ochinta j. Dr.Shivangi Mandviya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 101

    ભાગવત રહસ્ય-૧૦૧     કેટલાક નિંદ્રા માટે ગોળી લે છે.પણ ભાગવતમ...

  • ખજાનો - 68

    "મારા દાદાજીને રસોઈ બનાવવાનો શોખ હતો. પોતાના રસોઈના શોખ સાથે...

  • આત્મા

      એક રાજા હતો, રાજાના દરબારમાં સૌના મોમાં માત્ર તેની ચાર રાણ...

  • નિતુ - પ્રકરણ 47

    નિતુ : ૪૭ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુની આંખો પર સૂર્યોદયના ઘ...

  • એક ષડયંત્ર.... - ભાગ 108 (છેલ્લો ભાગ)

    (સિયાને મળી કનિકા હિંમત આપે છે. અને જીવવા પ્રેરણા આપી અને આવ...

શ્રેણી
શેયર કરો

ochinta j.

  • અલ્પવિરામ
  • પૂર્ણતામાં પણ આવે અલ્પવિરામ,

    બે કાળને જોડવા ક્યાંક વચ્ચે આવે અલ્પવિરામ.

    સતત ધબકતું હ્રદય છતાં ,

    બે સ્પંદનો વચ્ચે ભેદ પરખવા આવે અલ્પવિરામ.

    ઉચા ઉછળતા મોજાની વચ્ચે જયારે દરીયો ડૂબે અહંકારમાં ,

    બે મોજાની વચ્ચે દરિયાને બચાવા ઓટ બની આવે અલ્પવિરામ.

    નિરંતર ચાલતા દિવસ રાત ના સમય ચક્ર ને ,

    ક્ષણીક વિશ્રામ આપવા મનમોહક સંધ્યા બની આવે અલ્પવિરામ.

    હોઈ ભલે સંબંધો ગમે તેટલા ગાઢ,

    પણ શંશયરૂપી ગાંઠ બની વચ્ચે આવે અલ્પવિરામ.

    હું વિચરતી હોઈ સ્વપ્નો ના શહેરોમાં અને,

    એને વાસ્તવિક બનાવા મને જગાડવા સુરજ સાથે સવાર બની આવે અલ્પવિરામ,

    ભલે ને જગ જંખે મોક્ષ ને તોય,

    બે જન્મની વચ્ચે મૃત્યુ બની આવે અલ્પવિરામ.


  • ગુરુ
  • મને એ અજાણતા થયેલું શિલ્પી નું એક સર્જન લાગે,

    એ સર્જન કરતા’ય સવાયું એનું એ અસ્તિત્વ લાગે ,

    એ અસ્તિત્વ થકી થતું સંસ્કારોનું સિંચન લાગે,

    બધી મહાનતાનું મિશ્રણ કરી એક હસ્તિ રચાઈ ,

    કોઈ ઇતિહાસ નો વેશ પલટો મને એ વર્તમાન લાગે.

    ક્યારેક ધીરગંભીર તો ક્યારેક ઉછળતો સલીલ લાગે ,

    સલીલ કરતા’ય સવાયો, એનો એ અવિરત જ્ઞાન નો પ્રવાહ લાગે,

    એ પ્રવાહ માં આખી ગીતા રચાઈ ,

    ગીતા ના રચીયતા કરતા પણ ચડીયાતા એ ગુરુ લાગે.

    આપેલ સજા એની શીખમણથી ભરચક લાગે,

    એ શિખામણનો એક એક શબ્દ રચાતી કવિતા લાગે ,

    એ કવિતામાં સામે આવી સુર બંધાઈ ,

    એ સુર થી પણ મીઠો એનો એ ઠપકો લાગે .

    જીવનના અંધકારમાં દિશા દેખાડતો ધ્રુવ સરીખો તારો લાગે ,

    બધા તારાઓ કરતા’ય સવાયું એનું એ તેજ લાગે ,

    એ તેજ થી આખું વિશ્વ અંજાય ,

    મને તો એ જગમગ જગ ની શોભા વધારવા આ જગ ને પહેરાવાયેલો ‘મુગટ’ લાગે.


  • માનતા
  • હજી વાતું કરતા હતા,બહાર ભ્રષ્ટાચાર ની અને

    મંદિરમાં ગયા ત્યાતો ભગવાન ને લાલચ આપી આવ્યા.

    જાણું છું કે છે આસ્થા નો વિષય,

    તો પણ તું કાં આટલો બધો લલચાય ,

    જગ કહે છે તને અંતરયામી ,

    તો રાહ કેમ જોશ કે હું માનતા માનીશ.

    આસ્થા તો આજેય અપાર છે તારા પર હે ઈશ્વર !

    પણ તું વગર માનતા એ ક્યાં કાય આપશ?

    ક્યારથી વળી ચાલુ કર્યો તે આ માનતા નો રીવાજ ?

    વળી , તારે દ્વાર પડી એવી તે શેની અછત ?

    હાલ હું પણ માની લઉ માનતા બસ!

    પણ એ તો કહી દે કે તારે શેની છે ખપ?

    લેવડ દેવળ તો બરાબર જ છે આ માનતા માં પણ ,

    તો’ય તું કા દેખાડે દુનિયાને કે ફક્ત તુ જ આપશ?

    હાલ આજ તું માગીશ એ હું આપીશ અને હું પણ માનતા માનીશ,

    તુ પણ આપીશ ને હું જે માગું એ?

    પણ શરત એટલી કે હું આ છેલ્લી માનતા માનીશ!

    તારે જેટલું જોતું હોઈ એ કહી દેજે આજ ,

    કારણ હવે મને આ રોજ રોજ નું કરગરવું તારી પાસે એ પરવળતું નથી.


  • જાણ્યે અજાણ્યે .....
  • વાતો વાતો માં વાત મંડાણી,

    જાણ્યા અજાણ્યાની હોડ મંડાણી,

    ન હતી ક્યાય આંખની ઓળખાણ ,

    તો’ય ક્યાંક ઓળખાણ મંડાણી.

    કેટલાક સંબંધો બાંધેલા મળ્યા ,

    કેટલાક અહી મારે બાંધવા પડ્યા,

    હતા કેટલાક વણ બાંધ્યા સંબંધો ,

    છતાં મારે એવા કેટલાય વહેવારો નિભાવવા પડ્યા.

    એક પાનું નસીબનું છાપેલું દીધું ,

    એમાં થોડું વધારે બીજું લખી મારે ઘણું ઉમેરવું પડ્યું ,

    હતું એમાં થોડુક ભૂસવા જેવું પણ,

    છતાં મારે તો એને પણ અપનાનાવું પડ્યું .

    કેટલાક સપનાઓ મારા હતા,

    કેટલાક અરમાનો મને ઉધાર મળ્યા ,

    હતા આકાંક્ષાના ઓટલાઓ કોક ના ,

    છતા મારે એને પણ પાર ઉતરવા પડ્યા.

    ક્યાંક વગર વિચાર્યે વ્યક્ત થવું પડ્યું ,

    તો ક્યાંક વિચારીને પણ ચુપ રહેવું પડ્યું,

    નહોતી સંબોધવી મારે એકેય સભા,

    છતાં મારે આ કાગળ પર લખવું પડ્યું.

    કેટલાક પ્રશ્નો ઝીંદગી એ પૂછ્યા ,

    કેટલાક મારા મનમાં ઉદભવ્યા,

    હતા જવાબ માં વિકલ્પો કેટલાય ,

    પણ અંતે જવાબને મારે સમય પર છોડવા પડ્યા.

    ક્યાંક ના જવાને રસ્તે પણ મારે જવું પડ્યું ,

    તો ક્યાંક જવું હતું જે રસ્તે ત્યાંથી બીજો વણાંક વળવો પડ્યો ,

    બનવું તું તો ઘણુય મારે અહી ,

    પણ અંતે તો મારે માણસ બનવું પડ્યું .


  • અને સમય સરી ગયો.
  • ખસતા ખસતા બહુ બદનામ થયો છે ,

    જેને પણ મળ્યો તેને થોડો ઓછો પડ્યો છે;

    ક્યાં કોઈ થી બંધાયો છે એ

    એટલે જ તો માણસ એને વશ થયો છે

    હજી તો વિચાર્યું કે આમ કરીશ હમણાં

    ત્યાં તો સમય સારી ગયો છે

    દોડતો ભાગતો બધાને દોડાવતો

    સૈકા ઓ થી અનંત રેલાણો

    બધીજ ખાસ પળો માં એ નોંધાણો

    સ્થળે સ્થળે પરિવર્તિત થયો છે

    જીવ્યા હતા જે સમયે એ સમયને

    ગયા પાછા એને પકડવા

    ત્યાતો સમય સરી ગયો છે

  • આ આવી ગયો પરસોત્તમ માસ....
  • થાય છે, અધિક માં અવિરત ,

    હરોળો છે આજ પરભુ ને દ્વાર,

    લ્યો, આ આવી ગયો પરસોત્તમ માસ.

    થઈ રહી છે ,પૂજાઓની ઝાકમ ઝોળ,

    જામી છે , ઠેર ઠેર ધૂન ની તાલ,

    લ્યો આ આવી ગયો પરસોત્તમ માસ,

    દેવાય છે દાન અને

    મેળવાય છે , પુણ્ય ભારોભાર

    લ્યો આ આવી ગયો પરસોત્તમ માસ

    કરે છે કેટલાય ઉપવાસ અને એકટાણા,

    પાછા તો કરે વરતાયું મોટી મોટી

    આજે અમારે તો ફરાળ

    લ્યો , આ આવી ગયો પરસોતમ માસ

    પૂછો કોક જઈને ઓલા ગરીબ ને દ્વાર

    જ્યાં દરરોજ હોય છે એકટાણું

    ધરો કોક એને બે ટાણા નો ભોગ

    તો થશે કૃપા અપરંપાર

    લ્યો, આ આવી ગયો પરસોત્તમ માસ

    આજે ભક્તિ તો ભરી છે ભારોભાર

    શું છે ખાલી આ એક માસ નો સવાલ

    લ્યો, આ આવી ગયો પરસોતમ માસ.


  • શક્તિ નો અવતાર .....
  • ઝાંઝર પહેર્યા છે, મેં બેડીઓ નથી પહેરી ,

    ઉડવાની ઈચ્છા તો મને પહેલા પંખી જેવી જ છે ,

    પણ પેલુ ગમતીલું સતરંગી આકાશ ક્યાં છે ?

    ઘોળાય છે, આજેય વિષ ના કટોરા અને

    ધરાય છે, મીરા ને હાથ

    મીરાં તો આજેય પીવે છે એ ઝેર હળાહળ

    પણ વિષને સુધા બનાવે એ માધવ ક્યાં છે?

    ઉતર્યા છે ,આજે બોરડી ના બોર

    અને ભેગા કર્યા છે શબરી એ ,

    શબરી તો આજેય ચાખીને તારવે છે એ બોરને

    પણ એઠા બોર ખાવા આવે એ રામ ક્યાં છે?

    ખેચાય છે, આજેય ચીર સભામાં

    લુટાય છે, દ્રૌપદીની લાજ હજીયે

    પુકાર તો યાજ્ઞસૈની કરે છે આજેય

    પણ એક પુકારે ચીર પુરવા આવે એ માધવ ક્યાં છે?

    તપે છે, આજેય કેટલા પથ્થરો અહીં પણ

    શાપિત છે, અહી કેટલીય અહલ્યા આજ,

    ફક્ત શંકાથી બને એક ચેતન ,પથ્થર અહી

    પણ ફક્ત પગરજ થી પથ્થરમાં પ્રાણ ફુકે એ રાઘવ ક્યાં છે?

    ના જોતા રાહ કોઈ ની આજ ,

    નહિ આવે કોઈ આપણે કાજ ,

    કારણ આવી ગયો છે કળિયુગ ભારોભાર,

    વહેચી લ્યો દુઃખ અને હણી લ્યો દુશ્મન ને,

    બચાવી લે તું ખુદ ને ,

    તું જ છે શક્તિ અને ભક્તિનો અવતાર.


    ઓચિંતા જ..

    ઓચિંતા જ વિચાર ઉદભવ્યા ,

    અક્ષરો ના દીવા પ્રગટ્યા અને

    થયા કાગળને ઓચિંતા અજવાળા .