જડીબુટ્ટી
રત્ના શહેરમાં રહેતી સામાન્ય પરિસ્થિતિમાં મોટી થયેલી. પોતાના માતા–પિતાના બે સંતાનોમાં રત્ના મોટી અને શ્યામ નાનો. રત્નાના પિતાને દીકરી પર ખુબ જ વહાલ. રત્ના કોલેજમાં ભણતી સાયકલ લઈને જતી રત્નાનો વટ પડતો. કોલેજમાં રત્ના સિવાય કોઈ છોકરીઓ પાસે સાયકલ ન હોવાથી રત્ના પાંચમાં પુછાતી. રત્નાની વધતી ઉંમરને લીધે તેમના માતા–પિતાની ચિંતા પણ વધવા લાગી હતી. દિકરી તો દિવસે ન વધે એટલી રાતે વધે. ઘરમાં દિકરી જુવાન થાય એટલે કંઈ કેટલાય લોકો પુછતા ફરે તમારી દીકરીને આગળ ભણાવવી છે કે.... પછી પારકે ઘરે સીધાવવાની, અધુરી વાતમાં સમહૃ જ જવાનું કે, ગામ હોય ત્યાં ઉકેળો તો હોય જ ને
જેના ઘરમાં જુવાન દિકરી હોય એટલે માણસો વાત વાતમાં પુછવાની કોશીષ કરે કે, તમારે દિકરી ને કયારે પરણાવવી છે ? રત્ના સમજદાર અને કામકાજમાં તો પાકે ઘડે કાઠાં ચડાવે એવી હોશીયાર. જેવી ભણવામાં હોશીયાર એવી જ કામમાં વેગીલી. ગામમાંથી ઘણાં માંગા તો આવતા હતા. પરંતુ રત્નાના પીતાહૃની ઈચ્છા દિકરીને શહેરમાં દેવાની હતી. જેથી દીકરીની હૃંદગી આરામથી પસાર થાય..
રત્નાના પિતાનું સ્વપ્ન સાકાર પણ થયું. એક દિવસ સવાર સવારમાં સવારમાં રસપંચ પધાર્યા. રત્નાના પીતાહૃ તો સરપંચન હ્મેઈને કાપો તો લોહી ન નીકળી એમ સરપંચને હ્મેઈ રત્ના, સરપંચ બોલ્યા અરે, મુંહ્મવ નહીં આજ તો હું તમારી પાસેથી માંગવા આવ્યો છું. રત્નાના પીતાહૃ વિચારમાં પડી ગયા. સરપંચ બોલ્યા, તમારા આંખના રતનને મારી બેનના ઘરનું રતન બનાવવાની ઈચ્છા લઈને આવ્યું છું, સમજયા કે નહિ.
હું તમને ચોખવટથી વાત કરુ છું, મારી બેનના દિકરા માટે રત્નાનો હાથ માંગવા આવ્યો છું. રત્નાના પિતાહૃ ખુશ થઈ ગયા. કારણકે સરપંચના બેનને તે ઘણાં સમય થયાં ઓળખતા હતા. વારંવાર સરપંચને ઘેર આવતા હતા. સરપંચના બનેલી પરલોક સિધાવયે ઘણો સમય થઈ ગયો. ઘરમાં મા– દિકરો બે જણા. સરપંચની મોઢે સાંભળેલ પણ ખરું કે, શહેરમાં ઘરનું ઘર છે, તેમજ દીકરો પણ સારી કંપનીમાં નોકરી કરે છે અને આવકેય સારી છે. સરપંચે વાત નાંખીને પોતાની બેનને આમંત્રણ આપ્યું. બે–ત્રણ દિવસમાં પણ બધુ પાકુ થઈ ગયું અને ગોળ ધાણા ખવાય ગયા. બે મહિના પછી વેકેશનમાં રત્નાના ધામ ધુમથી લગ્ન ઉકેલયા. વાજતે ગાજતે હ્મન આવીને રત્નાએ શહેરના રસ્તે નવા સપનાઓના સથવારે પગ ઉપાડયો.
સાસરમાં નવું વાતાવરણ, આમ તો પતિ–પત્ની અને તેમના સાસુ ત્રણ વ્યકિતઓનું નાનું કુટુંબ ચાર–પાંચ દિવસમાં તો સાસુ વહુની હૃણી હૃણી ખટપટ ચાલુ થઈ ગઈ. બંન્ને વચ્ચે દરેક બાબતમાં ટશલ થતી રહેતી. સાસરે આવ્યાને આઠ દિવસમાં રત્ના તો ઉબકે આવી ગઈ. રત્નાએ પોતાના પતિ પાસે પોતાના મા–બાપુને મળવા ગામડે જવા રહ્મ માંગી. સાસુએ તો મનમાં જ હાસકારો મેળવ્યો. રત્નાએ આવેલી હ્મેઈને માતા–પિતા પણ ખુશ હતા.
ગામના મંદિરની બાજુમાં આવેલ કુટીરમાં રહેતાં ધુણીબાબા. વર્ષો થયા ધુણી ધખાવીને રહેતાં હોવાથી તે ધુણીબાબાના નામે ઓળખાય છે. રત્ના મંદિરે દર્શન કરવાના બહાને ધુણીબાબા પાસે જઈને ચોધાર આંસુએ ગંગા જમના વહાવતા બોલી, મને કોઈ જડીબુટ્ટી આપો હું મારા સાસુથી ત્રાસી ગઈ છું. હું એમની સાથે એક દિવસ પણ રહેવાં માંગતી નથી. બાબાએ શાંતીથી કત્નું, પંદર દિવસ પછી આવજે હું જડીબુઉીં જંગલમાંથી લઈને બનાવી રાખીશ.
રત્નાને મનથી શાંતથી થઈ. રત્ના પંદર દિવસ પછી ફરી બાબા પાસે ગઈ. બાબાએ રત્નાને કત્નું, તને જડીબુઉીં આપુ પણ મારી એક શર્ત છે તે તારે પાડવી પડશે તો જ જડીબુઉીં કામ કરશે. હું તમારી દરેક શરતનું પાલન કરીશ. જડીબુઉીં આપતાં બાબા બોલ્યાં, આવતી કાલથી રોજ એક નવી વાનગી બનાવી તેમાં તારી સાસુને ખવરાવી દેજે, આ એક ધીમું ઝેર છે જે ધીમે ધીમે તેમના શરીરમાં ફેલાશે. છ માસ પછી તારી સાસુનુ મૃત્યુ નિિત છે, અને હા...
આવતી કાલથી તારા સાસુ સાથે એવો વહેવાર કરજે હ્મણે કંઈ થયું જ નથી. જેવો વહેવાર તારી મા સાથે કરશ એવો જ વહેવાર તારી સાસુ સાથે કરજે, અને કોઈપણ કામ તેને પુછયા સિવાય કરવા નહિ, નહિ તો એમને તારી ઉપર શંકા જશે. રત્ના બાબાને પગે લાગીને ઘરે આવી, અને બપોરના સમયે શહેર જવા નીકળી ગઈ. ઘરે જઈને તરત જ સાસુને પગે લાગી. જમવાનું શું બનાવવું છે તે પણ સાસું ને પુછી ને બનાવ્યું. સવારે તેમની સાસુની પહેલાં ઉઠીને દરેક કામ કરવા લાગી. સાસુ ને કોઈ કામ ન કરવા દેતી. રોજ નવા નવા પકવાન જમાડતી. સાસુના જમવામાં જડીબુઉીં ભુલ્યા વગર નાંખતી.
રત્નાની સાસુને રત્ના વ્યવહારમાં ખુબ જ પરિવર્તન લાગ્યું. મનમાં વિચાર્યું બાપની ઘરે ગઈતી, મા–બાપે સલાહ આપી હશે, સાસરે કેમ રહેવાય જે હોય તે મારી સાથે તો દીકરી જેવો વ્યવહાર કરે છો તો હુ કેમ સાસુ પણુ વાપરુ હુય મા થઈને ખાઈશ. ધીમે ધીમે સમય પસાર થાતો ગયો. રત્ના તો પોતાની સાસુને સારી રીતે રાખવાનું નાટક કરી રહી હતી.
સાસુમાં પણ ઘણું પરિવર્તન આવવા લાગ્યું. નાટક કરતાં કરતાં રત્નાને સાસુ પ્રત્યે કોઈપણ પ્રકારી ફરીયાદ તો રહી નહિ, પરંતુ મનથી સાસુ પ્રત્યે તે મા જેવું કરવા લાગી. છ માસ પુરા થવાં આવ્યા. રત્નાને મનમાં ચિંતા ખાવા લાગી કે, કયાંય મારી સાસુ જડીબુઉીંથી મરી હ્મશે તો ? તેમણે ઘરે જવા માટે રહ્મ માંગી તો, તેમની સાસુ ભીની આંખે બોલ્યા, તારા વગર તો મને ગમશે નહિ, બેટા તારી આ મા એકલી થઈ હ્મશે. તારા માતા પિતાને મળીને જટ પાછી આવજે. રત્નાએ પણ ભારે હૈયે પગ ઉપાડયા.
રત્ના પણ ઘરે આવીને સવાર સવારમાં જ બાબા પાસે જઈને દુઃખી દયે બોલી, બાબા મને માફ કરી દયો, મે બહુ મોટી ભુલ કરી નાંખી. મારી સાસુ સાથે હું નફરત કરતી તી, પણ તે તો મને દીકરીની જેમ રાખે છે. મારે તેમની સાથે કોઈ વેરઝેર રત્નું નથી. તમે તમારી જડીબુઉીં અસર રોકી શકાય એવી કોઈ બીહૃ જડીબુઉીં આપો. મારા રહેતા તો મારા સાસુને ઉની આંચ પણ ન આવવી હ્મેઈએ. તેમના મોતની બદલે મને મારુ મોત મંજુર છેે. બાબા શાંત ચિત્ત્યે રત્નાને સાંભળી રત્ના હતા, અને રત્ના અનરાધાર આંસુ વહાવી રહી હતી. તેમની વાત અને આંખમાં પસ્તાવો દેખાય રત્નો હતો. તેનો પાતાપ ખરા દયનો હતો.
બાબા બોલ્યા, બેટાં મે તને જડીબુઉીં આપી હતી તે, ઝેર નહોતું આપ્યું. રત્ના તો આર્યથી તેમની સામે આંખો ફાળીને હ્મેઈ રહી. બાબા તો બોલ્યે જતાં હતા. તે તો ફકત એક પ્રસાદ જ હતો. તેમાં કોઈ ઝેર ન હતું. પરંતુ તારા મનામાં રહેલા ઝેરને મારવા માટે મારે આ પ્રસાદને જડીબુઉીંનું નામ આપવું પડયું. તારા સાસુ સાથે તારે મનથી વેર હતુ તે કાળરૂપે ઝેર બની ગયું હતું. જે વેર પે્રમમાં પરિવર્તન પામ્યું, પે્રમમાં નફરત ઓગળી ગઈ, ઝેર માં પરિવર્તન પામ્યું. હવે તારે કોઈ જડીબુઉીંની જરૂર નથી. માણસ મનથી વેર, ેષ, ઈર્ષા, દુઃખ અને સુખને જન્મ આપે છે, તેથી તેવી જ પરિસ્થિતિ તે શિકાર બનતો હ્મય છે. માણસ તો એ જ હોય છે, સમય પણ એ જ હોય છે. ફર્ક તો મનમાં થયેલ વેમનો હોય છે.
લી. કિર્તી ત્રાંબડીયા, રાજકોટ. મો. ૯૪ર૯ર૪૪૦૧૯