હાય રે મહાનતા ( must read article ) Vivek Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

હાય રે મહાનતા ( must read article )

“ આપણો દેશ, આપણે ખૂબ જ મહાન છે”
આ વાક્ય અત્યાર સુધી ની ઉંમરમા તમે વિવિધ લોકો ( રાજનેતા, ઢોંગી બાવાઓ કે ધર્મ ગુરુઓ) ના મોઢે કેટલી વાર સાંભળ્યું છે ?
સોરી હો ! હું તો એ ગણતરી કરી શક્તો જ નથી, કા.કે. અ વાક્ય મે એટલી બધી વાર સાંભળ્યુ છે કે હવે ગણતરી માં ભુલ પડિ ગઈ છે ( કદાચ તમને પણ પડી શકે)

હવે ઉપર ના વાક્ય પર જરા વધુ નજર નાખો જોઇએ ભાઈઓ ( બાઇઓ પણ ) !! આપણો દેશ કેટલો મહાન છે એ તો આપણે બધા જાણિએ જ છીએ ને ( ભ્રષ્ટાચાર , ઢોંગ-ધતીંગ, અન્ધશ્રદ્ધા, ગરીબી, અને નીરક્ષતા, જ્ઞાતિવાદ માં )

બસ ખાલી અમુક રીબેલીયન કહેવાતા લોકોએ મહાનતા ને પડકારી છે, એટલે કહેવાતા સાધુઓ અને ગધેડા સમાન આપણા રજનેતાઓ દેશ ની મહાનતા ટકાવી રાખવા બહુ જ પરસેવો પાડી રહ્યા છે (પોતાની એ.સી. ચેમ્બર માં)
ખોટુ ના લગાડતા દોસ્તો, પણ તમનેય ખબર છે અને મને પણ કે આ લોકો આપણી ની સુફીયાણી વાતો ના પોલા પપુડાઓ જ વગાડે છે અને ભોળી પ્રજા ને છેતરે છે, અને એ લોકો પછી એને લઈને મહાન મહાન કરી ને પોતનો એકો બતાવે …..

( સંસ્કૃતિ નાં નામ પર ખાલી રોટલા શેકવા)

એવી સુફીયાણી વાતો મા ગામડાના નિરક્ષર લોકો તરત જ આવી જાય, અને એવા જ લોકો નો રાજનેતાઓ અને પાખંડી બાવાઓ ફાયદો ઉઠાવતા હોય છે....વિવેકાનંદને ભારત ની આ ગરીબ, નિરક્ષર પ્રજાને જોઈ હંમેશા દુખ થતું એટલે જ તેઓ પૂર્વ અને પશ્ચિમ ને જોડવા છેક શિકાગો સુધી જઇ આવ્યા કે ભારત ને થોડો ભૌતિકવાદ ( ગરીબી લોકોને માટે પૈસા ) અને પશ્ચિમ ને આધ્યાત્મ મળે.


આપણે મહાન , આપણે મહાન એવુ કહી કહી ને બાવાઓ એ આપણી પ્રગતી ની પથારી ફેરવી નાખી છે, લોકો ને જ્યાં છે ત્યાં જ રહેવા દીધા છે, અને હંમેશા વિકાસ આડા હાથ કર્યા છે.

આજ વિચારે ભારાતને વર્ષો સુધી પાંગળો બનાવી દીધેલ. ગુલામીમાં ધકેલિ દીધા...

હું ચોક્કસ માનું છું કે એક વખત આપણે ઘણા જ આગળ હતા. હડપ્પાકાળની નગર વ્યવસ્થા અને વૈદિક કાલનાં ઉપનીષદો અને ગુપ્ત કાળ નું વિજ્ઞાન આપનું દુનિયા માં અજોડ હતું. બ્રહ્મગુપ્ત જેવા લોકો એ એ કાલ માં બ્રહ્મસ્ફૂટનાં સિધ્ધાંતમાં ગુરુત્વાકર્ષણ ની ચર્ચાઓ કરેલી. આપનો યોગ એ વિજ્ઞાન સાથે જોડાયેલો હતો જે દુનિયા ને સર્વશ્રેષ્ઠ ભેટ છે.

બુદ્ધ થી લઇ મહાવીર ને કૃષ્ણ પણ આપણી દેણ. પશ્ચિમ ની સપેક્ષ માં આપણે ત્યાં સૌથી વધુ સત્ય ખોજનારા લોકો મળ્યા છે. પણ કાળક્રમે આખું તંત્ર ભ્રસ્ત થવા માંડ્યું. ઓરીજનલ જેવું કઈ જ નાં બચ્યું. પંડિતો, રાજાઓ પોતાના ફાયદા માટે શાસ્ત્રો માં ચેડા કરતા રહ્યા અને હાહાકાર મચાવી દીધો.
બુદ્ધ હમેશા કેહતા “ માનો મત જાનો” પણ હાલ તો અનુભવ માંથી પસાર થનાર બવ ઓછા છે. બધા માત્ર પુસ્તકીય સલાહ પ્રવચન આપશે. પોતાના અનુભવ વિષે કહેવું પણ કઈ રીતે ?

સત્ય સંપૂર્ણ બોલી શકાતું નથી. એ અવ્યકત છે. (Whole Truth cant be spoken ). આ તો એવું થાય છે કે જેને તરતા પણ નથી આવડતું એ તરવું કેમ એ વિષે બેસ્ટ સેલર બૂક લખે છે....એ રાષ્ટ્ર ની દયા ખાજો. “ PITY THE NATION “ એવું ખલીલ જિબ્રાન પણ કહે છે.( આ poem ખરેખર વાંચવા જેવી છે)
“પરીવર્તન સંસાર નો નિયમ છે ” સમય સાથે બદલાવુ તો પડે જ ને, સંસ્ક્રુતિમાં પણ પરીવર્તન આવે, પહેલા આદીમાનવ ઝાડ-પાન- છલ થી શરીર ઢાંક્તો, એ એની સંસ્ક્રુતિ હતી. તો શું આપણે હજુ એ જ ચાલુ રાખવુ ?
ના !!!

જરાય નહિ ….Revolution make survive us……….કૃષ્ણ ક્યારેય નિયમો માં બંધાયા નથી. એક નદીની જેમ જેવો ઢાળ આવે એવું વહેવું. એટલે એ યુદ્ધ પણ કરી શક્યા અને જરૂર પડી તો મેદાન છોડીને ભાગી પણ ગયા – રણછોડ. ચુસ્ત રીતે મુઠ્ઠી વળેલો સબંધ મુરજાઈ જાય. હળવાશ જરૂરી છે. એટલે જ બુદ્ધ આને મધ્યમ માર્ગ કહે છે. વીણાનો તાર એટલો મજબૂત ના હોવો જોઈએ અને એટલો ઢીલો પણ નાં હોવો જોઈએ કે તેમાંથી સૂર નાં નીકળે.


” આપણે આપણી સભ્યતા અને મર્યાદા જાળવવી જોઇએ” આવુ કહેનાર ને એક સવાલ છે કે,
સ્ત્રીઓ ને ગામડામાં મર્યાદા ના નામે ” લાજ” કઢાવવામાં આવતી, બીચારી ગામ થી દૂર દૂર લાજ કાઢી ને પાણી ભરવા જતી હોય, પગ મા ઠેબૂ આવી જાય તો પણ ખબર ના પડે…પણ તોયે લાજ તો કાઢવાનિ જ … કા.કે. આ તો આપણી મર્યાદા છે, ( હાય રે મર્યાદા!! )
એ મર્યાદા ની વાત માં સ્ત્રીઓ પર નો અત્યાચાર કદી કોઈ ને નજરે ના આવ્યો ?
એટલે મર્યાદા આપણી માં છે, પણ સાથે સાથે અત્યાચાર કરવો એ પણ ???

મધ્યકાલીન થી લઇ આધુનિક સ્ત્રી પર અત્યાચાર કઈ ઓછા નથી થયા ??? અને પેલા બિચારા શુદ્ર લોકો..એની તો આપણે કડી દરકાર પણ નાં કરેલી...એને કદી માનવ નો દરજ્જો નાં આપ્યો અને આપણે આજે મર્યાદા, સભ્યતા, સંસ્કૃતિ ની વાત પર આવી ગયા ?? સંસ્કૃતિ માં જે સારું છે તે બચાવવું પણ જે સદી ગયું છે,જે રોગ છે તેનો ઈલાજ પણ કરવો. એ પણ શ્રેષ્ઠ જ છે અને તેને જાળવવા નો ખોટો પ્રચાર કરવો વ્યર્થ, એટલે જ આજ નાં યુવાનો આ વાત ને ફેંકી દેશે કારણ કે તે હવે પ્રશ્ન પૂછશે. પણ સમાજ પાસે એનો જવાબ ક્યા ??
માત્ર જ્ઞાતિમાં જ લગ્ન કરવા જોઈએ તેવો આગ્રહ રાખતા માં બાપ કે સમાજે એ જાણવું જોઈએ કે Cross breeding થી જ શ્રેષ્ઠ જાતો પેદા થાય છે. જે નિયમ ખાતર નાં શ્રેષ્ઠ હાઇબ્રીડ બિયારણ કે પાશુઓની શ્રેષ્ઠ જાતને લાગુ પડે તે આપણને પણ લાગુ પડે છે. ને
અને તોયે બકવાસ વાતો ને આપણે મહાન માનીએ છીએ.. ???
લોકો ચંદ્ર પર પહોંચી ને તેનુ મુખ જોઇ આવ્યા, પણ અહી એક સ્ત્રીનુ મુખ લાજ વીના જોવા માં મર્યાદા નડે ?? ( હા હા હા)
” આપનુ મુખ જોઇ મન માં થાય છે, ચાંદ પર લોકો અમસ્તા જાય છે ” જેવી ગઝલ રચના જો લાજ કાઢ્તા રહે બધા તો લખાઇ જ કેમ શકે ?? કલ્પના કરો કે એક એક માનસ બુરખામાં છે...તમે અકળામણ અનુભવશો. લાગશે કે પર ગ્રહ પર આવી ગયા. કોઈનું સ્માઈલ જોઈ નહિ શકાય નાં કોઈની વેદના.
આવી વાતો માં ગર્વ નહી , શરમ અનુભવવી જોઇએ ( આવી તો કેટલીયે વાતો છે )
પણ તોયે સમાજ-કહેવાતા બાવા-પંડિતો -રજનેતાઓ આવી સભ્યતાની, ની વાતો નો લોકો પર મારો ચલાવી તેને ટકાવી રાખવાની સુફયાણી સલાહ આપતા હોય છે ( એટલે તેનુ તો પાટીયુ રળતુ રહે )
પશ્ચિમ ની ખરાબ છે, એવુ ઠોકી બેસાડી, પોતાનુ પલ્લુ ધરાર ઉંચુ રાખનારા એ લોકો ને કહો કે ભાઇ ત્યાંની ટેકનોલોજી અને લાઇફ- સ્ટાઈલ સામે આપણે પાણી ભરવુ પડે, એના જ મોબાઈલ અને ઈન્ટરનેટથી આપણે પાછો વિરોધ પણ નોધાવીએ છીએ કે અમારા પર પશ્ચિમ નાં પ્રભાવ નાં પડવો જોઈએ....તો ફેંકી દો ટેકનોલોજી અને પહેરેલા તમારા જીન્સ ટીશર્ટ ઉતારી ને આવી જાવ ફરી ધોતી ઝભ્ભામાં...
અને અમેરિકા ની વાત કરીએ તો એ આગળ છે, કા.કે. તે વિશ્વ ની તમામ પ્રજા ને આવકારે છે, તે ટેલેન્ટ ની કદર કરે છે પછી તે કોઇ પણ દેશ નો ભલે હોય ! તેની રાજનીતિ ની વાત અલગ છે. એ એક એની ડિપ્લોમેસી હોઈ શકે, પણ આપણે તો માત્ર અહી સમાજ ની, લોકો ની માનસિકતા ની વાત કરીએ છીએ.
” વિવિધતા માં એક્તા ” તો આપણૂ સુત્ર છે પણ સાવ ખાલી કહેવા અને લખવા ખાતર…અહી તો કહેવું જોઈએ “ વિવિધતા માં વિવિધતા “ આપનો માભો બિજા દેશ સામે જમાવવા,

બાકી દર વર્ષે જાતિવાદ ના નામે દંગા-ફસાદ થતો જ રહે છે ( hindu-muslim, Open-OBc-Sc-St ).
અને આવા ઝઘડા કરાવવામાં મુખ્ય ફાળો કહેવાતા ધર્મ ગુરુઓ અને રાજનેતાઓ નો જ હોય છે..પોતાના સ્વાર્થ માટે તે લોકો ને શાણપણ થી ઉશ્કેરી ધર્મ-જાતી ના નામે કપાવી-મરાવી નાખે અને લોહિ ની નદીઓ પણ વહેવડાવી દે આજ સુધીના ઈતિહાસમાં ધર્મ માટે જેટલા યુદ્ધો થયા છે એટલા કોઈ યુદ્ધો નહિ થયા હોય. (ને એ જ ધાર્મિક લોકો પાછા અમન શાંતિ ભાઈ ચારાની વાત કરે ) …અને તોયે આપણે મહાન…!!!! તોયે મુર્ખ લોકો એને સાંભળે, તેના ફોલોવર યુવાનો ને એક મસ્ત સલાહ- જો તમારે ખૂબ નામ અને રુપિયા જોઇતા હોય તો બાવા બની જાવ, થોડા ગામડા માં સંસ્કૃતિની સભ્યતાની સુફીયાણી વાતો કરો, એટલે જુઓ પછી તમારા પણ બહુ જ અનુયાયીઓ બનવા માંડશે, ને પછી તમારુ ટ્રસ્ટ અને લાખો રુપિયા… છે ને મસ્ત આઈડિયા ( ONE IDEA CAN CHANGE YOUR LIFE )….ha haa haaa.
હવે તો છોડીયે ભૂતકાળને...ક્યા સુધી
??? એ જ ગીત ??? હવે ફરી આપણે વર્તમાનમાં મહાનતા પુરવાર કરવા તરફ એક આવા પગલાઓ આગળ વધારવા જોઈએ. તો બુદ્ધ મહાવીર કૃષ્ણ નવા વસ્ત્રો સાથે પધારશે. નહીતર રહી જશે માત્ર એના વિચારો ખાલી શાસ્ત્રોમાં.