THE LAST NIGHT 4 Poojan N Jani Preet (RJ) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

THE LAST NIGHT 4

લેખક વિશે :-

પૂજન નીલેશભાઈ જાની ભુજ કચ્છના વતની છે. હાલમાં તેઓ વડોદરાની પ્રતિષ્ઠિત M.S.UNIVERSITY માં એન્જીનીયરીંગ નાં ૨જા વર્ષમાં અભ્યાસ કરે છે. ધોરણ ૧૨ નાં વેકેશન થી જ કાઈક નવું કરવાની અદમ્ય ઈચ્છા તો હતી જ, જે જન્મભુમી અખબાર જૂથના કચ્છ વિભાગના દૈનિક કચ્છમિત્ર નાં સહકાર થી સાકાર થઇ. દોઢ વર્ષમાં આશરે ૧૫ જેટલા લેખો પ્રસિદ્ધ કરી આગળ વધવા પ્રોત્સાહન આપ્યું, એ માટે કચ્છમિત્ર નો અંત:કરણ પૂર્વક આભાર માનું છું.

આમ તો, એન્જીનીયરીંગ અને સાહિત્ય સમંદર નાં બે કિનારા છે, પણ આ બંનેના સુભગ સમન્વય થી જ સાહિત્ય જગતમાં પા-પા પગલી માંડી રહ્યો છું. વાંચવાનો, ફિલ્મોનો ગાંડો શોખ અને નવું જાણવાની ઇચ્છાએ આ શોખ ને પંખો મળી છે.

અત્યાર સુધીની માતૃભારતી ની યાત્રાએ, મિત્રો, સગસબંધી તથા જાહેરજીવનમાં એક અણધાર્યો વળાંક જોવા મળ્યો છે. આ યાત્રામાં જોડાવા બદલ આભાર.

આ સાથે આભાર મારી સૌથી ખાસ મિત્ર અને મારી બહેન ભવ્યાનો જે ક્યારેય મારા લેખો નથી વાંચતી પણ હંમેશા ટાઈપીંગ અને ભાસશુધ્ધી માં સાથે રહે છે.

Facebook : n. jani

jawanizindabadonlinearticleseries

Email :

Whatsapp : 7874595245

મારી વાત
બહુ લાંબા સમયથી કાંઈ કાલ્પનિક એટલે કે ફીકશન લખવાની ઇચ્છા હ્દયમાં હતી. કાલ્પનિક નોવેલ લખવી એટલે એના દરેક પાત્રને તમે હો એ રીતે જીવવું પડે, તેની જ દુનિયામાં રચ્યા પચ્યા રહેવું પડે. ખૂબ જ સારું શિસ્ત માંગી લે એક સારી રચના....
અહીં મુકેલી એક લઘુ કથા મારી ક્ષમતા જાણવા મુકેલી છે આ કોઈ નવલકથા નથી કે જેમાં રસિક વર્ણન હોય. એક સાદી અને પોઇન્ટ ટુ પોઇન્ટ ટૂંકી વાર્તા છે.
6 મિત્રો એક લાગણીના તાર કહો કે વિજાતીય આકર્ષણથી જોડયેલા છે. મસ્તી અને મજાકના મદહોશ વાતાવરણમાં એક ઘટના બની જાય છે તેની આસપાસ રચાયેલી વાર્તા છે.......

ધ લાસ્ટ નાઈટ – 4

આગળ આપણે જોયું કે મિ.જાની સુરત જવાની વાત કરે છે અને સાથે રાણાને પણ રાખે છે તો બીજી તરફ અહી કમાતી બાગમાં સંજય અને અંજના વચ્ચે બોલાચાલી થઇ જાય છે આથી સંજય ભાવુક થઇ અમુક વાતો કહી દે છે જેથી ફરી સાર-વાના થઇ જાય છે હવે આગળ...

...... ...... ......

આઈસ્ક્રીમની મજા માણતા તેઓ પોતાની હોસ્ટેલમાં જવા નીકળે છે. રસ્તામાં તેઓની નજર વોક કરનારા વડીલો અને પ્રેમમાં મગ્ન એવા યુવક અને યુવતી પર પડે છે જેઓ એકબીજાનાં હાથમાં હાથ નાખી ચાલી રહ્યા હતાં તો ક્યાંક એકાંતમાં પ્રેમ કરતાં જોડલ દેખાઈ રહ્યા હતાં. આ બધા વચ્ચેથી તેઓ ભારે પગે ચાલી રહ્યા હતાં તેઓ મજાકના મુડમાં જરૂર હતાં પણ ક્યાંક હૃદય માં ઉચાટ હતો. કોઈ કશું બોલ્યા વગર ચાલી રહ્યું હતું ત્યાં જ રિતિકા એ વાતની શરૂઆત કરી "આજે મિ.જાનીના કાઈ સમાચાર કે ના"

"હાં તેઓ શહેરની બહાર જઈ રહ્યા છે એવું કહેતા હતાં સાંજે" વિરલે કહ્યું.

"હાશ શાંતિ થઇ જીવ લઇ લીધો હતો એમણે " સંજય હસતા અવાજે બોલ્યો.

ફરી સૌ શાંત થઇ ગયા અને કમાતી બાગની બહાર નીકળી ગયા. કમાટી બાગની કલબલ છોડી ફરી ઘોંઘાટ માં પાછા ફરવા તેઓ રીક્ષામાં બેસી હોસ્ટેલે પહોચ્યાં.

..... ..... .....

"લ્યો આવી ગયો ડ્રાઈવર ચલો જાની સાહેબ રેડી ફોર સુરત ?" રાણા બોલ્યો

"યસ ચલો સુરતની સવારી કરવા" મિ.જાની કર તરફ આગળ વધ્યાં અને બોલ્યાં "ભઈલુ કેટલો સમય લઈશ બોલ?"

"સાહેબ આમ તો હાઈ-વે પર ગાડી ૧૦૦ ની નીચે તો નહિ ચાલે આપણી મારી ગણતરી મુજબ જો સામાન્ય ટ્રાફિક હોય તો બે થી અઢી કલાક બહુ છે"

"સરસ તો ચાલો નીકળીએ" મિ.જાનીએ કહ્યું

કાર ઉપડી સયાજીગંજ પોલીસ સ્ટેશન થી ઉપડી અને વડોદરા સુરતનાં એક્સપ્રેસ હાઈવે પર ગાડીએ સ્પીડ વધારી થોડી જ વારમાં ગાડી હવા સાથે વાત કરવા લાગી અને વડોદરા પાછળ છુટી ગયું. સરસ ગીતોની મહેફીલ જામેલી હતી, નવા ગીતોના નશામાં મિ.જાની ડૂબી ગયા હતાં તો રાણા પણ રીલેક્ષ થઇ ગયો હતો. ભરૂચ આવવાની તૈયારી હતી ગાડી પણ ધીમી પડી ત્યાં મિ.વ્યાસનો ફોન મિ.જાનીને આવ્યો" સર અંજનાએ સ્યુસાઈડ ની કોશિશ કરી છે."

"વોટ? કેમ સાંજે તો સાથે જ હતાં ને તેઓ." મિ.જાનીએ તરત જ રીએક્ટ કર્યુ.

રાણાએ ગીતો બંધ કરવાનો ઈશારો કર્યો અને ગાડી ચાલુ રાખવાનું કહ્યું.

"જીવતી નશો કાપી લીધી છે મેડમે અત્યારે તે બેહોશ છે" મિ.વ્યાસ બોલ્યાં

"હમ્મ ટેક કેર ઓફ હર" મિ.જાનીએ ફોન કટ કર્યો

"શું પાછા જવું છે?" રાણા બોલ્યો

"અરે કાં આપણા જવાથી બચશે એવું કોને કીધું" જાની ટીખળ કરતાં બોલ્યાં

"હાં વાત તો સાચી સર ભરૂચ પણ આવી ગયું હવે તો"

ફરી એ જ નિરવ શાંતિ છવાઈ ગઈ કારમાં અને કાર એ જ સ્પીડમાં દોડવા લાગી અને થોડી વારમાં અંકલેશ્વર, કામરેજ પાસ કર્યા બાદ સુરત તરફ જમણી બાજુ કારે ટર્ન માર્યો...

જેવો ગાડીએ ટર્ન લીધો ત્યાં જ ગુજરાત નું ડાયમંડ સીટી એવું સુરત નજરે પડ્યું 'welcome to Surat' મહાનગર પાલિકા નું બોર્ડ ગાડીએ ક્રોસ કર્યુ અને ગાડીએ વરાછા તરફ ગતિ વધારી. ડાયમંડ સીટી ખરેખર અદભુત હતી. ઠેર ઠેર બનેલા ઓવરબ્રીજો અને તેના પર ચાલતી ઓડી. મર્સીડીઝ જેવી કારો સિટીના વિકાસ ની ઝલક પૂરી પાડતી હતી.

' સર કોના ઘરે પ્રથમ જવું છે?' રાણા બોલ્યો

'પહેલા રૂષભ નાં ઘરે જઈએ ત્યાં જમી અને કાલે સવારે શ્રેયા ને ત્યાં, પછી બરોડા' મિ. જાની એ આખો પ્લાન જણાવી દીધો.

' એટલે કેસ સોલ્વ અને પરમ દિવસે પાછા ગાંધીનગર એમને' રાણા એ હળવા શબ્દમાં કહ્યું.

'ઠાકર કરે એ ઠીક રાણા!'

સીટી વિસ્તારની ટ્રાફિક ને લીધે કાર ખુબ ધીમી ચાલતી હતી અને વારંવાર બ્રેક વાગતા હતાં પણ જાની ખુબ સ્વસ્થ હતાં એક પછી એક ઓવરબ્રીજ પસાર કરી કાર વરાછા પહોચી. એક એવો વિસ્તાર જ્યાં સૌરાષ્ટ્રના ખાસ્સા પાટીદારો રહે છે. એરિયા સમૃદ્ધી તો મકાનના બાંધકામ અને આગળ પાર્ક કરેલી કારોની હારમાળા થી ખબર પડતી હતી.

" સાહેબ આ રૂષભ નાં ઘરનું એડ્રેસ" રાણા એ ઝીણી ચબરખી આપતા કહ્યું.

"ડ્રાઈવર સાહેબ લ્યો આ સ્થળે દોરી જાવ અમને" મિ જાની બોલ્યા

"યસ સર"

" સર રૂષભ પૈસાવાળી પાર્ટી લાગે છે, નહિ તો આટલા મોટા એરિયામાં થોડો રહે. અને એક વાત તો જોઈ કે આવા નબીરાઓ જ ઉંધા રવાડે હોયછે માં માયાળુ, બાપા દયાળુ અને છોકરો રખડું, માં-બાપ ધંધા માં વ્યસ્ત અને છોકરાઓ જલશા માં મસ્ત" રાણાએ બળાપો કાઢતા કહ્યું.

"જોઈએ રાણા તારી કેટલી વાત સાચી પડે છે તારું ગણિત ક્યાં લઇ જાય છે એ તો નહિ ખબર પણ ત્યાં આ વાતો ન કરતો પાછો" મિ. જાની આખો પરથી ગોગલ્સ ઉતારતા કહ્યું.

રાણા થોડો ઝખવાયો અને મનોમન સમજી ગયો કે તે વધારે બોલી ગયો હતો.

" સાહેબ 221B 'મંગલમ' , દર્શનભાઈ નસીત આ રહ્યું રૂષભ નું ઘર" ડ્રાઈવર એ ગાડી ઉભી રાખી.

" વાહ ભઈલુ" જાની પણ ઉત્સાહ માં આવી ગયા.

"ત્રણેય જાણે કારના દરવાજા ખોલ્યા અને નીચે ઉતર્યા. મિ. જાણીએ બંને હાથ ઘસીને આખો પર રાખ્યા અને પછી આગળ વધ્યા રાણા પણ હાથ, પગ ગરમ કરવા લાગ્યો. કાર માં એસી નાં લીધે તેમનું શરીર ઠરી ગયું હતું.

"સાહેબ તમે તમારું કામ પતાવો હું આમ આટો મારી આવું ડ્રાઈવર એ કહ્યું.

" હાં, તને રાણા ફોન કરે એટલે આવી જજે."

'સારું' એટલું કહી ડ્રાઈવર નીકળ્યો આગળ અને મિ. જાની અને રાણાએ ઘરનો ગેટ ખોલી અંદર પ્રવેશ કાર્યો. ઘર કહેવા કરતાં બંગલો કહેવું યોગ્ય ગણાય એટલું આલીશાન મકાન હતું. બે માળનો બંગલો લગભગ ૪૦૦ વારમાં વિસ્તરેલો હતો. વળી ચારેય બાજુની વનરાજી થી વાતાવરણ ખુબ સરસ લાગતું હતું. કિમતી પથ્થરોથી કરેલું એલીવેશન મકાન ની સુંદરતા માં ચાર ચાંદ પૂરતું હતું. મિ. જાની એ દોર બેલ વગાડી અને રાણા ને કહ્યું "અમુક આક્ષેપો સહન કરવા તૈયાર રહેજો.

' શું કેવા આક્ષેપો' રાણા એ વળતો પ્રશ્ન કર્યો.

ત્યાં તો માધ્યમ કદ ની સ્ત્રી એ દરવાજો ખોલ્યો. ગુલાબી સાડીમાં સજ્જ સ્ત્રી નાં મોઢા પરનું નુર ગાયબ હતું. પણ ચહેરાની સુંદરતા એટલી જ હતી.

"આવો" દરવાજો ખોલતા તે બોલી.

"તમે રૂષભ નાં મમ્મી?" રાણા બોલ્યો.

" હાં અને આ તેમના ફાધર " તે ઈશારો કરતાં બોલી.

ઘર અંદરથી પણ એટલું જ સરસ લાગતું હતું. બેઠક ખંડમાં પથરાયેલી મોંઘી ટાઇલ્સો, ડીઝાઈનીંગ દીવાલો અને આખુંય ઘર સેન્ટ્રલી એ.સી. હતું. જમણી બાજુની દીવાલ પર લગાવેલો ફેમીલી પિક્ચર પણ આકર્ષક હતો. આ ફોટો માં ચાર જાના હતાં જેમાંથી ત્રણ તો ઓળખાઈ ગયા હતાં. ચોથો ફોટો નામની નાજુક યુવાન છોકરી યુવાનીના ઉંબરે ઉભી હોય એવું લાગી રહ્યું હતું કદાચ રૂષભ ની બહેન હોય એમ સમજી આગળ વધ્યા.

"હેલ્લો મિ. જાની" આઈ એમ ફાધર ઓફ રૂષભ " દર્શન ભાઈએ હાથ મિલાવતા કહ્યું અને ફરી બોલ્યા "હેવ અ સીટ"

"યસ સ્યોર" મિ. જાની અને રાણા બેઠા

'any information of my son દર્શન ભાઈ નાં આવાજ માં સ્પષ્ટ ચિંતા જણાઈ આવતી હતી.

' હાં અમે ઘણા આગળ વધી ગયા છીએ હવે બસ તમારી જોડે થોડી વાત કરવી છે' મિ. જાની એ કહ્યું.

'પણ પેલા છોકરાઓ વિરલ અને સજય તો એમ કહે છે તે ટુર પર ગયો છે" રૂષભ નાં મમ્મી બોલ્યા.

" હાં એ ગભરાઈ ગયા છે અને તમારી સાથે વાત કરી શકે એમ નથી" રાણા એ કહ્યું

"તમે છોકરાઓ ને ન કહેતા આ બધી વાત " મિ. જાણીએ વાત કરી.

' હાં તમે શું જાણવા માંગો છો બોલો અમે બધું કહેવા તૈયાર છીએ' દર્શનભાઈ બોલ્યા

'યસ, રૂષભ ને ડ્રીંક ની આદત હતી?' મિ. જાની એ કહ્યું

'શું?'

'પ્લીસ સાચું કહેજો હવે, કઈ છુપાવાની જરૂર નથી હવે. અમારી જોડે જેટલું સાચું કહેશો એટલા ફાયદામાં રહેશો' મિ. જાણીએ કડક થતા કહ્યું.

' હાં, ક્યારેક મિત્રો જોડેની પાર્ટીમાં થી આવતો, પણ લીમીટમાં મોજ ખાતર' દર્શનભાઈ ખુબ ભારે હૃદય થી બોલ્યા.

'રૂષભ ના મમ્મી પણ ઝખાવાણા પડી ગયા અને ઉભા થઇ રસોડામાં ચાલ્યા ગયા.

'જુઓ દર્શનભાઈ અમને શંકા છે એ રાત્રે પણ કાઈક આવું જ બનેલું અને “તમે શ્રેયા વિશે પણ જનતા શો એ પણ અહી સુરત નાં જ છે બંને સારા મિત્રો થી આગળ છે." મિ. જાનીએ પૂરું કર્યુ.

' હાં, ખ્યાલ છે અમને પણ એનો મતલબ એ નથી એનું મર્ડર રૂષભે કરેલું હોય'

'હાં પણ હું ક્યાં કઈ કરું છું એવું તમે નાહક નાં ગુસ્સે થાવ છો. મિ. જાની ઠંડા કલેજે બોલ્યા.

રૂષભ નાં મમ્મી પાણી લાવ્યા અને જરા શાંત થયા, ત્યાં એના મમ્મી બોલ્યા "શ્રેયા આમ તો સરસ છોકરી હતી આપણા ઘરે પણ આવતી રૂષભ અને શ્રેયા સાથે જ જતા બરોડા ટ્રેન માં"

"હમ્મ" આમ જ એની ફ્રેન્ડશીપ વધી હશે" રાણા એ સુર પુરાવ્યો

"ધ્યાન થી સાંભળજો મારી વાત હવે હું શું કરું છું એ અને હાં કોઈને જણાવતા નહિ પાછું જરા ખાનગીમાં વાત રાખજો"

મિ. જાનીએ ધડાકો કર્યો.

વાતની ગંભીરતા સમજી અને સૌ કોઈ ચુપ રહ્યા. રાણા પણ થોડો અચરજમાં આવી ગયો કે શું કહેવા માંગે છે સર ?

"મારી આ વાત હું પુરાવાને આધારે કહી રહ્યો છું, અને હવે તમારી મદદની ખાસ્સી જરૂર છે મને."

"રૂષભ જીવતો તો છે ને? " રૂષભ નાં મમ્મી વાત વચ્ચેથી કાપતા બોલ્યા

"હાં" મિ. જાણીએ ટૂંકો જવાબ વળ્યો

"વાહ, માતાજીએ લાજ રાખી મારી " મમ્મી ખુશ થતા બોલ્યા

"તો શું મર્ડર કરી નાશી છૂટ્યો છે એવું કાઈ ?" દર્શનભાઈ બોલ્યા

"એ બાબતે ક્લિયર તો શ્રેયા નાં ઘરે ની મુલાકાત પછી જ થવાશે. રૂષભ અત્યારે અમદાવાદની હોસ્પિટલ છે. તે પાર્ટી વાળી રાતે બધા દોસ્તોને છોડીને ચાલ્યો ગયેલો અને વિશ્વામિત્રી પહોચેલો જ્યાંથી એનો ફોન સ્વીચ ઓફ થયેલો. હવે આ નંબર ઘણા સમય સુથી સ્વીચ ઓફ રહ્યો અને પછી અમદાવાદ માં ઓન થયો છે. તેવું કંપનીના કોલ ડીટેઈલ પર થી ખબર પડી છે. " જાની પાણી પીવા રોકાયા.

" અમદાવાદ ? પણ કેમ ? " બરોડા થી અમદાવાદ એક રાતમાં અને ફોન અમદાવાદ માં કેમ ઓન થયો ?" દર્શનભાઈ એ સવાલો ની ઝડી વરસાવી.

" અમદાવાદ તો તે ફોર્સ થી લઇ જવાયો હશે અને ત્યાં કોઈ અવાવરૂ જગ્યાએ નાખી દેવાયો હતો જ્યાંથી કોઈ અજાણ્યાના વ્યક્તિ નાં હાથમાં ફોન આવતા ફોન ઓપન થયો અને આ બધા જ પર મેં ફોન કંપની ને વોચ રાખવા કહેલું" મિ. જાની સમજાવતા બોલ્યા

"તો હોસ્પિટલ માં કેમ પહોચ્યો? " તેના મમ્મી એ પૂછ્યું..

"એ માટે તમારે અમદાવાદ પોલીશનો આભાર માનવો રહ્યો કે તરત જ ઘટના સ્થળે પહોચી અને આખીય તપાસ હાથમાં લઇ રૂષભ ને હોસ્પિટલ દાખલ કર્યો ?" હવે તમે એક કામ કરો કાલે સવારે જ અમદાવાદ માટે નીકળો અને રૂષભ જોડે પહોચો એને અત્યારે તમારી સૌથી વધુ જરૂર છે. તે હજી કોમામાં છે એવું જાણવા મળ્યું છે એના માથા પર ગંભીર ઘા વાગ્યા છે આમ છતાં એનું જીવતા રહેવું જ એક ચમત્કાર છે."

કાજળ રાત્રીનાં અંધકાર માં મિ. જાની એ આખીય ઘટના માંથી તેલ પાણી અલગ થાય તેમ રૂષભ અને શ્રેયા કેસનું કોકડું અડધું ઉકેલ્યું હતું.

* * ***

બીજી તરફ બરોડા માં હોસ્પિટલ માં અંજના એ ટુંકુ પગલું ભરતા સ્થાનિક મીડિયા ગેલમાં આવી ગયું હતું. આખોય કેસ મોટો કરી ટી.વી. પર દર્શાવાતો હતો. પ્રેસ પણ પહોચી આવ્યું હતું અને મિ. વ્યાસ અને એની ટીમ માટે આખીય પરિસ્થિતિ અઘરી થતી હતી. વધારાની પોલીસ ટીમ લાવી પડી હતી. યુનિવર્સીટી નાં વિદ્યાર્થીઓના ટોળે ટોળા ઉતરી આવ્યા હતાં. એક તરફ મીડિયા તો બીજી તરફ વિદ્યાર્થીઓ રાત બહુ થઇ ગઈ હોવાથી ટ્રાફિક અંગેનો પ્રશ્ન તો ન હતો છતાય પરિસ્થિતિ અઘરી હતી.

વિરલ, સંજય અને રિતિકા આમ તેમ થતા હતાં. ત્રણેય જણા ગણેશ ની મૂર્તિ સમક્ષ ઉભી ત્રીજો મિત્ર ખોવો ન પડે તેથી પ્રાર્થના કરતાં હતાં.

આપણી ફ્રેન્ડશીપ પર કોઈની નજર લાગી ગઈ લાગે છે યાર આ ત્રીજો ઝટકો છે આપણે રિતિકા લગભગ રડમશ થઇ ગઈ.

વિરલ તેની પાસે જઈ સાંત્વના આપવા લાગ્યો. ત્યાં થોડી વારમાં એક એમ.એમ.એસ. તેના મોબાઈલ માં આવ્યો વિરલે થોડો દુર ગયો અને તેને એમ.એમ.એસ. ઓપન કર્યો.

લગભગ ૫ થી ૬ મિનિટનો જોતા જ વિરલના પરસેવો નીકળી ગયા. બહારનું વાતાવરણ અને મોબાઈલ માં થયેલો આ ધડાકો કઈ તરફ જશે એ વિચારીને જ ધ્રાસકો પડ્યો.

‘શું થયું અલ્યા...” સંજય બોલ્યો.

'કઈ નહિ" વિરલ મોબાઈલ સંતાડતા બોલ્યો પોતાની જાત પર કંટ્રોલ રાખ્યો ત્યાં સંજયનો મોબાઈલ રણક્યો અને same m.m.s. વિરલ સમજી ગયો પણ કશું ન બોલ્યો અને બોલવાનો ફાયદો પણ ન હતો. સંજયે પણ m.m.s. જોયો પ્રશ્નસૂચક દ્રષ્ટિ સાથે વિરલની સામે જોયું અને ચુપ રહ્યો. વિરલે રિતિકને બોલાવી અને ક્લિપ બતાવી તે પણ હક્કી બક્કી રહી ગઈ.

" આ તો પેલી નાઈટ ની ક્લિપ છે, આ જો અંજના અને રૂષભ સો ક્લોઝ ટુ ઇચ્ અધર."રિતિકા બોલી ઉઠી.

"હાં પણ આ બધું શું છે? કેમ બન્યું ?" સંજય માથું ખંજવાળતાં બોલ્યો.

"ખબર નહિ પણ અંજનાએ એટલે જ સ્યુસાઈડ કર્યુ ની ટ્રાય કરી છે એ નક્કી છે" રિતિકા બોલી.

પેલી રાતના પાર્ટી મુડમાં કરેલી કીસોનો આખો વિડીયો ઉતરી ગયો હતો અને વાયરલ થઇ રહ્યો હતો બંને એ માનેલી રોમાંચ અને રોમાન્સની ક્ષણો કોઈ એ ઉતારી લીધી હતી. કોઈ પ્રેમી પંખીડા જ્યારે એકમેક જવા તરફ જઈ રહ્યા હોય ત્યારે કેટલાક અસામાજિક તત્વો નું આવું વલણ જ કેટલાય યુવાનોની જિંદગી વેડફી નાખે છે. શું પ્રેમ કરવો ગુનો છે? આવું પૂછવાનું મન થઇ જાય ક્યારેક...

"મિ.વ્યાસ ને કહેવું છે કે નાં?" વિરલે મૌન તોડ્યું

હ... શાયદ પેલો પકડાઈ જાય" રિતિકા બોલી

ત્રણેય જાના મિ. વ્યાસ જોડે ગયા અને તેમને સાઈડ માં બોલાવતાં કહ્યું "સર અમને ખબર પડી ગઈ કે શા માટે અંજના એ આત્મહત્યા નો પ્રયાસ કર્યો છે.

" શું? ખરેખર?" મિ. વ્યાસે કહ્યું

"હાં, આ વિડીયો જુઓ" વિરલે મોબાઈલ નીકાળ્યો અને વિડીયો ચાલુ કર્યો

આખો વિડીયો જોયા બાદ મિ.વ્યાસ નાં મુખ પર કોઈ જાતના ભાવ ન હતાં એક દમ સ્થિર ભાવે બોલ્યા "આ વિડીયો મીડિયા માં નાં જાય"

ok સર પણ અમને આવ્યો એમ જ ઈન્ટરનેટ પર વાયરલ થશે તો ?" રિતિકા એ પૂછ્યું

"જોયું જશે આવશે એ પણ મોકલનાર એવું કરશે એ પેલા ગિરફ્તાર માં આવી જશે" મિ.વ્યાસ દાદર ઉતારતા બોલ્યા અને આખીય ઘટનાની જાણ મિ. જાનીને કરી.

"બસ આજની રાત સાચવી લ્યો વ્યાસ સાહેબ કાલ સુધી બધું બરોબર થઇ જશે વિશ્વાસ રાખો અને અંજના ની સ્થિતિ શું છે? મિ જાનીએ પૂછ્યું..

"એ બચી તો જશે પણ લોહી ખાસ્સું વહી ગયું છે શો બેભાન છે અત્યારે ખતરા ની બહાર છે.' મિ વ્યાસે ખુબ શાંતિ થી કહ્યું

"હાં તો સારું અને પ્રેસ, મીડિયા શું કરે છે?" મિ. જાની ખંધુ બોલ્યા

"આવી જ ગયા છે, ટીવી ઓન કરો જો સંભવ હોય તો "

“ એટલે કાલે ફરી મારું નામ અખબાર નાં ફ્રન્ટ પેજ પર એમને " મિ. જાની ખડખડાટ હસ્યા.

"અને મારું પણ..." વ્યાસ પણ હસ્યા અને ફોન કટ કર્યો.