નાઝી નરસંહાર Vivek Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાઝી નરસંહાર

“આઉશવિત્ઝ” સાંભળી ને લોકો કહેશે આ વળી શુ છે ?? પણ આ એક ખૂંખાર જગ્યા છે...જ્યાં ઈતિહાસ એ સૌથી ખરાબ રંગ જોયો છે....

.....................................................................................................................................

જો યુરોપ નાં નકશાને ધ્યાનથી જોવામાં આવે તો કેટલાય દેશ આપણી આંખ સામે તરી આવે, જેમાં એક દેશ જરૂર ધ્યાન ખેંચે “ જર્મની “. આ દેશ આવે એટલે વિશ્વનાં દરેક વ્યક્તિના દિમાગમાં તરત જ તેનો આક્રમક ચેહરો ઉભરી આવે, એ માણસ એટલે નાઝીઓનો વડો “ એડોલ્ફ હિટલર”

આવે છે યાદ હવે કાંઈ? હિટલર આવે એટલે બીજું વિશ્વ યુદ્ધ અને પેલા યહૂદીઓનો મહા નરસંહાર, હિટલરે લાખો JEWS (યહૂદી ) લોકો ને ગેસ ચેમ્બર માં ગુંગળાવી મારી નાખ્યા હતા એ કોણ નથી જાણતું ?? બસ કદાચ આપણે આટલુ જ સાંભળ્યુ હશે, પણ આ માત્ર અંતિમ સત્ય જ છે, અત્યાચારો ની દાસ્તાન તો બહુ મોટી અને હૃદય કંપાવી નાખે એવી ભયંકર છે.

હિટલર ને જ્યુ(યહૂદી) લોકો પ્રત્યે ખુબ જ સખત નફરત હતી, જર્મની, પોલેન્ડ, ફ્રાન્સ, વગેરે મા જ્યુ લોકો ખુબ જ આગળ હતા….હિટલર ને તેનાથી જલન થતી, બીજા વિશ્વયુદ્ધમાં જર્મનો ની હાર પણ યહુદીઓના માથે જ નાખી હતી....

જન્મ થી ઓસ્ટ્રીયન હોવા છતાં જર્મની થી રંગે રંગાયેલ આ માણસ પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ-ફ્રાંસ સામે, જર્મની તરફથી એક સૈનિક તરીકે લડેલો. પણ ઘાયલ થવાથી હોસ્પિટલ માં પડ્યો હતો ને વિશ્વયુદ્ધ નાં સમાચાર સંભાળતો અને અંતે સમાચાર મળ્યા કે “ જર્મની નો રાજા કૈસર હારી ગયો, તે બધું છોડી હોલેન્ડ ભાગી ગયો. જર્મની યુદ્ધમાં પછડાયું “ ને પથારી માં રહેલા આ માણસે ભવિષ્ય માં ફરી જર્મની ને દુનિયા નાં નકશામાં આગવું સ્થાન આપવા મનમાં દ્રઢ નિશ્ચય કર્યો. અંતે નાઝી પક્ષ ની સ્થાપના કરી જર્મનીનાં રાજકારણ માં ભાગ લીધો અને સરમુખત્યાર બની ને બહાર આવ્યો. ને લાખો યહુદીઓ નો સંહાર કર્યો અને આખા યુરોપને તલવારની અણી પર નાચાવ્યું

યુદ્ધનાં મેદાનમાં એક બ્રિટીશ સૈનિક એ પોતાની સામે રહેલા ૨ માણસ સામે બંદૂક તાકી અને એક માણસને ત્યાં ને ત્યાં જ ખતમ કરી નાખ્યો ને બીજા ને દયા દ્રષ્ટિ દાખવી છોડી દીધો. ને બીજો બચી ગયેલ એ માણસ એટલે “ એડોલ્ફ હિટલર “.

હિટલર અને તેના નાઝીઓએ યહુદીઓ લોકો પર જે અત્યાચારો કર્યા તે કદાચ નર્ક માં યમરાજ પણ કરતા શરમાય
આ બધા અત્યાચાર માટે હિટલરે યહુદીઓ માટે અલગ અલગ છાવણી( કેમ્પ ) બનાવી હતી, જેમાં સૌથી ખૂંખાર, અત્યાચારી, છાવણી એટલે “આઉશવિત્ઝ ” (Auschwitz )

(તસવીર – “આઉશવિત્ઝ” મુખ્ય દરવાજો )

હિટલરનાં નાઝીઓએ યહુદીઓ પર જે અત્યાચારો કર્યા તે લખવા જઈએ તો પાનાઓ કે બૂક ભરાઈ જાય ને તોય ઓછા પડે, પણ છતા પ્રયત્ન કરી સંક્ષિપ્ત માં થોડો ઈતિહાસ ફરી ખોલું છું.

હિટલર પાસે વાણી નો જાદુઈ ચમત્કાર હતો, આનો દુરુપયોગ કરી તેણે બધા જર્મનો- નાઝીઓ ને ખુબ ભડકાવ્યા કે જ્યુ-યહૂદી લોકો જ આપણા ખરા દુશ્મનો છે, જો તમે લોકો ખરા મર્દ હોય તો તેનો જર્મની માંથી જડમુળ થી નાશ કરો, એક પણ જ્યુ બચવો ના જોઈએ. હિટલર એ તો ત્યાં સુધી જર્મનલોકો ને કહેલું કે “ આ યહૂદીઓ ને મારવામાં તમારા દિલ લોખંડનાં નહિ પણ વજ્ર નાં હોવા જોઈએ “ એટલે નાઝીઓને કદી એ બાબતે સહાનુભૂતિ નાં થાય કે આ ખોટું છે.

અને પછી શરુ થયુ અત્યાચાર નુ ફિલ્મ…...


નાઝિઓ એ જ્યા-જ્યા જ્યૂ-યહૂદી લોકો દેખાયા ત્યા જઈ તેના મકાનો, દુકાનો માં ભાંગ-ફોડ કરિ, સમાન ફેક્યા, સળગાવ્યા. હિટલરે વટહૂકમો બહાર પાડી તેનો સંપતિનો અધિકાર છીનવી લીધો. દરેક યહૂદી એ પોતાના ખભા પર “ છ ખુણીયો સ્ટાર “ પહેરવો ફરજીયાત હતો. આથી કોઈ પણ યહૂદી ને જાહેર માં ઓળખી શકાય, રોકી શકાય અને તેનું જાહેર માં રેગીંગ લઇ શકાય.

પોતાના જ દેશ મા જ્યુ-યહૂદી લોકો ગુલામ બન્યા હતા ( આઇનસ્ટાઇન પણ જ્યુ જ હતા, અને એ માટે જ તે જર્મની છોડી અમેરિકા ચલ્યા ગયા હતા)

દરેક શહેરો ગામો થી યહુદીઓને તેના ઘર ખાલી કરવાનો આદેશ અપાયો અને લોકો એ પરિવાર સાથે પહેરેલા કપડે, પોતાનું બધું જ છોડી ને નીકળી જવું પડ્યું. ગામ નાં પાદરે યહુદીઓના ટોળાઓ ઉભરાયા. ત્યાંથી હવે તેમનું અલગ રીતે વર્ગીકરણ કરવામાં આવતું. પરિવાર માંથી બધાને અલગ કરી દેવામાં આવતા. સ્ત્રી, બાળકો, યુવાનો અને વૃદ્ધો આવા સમૂહ બનાવવામાં આવતા. અને તેને અલગ અલગ છાવણીમાં મોકલવામાં આવતા. નાના બાળકો માં-બાપ થી છુટા પડાતા ત્યારે બાળકો અને માં ચિકાર રડી ઉઠતી, દિલ માં ભયંકર વેદનાઓ ઉઠતી પણ એ અવાજ સાંભળનારું ત્યાં એ દિવસે કોઈ જ નાં હતું. અવાજ શમી જતો. આંસુ દર્દ વેદના રહી જતી.

પછી ધીરે ધીરે નાઝિઓ જ્યુઓ ને પકડી પકડી “આઉશવિત્ઝ” ની છાવણી માં પુરવા લગ્યા, જ્યુઓ ની ઓળખ માટે ગરમ કરેલા સળીયાઓ થી તેના શરીર પર “Star” નુ નિશાન કરવામાં આવતુ.
લાખો ની સંખ્યા મા અલગ અલગ જગ્યા એ થી અહીં જ્યુઓ ને ભેગા કર્યા, કાળ કોટડી માં ઠાંસી ને ભર્યા, અને પછી જેમ પ્રયોગ શાળા માં કેમીકલ્સ સાથે પ્રયોગ થાય તેમ અહી લોકો સાથે જુદી જુદી મૌત ની પધ્ધતીઓના પ્રયોગો થતા…

સ્ત્રીઓ ને નગ્ન કરી, તેના માથા ના વાળ ખેરવી, ટકો કરાવી કતારમા દિવસો સુધી ખડી કરવામાં આવતી, તમામ કપડા ઉતારીને એક મોટા હોલ માં જવાનું ને ત્યાં તેમના પર ઉપર સખત ગરમ પાણીનાં ફુવારાઓ ચાલતા અને લોકો ની ચામડી સળગી ઉઠતી, આખો હોલ ચીસો થી ગુંજી ઉઠતો.....પણ એને બચાવનાર કોઈ કૃષ્ણ ત્યાં જ ન હતો...


ને પછી દસ-દસ ની એક કતાર કરી તેને બંધુક ધારી નાઝીઓ ગોળીએ દેતા, તો ઘણી વાર તેની સાથે બળાત્કાર પણ થતા. બધું ચુપ ચાપ સહન કરવાનું કારણ કે અહીંથી ભાગવાનું શક્ય ન હતું.

તિક્ષ્ણ સોયો ને આંગળા માં ઘુસાડતા, હાથ બાંધીને સળગતી સગડી પર કલાકો સુધી મોં રાખવામાં આવતુ, ને પછી તેને તરફડી ને મરવા માટે છોડી મુકતા, કડકડતી ઠંડ માં બરફ પર સુવાડી તેના પર ઠંડા પાણી ની પાઈપ છોડતાં.

જર્મન સાયન્ટીસ્ટો મૌત ની નવી રીતો શોધવામાં વ્યસ્ત રહેતા..

રોજ લાખો જ્યુઓ ને પકડી અહી ટ્રેન દ્વારા લવાતા, ટ્રેન માંથી ઉતરે એટલે તેનુ આયુષ્ય માત્ર ૧૫ દિવસ નુ જ હોય….

જેલ જેવી જ અહી અનેક કોટડીઓ હતી, જેમા બધા ને ખીચો ખીચ ભરી ને પછી કાર્બન મોનોક્સાઈડ છોડવામા આવતો, તો ક્યારેક ઝેરી ઇંજેકશનો આપતા, તો ક્યારેક ઉંડા ખાડાઓ કરી, કતારમા લોકો ને ઉભા રાખી એક પછી એક ને તેમાં ધક્કો મારીને મારી નાખવામાં આવતા, તો ક્યારેક સાઈનાઈડ ના ઝેરી ફુવારાઓ લોકો પર છાંટતા ને મજા લૂંટતા, લોકો તો જાણે જંતુઓ મરે તેમ થોડી જ વારમાં ટપો ટપ મરવા લાગતા, ને થોડી જ વાર માં લાશો નો ઢેર થઈ જતો..

ત્યાર બાદ એક વૈજ્ઞાનિકે ઓછી મહેનતે વધુ લોકો ને મારવાની ગેસ ચેમ્બર ની રીત શોધી, જેમ આપણે કેરોસિન- પેટ્રોલ ની લાઈન માં ઉભા રહિએ તેમ જ્યુ લોકો ને ગેસ ચેમ્બર ની બહાર મરવા માટે ઉભા રખાતા, અને દિવસો સુધી ખાવાનુ કશુ જ આપવામા ના આવે, કેટલાય તો ચેમ્બર મા જતા પહેલા જ ભુખ્યામરી જતા…ને જ્યારે ખાવાનું અપાય તો એક વાન આવે અને ટોળે વળેલા યહુદીઓ પર બ્રેડ નાં ટુકડાઓ ફેંકે અને લોકો એ ટુકડો લેવા તરસે, દોડે, ઝઘડે. જેમ આપને કુતરાને રોટલીઓ નાખીએ એમ જ.....


માત્ર થોડી જ સેકન્ડો માં લાશો ન ઢગલાઓ થઈ જતા, ને પછી બધા ને સામુહીક રીતે બાળી દેવાતા, જો ભુલથી કોઇ બચી પણ ગયું હોય તો તેને જીવતા જ પકડી ને આગની ભઠીમાં રીંગણા શેકાય તેમ શેકી નાખતા…અત્યાચારો ની કોઇ જ હદ ના હતી અહીં..

નાઝીઓ એટલા તો ક્રુર હતા કે તેના હ્રદય પથ્થર ના નહી પણ ગ્રેનાઈટ જેવા મજબુત હતા…જ્યુ લોકો ને અલગ અલગ રીતે મારવા નો તેને ખુબ જ આનંદ આવતો
આ તો માત્ર એક છાવણીની વાત થઈ, આવી કુલ ૨૨ હતી, જેમા આ છાવણી-કેમ્પ સૌથી વધૂ ખતરનાક હતી..

બીજા વિશ્વયુધ્ધમાં હિટલર એ પોતાના મિત્ર દેશ રશિયા પર આક્રમણ કરી ને પોતાના પગ પર કુહાડા મારી લીધા અને એ પછી જર્મન સેના હારતી રહી, રશિયા, બ્રિટન, અમેરિકા, ફ્રાંસ એ જર્મની ની ઘેરી લીધું, હિટલરે આત્મહત્યા કરી, નાઝી સૈનિકો પકડાયા અને આ ખૂંખાર કેમ્પ-છાવણી ત્યારે હાથ લાગી. પછી આ બધી જ હકિકતો બહાર આવી, અને બધા ની ત્યાંથી સહી સલામત છોડાવાયા. ત્યા સુધી કોઇ ને પણ આ વાત ની ગંધ આવી ના હતી.

યહૂદીઓ વિશ્વના તમામ દેશ માં લઘુમતીમાં છુટા છવાયા હતા, આથી જ આ યહુદીઓએ હવે પોતાની બહુમતી વાળા અલગ દેશની લડત ચલાવેલી, જેથી વિશ્વમાં હવે ક્યારેય પણ આવા અત્યાચાર થાય તો પોતાની બહુમતી વાળા દેશમાં આશ્રય લઇ શકાય. આ અલગ દેશ આજે ઇઝરાયલ તરીકે ઓળખાય છે.

આ નરસંહાર ૨૦ મી સદી ની સૌથી ખતરનાક, જીવલેણ, અને શરમજનક ઘટના છે, એવુ ઈતીહાસકારો નોંધે છે. ૨૦૦ વર્ષમા જે અત્યાચારો અન્ગ્રેજોએ નથી કર્યા તે નાઝિઓએ ૧૦ વર્ષમા પોતાના જ દેશ ના જ્યુઓ (યહૂદીઓ) પર કર્યા.

આ જે કાંઈ પણ લખ્યું છે એ તો હજુ થોડો અંશ છે, માત્ર TRAILER ! જ સમજો ને...............

# હિટલર સતામાં કેવી રીતે આવ્યો ? જર્મન લોકો શા માટે એને આટલું મહત્વ આપતા થયા ?? અને યુરોપ હિટલર થી કેમ આટલું ધ્રુજતું હતું ? એ યુરોપ નો સ્વામી કેમ થયો ? એ વિષે વધુ જાણવા માટે ઈતિહાસનાં આગળ નાં Article વાંચતા રહેજો.......