Varnvyavstha Bharat Patanani kahani books and stories free download online pdf in Gujarati

વર્ણવ્યવસ્થા ભારત પતનની કહાની

“ મનુસ્મૃતિ “ – વર્ણવ્યવસ્થા & ભારત પતનની કહાની

અને ભારત દેશને વર્ષો સુધી પાંગળો રાખવાનું કામ વર્ણવ્યવસ્થાએ કરેલ છે. કર્મ આધારે પાડેલી આ વ્યવસ્થામાં ૪ વર્ણ – બ્રાહ્મણ, ક્ષત્રીય,વૈશ્ય, શુદ્ર નો સમાવેશ થતો હતો. પણ બાદમાં આ વ્યવસ્થા ચુસ્ત બની અને કર્મના બદલે જન્મ આધારિત બની અને સમાજમાં હહાહાકાર મચાવી દીધો. સૌથી વધુ ખરાબ હાલત તો શુદ્રોની કરી.

આ બધાને પોષવાનું કામ “ મનુસ્મૃતિ” એ કરેલ છે. આ એક એવી ભ્રષ્ટ બૂક છે કે જેના આધારે આખો હિંદુ સમાજ ચાલતો હતો. આ બૂકમાં સમાજ કેમ ચલાવવો, દરેક વર્ણ એ કેવી રીતે રેવું? , શું ખાવું ? શું પીવું ? કોની સાથે લગ્ન કરવા ? કેમ યજ્ઞ કરવો ? કોને ગુલામ બનાવવા ? કોને કેટલો દંડ દેવો ? કને શિક્ષણ આપવું ? ક્યાં વર્ણ એ કેમ બોલવું ? ક્યા પશુની હિંસાથી કેટલું પુણ્ય મળે ? તેવી જાત જાત ની હજારો ફાલતુ વાતો કરી છે. ને પંડિતો આને આપના ધર્મ નો સમાજ નો મોટો આધાર માને છે. ડૂબી જવું જોઈએ એ લોકોએ શરમથી, કે આને એ ધર્મ કહેવડાવે છે. આ ધર્મ નહિ આ અધર્મનું મૂળ છે. તમે સમાજ ને આ બૂક્નો આધાર અઆપી લુંટતા રહ્યા, ને સોનાની ચીડિયા વાળા ભારતને ભિખારીની ચીડિયા બનાવી દીધું.

તમે આ આખી બૂક વાંચો તો ખબર પડે કે આ છે શું?? આટલી હદે પક્ષપાત.?? આવું કોઈ ભગવાન તો નાં જ કરે. ને લોકોએ “મનુ” ને ભગવાન તરીકે ચીતરીને શાસ્ત્રોમાં આવું કહ્યું છે એમ કરીને કોઈ જ અન્યાય કરવામાં બાકી નથી રાખ્યું. સ્ત્રી અને શુદ્રો ને તો મનુસ્મૃતિ એ સાવ તુચ્છ કહી દીધા છે અને બ્રાહ્મણોને પૃથ્વી પર સૌથી મહાન.

મનુસ્મૃતિનાં થોડા શ્લોક જોઈએ – ( સંસ્કૃત માંથી ગુજરાતીમાં અનુવાદિત )

 • લોકોની વૃદ્ધી માટે પ્રભુએ પોતાના મુખ માંથી બ્રાહ્મણ, હાથ માંથી ક્ષત્રીય, સાથળ માંથી વૈશ્ય એ પગ માંથી શુદ્ર ને સર્જ્યા છે. ( હાય રે આવો ઈશ્વર .....? આવો મારો ઈશ્વર નથી. )
 • શાસ્ત્રો માત્ર બ્રહ્મનોએ ભણવા- અને ભણાવવા, બ્રાહ્મણ સિવાય તે કોઈ પણ ભણવું કે ભણાવવા નહિ. ( એક જ વર્ણને ઠેકો હતો )
 • બ્રાહ્મણએ પોતાના અને તેનીથી નીચેના વર્ણની કન્યા સાથે લગ્ન કરવા, ક્ષત્રિયોએ એ પોતાના અને તેથી નીચેના વર્ણની સ્ત્રીઓ સાથે, અને વૈશ્યોએ પોતાના અને તેથી નીચેના વર્ણનીસ્ત્રી સાથે અને શુદ્ર ને માત્ર શુદ્ર વર્ણ ની સ્ત્રી સાથે જ લગ્ન કરવા. ( એટલે બિચારા શુદ્રો ની સ્ત્રીઓ ઉપર બધા લગ્ન કરી શકે એટલે કુંવારા તો શુદ્રો જ રહે ... બાબાજી કા ઠુંલ્લું )
 • ત્રીસ વર્ષના પુરુષે બાર વર્ષની કન્યા પસંદ કરવી.
 • સ્ત્રીઓએ કોઈ પણ કાર્ય પોતાની રીતે સ્વતંત્ર નાં કરવું.
 • પતિ સદાચાર વિનાનો હોય, પર સ્ત્રીમાં કામાસક્ત હોય, વિદ્યા થી રહિત હોય ( સાવ નઠારો હોય ) તો પણ સ્ત્રીએ તેની દેવ માફક સેવા કરવી
 • સ્ત્રી અને શુદ્ર નરક ની ખાણ સમાન છે.
 • હલકી જાતિનો પુરુષ ઉપરના વર્ણની કન્યા ને સેવે તો તેનો તત્કાલ વધ કરવો.
 • વ્યભિચાર ( સ્ત્રી સાથે અયાશી ) જો બ્રાહ્મણ કરે તો તેનું માત્ર માથું મુડાવી નાખવું પણ અન્ય કોઈ વર્ણનાં કરે તો તેને દેહાંત દંડ ની સજા કરાવી.
 • બ્રાહ્મણ ગમે તેટલા પાપમાં ડૂબ્યો હોય તોપણ તેને દેહાંત દંડ ના જ કરવો.
 • પુરુષોએ સ્ત્રીઓને દિવસ રાત અસ્વતંત્ર જ રાખવી. સ્ત્રી કડી પણ સ્વતંત્ર ન થઇ શકે.
 • પતિ પ્રમાદી હોય, ગાંડો હોય, રોગી હોય તો પણ જે સ્ત્રી તેની આજ્ઞામાં નાં રહે તો તે સ્ત્રીને ઘરેણા વગેરે છીનવીને ત્રણ મહિના સુધી ત્યાગી દેવી.
 • બ્રાહ્મણને મારવા માટે માત્ર કોઈ વસ્તુ ઉગામી હોય તો પણ સો વર્ષ સુધી નરકમાં રહેવું પડે અંને હત્યા કરી હોય તો હજાર વર્ષ સુધી નરક ભોગવવું પડે.
 • માછલીના માંસ થી ૨ મહિના, હરણના માંસ થી ૩ મહિના, ઘેટાના માંસ થી ૪ મહિના, પક્ષીના માંસ થી ૫ મહિના, બકરાના માંસ થી ૬ મહિના, મૃગ નાં માંસ થી ૮ મહિના, સસલાં અને કાચબાનાં માંસથી ૧૧ માસ સુધી પિતૃઓને તૃપ્તિ રહે છે.
 • શૂદ્રોને સીક્ષાનો કોઈ અધિકાર નથી. જે બ્રાહ્મણ શુદ્રને ધર્મનો ઉપદેશ આપે છે તે શુદ્રની સાથે અસંવૃત નામના નરકમાં ડૂબે છે.
 • યજ્ઞ માટે માંસ ખાવું એ દેવ વિધિ છે.
 • બ્રહ્મા એ પશુઓને યજ્ઞ માટે જ સર્જ્યા છે. આથી આ વધ વધ નથી. આ પશુઓ ઉતમ ગતિ પામે છે.
 • વિધવા સ્ત્રીએ પર પુરુષનું નામ પણ નાં લેવું અને આજીવન બ્રહ્મચર્ય પાળવું. ( પણ કોઈ વિધુર પુરુષ એ આ કરવાની જરૂર નથી, એ બીજા લગ્ન કરી શકે )
 • જો શુદ્રોએ સ્વર્ગની પ્રાપ્તિ કરાવી હોય તો બ્રાહ્મણ ની જ સેવા કરવી.
 • શુદ્રોએ ધન સંગ્રહ નાં કરવો, અને બ્રાહ્મણ ધારે તો પોતાની કપરી સ્થિતિમાં શુદ્રો નું ધન તેને પૂછ્યા વિના જ લઇ શકે.
 • તમામ દાન માત્ર બ્રાહ્મણ ને જ આપવું. તો જ સમૃદ્ધી
 • ( આ તો માત્ર ટ્રેઇલર જ છે. આખી મનુસ્મૃતિ આવી જ ભ્રષ્ટ વાતોથી જ ભરપુર છે )

  આટલા શ્લોકો જોતા જ લાગે કે પૂરે પૂરો પક્ષપાત છે. સ્ત્રી અને શુદ્રોની તો કોઈ વેલ્યુ જ નહિ. ( ખાલી ભોગવાવનું સાધન અને વસ્તુ ગણી ને ઉપયોગ કરો એવું ??? ) ( અપમાન અપમાન )

  આ પ્રાચીન સંસ્કૃતિ આ સમાજ. ???

  અને આ જ મનુસ્મૃતિના આધારે ભારતમાં હજારો વર્ષો સુધી ન્યાયની પ્રક્રિયા ચાલતી. એટલે ઘોર અન્યાય સિવાય બીજું આ કઈ જ નથી. આ ધર્મ શાસ્ત્ર નહિ અધર્મ શાસ્ત્ર છે. અને તેને લખનારા અને પાલન કરાવનારા અધર્મીઓ કહી શકાય .

  આખી મનુસ્મૃતિમાં એક વર્ગનો દબ દબો છે. અને સમયે સમયે તેમાં વધુ ને વધુ શ્લોકો ઉમેરીને એક જ વર્ગ નું પ્રભાવ રહ્યો. ક્ષત્રિયો ને બ્રાહ્મણ વર્ગ ના રક્ષક કહ્યા છે. એટલે આ ૨ વર્ગ નો જ પ્રભાવ. બાકી બધા તો ઝીંદગી ખાલી જીવવા ખાતર જીવે.

  ૨ જુદા જુદા વર્ણના સ્ત્રી પુરુષથી ઉત્પન્ન થતા સંતાનોને વર્ણસંકર કહેવાતા અને તેઓ વિવિધ કામ કરતા જેમ કે, કડીયા કામ, કુંભારી કામ, દરજી કામ, શિલ્પ કળા અને તેમાંથી જ તેના કામ થી જ પછી વિવિધ જ્ઞાતિઓ પેદા થઇ.

  આ મનુસ્મૃતિનો કાશીના પંડિતો આજે પણ બચાવ કરે છે. અને તેને મહાન ગણે છે. એ લોકો કઈ સદીમાં જીવતા હશે ??? ને આવા પંડિતો ની વાત સાંભળી મુર્ખ લોકો પોતાની બુદ્ધીને પણ બે કોડીને બનાવે છે. એના પગ નું પાણી પીવે છે. એની વ્યક્તિ પૂજા કરે છે. એના કરતા તો શાસ્ત્રોના અજ્ઞાન વાળો કબીર સારો.

  દરિયો ઓળંગવો એટલે પાપ એવું કહી દેવામાં આવેલ શાસ્ત્રોમાં. આપણો એક પણ માણસ ચીનના યાત્રાળુઓ ફાહિયાન કે હ્યું એન ત્સંગ ની જેમ વિદેશ યાત્રા એ ગયો, એવું સાંભળ્યું છે ??? આપણે કોઈ મહાન દેશ પર કદી આક્રમણ કરી શક્યા ?? એવું કડી જોયું છે ?? સિકંદર, નેપોલિયન કેટલા પેદા કર્યા આપણે ???

  ને અહી ભારત માં કોણ કોણ નથી આક્રમણ કરી ગયું ?? શક, હૂન, કુષાણ, ગ્રીકો, ઈરાનીયનો, મોન્ગોલો, તુર્કો, અફઘાનો, પોર્ટુગીઝો, દાચો, અંગ્રેજો, ફ્રેન્ચો, બધા એ આપણને હરાવ્યા. આપણે તો હંમેશા કહેતા કે “ આવો બનાવો અમને ગુલામ ” . કેમ આમ બન્યું ???? વર્ણ વ્યવસ્થા ને કારણે આપને એટલા શુરવીરો પેદા જ નાં કરી શક્યા. કે આ બધા સામે રક્ષણ કરી શકીએ. માત્ર ૫ % ક્ષત્રિયો સમાજ માં હતા. ને ૭૦ % સ્ત્રીઓ અને શુદ્રો હતા. ( સોચો ઠાકુર !!! )

  આટલી બરબાદી ઓછી છે ??? કે હજુ આપણે જ્ઞાતિ પ્રથાની ચુસ્ત વાળ માં ફરી એકતા ખોઈ બેસીએ ને ફરી કોઈ આપણને ગુલામ બનાવે ?? હવે તો જાગીએ. ઈતિહાસ માંથી કૈક તો સમજીએ.

 • વિવેક ટાંક (આ લેખમાં કોઈને ઉતારી પાડવાનો ઈરાદો નથી તો કોઈએ અંગત નાં લેવું )
 • બીજા રસપ્રદ વિકલ્પો

  શેયર કરો

  NEW REALESED