સાંપ્રત સમયની વર્ણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ? Maneesh Christian દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાંપ્રત સમયની વર્ણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ?

અમીસ ત્રિપાઠીની બેસ્ટ સેલર્સ ટ્રાયોલોજીમાંથી પહેલી “મેલુહા”માં લેખકે થોડી અજુગતી પણ ફાયદાકારક કલ્પના મૂકી છે. બાળકના જન્મ પછી થોડા સમયમાં જ તેને તેના કુટુંબથી દુર કરી એક આશ્રમ જેવા સ્થાન ઉપર મોકલી દેવાનો. જ્યાં તેના જેવાજ બીજા બાળકો ઉછરતા હોય. ત્યાં બાળકને બધું જ શિક્ષણ, બધું જ જ્ઞાન, બધી જ વિદ્યા શીખવવામાં આવે. કોઈ પણ જાતના ભેદભાવ વિના. પછી, જ્યારે બાળક જુવાન થાય ત્યારે તેને તેની યોગ્યતાને આધારે વર્ગ આપવામાં આવે કે તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર થશે.

શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ શું કહે છે? “चातुर्वर्ण्यं मया सृष्ट्यं गुणकर्मविभागश” અર્થાત “મેં ચારેય વર્ણો “ગુણ” અને “કર્મ”ના આધારે બનાવ્યા છે. (જન્મને આધારે નહિ.) આ બાબતે બુદ્ધિજીવીઓમાં ચર્ચા પણ પુષ્કળ થાય છે અને વિરોધ પણ થાય છે. અને તે સાચો જ વિરોધ છે. ગમે તેટલો ટેલેન્ટેડ વ્યક્તિ જો અમુક કાસ્ટમાં જન્મ લે તો તેની જ નીચે કામ કરનારા સવર્ણોમાં તે ભેદભાવ અને દ્વેષનો શિકાર બને છે. ક્રિશ્ચિયન તરીકે આ મારો જાત અનુભવ છે.

એક આડવાત- હું કોઈ ધર્મમાં માનતો નથી. અને ક્રિશ્ચિયન કઈ રીતે શુદ્ર ગણાય તે સમજાતું નથી. જો ભગવાન બદલવા શુદ્ર ગણાય તો ઘણા બધા સંપ્રદાયોમાં આજકાલ ભાગવાનો બદલાય જ છે. – આડવાત પૂરી.

સતયુગમાં કદાચ વર્ણવ્યવસ્થા જરૂરી હતી. જોકે તેનો ઉદ્દેશ પણ જુદો જ હતો. પણ અત્યારના સમયની શું માંગ છે? જાતી આધારિત વર્ણવિભાગો હોવા જોઈએ? કે કામ આધારિત વર્ણ વિભાગો હોવા જોઈએ? હોવા જોઈએ તો એના ફાયદા શું?(નુકશાન તો આપની આંખો સામે જ છે).

શાસ્ત્રોમાં વર્ણ પ્રમાણે કામની વહેચણી જોઈએ.

૧) બ્રાહ્મણ – શિક્ષા લે અને આપે (ભગવાનના પૂજાપાઠ શાસ્ત્રોમાં કોઈ પણ માટે બાધિત નોહતા, પણ તેના માટે શાસ્ત્રોનું જ્ઞાન હોવું જરૂરી હતું માટે પૂજાપાઠ અને કર્મ-કાંડ બાય ડીફોલ્ટ બ્રાહ્મણોને મળ્યા)

૨) ક્ષત્રિય – ક્ષત્રિયનું કામ રક્ષા કરવાનું. દેશની, સંપતિની, પ્રજાની. જરૂર પડે તો મારવાનું અને જરૂર પડે તો મારવાનું પણ.

૩) વૈશ્ય – જીવન જરૂરી ચીજવસ્તુઓ જે પ્રજા માટે ઉપયોગી છે જેના વિનિમયની જવાબદારી વૈશ્યોને માથે હતી.

૪) શુદ્ર – સમાજ, શહેર, વ્યક્તિ(કોઈ વ્યક્તિને અછૂત વાળી બીમારી હોય કે પેશાબ-પાણી પોતાની જાતે કરવા સક્ષમ ના હોય તો તે જવાબદારી શુદ્રો ઉપાડતા, જેમ આજે નર્સ રાખવામાં આવે છે તેમ) ચોખો રહે તેની જવાબદારી શુદ્રની હતી.

સાંપ્રત સમય બદલાયેલો છે. અત્યારે બધાને સરખો ચાન્સ મળે છે. બંધારણમાં આવેલા પાયાના અમુક વ્યાજબી ફેરફારોને કારણે પરિસ્થિતિ હવે બદલાઈ છે.(જોકે આજ વ્યાજબી ફેરફારોના કારણે આજે કોહવાટ લાગવા માંડ્યો છે. એ તો કુદરતનો નિયમ જ છે ભાઈ, દરેક બંધિયાર બાબત કોહવાણ જ લાવે). હવે બધાને સાહેબી કરવી છે. કોઈને મેલું સાફ નથી કરવું. આખો સમાજ આજે વૈશ્ય બનવા તરફ જ જઈ રહ્યો છે. બધાને પૈસા કમાવા છે. જ્ઞાન? તેલ લેવા ગયું. યુદ્ધ? આપણે તો અહિંસાના પુજારી.

લગભગ ૭૦ના દશકામાં ઈદી અમીન દ્વારા આફ્રિકન દેશોમાંથી ભારતીયોને ભગાડવામાં આવ્યા. ત્યારે ભારતની સાથે બીજા અમુક દેશોએ પણ નિરાશ્રીતો માટે પોતાના દેશના પ્લેન મોકલ્યા હતા. એમનો એક દેશ હતો બ્રિટન. ત્યારે બ્રિટનના ભુરિયાઓને કામ-કાજમાં બધું વ્હાઈટ કોલર જ હોય મજુરીના સાફ-સફાઈના કામોમાં નાકમાં જાણે છીંકણી ઘુસી જતી હોય એવું મો કરતા. એટલે સરકારે વિચાર્યું કે ચાલો સરસ મોકો છે. આમેય આ લોકો ગુલામી કરવા ટેવાયેલા છે અને મજુરી અને સાફ-સફાઈમાં તેમને ફાવટ પણ છે એટલે આપણે પણ પ્લેન મોકલી બોલાવીએ એટલે નામનું નામ પણ થાય અને કામ પણ થાય.

પણ થયું ઊંધું. તેમની આળસ તેમને જ ભારે પડી. સિત્તેરના દશકામાં ગયેલા એ જ ભારતીયો આજે સરકારી ખાતાઓમાં નોકરી કરે છે, મોટા ઉદ્યોગોના માલિક છે, કેટલાય એરિયામાં તો મેયર પણ છે. વેમ્બલી તો ગુજરતીઓનું, સાઉથહોલ તો પંજાબીઓનું એવા એરિયા વહેચાઈ ગયા છે. અને બ્રિટીશરો? હરામ બરાબર જો લંડનના અમુક એરિયામાં તો તમને જોવા પણ મળે તો. વચ્ચે જ એક સર્વેમાં તો એટલે સુધીનું તારણ અપાયુ કે થોડા વર્ષોમાં લંડનમાં બ્રિટીશરો લઘુમતીમાં ગણાશે. આ બધું તેમની બુદ્ધિ ઉપર વધુ પડતા ભરોસા અને મહેનત વાળા કામમાં આળસનું પરિણામ છે.

કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આજે “સર્વાંઇવલ ઓફ ફીટેસ્ટ”ના સનાતન સત્યમાં ફીટ થવા તમારે ચારેય વર્ણોમાં ફીટ રહેવું જરૂરી છે. એક પણ જગ્યા એ તમે કાચા પડ્યા એટલે આર્થીક અથવા તો સામાજિક રીતે નુકશાન થવાનું જ. કઈ રીતે???

બ્રાહ્મણ – જૂની પ્રથા પ્રમાણે શિક્ષા, જ્ઞાન એ બધું બ્રાહ્મણોની જાગીર હતી એટલે બીજું કોઈ એમાં પોતાની ચાંચ બોળતું નહિ. જરૂર પડ્યે બ્રાહ્મણને બોલાવી કામ પતાવી લેવાતું. હવે સીનારીઓ ચેન્જ છે. જરૂરી શિક્ષા તમારી પાસે નથી, અથવા તો જરૂરી જ્ઞાન તમારી પાસે નથી તો તમારા સર્વાઇવલ નું સ્ટાન્ડરડ ખોરવાઈ જવાની પૂરી શક્યતા છે. આ જ્ઞાન એટલે ચોપડીયું કે ડીગ્રી વાળું નહિ જ એટલું યાદ રાખવું. આ જ્ઞાન એટલે સ્ટેન્ડ આઉટ ઉભા રહેવાનું જ્ઞાન. બીજા કરતા અલગ હોવાનું જ્ઞાન. જ્ઞાન ક્યાંથી મળશે તેનું જ્ઞાન. વરસમાં આપવાનું જ્ઞાન, વારસામાં નહિ આપવાનું જ્ઞાન. આ બધું પ્રેક્ટીકાલી અનુભવોથી કે લોકોના જીવન વૃતાંત વાંચીને જોઇને મળતું જ્ઞાન છે. જે તમને જીવન તમારી રીતે જીવવા મદદ રૂપ થાય એ જ્ઞાન જે શેર બજારથી લઇ અધ્યાત્મિક સુધીનું કઈ પણ હોઈ શકે. આજીવન શીખ્યા કરવું પડે. શીખતા રહેવું પડે. તમારા માટે કે તમારી આવનારી પેઢી માટે કે સમાજ માટે. કોઈકના માટે તો ઉપયોગી છે જ તે જ્ઞાન.

ક્ષત્રિય – ક્ષત્રિય સમાજના લોકો શહેર કે રાજ્ય માટે જ્યારે લડવાનું થાય ત્યારે ઉપયોગી રહેતા હતા. આત્યારે ક્ષત્રિય બનવું એટલે છુટ્ટા હાથે લડવું કે તલવાર લઇ નીકળી પડવું એટલા પુરતું માર્યાદિત નથી. આજે તમારે ડગલેને પગલે લડવું પડે છે. બસમાં જગ્યાથી લઇ ઓફિસમાં જગ્યા લેવા સુધી. “ના બોલવામાં નવગુણ” એ દરેક વખતે ફળતી નથી. અત્યારે ના બોલે એને જ લોકો ફોલીને ખાઈ જતા હોય છે. એક જૂની વાર્તા મુજબ એક નાગ એક સાધુની સલાહ માની લોકોને કરડવાનું છોડી દે છે તો લોકો તેને પરેશાન કરી મુકે છે ત્યારે સાધુ તેને કહે છે કે “તારે ડંખ નહિ મારવો પણ ફૂફાડા તો મારવા જ પડશે, તો જ તું જીવી શકીશ.” બસ આ જ સ્વભાવ રાખવો પડે કે વગર કારણે લડીએ નહિ તો પણ કોઈ છેડે ત્યારે તો આપણે ફૂફાડો મારવો જ પડે. એ લડવાનું બોલવાથી માંડી, કામમાં નિપુણતાની સાબિતી સુધી કે કોઈ વાર છુટ્ટા હાથની મારામારી પણ હોઈ શકે. લડી જ લેવું પડે. તમારું અને તમારા અંગત લોકોના રક્ષણ માટે તમારે આગળ રહી લડવાની તૈયારી રાખવીજ જ પડશે . દર વખતે સમાજના કે કાયદાના ભરોસે બેસી રહેનાર અહી પસ્તાય છે.

વૈશ્ય – વેપાર એટેલ કશું વેચો તો જ વેપાર થાય એ મતલબ અહી નથી. વેપાર એટલે જીવન નિર્વાહ કરવા માટે કરવામાં આવતી મશ્શકત્ત. હવે ખાલી ખીચડી-છાસ ખાઈને ચલાવી લેવું એ જીવન નિર્વાહ નથી. હવે જીવનમાં જરૂરીયાત ગણાતી ઘણી બધી વસ્તુઓ ઉમારાઈ છે. જે કાર કે એ.સી. થોડા વર્ષો પહેલા લક્ઝરી ગણાતા આજે જરૂરીયાતના ખાનામાં આવી ગયા છે. લેન્ડ લાઈન ફોન આખા ફળિયાનો પી.પી. નંબર બનવાની સાહેબી ભોગવતો હવે મોબાઈલ ઈઝ મસ્ટ છે. એટલે આ બધું કઈ મફતમાં તો મળે નહિ. અને સરેરાશ ભારતીયને પૂછશો તો એમ જ કહેશે કે “નથી પહોચી વળાતું”. એટેલ જરૂરિયાતો વધે છે અને આવક ઠેરની ઠેર. તો પછી એ ઇન્કમ વધારવાની કસરત કરવી જ પડશે. ફિલ્મ અભિનેત્રી રેખા એ એક વાર એક સુંદર વાત કહી હતી કે “,મને જયારે કોઈ ખર્ચને પહોચી વળવા બચત કરવાનું કહેતું ત્યારે હું કહેતી કે બચત કર્યા કરતા વધુ પૈસા કમાવાનું ના વિચારું?” એક દમ પરફેક્ટ ઉપાય. કદાચ બધું મળી જાય એટલી આવક નહિ વધે તો ય એકદમ જીવબાળીને જીવવાનું તો નહિ થાય ને. આ એટીટ્યુડ એટલે વૈશ્ય બનવું. જે આવક છે એની સાથે બીજી આવકના રસ્તા શોધવા એના માટે સમય ઉભો કરવો આ બધું મેનેજમેન્ટ તમને વેપારી બનાવી જ દે છે.

શુદ્ર – જેમ મેં ઉપર વિદેશનો દાખલો આપ્યો તેમ જ અહી પણ આ જ દશા છે. પણ વિદેશીઓ હવે સુધારી ગયા. પોત-પોતાનું કામ પોતે કરી લેવું એ તેમની જીવન પદ્ધતિનો એક ભાગ જ બની ગયું છે. પતિએ પણ પોતે ગરમ કરી જમી લેવું અને ડીશ પણ પોતે ધોઈ લેવી. નાના-નાના કામ માટે જો એ પ્લમ્બર, ઈલેક્ટ્રીશયન, મિકેનિકને બોલાવે તો તેમને પરવડે જ નહિ. મહિનાનું બજેટ આવા કોઈ અણધાર્યા કામમાં ખોરવાઈ જવાના પુરા ચાન્સ રહે છે. એટલે નાની-નાની ટૂલ-કીટ જાતે વસાવી તેવા કામ જાતે કરી લે છે.(આ વિદેશમાં જાતે જોયેલું છે.) અહી પણ હવે તમે થોડી તોડ-ફોડ કે પ્લાસ્ટર માટે રેગ્યુલર કડિયાને શોધવા જશો તો મો માંગી મજુરી આપતા પણ નખરા કરશે. એની શાનની ખિલાફ થઇ ગયા છે હવે નાના કામ હું હાથમાં નથી લેતો એમ. હું નાનો હતો ત્યારે જે લોકો કડિયા કામ કરતા આજે બધા કોન્ટ્રાકટર(અટક સાથે) બની ગયા છે. એટલે નાના-નાના કામ જાતે કરી લેવામાં જ ભલાઈ, બચત અને ફાયદો છે. ઘરની આજુ બાજુની સફાઈમાં નગરપાલિકાના કામદારોની(જે ખાલી દિવાળી વાળા મહિનામાં જ રેગ્યુલર હોય છે.) રાહ જોવામાં જ ઉકરડો થઇ જાય છે. એક ટપકતા નળ માટે પ્લમ્બરને નોહરા કરીને થાકી જવાય ત્યારે ભાઈ હાથમાં એક વાંદરી પાનું પકડીને આવે. આ બધા કામો જાતે કરતા એક શારીરિક શ્રમ પણ છે જે ઓફિસની ખુરશીમાં નથી મળતો.

એટલે આજે સર્વગુણ સંપ્પન એટલે બધા વર્ણોની મહારત કેળવો તો જ “પહોચી વળવાની” ત્રેવડ થશે. “પારકી આશા સદા નિરાશા” એ બુજુર્ગોએ ખાલી જ નહિ કહ્યું હોય ને.