Lindani lal sadi books and stories free download online pdf in Gujarati

લિન્ડાની લાલ સાડી

પ્રવીણ શાસ્ત્રી

Google Image

હૅલ્લૉવીન સ્પેસિયલ સ્ટોરી

લિન્ડાની લાલ સાડી

વાર્તા#૪૯

અનિલ ખરેખર થાક્યો હતો. સવારથી વાનમાં ભરેલો સામાન છઠ્ઠે માળે એકલા હાથે ચડાવ્યો હતો. હજુ બોક્ષ ખોલવાના બાકી હતા. ડિસેમ્બરની પહેલી તારીખથી ભાડું ચાલુ થઈ ગયું હતું. આજે વીસમી તારીખ થઈ ગઈ હતી. વૅબ ડિઝાઇનના ઘણાં ઓર્ડર પૂરા કરવામાં મુવ થવોનો સમય જ ન્હોતો મળ્યો. એક નાના બેઝમેન્ટમાં જ સૂવા-બેસવાનું અને આર્ટવર્ક કરવાનું અઘરૂં હતું.

અનિલ ગ્રાફિક આર્ટિસ્ટ હતો. ડિજીટલ આર્ટ્સ અને ફૅશન ડિઝાઇનમાં એ કાબેલ હતો.નવી જગ્યાની શોધમાં હતો. આખરે એને સ્ટેટન આઈલૅન્ડનો આ એપાર્ટમેન્ટ ખૂબ સસ્તામાં મળ્યો. ઍપાર્ટમેન્ટ પાસે પાર્ક. પાર્કની સામે થોડા બેઠા ઘાટના કેપકૉડ મકાનો. મકાનો ની પાછળ હાઈરાઈઝ એપાર્ટમેન્ટ. એપાર્ટમેન્ટની પાછળ ઘૂઘવતો એટ્લાન્ટિક ઑસન. જગ્યા સરસ હતી.

લગભગ રાત્રે આઠ વાગ્યા હશે. એણે સેલ ફોન પરથી સ્ટ્રીટપરની ડૅલીમાં સેન્ડવીચ અને સૉડાનો ઑર્ડર આપ્યો. વીસ મિનિટમાં ડિલિવરી મળી ગઈ. ઍપાર્ટમૅન્ટમાં સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો. એણે બે ફોલ્ડિંગ ચેર બાલ્કનીમાં ખેંચી. એક પર બેઠો અને બીજી પર પગ લંબાવ્યા. સેન્ડ્વીચને ન્યાય આપવા માંડ્યો. ક્યાં પેલું અંધારિયું બૅઝમેન્ટ અને ક્યાં આ હવા ઉજાશ વાળો એપાર્ટમેન્ટ!

એની નજર દરિયા પરથી વળીને સામેના એપાર્ટમેન્ટ બિલ્ડિંગ પર પડી. અંધારુ થઈ ગયું હતું. જુદી જુદી બારીઓમાંના ડ્રેઇપ, કર્ટેઇન અને શૅડમાંથી ગળાઈને આછો પ્રકાશ આવતો હતો. માત્ર એક બારી કોઈ પણ પડદા કે ડ્રૅઇપ વગરની હતી. બારી પાસે એક ટેબલ પર કોઈક યુવતિ બેસીને બુક વાંચતી હોય એવું લાગતું હતું. સામે ટેબલ પર બે પગ ગોઠવીને મોટો કુતરો બેઠો હતો. આ દૃશ્ય કાંઈ વિશિષ્ટ કે નોંધપાત્ર ન હતું. શ્રમિત અનિલ ખૂરશી પર બેઠા બેઠા જ ઉંઘી ગયો. લગભગ રાત્રે ત્રણ વાગ્યે જ્યારે આંખ ખૂલી ત્યારે સામેના એપાર્ટમેન્ટની મોટાભાગની લાઈટ હોલવાઈ ગઈ હતી. પણ પેલી યુવતી હજુ પણ વાંચતી હતી. સામેના કુતરાનું માથું તેના આગળના બે પગ વચ્ચે ટેકવાયલું હતું. કદાચ કુતરો ઉંઘતો હશે. અનિલે રૂમમાં જઈ સોફા પર લંબાવ્યું.

બીજી સવારે એ જ્યારે ઉઠ્યો ત્યારે દરિયા પર નાની મોટી બૉટ સરતી હતી. ઉડતા પક્ષીઓ ઝડપથી પાણીની સપાટી પરથી માછલી ને ચાંચમાં લઈ ફરી ગગનમાં ઉડવા માંડતા હતા.. ડિસેમ્બર હોવા છતાં હવામાન તાજગીભર્યું હતું. એક નજર પેલી બારી પર પડી. બારી બંધ હતી. આળસ ખંખેરી એ સામાન ગોઠવવામાં પડ્યો. આખો દિવસ ક્યાં પસાર થઈ ગયો તે ખબર ન પડી.

સૂર્યાસ્ત પછી સામેના એપાર્ટમૅન્ટના શૅડ અને પડદાઓ બંધ થવા લાગ્યા અને સામેની બારીનો શૅડ ખૂલ્યો. બસ! એજ સ્થાન. યુવતીની દેહાકૃતિ અને ડોગ. અનિલને અચરજ થયું. સામાન્ય રીતે અંધારું થાય, ઘરમાં લાઈટ થાય એટલે બારી પરના પરદા પણ બંધ થાય. આ છોકરીનું ઊંધુ હતું. હશે!

અનિલનું મન એના વ્યાવસાઈક પ્રોજેક્ટ પર વળ્યું. કોમ્પુટર ચાલુ કર્યું. એ કંઈ પણ ક્લિક કરે તે પહેલા મોનિટર સ્ક્રિન પર એક મોહક યુવતીનુ પેઇન્ટિંગ આવ્યું. ફ્રેમ કરેલા ચિત્રમાં ની યુવતિ જાણે સજીવ થઈ. હાય કિશોર! કહેતી હતી. "ગિવ મી રેડ સારી".

અનિલ બબડ્યો. ફ...વાયરસ!... ડિલીટ કરવાની કોશિશ કરી. કશું વળ્યું નહિ. એ કંટાળ્યો. કોમ્પ્યુટર બંધ કરી સૂવાની તૈયારી કરી. એક નજર સામેની ખૂલ્લી બારી પર પડી. યુવતી બેઠી હતી. વાંચતી હતી. એકાએક યુવતિનો હાથ ઉંચો થયો. અનિલને લાગ્યું કે યુવતી એના તરફ હાથ હલાવી રહી છે. પણ ના એ શક્ય ન હતું. કારણ કે એ પોતે બાલ્કનીના અંધારા ખૂણામાં હતો. યુવતી તેને જોઈ શકે એમ ન હતું. વિચાર કરવાનો અર્થ નથી.

બીજી સવારની ફ્લાઈટમાં એને નવા વર્ષના કોન્ટાક્ટ રિન્યુઅલ માટે ડલાસ જવાનું હતું. ફેશન સાડી ડિઝાઈનમા એનું નામ આગલી હરોળમાં હતું. બેધ્યાનપણે એણે એક લાલ સાડી ડિસ્ટ્રિબ્યુટર પાસે માંગી. ડિસ્ટ્રીબ્યુટરે એને ત્રણ ચાર સરસ સાડી આપી. અને હસતા હસતા ટકોર પણ કરી, 'અનિલભાઈ મને વૅડિંગ બેલ સંભળાય છે. મને બોલાવશોને?' અનિલ માત્ર હસ્યો. એને પણ સમજાયું નહીં કે એણે કેમ સાડી માંગી.

એ ન્યુ યર ઈવની રાત્રે એના એપાર્ટમેન્ટમાં પાછો ફર્યો.

એનું કોમ્પ્યુટર ચાલુ હતું. સ્ક્રિન પર "થેન્ક્સ કિશોર! થેન્ક્સ ફોર રેડ સારી. લવ લિન્ડા"

અનિલ ગુંચવાયો. જરા આછી કંપારી અનુભવી. બહાર નજર નાંખી. બધું જ રાબેતા મુજબનું હતું. એને પેલી સામેના એપાર્ટમેન્ટની બારી? હા એ ખૂલ્લી હતી. આજે તે યુવતી વાંચતી ન હતી. ટેબલ પર બોટલ અને ગ્લાસ હોય એવું લાગતું હતું. યુવતી ઉભી થઈ. અનિલને માત્ર યુવતીનો આકાર જ દેખાતો હતો. એ આકારે એનું ટોપ કાઢ્યું. અનિલ દોડીને એનું સ્પોર્ટ બાયનોક્યુલર લઈ આવ્યો. .

"ઓહ જિસસ. ઓહ સી ઈઝ રિયલ બ્યુટિ." યુવતીએ સેક્સી ડેન્સ શરૂ કર્યો. રાત્રે બાર વાગ્યા. સામેની લાઈટ બંધ થઈ. અનિલ રૂમમાં પાછો વળ્યો. એના કોમ્પ્યુટર સ્ક્રિન પર હતું "હેપ્પી ન્યુ યર ડિયર કિશોર….. યોર લિન્ડા.

અનિલને સમજાતું ન હતું.કોમપ્યુટરમાંથી લિન્ડા નું વાયરસ કેવી રીતે કાઢવું? કામ નહીં કરી શકે તો બધા પ્રોજેક્ટ કેવી રીતે કરશે. એને વિચાર આવ્યો. એણે ટાઇપ કર્યું. “પ્લિઝ ગો અવે. આઈ એમ નોટ કિશોર.”

સામેથી જવાબ મળ્યો…. “હા..હા..હા... ડોન્ટ લાય. યુ આર માય કિશોર ....”

અનિલને પૂરી ખાત્રી હતી કે એ કોઈ ચેટ લાઈન પર ન્હોતો. એ કોઈ કોમ્પ્યુટર ગોસ્ટ સાથે વાતો કરતો હોય એવું અનુભવ્યું. એ કદીયે ઓન લાઈન ચૅટ પર જતો ન હતો. મિત્રો સાથે ફોન પર જ વાત કરતો.

અનિલે ટાઈપ કર્યું. "જસ્ટ કિડીંગ..... લિન્ડા, હેપ્પી ન્યુ યર..... લવ યુ ડાર્લિંગ.... યોર કિશોર"

અનિલનું કોમ્પ્યુટર આપોઆપ લોગ ઑફ્ફ થયુ. અને રિસ્ટાર્ટ થયું. અનિલને સમજાઈ ગયું કે કોઈ કોમ્પ્યુટર એક્સપર્ટ છોકરી એની સાથે મજાક કરી રહી છે. અને એ છોકરી કદાચ પેલી બારી પાસે બેસતી છોકરી તો ન હોય! ભલે કિશોર બનીને થોડી વાત કરવામાં શું જાય છે. રોજ રોજ એણે વાતો ચાલુ રાખી. મોટેભાગે અનિલના પક્ષે વાતો નિર્દોષ મજાકની જ હતી. લિન્ડાની વાતો લવ સેક્સ અને પોર્ન મૂવીથી પૂરી થતી. હવે સામેની બારીનો શૅડ બંધ જ રહેતો.

આજે વેલેન્ટાઈન દિવસ હતો. અનિલે ગઈ રાત્રે મોડે સૂધી કામ કર્યું હતું. છેક બાર વાગ્યે ઉઠ્યો. હજુ નાઈટ પાયજામા જ હતો. કોફી બનાવી. કૉફી મગ લઈને બાલ્કનીમાં ગયો. ખૂલ્લી બાલ્કનીમાં ધીમે ધીમે સ્નો પથરાતો હતો. સામેના એપાર્ટમેન્ટ પર નજર ગઈ. આજે દિવસે શૅડ ખૂલ્યો. યુવતી બારી પાસે આવી. એણે વસ્ત્રોના આવરણ ઉતારવા માંડ્યા. હવે તે સંપૂર્ણ નિઃવસ્ત્ર હતી. એણે હાર્ટશૅઈપનું બલુન હાથમાં લીધું. એ ઝૂમતી રહી. અનિલ મુગ્ધ બનીને જોતો રહ્યો. સાંજે ચાર વાગ્યા. યુવતી અનાવરણ નૃત્ય કરતી રહી. અનિલ ભાનભૂલીને હાથમાં મગ પકડી ને સ્થિર પ્રતિમાની જેમ પલક પાડ્યા વગર જોયા કરતો હતો. એની ઉપર સ્નોનું આવરણ ચડી ગયું હતું. જાણે તે ત્રણ માઈલ દૂરના અવાજો અને સંગીત સાંભળતો હતો. એકાએક એના કાનમાં ધીમો અવાજ આવ્યો. કિશોર! વ્હેર ઈઝ માય રેડ સારી?... વ્હેર ઈઝ માય રેડ સારી?.... એ અવાજ મોટો ને મોટો થવા લાગ્યો…… કિશોર વ્હેર ઈઝ માય રેડ સારી?.... પ્લિઝ બ્રીંગ માય સારી નાવ.

યુવતીનો ચહેરો સ્પષ્ટ હતો. દેહના સર્વાંગો સ્પષ્ટ હતા. હા, એ લિન્ડા હતી. લિન્ડાએ અનિલ તરફ ફ્લાઈંગ કીસ વહેતી કરી. એના મગજમાં હથોડા પડતા હતા. "કિશોર પ્લીઝ કમ વીથ માય વેલેન્ટાઈન રેડ સારી."

"પ્લિઝ કમ હિયર".

એણે બેગમાંથી લાલ સાડી લીધી. સીધો એલિવેટર તરફ દોડ્યો. પાયજામા અને સ્લિપર સાથે દોડ્યો. બહાર સ્નો ના ઢગલા થતા હતા.. એલિવેટર આવતું ન હતું. એ સડસડાટ છ માળ ઉતરી ગયો. સ્નો સીધો એના ચહેરા પર ઝીંકાતો હતો. સ્લિપરી સાઈડવૉક પર એ પડ્યો. પગમાંની સ્લિપર તૂટી ગઈ. ફેંકી દીધી. ખૂલ્લા પગે દોડ્યો. ત્રણ માઈલ દોડીને એ કોન્ડો બિલ્ડિંગ પાસે પહોંચ્યો.

અહીં પણ એ જ રામાયણ. એલિવેટર ક્યાંક સ્ટક થયું હતું. એણે ચડવા માંડ્યું પહેલો માળ..હાંફ ચડવા માંડી. બીજો માળ...પગ લથડાવા માંડ્યા. ત્રીજા માળે પહોંચતા બેસી જવું પડ્યું. ચોથે માળે થંડો પરસેવો વળવા માંડ્યો. પાંચમે માળે શ્વાસ લેવાનું મુશ્કેલ લાગવા માંડ્યું. આખરે તે જેમ તેમ છઠ્ઠા માળે ૬૧૭ નંબરના બારણા પાસે ફસડાઈ પડ્યો. ડોરબેલ એના આંગળાથી સહેજ ઉંચો હતો. એણે હાથથી બારણું ઠોકવા માંડ્યું. “લિન્ડા આઈ એમ હિયર”.

ઠોકા ઠોકના અવાજથી એની સામેના ફ્લૅટમાંથી એક વૃધ્ધા બહાર આવી. બબડી...”અનધર વન.”

"યંગ મેન! લિન્ડા પાસ્ડ અવે ફાઈવ યર્સ એગો."

અનિલ ધ્રૂજતો હતો. મોંમાંથી ફીણ નિકળતા હતા.

વૃધ્ધાને માટે આ નવું ન હતું. દર વર્ષે વેલેન્ટાઈ દિવસે, આવું કંઈક બનતું હતું. આ ભૂતિયો ફ્લેટ વેચાતો ન હતો. એણે ૯૧૧ ફોન કર્યો. એમ્બ્યુલન્સ આવી. ઓક્સિજન ચાલુ થયો. ગરમ ધાબળાઓ અનિલના દેહ પર ઓઢાડાયા. એને ઈ.આર માં દાખલ કરાયો.

એણે જરા આંખો ખોલી. સામે એક નર્સ હતી. ગાઉન પર આઈ.ડી બેચ હતો. લિન્ડા મોર્ગન. આર.એન. લિન્ડાએ એને એક ઈન્જેકશન આપ્યું. "હની યુ વિલ બી ઓકે વીથ મી. યુ જ્સ્ટ નીડ રેસ્ટ. ક્લોઝ યોર આઈ એન્ડ ગો ટુ સ્લીપ." અનિલ કાંપતો હતો. ધ્રૂજતો હતો. સામેની નર્સ તેની સામે વિચિત્ર રીતે હસતી હતી.

એણે ગભરાયલા અવાજે પૂછ્યું, “આર યુ ધ સેઈમ લિન્ડા, હુ કોલ મી ફ્રોમ વિન્ડો."

લિન્ડાએ જવાબ આપ્યો. “યેસ હની…. યુ આર માય ફોર્થ કિશોર.….”

અનિલની આંખ વિંચાઈ ગઈ. કાયમને માટે.

અનિલનું હાડપિંજર બીજા ત્રણ ઇન્ડિયન યુવાનના હાડપિંજર સાથે શૅડ વગરના રૂમમાં ડેન્સ કરતું હતું વચ્ચે લિન્ડા બ્લાઉઝ અને પૅટિકૉટ વગર વીંટળાયલી પારદર્શક લાલ સાડીમાં ડેન્સ કરતી હતી. આગળ ઉન્નત ઉરોજો અને પાછળ પીઠનું પોલાણ.

Published in

Tiranga In New Jersey

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED