દેવદાસી Bhupendrasinh Raol દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

દેવદાસી

દેવદાસી

દેવદાસીનો સીધો સાદો અર્થ થાય દેવની દાસી. હવે દાસીનો અર્થ સમજાવવાનો ના હોય. કોઈ રાજા હોય, કોઈ ધનિક હોય, સમાજમાં કોઈ મહત્વની વ્યક્તિ હોય તેને બહુ કામ રહેતું હોય તેને દાસદાસીઓની જરૂર કદાચ પડે. ભગવાન કોઈ વ્યક્તિ તો છે નહિ. અને એને ક્યાં કોઈની મદદની જરૂર છે? અને મૂર્તિઓની સેવા પૂજા કરવા તો પૂજારી હોય જ છે. છતાં દેવ માટે દાસી જોઈએ તે અજૂગતુ નથી લાગતું?

દેવદાસીના લગ્ન દેવ સાથે થતા. પછી તે મંદિરમાં સેવા કરતી, સાથે સાથે દેવ માટે નૃત્ય કરતી. ભારતનાટ્યમ ઓડિસી જેવા શાસ્ત્રીય નૃત્ય દેવની સેવા માટે જરૂરી હતા. પણ એકલાં દેવ સાથે લગ્ન કરીને જ રહે તો મૂલ હેતુ સ્ત્રીઓના જાતીય શોષણ માટે જે વ્યવસ્થા ગોઠવી હોય તે બર આવે નહિ. બુદ્ધીશાળી મહાપુરુષો એમના જિન્સ ફેલાવવા કે પછી એમની વાસના સંતોષવા જાત જાતનાં બહાનાં શોધી કાઢતા હોય છે. દક્ષિણ ભારતમાં ટૅમ્પલ સંસ્કૃતી વિકસેલી છે. પછી તે ઉત્તર ભારતમાં આવી.

સ્ત્રી એના લિમિટેડ અંડ જથ્થા માટે સ્પર્મ મેળવવા માટે બહુ મોટી chooser હોય છે. જેવા તેવા સ્પર્મ ચૂઝ કરતી નથી. અને પુરુષોને સ્પર્મ જેટલા ફેલાય તેટલા ફેલાવવા હોય છે. એટલે આ સ્પર્મ કૉમ્પિટિશન બહુ અઘરી છે. તેને સહેલી બનાવી દેવા સ્ત્રીઓનું બ્રેન વૉશ કરતા રીતિ રિવાજો કમજોર પણ બુદ્ધીશાળી લોકો શોધી કાઢતા હોય છે. લગ્નવ્યવસ્થા ખુદ એમાં જ શોધાઈ છે, એટલે જો ફક્ત દેવ સાથે લગ્ન કરીને કોઈના કામ ના આવે તો શું કામનું? એટલે કોઈ આશ્રયદાતા જોડે પછી ફરી લગ્ન કરીને કે લગ્ન કર્યા વગર રખાત તરીકે રહેવાનું. લગભગ તો મંદિરના વહીવટકર્તા, પૂજારીઓ, ધર્મગુરુઓ કે આશ્રયદાતા હોય તે રખાત તરીકે રાખી લેતા. આ લોકોને પાછી કાયદેસર પત્ની તો હોય જ. એટલે દેવદાસીએ આખો દિવસ મંદિરમાં સેવા આપવાની, નૃત્ય સાધના કરવાની. બ્રિટિશ રાજમાં મંદિરોની હાલત કથળવા લાગેલી તો દેવદાસીઓ વેશ્યાગીરી કરવા લાગી. તો રિફોર્મિસ્ટ લોકો વિરોધ કરવા લાગ્યા.

૧૯૮૮ થી ભારતમાં દેવદાસી પ્રથા ગેરકાયદે ગણાય છે. છતાં નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન ઑવ ગવર્નમેન્ટ ઑવ ઇન્ડિયાના ૨૦૦૪ના એક રિપોર્ટ પ્રમાણે હજુયે દેવદાસીઓ છે. એક રીતે ધર્મ દ્વારા મંજૂરીનો સિક્કો વાગેલી વેશ્યા જ કહેવાય. ૧૯૯૦માં થયેલો એક અભ્યાસ જણાવે છે કહેવાતી દેવદાસીઓના ૪૫.૯ ટકા વેશ્યાગીરી કરે છે જ્યારે બાકીની મજૂરી અથવા ખેતમજુરી. કર્ણાટક સરકારે ૧૯૮૨માં આ પ્રથા ગેરકાયદેસર ગણી છે. જ્યારે આંધ્રપ્રદેશ સરકારે ૧૯૮૮માં ગેરકાયદે કરી. તમને એમ કે બધું વર્ષોથી બંધ થઈ ગયું છે. અરે! ૨૦૦૬ સુધી તો ઉત્તર કર્ણાટકના ૧૦ જિલ્લાઓ અને આંધ્રપ્રદેશના ૧૪ જિલ્લાઓમાં દેવદાસીઓ હતી. ૮૦ થી ૯૦ ટકા દેવદાસીઓ શિડ્યૂલ કાસ્ટની હતી. હવે સમજ્યા? સેક્સની વાત આવે તો પછાત વર્ગની સ્ત્રીઓ બાબતે છુઆછૂત ગાયબ. મતલબ પછાત કે શૂદ્ર કહેવાતી સ્ત્રીઓ સેક્સ માટે ચાલી જાય. ત્યાં અસ્પૃશ્યતા નથી નડતી.

કરતી દેવદાસીઓ કર્ણાટકમાં બાસવી, મહારાષ્ટ્રમાં માતંગી તરીકે ઓળખાય છે. દેવદાસી એક કાસ્ટ તરીકે પણ ઓળખાય છે. એનો પહેલો ઉલ્લેખ મંદિરમાં નૃત્ય કરતી કન્યાઓ તરીકે કાલિદાસના ‘મેઘદુત’માં જોવા મળે છે. ઉજ્જૈનમાં મહાકાલના પ્રસિદ્ધ મંદિરમાં કન્યાઓ નૃત્ય કરતી.. કાલિદાસ ઉજ્જૈનમાં થયેલા. દસમી સદી સુધી દેવદાસીઓ પૂજારી પછી મહત્વનું સ્થાન ભોગવતી. દેવદાસીની સંખ્યા પ્રમાણે મંદિરની પ્રતિષ્ઠા અંકાતી. તાંજોર અને ત્રાવણકોરના મંદિરમાં ૪૦૦ દેવદાસીઓ રહેતી. સ્થાનિક રાજાઓ દેવદાસીઓને નાચવા માટે મહેલોમાં લઈ જતા તો એને રાજદાસી પણ કહેવાતી. દસમી અને અગીયારમી સદીમાં આ પ્રથાનો સુવર્ણકાલ ચાલતો હતો. મુસ્લિમ આક્રાંતા આવ્યા પછી મંદિરોની હાલત બગડી, આશ્રયદાતા રાજાઓની હાલત બગડી તો દેવદાસીઓ દરિદ્રતા અને દુઃખ અનુભવતી વેશ્યાગીરી તરફ વળવા લાગી.

દક્ષિણમાં ચૌલ રાજાઓના સમયમાં આ પ્રથા ખૂબ ફુલીફાલી. તામીલમાં એને દેવાર આદિલગર પણ કહેવાય છે. દેવાર મતલબ દેવ અને આદિલગર મતલબ સર્વન્ટ..દેવદાસી તરીકે પુરુષો પણ કામ કરતા. મોટાભાગની દેવદાસીઓ એમના ગુરુ પાસેથી સંતાનો પ્રાપ્ત કરતી જેઓ એમને નૃત્ય અને સંગીત શીખવતા. ગુરુઓ વિધ્યા આપતા આપતા ક્યારે સંતાન આપી દે કહેવાય નહિ. ચેલકીઓએ ધ્યાન રાખવું.

જગન્નાથ મંદિરની દેવદાસીઓ મહારી તરીકે ઓળખાતી. આ મહારી કદી વેશ્યાગીરી કરતી નહિ. છતાં ગુરુઓ સાથે સંપર્ક વડે સંતાનો ધરાવતી. મહારી મતલબ એવી મહાન સ્ત્રી જે કુદરતી આવેગો રોકી શકે છે. મહારી એટલે મોહન નારી..ચૌદમી સદીમાં મુસ્લિમ આક્રાંતાઓ ઓરિસ્સા પર ચડી આવ્યા પછી અહીં પણ આ પ્રથાની અવદશા થવા લાગી. ઓરિસ્સા ગઝેટ-૧૯૫૬ પ્રમાણે નવ દેવદાસીઓ હતી જ્યારે ગઝેટ-૧૯૮૦ પ્રમાણે હરપ્રિયા, કોકિલપ્રભા, પરોશમોની અને શશીમોની એમ ચાર જ બચેલી. શશીમોની અને પરોશમોની હજુ જીવે છે અને ખાસ પ્રસંગોમાં નૃત્ય કરવા જાય છે.

કર્ણાટકમાં યલ્લમ્મા પંથ ચાલે છે. યલ્લમ્મા પરશુરામના માતા રેણુકા અને જમદગ્નિ ઋષિના પત્ની હતા. યલ્લમ્મા ઉત્પત્તિ વિષે ઘણી વાર્તાઓ ચાલે છે. મુખ્ય વાર્તા એવી છે કે રેણુકા નદી કિનારે ગયેલા ત્યાં થોડા યુવાનો પાણીમાં રમતા હતા. એ જોવામાં રેણુકાને ઘેર આવવામાં મોડું થઈ ગયું. ઋષિને એમના ચારિત્ર્ય(બે પગ વચ્ચે સમાયેલા) વિષે શંકા ગઈ. એમણે એમના પુત્રોને માતાનું મસ્તક ધડથી અલગ કરવા આદેશ આપ્યો, એક પછી એક ચાર પુત્રોએ ના પાડી. ઋષિએ ગુસ્સે થઈને ચારે પુત્રોને એમની જાદુઈ શબ્દવિધ્યા(શ્રાપ) વડે ષંઢ બનાવી દીધા. પછી પરશુરામને આદેશ આપ્યો. પરશુરામે આદેશ પાળ્યો પણ ચમત્કાર એ થયો કે રેણુકા માતાનું મસ્તક દસ કે સો ની સંખ્યામાં પ્રગટી જુદાજુદા સ્થળે પડ્યું. એમના પેલાં શ્રાપ વડે નપુંસક બનેલા પુત્રો અને બીજા લોકો આ ચમત્કારે એમના ભક્ત બન્યા અને એમના મસ્તકની પૂજા કરવા લાગ્યા. વાર્તા તો એક પ્રતીક છે. કર્ણાટકના યલ્લમપુરામા મોટાભાગની વસ્તી દેવદાસી પ્રૅક્ટિસ કરતી જોવા મળે છે. યલ્લમ્મા મંદિરમાં દેવદાસીઓને અંદર ગર્ભગૃહમાં જવાની છૂટ હોતી નથી, મંદિરની સાફસફાઈ વગેરે સેવા બહારથી કરવી પડે. અહીં પરશુરામ વિષે કોઈ દ્વેષ જોવા મળતો નથી, ઉલટાનુ યલ્લમ્મા અને પરશુરામના પ્રાર્થનાગીતો ગાવાનું શીખવું પડતું હોય છે. અહીં દેવદાસીઓ ગાવા બજાવવાનું કામ કરે છે, નાચવાનું કામ વ્યઢંળો કરતા હોય છે. યલ્લમ્માના ભક્તો મોટાભાગે ગરીબ અને પછાત વર્ગના હોય છે. દરિદ્રતા પત્ની અને બાળકોને માતાને ધરાવી દેવા મજબૂર કરતી હોય છે.

દેવદાસી વિધવાપણાથી મુક્ત ગણાય, અખંડ સૌભાગ્યવતી ગણાય કેમકે તે દેવને પરણી હોય છે અને દેવત્વ હંમેશા અમર હોય છે. આપણે સ્ત્રીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીયે છીયે એનો એક અર્થ એ થાય કે એના પતિ કરતા વહેલી મરજે…

સ્ત્રીઓના વેલ્ફેઅર માટે કામ કરતા નેશનલ કમિશન ફોર વુમન જુદાજુદા રાજ્યો પાસેથી દેવદાસીઓ વિષે માહિતી મંગાવે છે ત્યારે ઓરિસ્સા સરકાર કહે છે અમારે ત્યાં દેવદાસી પ્રથા નાશ પામી છે અને પુરીના મંદિરમાં ફક્ત એક જ દેવદાસી છે, તામિલનાડુ ગવર્નમેન્ટ કહે છે અમારે ત્યા કોઈ દેવદાસી છે જ નહિ, આંધ્રપ્રદેશમાં ૧૬૬૨૪ અને કર્ણાટકમાં ૨૨૯૪૧ દેવદાસીઓ નોંધાઈ, જ્યારે મહારાષ્ટ્ર સરકારે કોઈ સીધી માહિતી આપી નહિ, પણ આડકતરી માહિતી આપી કે ‘દેવદાસી મેન્ટેનન્સ અલાવન્સ’ માંગતી ૮૭૯૩ અરજીઓ આવેલી તેમાંથી ૬૩૧૪ રીજેક્ટ કરવામાં આવેલી ૨૪૭૯ દેવદાસીઓ એલિજિબલ ગણવામાં આવેલી અને આ માહિતી આપતા સમયે ૧૪૩૨ દેવદાસીઓ અલાવન્સ મેળવતી થઈ ચૂકી હતી. મહારાષ્ટ્રમાં નિરાધાર દેવદાસીઓએ એક અર્ધનગ્ન રેલી પણ કાઢેલી

ગુજરાતમાં દારૂબંધી છે છતાં દારૂ પીવાય છે તે હકીકત છે. તેવું દેવદાસી પ્રથાનું પણ છે. આંધ્રપ્રદેશમાં કરીમનગર, વારંગલ, નિઝામાબાદ, મહેબુબનગર, કુર્નુલ, હૈદરાબાદ, અનંથપુર, મેડક, આદિલબાદ, ચિત્તુર, રંગારેડ્ડી, નેલ્લોર, નાલ્ગોન્ડા, અને શ્રીકાકુલમ વિસ્તારોમાં દેવદાસી પ્રથા હજુ ચાલુ છે તેવું કહેવાય છે. કર્ણાટકમાં રાયચુર, બીજાપુર, બેલગાંવ, ધારવાડ, બેલ્લારી અને ગુલબર્ગામાં હજુ આ પ્રથા અસ્તિત્વમાં છે તેવું કહેવાય છે. મહારાષ્ટ્રમાં પુણે,શોલાપુર, કોલ્હાપુર, સાંગલી, મુંબઈ, લાથુર, ઉસ્માનાબાદ, સતારા, સિંધુદુર્ગ અને નાંદેડ વિસ્તારમાં હજુ આ પ્રથા ચાલુ છે તેવું કહેવાય છે. ગોવાના અમુક મંદીરોમાં પણ દેવદાસીઓ છે તેવું કહેવાય છે.

અંધશ્રદ્ધા ઉપર ખાલી કહેવાતા ગરીબો અને પછાત વર્ગનો ઇજારો હોય તેવું નથી. અમીરોની પણ એમાં ભાગીદારી હોય છે. સમાજનો એક વર્ગ બીજા વર્ગનું શોષણ કરવા અંધશ્રદ્ધા શરૂ કરે છે, અને બીજો વર્ગ એમાં સહર્ષ જોડાઈ પણ જાય છે. સર્વશક્તિમાન ગણાતા દેવને દાસીઓની ભલા શું જરૂર પડે? કે પછી નામ દેવનું ને કામ અમારૂ?