zindgi ek akbandh rahashy. Dr.Shivangi Mandviya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

zindgi ek akbandh rahashy.

જિંદગી એક અકબંધ રહસ્ય .........

કેટલાય ગીતો , ગઝલો , નઝમો , લેખો લખાય છે આ નાના એવા શબ્દ જિંદગી ઉપર પણ હજી સુધી આ રહસ્ય અકબંધ જ છે કે માણસની જીંદગીમાં ક્યારે શું થાય છે.

જો મારા શબ્દોમાં કહું તો જિંદગી એક ફિલ્મ છે જેનું સંચાલન કોના દ્વારા થાય છે, એ ખબર નથી એટલે જ આપણે એને “ભગવાન” નામ આપ્યું છે. વિચારો તો ખરા જેટલા માણસો એટલી ફિલ્મની વાર્તાઓ લખાય છે . અને પાછી એક વાર્તા સાથે કેટલી વાર્તાઓ સંકળાયેલી છે અને જિંદગી એ જિંદગી એ જુદી કહાની. આ સંચાલન કેમ થતું હશે? કેટલી નવલકથાઓ લખવી પડતી હશે હે ને ઈશ્વરને? અને કેટલી કલ્પનાઓ કે ક્યાં માણસની જિંદગીમાં શું આપવાનું છે? કેવો જોરદાર એ નવલકથાકાર છે ! કોઈ દિવસ વિચાર્યું તમે? કેટલા ચહેરાઓ , કેટલી જુદી જુદી કથાઓ , કેટલા જુદા જુદા મન અને મગજ અને એમાં ઉદભવતા વિચારો. અને હર ક્ષણે જન્મ લેતા નવા કલાકારો ! અને એના માટે તૈયાર કરાતા નવા પાત્રો અને નવી કહાની. અને પાછા ક્યારે ક્યાં પાત્ર પાસેથી શું કઢાંવાનું છે, ક્યારે કઈ નિશ્ચિત ક્ષણે શું થશે. બધાનો પળેપળ નો હિસાબ ! ક્યાંથી કઈ કહાની કેવો વણાંક લેશે અને ક્યારે કઇ કહાનીનો અંત આવવાનો છે અને એ ફિલ્મનું ક્લાઈમેક્ષ શું હશે એની માત્ર એને જ ખબર છે.

કેટલાય સંસોધનો થયા છે તો પણ આ જિંદગીના અટપટા કોયડાને કોઈ ઓળખી શક્યું છે ખરું?

કયારે માણસની જિંદગીમાં શું થાય એ નક્કી નથી અને માણસને જિંદગી જીવતા જીવતા કેવા અનુભવો થાય ,જેના અમુક ઉદાહરણ નીચે મુકું છું ........

ક્યારેક જિંદગીમાં જીવવા માટે કોઈ પ્રસંગ ગોતવો પડે છે , તો ક્યારેક જિંદગી પોતે જ એક પ્રસંગ બની જાય છે જીવવા માટે .

ક્યારેક હજારો બહાના હોય છે, જીવવા માટે ના તો ક્યારેક આ હજારો બહાના પણ ઓછા પડતા હોય છે .

ક્યારેક આપણે કારણ ગોતતા હોઈએ છીએ હસવા માટે, તો ક્યારેક આપણે જ બીજા ને હસાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ .

ક્યારેક ભીડ માં હોઈએ ત્યારે કોઈ એકલા એક ખૂણામાં જઈને બેસવાનું મન થાય છે , તો ક્યારેક એકલા હોઈએ ત્યારે ભીડ સાથે ચાલવાનું મન થાય છે.

ક્યારેક મોટી મોટી ઊચાઇઓ પર પહોચવા માટે આપણું મન વલખા મારતું હોઈ છે , તો ક્યારેક જ્યાં હોઈ ત્યાં રહીને બીજાને રસ્તો દેખાડવાનું મન થાય છે .

ક્યારેક મોટા મોટા હાસ્ય કલાકારોના જોક્સ સાંભળીને હસવું નથી આવતું , તો ક્યારેક કોઈની નાની એવી વાતમાં ખડખડાટ હસી પડાય છે.

ક્યારેક કોઈની ગમે તેવી મોટી બાબત કે મોટી ભૂલ હોઈ તો પણ ગુસ્સો નથી આવતો અને ક્યારેક નાની એવી બાબત માં ગુસ્સો ઉભરાય જાય છે અને મન ને ઠેશ પહોચે છે.

ક્યારેક વાતાવરણ અચાનક જ આહ્લાદક લાગવા માંડે છે , તો વળી ક્યારેક વસંતમાં પણ પાનખરનો આભાસ થાય છે.

ક્યારેક બધી સફળતાઓ બાદ પણ હાર સાપડી હોઈ એવું લાગે છે , તો ક્યારેક કારમી હાર પછી પણ કોઈ યુદ્ધ જીતી લીધું હોઈ એવો અહેસાસ થાય છે .

ક્યારેક આખી દુનિયા રખડવાનું મન થાય છે , તો ક્યારેક બસ ઘર ની બાલકની માં બેસી ને પ્રાંગણ અને શેરીની ભવ્યતા નિહાળવાનું મન થાય છે .

ક્યારેક હજારો કિલોમીટર દુર હોવા છતા સંબંધીઓથી દૂરતા નો અનુભવ થતો નથી અને ક્યારેક કોઈ એક જ ગામમાં અરે એક ઘરમાં હોવા છતાં હજારો કિલોમીટર દુર હોઈ એવું લાગે છે.

ક્યારેક આધુનિકતાના અભરખા જાગે ,તો ક્યારેક વળી ગામડાના ખેતર નો શેઢો અને ટેકરો સાંભરે.

ક્યારેક બાળપણ ઝંખે જુવાની , તો ક્યારેક જુવાની જંખે બાળપણ . તો પછી વૃદ્ધાવસ્થાની તો વાત જ શું કરવી?

ક્યારેક આવી તો ક્યારેક તેવી આ હરપળે બદલાતી આ કરામતનું નામ જ તો છે આ જિંદગી.

ક્યારેક હજાર સપનાઓ પણ ઓછા પડતા હોય છે જિંદગી જીવવા માટે તો ક્યારેક એક સપનું , એક ઇચ્છા જીવવા માટે ઉત્સુકતા વધારી દે છે અને આપણે આપણી સર્વશક્તીઓને કામે લગાડી દઈએ છીએ આ સપના ને સાકાર કરવા માટે . અને જયારે સપનું સાકાર થાય જાય ત્યારે ?ત્યારે બસ આ સપનાને સમેટવા
નું હોઈ છે અને એને ખુલીને જીવવાનું હોઈ છે. વિના કોઈ રોક ટોક. અને થોડા દિવસો પસાર થાય અને આપણું મન પાછુ એક નવું સપનું જોવા જંખે છે. ( અહી સપનું એ કોઈ કાલ્પનિકતા નથી કે પછી અવારનવાર ઊંઘમાં આવતા કોઈ સપના નહી પરંતુ માણસની ઈચ્છા કે જીવન માં કઈક કરી છૂટવાની ચોક્કસતા છે .)

આપણી જિંદગીને હરપળે કઈક નવું નવું જોઈએ છે.

શું ક્યારેય કોઈ ની જિંદગી એક સીધી લીટીમાં ચાલી છે ક્યારેક ઉપર ઠેકડા મારે તો ક્યારેક નીચે ગોથા ખાય છે, ક્યારેક આ બાજુ ભાગે તો ક્યારેક બીજી બાજુ ભાગવા માંડે છે અને ક્યારે કયો વણાંક વળી જાય એનું નક્કી નહી. અને જયારે તે સીધી લીટીમાં ચાલે ત્યારે એ જિંદગી નથી હોતી. એ મૌતમાં પરિણમે છે;

( વોટ્સ એપ માં મળેલા એક મેસેજની વાત કરું તો જિંદગી એ કાર્ડિયોગ્રામ જેવી હોઈ છે )

જીંદગી ક્યારે, ક્યાં, કઈરીતે નવું પીરસી જાય એ માણસને ખબર હોતી નથી ,અરે આજે આ પીરસસે એની કોઈપણ પ્રકારની આગાહી સુદ્ધા હોતી નથી અને જે જિંદગી એ પીરસ્યું છે તે ભાવશે જ એની કોઈ ગેરંટી પણ હોતી નથી અને એ માટે આપણી પાસે કોઈ વિકલ્પ પણ નથી હોતો કે, સિવાય એને અપનાવવું જ પડે છે ભલે એનો સ્વાદ કડવો કેમ ના હોઈ ? કારણકે જિંદગીનો વિકલ્પ એક જ આપે છે કે હું જે પીરસું એને મને કમને બસ આરોગી જ લેવાનું !

માણસ ફક્ત જિંદગીના ભૂતકાળ અને વર્તમાન વિશે જ જાણે છે પણ વર્તમાનની બીજી જ ક્ષણ એટલે કે ભવિષ્ય વિશે કોઈ પણ જાણી શકતું નથી. અને એજ તો ઈશ્વર ની મોટી દેન છે માણસજાત ઉપર. કારણ કે જો આવવાના ક્ષણમાં કે દિવસમાં કે વર્ષમાં ટુકમાં ભવિષ્યમાં શું થવાનું છે એની માણસને પેહલેથી જ ખબર હોત તો શું આ જિંદગી જીવવાની મજા આવત ખરી ? અરે આપણને તો કોઈ ફિલ્મમાં સસ્પેન્સના હોઈ તો તે ફિલ્મ જોવાની પણ મજા આવતી નથી અને જો ભૂલેચૂકે કોઈએ સ્ટોરી કહી દીધી તો પછી પૂરું ગયા પૈસા પાણી માં .. તો પછી જો જીંદગીમાં ભવિષ્યનું સસ્પેન્સ ખુલી જાત તો શું જિંદગી જીવવાની મજા આવત ખરી ? અને કદાચ એક વ્યવસાય પણ ઠપ થઇ જાત . કેટલાય ભવિષ્યવેતાઓનું શું થાત? ગમે તેવો નાસ્તિક માણસ કેમ ના હોઈ , ગમે તેવો કર્મફળ પર વિશ્વાસ રાખવા વાળો માણસ કેમ ના હોઈ તો પણ તેને પોતાના ભવિષ્ય વિશે જાણવાની આતુરતા તો હોઈ જ છે . અને આ આતુરતાના આવેશમાં આવીને તમે પણ પોતાના હાથ કોક ને તો દેખાડ્યો હશે કે પછી પોતાની કુંડલી કઢાવી હશે હે ને? કેટલું સાચું પડ્યુ?

વિશ્વમાં દરેક પ્રકારની ખોજ થઈ ચુકી છે અને કેટલુય આગળ વધી ગયું છે તેમ છતાં હજી આ રહસ્ય તો અકબંધ જ છે કે કોઈ પણ માણસના ભવિષ્યમાં શું થવાનું છે? હા, અટકળ અને અંદાજો લગાડી શકાય છે પણ એવું બનશે જિંદગીમાં એવું નક્કી હોતું નથી.લોકો કહે છે કે માણસના જન્મ પહેલા બધું નક્કી થઈ ગયું હોઈ છે , આખી કહાની લખાય જાય છે અને કદાચ કેટલા શ્વાસ લેવાના છે હૃદયને કેટલી વાર ધબકવાનું છે અને ક્યારે પાછુ બંધ થઈ જવાનું છે એ બધું અંકાય ગયું હોઈ છે અને ક્યારે કોને મળવાનું છે અને ક્યારે ક્યાં કોનાથી છુટું પડવાનું છે , ક્યારે ક્યાંથી નીકળી જવાનું અને ક્યારે ક્યાં પહોચવાનું છે અને ક્યારે કઈરીતે અને ક્યાં કેટલા લોકોને આપણે છેતરવાના છે અને કેટલા લોકો દ્વારા આપણે છેતરાવાનું છે બધું પહેલેથી જ નક્કી હોઈ છે જેમાં આપણું કઈ ચાલવાનું નથી કોઈ પણ લાગવગ વિના બસ જે મળે એને અપનાવવાનું હોઈ છે. અને ક્યારે મૌત આવાનું છે, કેવીરીતે આપની મુલાકાત મૌત સાથે થવાની છે અને કોનાદ્વારા અને ક્યાં થવાની છે એ પણ પહેલેથી જ નક્કી હોઈ છે એવું બધા કહે છે પરંતુ જેને મારવાનું હોઈ છે એનેજ એની ખબર હોતી નથી ભવિષ્ય ની તો વાત જવાદો પણ બીજી સેકંડે શું થવાનું છે એની પણ ખબર હોતી નથી.

આ તો કેવું અકબંધ રહસ્ય કે જિંદગી આપણી, જીવવાનું આપણે , ભોગવવાનું આપણે , નિભાવવાનું આપણે, પાર ઉતારવાનું આપણે અને આપણને જ ખબર નહિ કે જે ક્ષણ જઈ રહી છે એના પછીની આવવાની ક્ષણમાં શું થવાનું છે . આપણા વિશે આખી કિતાબ લખાય ગયી હોવા છતાં આપણેજ એને વાચી હોતી નથી અને એજ તો જિંદગી જીવવાની મજા છે જો ખબર હોત તો કદાચ આપણે કંટાળી જાત.

મનહર ઉધાસના આવાજ આલ્બમ માં રજુ થયેલી એક ગઝલ.............

“ હોઠ પર આવીને અટકેલી દુવા છે જિંદગી,

કોઈના જાણે જગતમાં એ પ્રથા છે જિંદગી .

કેટલા વર્ષો વીત્યા કઈ ભાળ પણ મળતી નથી

આ જગતની ભીડમાં બસ લાપતા છે જિંદગી

એક ફકીરે એક દી’ મુજને કહ્યું તું શાન માં

જીવાતાજો આવડે તો એક કળા છે જિંદગી .

કઈ નથી આ જિંદગી કિસ્સો છે ખાલી હાથનો

જે કઈ છે એ ફક્ત ઈશ્વર દયા છે જિંદગી .

ખાલી આ ૮ લીટીમાં કવિએ બધુજ કહી દીધું છે જ્યારથી આ વિશ્વનું સર્જન થયું છે , ત્યારથી કોઈ જ આના પર સંસોધનોમાં સફળ થયું નથી . અને બસ વસ્તીવધારો થતો જાય છે અને જિંદગી લાપતા થતી જાય છે .બધા પાસે હોવા છતાં પણ આ જિંદગીનું રહસ્ય અકબંધ રહ્યું છે તો પણ જિંદગી જીવવું એક કળા છે જે બધાની પાસે હોવા છતાં પણ અમુક લોકો પાસે હોતી નથી . અને છેલે કહે છે કે આ જિંદગી એ એક ઈશ્વરની અનેરી કૃપા છે માણસ જાત ઉપર.

અમુક વસ્તુઓ એવી છે હજી આ વિશ્વમાં જેના કોપી રાઈટ્સ હજી પણ ભગવાને પોતાની પાસે રાખ્યા છે જેમ કે માણસમાં જીવ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે . વૈજ્ઞાનિકોએ એક માણસને તેના છેલ્લા દિવસોમાં એક કાચ ની પેટીમાં યોગ્ય ઓક્ષિજન સાથે બંધ રાખ્યો હતો કારણકે એ લોકોને જાણવું હતું કે શરીરમાંથી આત્મા કેમ બાર નીકળે છે અને કેવી રીતે જાય છે સતત ચોવીશ કલાક તાકતી નઝર રાખતા છતાં પેલો પેટીમાં બધ રાખેલ માણસ ક્યારે મૃત્યુ પામ્યો તે કોઈ નોંધી શક્યું નહી. અને એ કાચની પેટીમાં બંધ માણસમાંથી એ જીવ ક્યારે ઉડી ગયી અને માણસ ક્યારે માણસ માટી લાસા બની ગયો તેનો કોઈ ને ખ્યાલ પણ ના આવ્યો.

આવીજ રીતે વિશ્વનું સર્જન કેમ થયું એ રહસ્ય પણ હજી અકબંધ છે. અને બહુજ પ્રચલિત એવું કે પેહલા મરઘીનો જન્મ થયો કે પહેલા ઈંડું આવ્યું એ પ્રશ્નનો પણ હજી જવાબ મળતો નથી . જિંદગી એક ખુલી કિતાબ હોવા છતાં અકબંધ રહસ્ય છે . અને જિંદગીના બધા રીવાઝ નિભાવી લીધા પછી પણ જિંદગીની પ્રથા એવી છે કે જેને સંપૂર્ણપણે હજી સુધી કોઈ પણ જાણી શક્યું નથી.

કેટલાય એવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે જેનાંથી ખરેખર આપણે આશ્ચર્યચકિત થયા વિના રહેતા નથી , જેમ કે હજી ઘરેથી નીકળ્યા હોઈ અને રસ્તા ઉપર એકસીડન્ટ થાય અને માણસ મૃત્યુ પામે . હજી તો આપણી સાથે માણસ વાતો કરીને નીકળ્યો હોઈ અને સપનેય ખ્યાલ ના હોઈ એ અડધી કલાક માં એના મૃત્યુ ના સમાચાર આવશે, આવા તો રોજ-બરોજના હજારો કિસ્સાઓ અખબારોમાં છાપતા હોઈ છે , અને ક્યારેક એવી લોટરી લાગી જાય છે કે દશા અને દિશા બને ફરી જાય છે અને માણસ ક્યાંનો ક્યાં પોહચી જાય છે . કહેવાય છે કે આ બધું પહેલેથી જ લખેલું હોઈ છે અને જેના વિષે લખેલું હોઈ છે તે માણસજ તેનાથી અંજાન હોઈ છે.

ક્યારેક ઘણા ધમપછાડા કરીને પણ કાઈ હાથમાં આવતું નથી અને માણસ નિષ્ફળ જાય છે અને ક્યારેક તો વણજોયા સપનાઓ પળવારમાં પુરા થઈ જાય છે

ગમે તેટલા પ્લાન કરીએ તો પણ કોઈ કામ સફળ થતું નથી અને ક્યારેક કોઈ પણ પ્રકારના પ્લાન કે વિચાર વિના કાર્ય સફળ થઈ જાય છે . આવું કેટલુ જિંદગીમાં બનતું રહેતું હોઈ છે . અને જુદી જુદી જીંદગીમાં જુદું જુદું થતું રહેતું હોઈ છે .

જો ગાફિલ સાહેબના શબ્દોમાં કહું તો ...

“ જુદી જિંદગી છે મિજાજે મિજાજે

જુદી બંદગી છે નમાજે નમાજે.. ”

“ જીવન જેમ જુદા કાયા માં જુદી

છે , મૃત્યુ પણ જુદા જનાજે જનાજે..”

ગાફિલ સાહેબ પોતાની આ ગઝલમાં જિંદગીના જુદાપણાને રજુ કરતા કહે છે કે બધા જ માણસો એક જ માટી બનેલા હોવા છતાં, બધા માણસનું માળખું એકસરખું જ હોઈ છે અને કામ પણ એક સરખી રીતે જ કરતુ હોઈ છે. અંદરથી બધું સરખું જ હોવા છતાં બહારથી બધું અલગ અલગ લાગે છે , બધાના ચહેરા અલગ અલગ છે અને માણસે માણસે જિંદગી બદલાય છે , અને ભલે બધા એક જ પ્રથાથી એક જ મંદિર કે મસ્જીદમાં પ્રાથના કરતા હોઈ કે પછી નમાજ પઢતા હોઈ તેમતો પણ માણસે માણસે દુવા બદલતી હોઈ છે અને સમયે સમયે પણ તેમાં પરિવર્તન આવતું રહેતું હોઈ છે તથા બધાના જનાજા અને નનામીઓ એકજ પ્રકારની હોવા છતાં બધાના મૃત્યુ પણ અલગ અલગ હોઈ છે , જિંદગી તો જુદી જ છે અહી પણ મૌત પણ ક્યાં સરખા હોઈ છે કોકને એક જાટકેજ ઉપાડી લે તો કોકને અસહ્ય પીડા આપીને પણ મોક્ષ નથી દેતો. બધું કર્મને આધીન છે.

બસ મળે એને સ્વીકાર્યે જાવ અને જિંદગીને એક તહેવારની જેમ ઉજવતા જાવ , આ ભવે માણસનો અવતાર મળી ગયો આવતા ભાવે કદાચ મળે ના મળે. શું થઈ ગયું એ ખબર પડી, થયા પછી , હવે શું થશે એની ખબર પણ પડી જશે થઈ ગયા પછી બસ જિંદગીની સફર માં જે રસ્તામાં આવે એને હોશે હોશે સ્વીકારતા જાવ અને પોતાનું કર્મ કરતા જાવ , કારણકે જિંદગીનો બીજો કોઈ વિકલ્પ નથી.

એક એ પણ સત્ય છે માણસને જીંદગીમાં માત્ર સ્વીકારવાનું જ હોઈ છે કારણકે જે વસ્તુ માણસને સૌથી વધારે પ્રિય હોઈ છે અને જેને પગલે પગલે બધાને કહેતો ફરે છે અને જિંદગી ભર જેનાથી કોઈ દિવસ પીછો છૂટવાનો નથી અને જો ક્યાંક બોલાય તો મનમાં ને મન હરખાઈ છે એવુ પોતાનું નામ પણ બીજા દ્વારા રાખવામાં આવે છે પોતાનું નામ રાખવાનો હક પણ માણસ પાસે હોતો નથી બસ એને સ્વીકારવાનું હોઈ છે કે આ નામ છે મારું !

“ખુશિયા ઔર ગમ સેહતી હે ફિર ભી એ ચુપ રહેતી હે

અબ તક કીસીને ના જાના જિંદગી ક્યાં કહેતી હે! ”