maun na padagha Dr.Shivangi Mandviya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 101

    ભાગવત રહસ્ય-૧૦૧     કેટલાક નિંદ્રા માટે ગોળી લે છે.પણ ભાગવતમ...

  • ખજાનો - 68

    "મારા દાદાજીને રસોઈ બનાવવાનો શોખ હતો. પોતાના રસોઈના શોખ સાથે...

  • આત્મા

      એક રાજા હતો, રાજાના દરબારમાં સૌના મોમાં માત્ર તેની ચાર રાણ...

  • નિતુ - પ્રકરણ 47

    નિતુ : ૪૭ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુની આંખો પર સૂર્યોદયના ઘ...

  • એક ષડયંત્ર.... - ભાગ 108 (છેલ્લો ભાગ)

    (સિયાને મળી કનિકા હિંમત આપે છે. અને જીવવા પ્રેરણા આપી અને આવ...

શ્રેણી
શેયર કરો

maun na padagha

  • મૌન ના પડઘા
  • જે કહેવું હોઈ એ ક્યાં કહેવાય છે,

    એટલેજ તો મૌન નું સામ્રાજ્ય ફેલાય છે.

    ક્યારેક શબ્દોના મોજા થકી થોડું કોતરાય છે

    તો ક્યાંક વિચારો ના વમળો દ્વારા બહુ અટવાય છે

    ક્યારેક આંસુઓના ઘુંટડા પિવાઈને સેહવાઈ જાય છે

    તો ક્યારેક ક્રોધના આવેશમાં આવીને અંદર અંદર ઉભરાઈ જાય છે.

    જયારે અતિશય પડઘાય છે , આ મૌન ચારેતરફથી ,

    ત્યારેજ તો એ કલમ દ્વારા કાગળ ઉપર ઠલવાય છે.

    કહેવા વાળા તો કેટલાય ઉભા છે અહી હરોળ મા

    પણ સાંભળવા વાળા ક્યાંક ખોવાય ગયા છે.


  • જિંદગી કે મૃત્યુ
  • કઈક કરવાની આશા,

    કરતા કરતા થોભી જવાની નિરાશા,

    આશા નિરાશા વચ્ચે જ તો છે આ જિંદગી.

    આ પવન વેગે દોડતા આ વિશ્વમા ખોવાયેલા સંબંધોની નિરાશા,

    તો ધીરે ધીરે મળતી કામયાબીની આશા.

    જડ પથ્થર પાસેથી મળવાની આશા તો ,

    ચેતન મન પાસેથી ગુમાવવાની નિરાશા .

    આશા નીરાશા વચ્ચે જોલા ખાતી આ જિંદગી અને

    અંત એટલે મૃત્યુ.


  • ચક્રવ્યૂહ
  • કારણ વગર કારણ શોધવા લાગ્યા ,

    બસ એમ જ લખવાના બહાનાં શોધવા લાગ્યા.

    જગતના આ શોરને મૌન થકી કોતરવા લાગ્યા.

    સુકાય ગયેલા શબ્દોને લાગણીની ભીનાશ લઇ ભીંજવવા લાગ્યા;

    કોરા પડેલા પેલા કાગળ માં લાગણીના ભાવો ઉભરાવવા લાગ્યા .

    અર્થોના અલંકાર સજી ,અસ્તિત્વને પરખવા લાગ્યા;

    અમે તો આ મેદની ની એકલતા ને પોતાનામાં જ ઓગળવા લાગ્યા.

    નહોતું આવડતું લખતા છતાં ,

    બસ આમ જ અમે યાદોના ચક્રવ્યૂહ માં ગઝલ ને ફસાવવા લાગ્યા.


  • નવું નવું
  • રસ્તે , રસ્તે ,રસ્તો બદલાયો

    સમયે , સમયે નવો વળાંક આવ્યો

    જાણ્યે - અજાણ્યે માની લીધું તું કે

    આજ છે અહી હવે,

    ત્યારે-ત્યારે અહી નવું નવું પથરાયું છે.

    પ્રશ્ને , પ્રશ્ને ,પ્રશ્ન ઉદભવ્યો

    વિકલ્પે , વિકલ્પે નવો વિકલ્પ મળ્યો

    હજી તો વણઉકેલ્યો હતો એક જુનો કોયડો ,

    ત્યાંતો જિંદગી એ ફરી થી નવો કોયડો ધર્યો .

    માણસે , માણસે , માણસ બદલાયો

    સંબધે, સંબધે નવો સંબંધ બંધાયો

    બસ હમણાં જ સાંધ્યો તો એક સંબંધ ,

    ત્યાં પાછો બીજો એક સંબંધ તુટ્યો .

    નીંદરે , નીંદરે નવું સ્વપ્ન જગાડ્યું

    સ્વપ્ને , સ્વપ્ને નવી જિજીવિષા જગાડી

    હજી અધુરી હતી એક ઈચ્છાને પાછી એક નવી ઈચ્છા જાગી

    બસ આ અધુરી ઈચ્છા થકી જ તો આ જિંદગી જીવાણી .


  • ભ્રમ
  • આજે હર કોઈ એક ભ્રમ માં જીવે છે

    બધા ની મીઠી મીઠી વાતો સાંભળી ને

    એમ થાય છે કે આ મીઠાસ કે કડવાશ

    આજે બધા એકબીજા ને જાણે છે છતાં

    એકબીજા ને સારું લગાડવા

    કેવી કેવી તથ્યો વગર ની વાતો કરે છે

    આ દુનિયામા સાચા સંબંધો કેટલા?

    કદાચ જવાબ નહિ મળે

    પણ એમ પૂછવામાં આવે કે મતલબી સંબંધો કેટલા?

    તો કદાચ સંખ્યા ટુકી પડે.


  • અહંકાર
  • ગિરી ટોચથી પડતું મુક્યું ને ઝરણું બની ગયું

    ગિરીવર ની ખાઈ માં ભેગું થયું તો સરોવર બની ગયું

    કિનારા છુટા પડ્યાને મીઠી સરિતા દોડતી થઇ

    જ્યાં થયો સંગમ સાગરનો ત્યાં પળવારમાં તો ખારી ઘૂઘવાટ થઈ ગઈ.

    ઘુઘવાટ કરતો તો જે અહંકારમાં ,

    ઉછળતો તો જે ગુમાન માં,

    હતું અભિમાન પોતાના ઊંડાણનું

    તો કેમ એ ન સાચવી શક્યો એ સરિતા કેરી મીઠાશ ને?

    કેમ તાગુ હું એની ઊંડાઈ ને ઊંડાઈ માં

    જે પોતાના નીર ને પણ સાચવી સકતો નથી

    તપતા ની સાથે જ બાષ્પ બનવી ઉડાડી દે છે

    કોક વાર તો સમાવી જો તારા નીર ને તારામાં

    ને વાદળાને મોકોતો દે નવા નીર વરસાવવાનો .

  • પુકાર હિમાલય નો
  • ફેર છે તોય ફેર નથી આ કુદરત ના કહેરમાં ,

    ધ્રુજે છે હિમાલય પછી હોય કહેર ભારત કે નેપાળમાં

    એક છે દેહ પછી હોય કેદાર કે પશુપતિનાથ ,

    ભળે છે માટી માટીમાં

    પછી ભલે હોઈ મંદાકિની નો કિનારો કે બાગમતી નો કાંઠો.

    એજ જળપ્રપાત , હિમસ્ખલન કે પછી ધ્રુજતી ધરતી

    થાય છે ધરાશય ઐતિહાસિકતા ને આસ્થા.

    કરે હિમાલય પુકાર આજ

    પાણી કર્યા તે મારી સફેદ ચાદરના

    બદલ્યા તો બદલ્યા પણ રોક્યા નીર ગંગાના

    સમાવ્યાતા ગોદમાં મેં મારા ગણી

    ઉભો તો અડીખમ દુશ્મન ભણી

    સમજ હવે તું ઈશારા કુદરતના

    બંધ કર બધી તારી રમતો ને હે માનવી !

    શું જોઈ આનાથી વધારે નિશાની તારે ,

    થયું કેટલુય આ બે ચાર વર્ષોમાં ,

    જાન દીધી કેટલાય માણસો એ

    તોય અડીખમ ઉભા છે શિવ મારા પહાડો માં !


  • ક્ષિતિજ
  • દૂર થી જોતા બહુ નજીક લાગી ,

    નજીક ગઈ તો બહુ દુર લાગી ,

    પણ મને તો સુંદર આભાસ લાગી ,

    કેવું કાલ્પનિક મિલન ધરતી અને આકાશનું

    જયારે તે મળી ઓલા આથમતા સુરજ ને

    ત્યારે કેવી એ ગુલાબી સંધ્યા લાગી .

    જયારે વિખુટી પડી એ એજ ઉગતા સુરજ થી ,

    ઝાકળ ભરી આભા તો પણ કેવી રોશન લાગી .

    આ તો મિલન અને વિરહ ની વાર્તા કેવી અનોખી લાગી.


  • આપણું શું ગજુ?
  • તું શું ઓળખીશ હે માનવ? આ માનવ ને?

    છે , આ સાવ અલગ જ માળખું

    કેટલીય શોધ કરી તે ,

    કેટલાય રહસ્યો પણ ઉકેલ્યા હશે તે

    પણ શું તું ઉકેલી શક્યો તારા જ આ તરંગી વિચારો ને

    કે ક્યાંથી ઉદભવે છે?

    જેણે દીધું આ અભેદી મન ,

    તે પણ નથી ભેદી શક્યો આ માનવ મન ને

    આ પરીક્ષામાં તો ભગવાન પણ થયો નાપાસ

    તો પછી આપણું તો ગજુ શું કેહવાય ?


  • શબ્દ સંગાથ
  • જીદ તો હતી એકલા ચાલવાની ,

    પણ અધવચ્ચે તે સંગાથ મળી ગયો.

    વિચાર્યું કે હુય જોઈ લાવ દર્પણ માં થોડું,

    પણ ત્યાતો મને મારો જ પડછાયો મળી ગયો .

    અકબંધ હતું આ મારું મૌન સમય સાથે

    પણ આજે આ કાગળ થકી એનેય પોતાનો જ પડઘો સાંભળી લીધો .

    ના મળે કોઈ સંગાથ હવે આ રસ્તામાં તો ગમ નથી

    કારણકે

    મને તો હવે અવિરત શબ્દ સંગાથ મળી ગયો .


  • માણસ છું .
  • જિંદગી ના રાજકારણમાં વગોવાયેલી માણસ છું.

    રાજનીતિ નથી આવડતી એટલે જ તો ,

    રાજકારણ ની ગલિઓ માં ઉભેલી એક માણસ છું.

    ખેચતાણી ચાલે છે અહી ખુરશીઓની ,

    બસ એ દ્રશ્યને દુર થી જોનારી માણસ છું.

    આરોપ તો કેટલાય છે અહી મારા પર પણ ,

    પ્રત્યારોપ થી જવાબ દેનારી માણસ છું .

    આરોપ પ્રત્યારોપ ના વાદ- વિવાદમાં ફસાઈ,

    બસ વાવાઝોડામાં વંટોળે ચડેલી માણસ છું .

    વાવાઝોડું થશે શાંત ને થશે મેઘ મલ્હાર ,

    તોય મલ્હાર માં પણ કાન આડે હાથ દેનારી માણસ છું.

    બસ આતો લીધો શબ્દો નો સાથ ને ,

    કરી ઉપયોગ આ બદનામ રાજકારણ નું કીધી મેં સચ્ચાઈ ,

    બાકી તો મોજ મજાથી જિંદગી ને જીવનારી માણસ છું .

    ગામ નથી ભૂતકાળ નો અને પરવાહ નથી ભવિષ્યની ,

    હું તો બસ આજને આજ તરીકે જીવનારી માણસ છું .

    હશે કેટલીય ખામી ઓ મારા માં કારણ કે ,

    અંતે તો હું એક માણસ છું .