પ્રેમ Vs પેરેન્ટ્સ Vivek Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ Vs પેરેન્ટ્સ

ભારતીય પ્રજા કાયર છે. એક વાર નહિ સો વાર હું આ વાત કહીશ. તમને સંતાનો પેદા કરવાનો અધિકાર છે પણ એને મારવાનો નહિ. ક્યારે સુધારીશું આપણે ?? ક્યારે ફગાવીશું જ્ઞાતિ-જાતિના બંધનો ?? ક્યારે એવું થશે કે એક ઇન્ડિયન ગર્લ પોતાના જ પસંદગીના છોકરા સાથે લગ્ન કરશે ?? ક્યારે લોકો બિન્દાસ પ્રેમ કરી શકાશે કે ઘર થી છુપાવવું કઈ જ નાં પડે ??

વર્ષોથી આપણી ફિલ્મોમાં તમને એક કહાની સામાન્ય દેખાશે કે છોકરો છોકરી પ્રેમમાં પડે અને પછી ફેમીલી વાળાને ખબર પડે અને તોફાન આવે. માં-બાપ પોતાના જ સંતાનોનાં જ દુશ્મનો બની બેસે.આટલા આગળ આવ્યા પછી પણ આપણામાં કોઈ સુધારો નાં આવ્યો. કેટલી હીર, કેટલા રંજા, કેટલી લૈલાઓ ફના થશે ??? સમાજની આબરૂ પ્રતિષ્ઠાના નામ પર સંતાનોને મારી નાખવા એ ક્યાંનો ન્યાય ?? અને તોયે તમે તમારી જાતને સામાંજીક અને ધાર્મિક ગણાવો છો ?? ફટ છે તમારી માનવતા પર. આ કાયરતા છે. ખુલ્લી કાયરતા.

જ્ઞાતિ બહાર જઈ લગ્ન કરે , પ્રેમ કરે એમાં આટલું મોટું રીએક્શન શાનું ?? કોઈ મહાપાપ કરી નાખ્યું છે ?? આ તપ પ્રકૃતિ એ બનાવ્યું છે, સ્ત્રી પુરુષ હંમેશા એકબીજાથ આકર્શાવાના જ. એ કોઈ પણ નો બાપ આવે તો પણ નહિ રોકી શકે. કોઈ સમાજ નહિ, કોઈ ધર્મ પણ નહિ. તમે તો ભારતને ધર્મની ભૂમિ કહો છો, આ ધર્મ એ તો હંમેશા લોકોને પ્રેમ, સદભાવ, શિખવ્યો છે. તો હજારો વર્ષ પછી પણ તમે આટલું નાં શીખી શક્યા ??? તો તમારા જેવા ઠોઠ બીજા કોણ હોઈ શકે ???

પ્રેમના, રોમાન્સના દેવ એવા કૃષ્ણ ની તો તમે રોજ પૂજા કરો છો. એના કીર્તન લીલા સાંભળો છો. અને જો તમારા જ સંતાનો પ્રેમ કરે તો તમે સહન નથી કરી શકતા. આ તો ખુલ્લો દંભ છે. ભારતમાં દમ્ભીઓની જરાય કમી નથી. તો ફેંકી દો કૃષ્ણની મૂર્તિને, બંધ કરી દો એના મંદિરોને, કારણ કે તમે કૃષ્ણને જરાય સમજ્યા જ નથી. તો તમને એની પૂજા કરીને દેખાડો કરવાનો કોઈ જ અધિકાર નથી. પોતાની જાતને ધાર્મિક કહેનારા માં બાપ પહેલા સંતાનોની ખુશી જુવે, પછી સમાજ માં આબરૂની પતર ખાંડે. આબરૂના નામ પર તો તમે લોકો એ સદીઓથી લોકોનાં વિચારો પર રોક લગાવી છે. એમને પોતાના ઘરમાં જ બંદીવાન બનાવ્યા છે.

અને કઈ આબરૂ ભાઈ ??? દંભ દેખાડા વાળી ?? તમે એવું તે કયું તીર માર્યું કે તમે આબરૂદાર થઇ ગયા ?? “આવુંકરીશ તો સમાજનાં ચાર લોકો શું કહેશે ???” “અમારે સમાજને મોઢું બતાવા જેવું નહિ રહે.” આવું કહેતા મેં કેટલાય માં બાપને સાંભળ્યા છે. એટલે તો માં – બાપ સમાજમાં પોતાના સંતાનનાં વખાણ કરતા હંમેશા કહેશે કે “ મારી દીકરી બહુ ડાઈ, એ કદી ખોટું કામ નાં કરે. અમે કહીએ એટલું જ કરે . હે ને બેટા ??” ખાસ કરીને છોકરીઓને તો નાનપણ થી જ આમ કહી કહી ને મેન્ટલી તમે એવું જકહી દીધું કે આવું તો નાં જ કરવું. પ્રેમ કરવો એ પાપ છે. “અમે કહીએ ત્યાં જ લગ્ન કરવા. અમે તારા માં બાપ છીએ, તારું ખરાબ થોડા ઇચ્છીએ ??” આવું કહી કહી ને એક એક માં-બાપ પોતાના સંતાનો ને માનસિક રીતે ત્રાસ આપ્યો છે, રોજ રોજ માર્યા છે. કાતિલ છે ભારતીય એ બાબતે. પણ એની સજા કોઈ જ કોર્ટ નથી આપતું.

Hum Aah bhi bharte hain to ho jate hain badnaam
wo katal bhi karte hain to charcha nahi hota

ક્યારે સુધારશે આપણી આ રૂઢીવાદી માનસિકતા ??? લોકો ચંદ્ર સુધીજઈ આવ્યા ને તમે તમારા સંતાનોનાં દિલ સુધી પણ નથી પહોચી શકતા ??? ને કહો છો કે અમે મોડર્ન થઇ ગયા ???

સ્માર્ટફોન, કાર, જીન્સ, સારી આવક થી કોઈ મોડર્ન નથી થતું. વિચારોમાં મોડર્ન થવું પડે. કપડા બદલે કઈ નાં થાય, મન બદલવું પડે. આપણે તો નવા કપડા પહેરેલા ગુનેગારો છીએ. સતી પ્રથા, દૂધપીતી, ભ્રુણ હત્યા, બાળ વિવાહ એ દ્વારા કાઈ ઓછો અત્યાચાર આપણે ગુજાર્યો છે ??? હજુ આઈ બાકી રહી ગયું છે ભૂતકાળનું ??? પતિના માર્યા પછી તમે એક નાદાન સ્ત્રીને ધક્કા મારી મારી ને છીતા માં સળગાવી મારતા હતા, એ કેટલી નિર્દયતા છે. ઘાતકીપણા ની ચરમ સીમા. સંતાનોને સુફિયાની સલાહ આપતા પહેલા આપણે ડૂબી મરવું જોઈએ.

કેટલાય ઘરમાં તો માં બાપ એ એના સંતાનોને એટલા લાડ પ્યાર આપીને હંમેશા “ માનસિક ત્રાસ જ આપ્યો છે “ આનાં કરતા તો નફરત સારી. તમે તો થપ્પડ પણ મારો છે ને એ પણ પ્રેમ થી. પછી બિચારા સંતાનો માં બાપ સામે કઈ જ ઊંચું ઉઠીને બોલી શકતા નથી. હા માં હા જ કરે છે. એક નિર્યણ જાતે લઇ શકતા નથી. કરી નાખે છે કોમ્પ્રોમાઈઝ. આવા હતાશ યુવા પાસેથી તમે શ્રેષ્ઠ સમૃદ્ધ આશાવાદી ભારતની કલ્પના જ કેમ કરી શકો ???

દર વર્ષે એવા લાખો યુવક-યુવતીઓ હશે જે ગણાતી, સમાજ, માં-બાપ નાં મુદાને લઈને અલગ થતા હશે. સામેથી બ્રેકઅપ કરતા હશે.. “ ૨૦-૨૫ વર્ષ અમે તને ઉછેરી, અમારા પ્રેમમાં શું ખોટ રહી ગઈ હતી ??” છોકરીઓ પર તો માનસિક બલાત્કાર જ થાય છે . ને છોકરી બિચારી ફેમિલીના ઈમોશનલ ડ્રામા સામે હારીને હથીયારો ફેંકી દે, ને છોકરાને કહી દે “ મને ભૂલી જજે, તને મારા કરતા સારી કોઈ મળી જશે “ આ ડાયલોગ ભારતમાં સદિયોથી ચાલ્યો આવે છે. ને ચાલતો રેશે.

ને અંતે બિચારા છોકરાઓને હંમેશા દેવદાસ બનાવાનો વારો આવે. લોકોની રંગીન ઝીન્દગીને તમે પળવાર માં ધૂળ ચાંટતી કરી દો, અરમાનોને મારી નાખો. સપનાનોની ધજીયા ઉડાવી દો. આ હિંસા જ છે. નારી હિંસા. ને લોકો વાત કરે છે આ દેશમાં ગાંધીની, અહિંસાની..... ધિકાર છે તમને ને તમારા કૃત્યો ને.....

બહુ ઓછી છોકરીઓ એવી હોય છે જે બધા બંધનો હટાવી ને ચિર ફાડ પ્રેમ કરે. ભાગી જાય, ક્રાંતિ કરે અને લગ્ન કરે. પણ આ સમાજ એને જીવવા દે તો ને ??? આવા વિચારથી પણ ઘણા લોકો હવે મનમાં એવું ભરવા લાગ્યા કે “ માં બાપ ની ઈચ્છા હોય તો જ લગ્ન કરવા, બાકી અપાવું બલિદાન “

લવ સ્ટોરી તો તોજ મહાન કહેવાય ને જો ત્યાગ, બલિદાન કરવામાં આવે ?? આ ત્યાગ નહિ કાયરતા છે. તમારામાં માં બાપ ને એ કઈ કેવાની હિંમત નથી. સમાજ સામે લડવાની હિમત નથી. તમે આ દેશ કેવી રીતે ચલાવશો ????? આ દેશ તો શુરવીરોની ભૂમિ હતો ને ?????

આ વિચારોમાં હું સંપૂર્ણ ક્રાંતીકાર છું. ટોટલ રીબેલીયન.......હું તો પ્રેમ માં કોઈ જ સીમા નથી માનતો. ના ધર્મ, નાં જાતી, નાં જ્ઞાતિ, નાં ઉમર.......યુવાનો એ હવે તોડવા જોઈએ બંધન. કરવી જોઈએ વિચારોમાં ક્રાંતિ. નહીતર કાલે તમે પણ તમારા સંતાનો પર આ જ વિચારો નાખશો, થોપશો.. ને આ ચક્ર અનંતકાળ સુધી ચાલતું રેશે. તોડો હવે દીવાલ. બોલાવી દો ભુક્કા.

અસ્તુ.

  • વિવેક ટાંક ( )
  • (આ લેખ માટે અડધી રાતે પ્રેરણા From– ફિલ્મ “ સૈરાટ )

    p.s. –

    ( મારા એક ગુજરાતી મિત્રને એક ઉતર પ્રદેશની છોકરી સાથે પ્રેમ હતો. બંને અમદાવાદમાં જ રહેતા. અમે છોકરીના ઘરે મળવા ગયા ત્યારે એના માં બાપને અમે બહુ જ સમજાવ્યા. પણ એ લોકો ટસ ના મસ નાં થયા. બાકી, છોકરો બધી રીતે છોકરીના ફેમીલી કરતા ચઢિયાતો હતો.

    અંતે છોકરીના પપ્પા એ કહ્યું કે “ આ તો અમારી છોકરી વિષે અમને પહેલા ખબર નહોતી, બાકી મેં પહેલા જ એનું માથું પટકાવીને એને મારી નાખી હોત “ અમે લોકો ક્ષણ ભાર અવાક થઇ ગયા. એક બાપ પોતાની દીકરી ને આવી રીતે નિર્દયી મારી નાખવાની ખુલ્લેઆમ વાત કરે. એ બાપ નહિ એ કાતિલ છે. કાતિલ. )