ વિડીઓ જોઈને ચોંકી જાય છે, ઓહ માય ગોડ! આવું બને જ નહીં આરુ...જરૂર એમની કોઈ મજબૂરી રહી હશે...બંને બહેનપણીઓ એમનાં સ્કૂલનાં સમયનાં શિક્ષકની અશ્લીલ વિડીઓ જોઈને જાણે કે ડઘાઈ જ ગયા, પરંતુ નિરજા તરત જ સ્વસ્થતા કેળવીને કહે છે કે આરુ.. આ સત્ય ન હોય, કોઈકે એમને જરૂર ફસાવ્યાં જ હોવાં જોઈએ..આરાધના તરત જ સ્વસ્થતા કેળવતા કહે છે કે મને પણ વિશ્વાસ જ ન્હોતો આવતો પરંતુ કળિયુગ છે કંઈપણ બની શકે, પણ હવે શું ?
આરતી બહેનને જાણ કરીએ ? ના... ક્યા મોઢે કહેવું ? આરાધના નિરજાને પૂછતા કહે ચે કે નિરૂ તેં તો આઈ ટી કર્યું છે ,તું આમાં કાંઈ સત્ય બહાર ન લાવી શકે ?


નિરજા ઊભી રહે, એક મિનિટ એમ કહી ને થોડું વિચાર્યા બાદ એક ફોન કરે છે, અને વાત ફટાફટ પતાવીને આરાધનાને કહે છે કે તૈયાર થઈ જા,આજે નોકરીને માર ગોળી.. અને બંને બહેનપણીઓ ફટાફટ દક્ષાબહેનને કંઈ કીધાં વગર જ નીકળી જાય છે બહાર. રીક્ષા પકડી અને કેફે કોફી ડે પહોંચે છે ત્યાં જઈને ટેબલ લે છે અને એટલામાં તો એક વાંકડિયા વાળવાળો.. સ્હેજ કાળો અને હાથમાં લેપટોપ.... લઈ એકયુવાન એમની પાસે આવે છે. જોઈને સ્હેજ અણગમો થાય એવોય હતો અલબત્ત, નામ એનું કેનીથ, હાય નિરજા.... એન્ડ મે આઈ નૉ યોર નેઈમ પ્લીઝ કહેતો ત્રીજીચેરમાં બેસી જાય છે. નિરજા આરાધનાને કેનીથની ઓળખાણ કરાવે છે અને પછી ઓલી વિડીઓ તેને બતાડે છે, કેનીથ એ ફોનને પોતાના લેપટોપથી કનેક્ટ કરીને વીડીઓ ટ્રાન્સફર કરે છે અને પછી નિરજા અને આરાધનાને કહે છે કે એને અડધા એક કલાકનો સમય આપે ત્યાં સુધી બોલાવે નહીં અને કોફીનીમજા માણે...


આરાધનાને કંઈ સમજાતું ન્હોતું પણ હા એટલું સમજાઈ રહ્યું હતું કે નિરજા જે પણ કરશે એનો ઉકેલ જરૂરથી લાવશે, અને બંને બહેનપણીઓ કોફી ઓર્ડર કરીને કેનીથને ડિસ્ટર્બ ન થાય એમ ધીમે ધીમે વાતો કરે છે અને કોફી ની ચુસકીઓ લે છે પરંતુ મનમાં એક જ વાત છે કે હવે વ્હૉટ નેક્સ્ટ ?
એટલામાં કેનીથ જોરથી તાળી પાડે છે યેસ..ઈટ્સ ડન નાઉ, ધીસ ઈસ ફેક વીડીઓ... આરાધનાના ચહેરા પર ફરી લાલી પાછી આવી જાય છે, કેનીથ જ્યાંથી આ વિડીઓ જનરેટ થઈ તેનું આઈ.પી. એડ્રેસ આપે છે અને પછી રવાના થાય છે. આરાધના હવે નિરજાને પૂછે છે કે નિરૂ હવે શું ? આ તો બસ એડ્રેસ જ મળ્યું એ પણ જે તે વ્યક્તિનાં કોમ્પ્યુટરનું હજુ તો કેટલું કામ બાકી છે સત્ય સુધી કેમ કરીને પહોંચશું? નિરજા કહે છે ચિંતા ન કર આટલું થયું છે ઈશ્વર આગળ પણ મદદ કરશે જ જરૂર કોઈક રસ્તો બતાવશે... અને બંને જણીઓ કેફે પરથી ઊઠીને બહાર નીકળે છે અને રીક્ષા પકડે છે.. આરાધના કહે છે પહેલાં ઘરે જ જઈએ, સીધા પોલીસ સ્ટેશન પણ નથી જવું ક્યાંક પોલીસવાળો ખરાબ નીકળ્યો તો કરેલી બધી મહેનત બેકાર થશે.. એકાદ દૈવસ વિચારીએ અને પછો આગળ વધીએ. બંને જણ બીજા દિવસે સવારે મળવાનું નક્કી કરી પોતપોતાનાં ઘર તરફ રવાના થાય છે. આરાધનાને આજે શાંતિથી ઊંઘ આવશે એમ લાગતું હતું એ વિચારતી જ બેઠી હતી ત્યાં જ એની માતા ત્યાં આવી અને પૂછે છે કે બેટા હવે તો કહે કે શું થયું છે ? અને આરાધના એ રાઝ ખોલે છે જે સ્કૂલનાં સમય દરમિયાન એની મા ને ચિંતા ન થાય એ બીકથી છુપાવો રાખેલો...


વાત એમ હતો કે આરાધના જ્યારે પાંચમાં માં હતી ત્યારેએનાં ચિત્રનાં શિક્ષક રમેશભાઈ જરા તરા દરેક છોકરીને ચૂંટલી ભરે.. અડપલાં કરે તેવું કરતા.. પરંતુ નાનો નાની છોકરીઓને એ વિશે ખ્યાલ જ ન્હોતો આવતો, એકવાર રમેશ સર મર્યાદા ચૂક્યા અને આરાધનાને ખભેથી હાથ ફેરવતાં ફેરવતાં ક્યારે છાતી સુધી પહોંચી ગયા ખબર પણ ન્હોતી પડી અને આરાધનાએ એમને ધક્કો મારી દીધેલો... આખા ક્લાસ વચ્ચે આવું થવાથી ભોંઠા પડેલા રમેશભાઈ સાહેબે તેને અંગૂઠા પકડવા કહ્યું અને ક્લાસ યથાવત ચાલવા લાગ્યો.. બિલકુલ આ જ સમયે આરતી મેડમનું ક્લાસ પાસેથી નિકળવું અને આરાધનાનું અંગૂઠા પકડવાનું એકસાથે જ બન્યું એટલા એ જરાવાર ત્યાં જ થંભ્યા અને છાનામાના વાત શું છે તેમ જોતાં રહેલાં... રમેશભાઈ સાહેબ વર્ગખંડમાં આંટા મારવાને બહાને આરાધનાનું અંગૂઠા પકડતાં ઊંચુ થયેલ સ્કર્ટ પણ જોતો અને સ્હેજ કૂલે હાથ ફેરવી લેતો... આરતી મેડમથી આ સહન ન થયું પરંતુ સમયસૂચકતા વાપરીનેથોડીવાર વધુ એમ થાય તો ભલે પણ ત્ત્કાલિક નિકાલ આવે આ વાતનો તેમ ઈચ્છીને પ્રિન્સીપાલ સાહેબને બોલાવી લાવેલાં અને એમને પણ છાનામાનાં આ દ્રશ્ય બતાવેલું.. બસ પછી તો સીધું જ એ રમેશભાઈનાં હાથમાં પાણીચું આવી ગયેલ..

આરાધનાની આ વાત સાંભળી દક્ષાબહેન મનોમન એનાં આરતી મેડમને વંદી રહ્યા.. અને દિકરીને પૂછે છે કે તો પછી તું એમનું નામ ન લેશો તેમ કેમ બોલતી હતી ? જવાબ આપતા આરાધના દક્ષાબહેનને એ વિડીઓ બતાડે છે અને કહે છે કે મા તું જ કહે આવું જોઈને કોણ વિશ્વાસ કરે.. મનેય ન્સોતો જ આવ્યો પણ ક્રોધનાં આવેશમાં સારું નરસું બોલી ગઈ હતી, અને સાથે સાથે એમ પણ કહે છે કે મા તું જરાય ચિંતા ન કરીશ આ છેણે પણ વિડીઓ બનાવી હશે તેને સજા ન મળે ત્યાં સુધી એ જંપોનઃ નહીં જ બેસે, આટલું સાંભળતા તો દક્ષાબહેનને મુનશી સાહેબ યાદ આવે છે, એનો પતિ જ્યારે એને છોડીને જતો રહેલો ત્યારે આ નેકદિલ પોલિસ ઓફિસરે તેમની મદદ કરેલી. દક્ષાબહેન આરાધનાને થોડીક રાહ જોવાનું કહી અંદર તિજોરીમાંથી એક ચબરખી કાઢે છે જેમાં ઈન્સ્પેક્ટર મુનશીનું સરનામું લખેલુ હોય છે, સવારે વહેલા ઊઠીને જ આરાધના મુનશી સાહેબને મળવાનો નિર્ધાર કરીને આડી પડે છે અને મનોમન આરતી મેડમ પર શંકા કરેલ વાતની ઈશ્વર પાસે માફી માંગતી માંગતી સૂઈ જાય છે. સવાર ક્યારે પડે છે તે એને ખબર જ નથી પડતી, દક્ષાબહેન આરાધનાને સરસ કોફી બનાવીને ઊઠાડે છે અને જલદી જલદી પરવારી મુનશી સાહેબને ત્યાં પહોંચી જવા કહે છે, આરાધના નાહીને તૈયાર થાય છે ત્યાં સુધીમાં નિરજા પણ આવી પહોંછે છે, બંને બહેનપણીઓ મુનશી સાહેબને ત્યાં પહોંચી જાય છે અને પોતાની ઓળખાણ આપે છે, અને વીડીઓ બતાવી સઘળી વાત કરે છે, મુનશી સાહેબ જણાવે છે કે હવે તેઓ ઈન્સ્પેક્ટર નહીં પરંતુ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ થઈ ગયા છે, એટલે કામ જલદી પતી જશે એવિ બંને દિકરીઓને સાંત્વના આપે છે અને તેમની હિંમતને બિરદાવે છે, અને પોતે તૈયાર થાય ત્યાં સુધી ત્યાં જ રાહ જોવા અને તેમની સાથે જ આરાધના અને નિરજાને ઑફિસ આવવા કહે છે. બંને બહેનપણીઓ મનમાં ખૂબ રાજી થઈને મનોમન ઈશ્વરને પ્રાર્થના કરે છે કે જલદીથી આમાંથી આબાદ રીતે આરતીમેડમને બચાવી શકે.
હજુ એ લોકો વાતો જ કરે છે ત્યાં મુનશી સાહેબ આવી જાય છે અને કહે છે કે કેનીથને પણ સીધા ઓફિસમાં આવવા જણાવે જેથી આ લોકો ઓફિસ પહોંચે ત્યાં સુધીમાં તે પણ ઓફિસ આવી પહોંચ્યો હોય.


આ બાજુ આરાધના અને નિરજા મુનશી સાહેબ સાથે ઑફિસ પહોંચે છે અને બીજી બાજુ કેનીથ પણ ત્યાં આવી પહોંચે છે, કેનીથ મુનશી સાહેબને ટેકનીક અને કેવી રીતે ઓરિજીનલ આઈ.પી એડ્રેસ જાણી શકાય તે સમજાવીને આઈ.પી. એડ્રેસ આપે છે અને મુનશી સાહેબ આ આઈ.પી. એડ્રેસ નું ઓરિજીલ સરનામું કે જ્યાંથી એ ઓપરેટ થઈ રહ્યું હોય તે જી.પી.એસ સિસ્ટમ દ્વારા શોધાવડાવીને સીધા એ સ્થળ પર છાપો મારવા જ પહોંચી જાય છે, અને ત્યાં જઈને બારણું ખખડાવે છે ત્યારે બિલકુલ પેલા રમેશ સર ની પ્રતિકૃતિ સમો યુવાન બારણું ખોલે છે, પોલીસને જોઈને તે જરા ડરી જાય છે અને નિરજા અને આરાધના યુવાન વયના રમેશસરનો ચહેરો જોઈ ફાટી આંખે જોઈ જ રહે છે, તપાસ કરતા માલૂમ થાય છે કે આ એ જ રમેશ સરનો પુત્ર છે જે રમેશસરે આરાધનાનું શોષણ કર્યુ હતું અને એમને શિક્ષકની નોકરીમાંથી પાઢીચું પકડવું પડેલ, એનાં પિતા એટલેકે રમેશસર તો હવે આ દુનિયામાં રહ્યા ન્હોતા પરંતુ આ વાતનો બદલો લેવાનાં ઈરાદે જ એમનાં દિકરાએ સ્કૂલ સમય દરમિયાન ના આરતી મેડમના એના પિતા સાથેના સ્ટાફ ફોટોગ્રાફ્સમાંથી ફેસની ઊઠાંતરી કરીને કોમ્પ્યુટર ગિમિક્સથી છરૂરી ફેરફાર કરીને એ અશ્લીલ વિડીઓ માં આરતી મેડમનો ચહેરો બદલી દીધો હતો, એ પકડાઈ જાય છે અને આરતી મેડમ તો દુનિયાના કયા ખૂણે વસી રહ્યાં છે એ પણ છેને જાણ નથી એવી આરાધના મનોમન ઈશ્વરનો આભાર માનીને આરતી મેડમ પર થોડોક સમય પરતી શંકા કર્યાની માફી માંખે છે અને બાદ મુનશી સાહેબનો કૂબ ખૂબ આભાર માની નિરજાને કહે છે કે આજે મારે માથેથી મારા સાચા ગુરુનું ૠણ ઉતર્યું, પાંચમાં ધોરણમાં જ્યારે મેં મેમનો આભાર માનેલો ત્યારે તેમણે મને એક મંત્ર આપેલો કે ક્યારેય પણ કોઈનું શોષણ થતું જોવો તો તેને ઑઅયાય અપાવવા લડવું ત્યારે જ મને સાચી ગુરુદક્ષિણા મળશે... આજે હું એ ૠણમાંથી મુક્ત થઈ અને મારું એમને આપેલ વચન એમને જ બચાવવામાં પૂર્ણ થયું.


- અર્ચના ભટ્ટ, પટેલ

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : dhara2402@gmail.com
Mobile : 9408478888

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED