ક્લોન યુથ, કોપી-પેસ્ટ જુવાની Maneesh Christian દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્લોન યુથ, કોપી-પેસ્ટ જુવાની

-ક્લોન યુથ- કોપી પેસ્ટ જુવાની-

જિંદગી ત્રણ સ્ટેજમાં જીવાય છે. લેવું-આપવું-લેવું. પહેલા તબક્કામાં એટલે કે બચપણમાં આપને ગ્રાહીએછે આપણે શારીરિક કે માનસિક રીતે સક્ષમ નથી. જીવન નિર્વાહથી માંડી દરેક બાબત આપણે પરાવલંબી રહીએ છે. દુનીયના રીતિરીવાજો, રહેન-સહેન આપને શીખીએ છે જે આપણને માં-બાપ, ભાઈ-બહેન, શિક્ષકો, વડીલો, આપણી આસ-પાસની આખી સૃષ્ટી આપણને આ બધું આપણને શીખવે છે.

ત્રીજો તબક્કો વૃદ્ધ-અવસ્થા ફરી આ તબક્કો પણ બચપણને મળતો જ હોય છે જેમાં આપણે ફરી બધું ગ્રહીએ છે. પરાવલંબી બનીએ છે. શારીરિક સ્વસ્થ હોવા છતાં ઘણીવાર માનસિક રીતે નિવૃત થઇ જઈએ છે.

મહત્વનો તબક્કો છે જુવાની –ઉમરની રીતે જોઈએ તો ૨૦ વર્ષથી લઇ લગભગ ૪૦ વર્ષ સુધી – જયારે આપણે ફક્ત આપીએ છે. આપણા કુટુંબનું ભારણ પોષણ કરીએ છે, દુનિયાને આપણી સ્કીલ અને સમય આપીએ છે જે એકંદરે દેશ કે સમાજના વિકાસમાં ઉપયોગી બને છે. ફોજમાં જઈ લડીએ છે, વર્લ્ડ કપ જીતી લાવી બીજા ઉગતા જુવાનોને પાણી ચડાવીએ છે. આ જુવાની જોડે તાકાત છે, દિમાગ છે, મક્કમ મનસુબા છે, દિલેર સપના છે, જોબન છે અને જોબનને માણવાની ક્ષમતા છે (જોબન ફિલિપ પેટિટની જેમ પણ માણી શકાય, બિછાનાની બહાર પણ). અદભુત બાવડા છે અને મજબુત છાતી છે, અને તેથી પણ જોરાવર વાંસો છે જે ભલ-ભલા વજનો વેઠી પાડે છે.

સ્વામી વિવેકાનંદે યુવાનો માટે હાકલ કરેલી હતી, સુભાષ ચંદ્ર બોઝે યુવાનો માટે આહવાન કર્યું હતું અને સાંપ્રત સમયમાં નરેન્દ્ર મોદીએ પણ એ યુવાનીને પોકારી હતી. આ લોકો જાણતા હતા કે વિજય યુવાનો અપાવે ડોસાઓ ખાલી વાતો કરી ખાય.

સાંપ્રત સમયમાં દેશ-દાઝ કે માતૃભૂમિની લાજ કે દેશ –પ્રેમની વાતો કરનારા સાચા લોકોનું હજુ આ તરફ ધ્યાન જ નથી ગયું કે જુવાની વેડફાઈ રહી છે. અત્યારની જુવાની દંભ અને શો-ઓફમાં વેડફાઈ રહી છે. આખું શરીર મંદિરમાં ભગવાન સામે બે હાથ જોડીને ઉભેલું હશે પણ નજરો તો કેમેરા તરફ જ હશે. સ્કુલ કે કોલેજમાં જતા છેલ્લા સમય સુધી વાહન ઉપર કે બસમાં પણ બુક હાથોમાં ખુલ્લી હશે પણ નજરો તો “મને કોણ જોવે છે” એમાં જ ફરતી હશે. ચહેરો સજાવી ધજાવીને રાખેલો હશે પણ ડુંડ આગળ પહોચવાની હરીફાઈમાં હશે. ડીગ્રી જોઈએ છે આવડત તેલ પીવા ગઈ. નેતા જોડે ફોટો પડવો છે અને નેતા હોવાનું દેખાડવું છે રાજનીતિ તેલ પીવા ગઈ. અત્યારનો જુવાન પોલીટીક્સ એટલે કોઈને છેતરવા એવું જ સમજે છે એટલે જ ઘરમાં ચાલતી ચડ-ભડને પણ પોલીટીક્સ ગણવામાં આવે છે અને ઓફિસોમાં ચાલતી ખેંચાતાણીને પણ રાજનીતિ ગણવામાં આવે છે. અને તેમાં વિજય મેળવીને ચુંટણી જીત્યાનો ગૌરવ પણ અનુભવે છે.

બે દિવસ પહેલા બનેલી એક ઘટનાએ મારા એરિયામાં ઘણા લોકોને ધક્કો આપ્યો. તરવરીયો જુવાન મિત્ર જેને મેં એકઝીક્યુટીવ જોબ કરતા પણ જોયો છે અને પડતીમાં રિક્ષા ચલાવીને ગુજરાન કરતા પણ જોયો છે. કોઈપણ સંજોગોના કારણે દારૂની લતે ચડી ગયો, બે દિવસ પહેલા તેની હત્યા થઇ ગઈ.

ધાર્મિક આગેવાનોને પોતાના ગજવા ભરવાની ચિંતા છે ચર્ચોને મહેલો બનવાની ચિંતા છે, પોસ્ટરો લગાવી અવનવી મીટીંગોના ધતિંગ કરવા છે, દાન ઉઘરાવવાના નવા-નવા નુસખા બનાવવા છે પણ જુવાનોની બાબતમાં હજુ કોઈની આંખ નથી ખુલતી. જુવાનોને એક કરવા, પ્રોસ્તાહિત કરવા, માર્ગદર્શન આપવું એવી કોઈ જ પ્રવૃત્તિ આ ઘરડા શિયાળવાઓ ને દેખાતી કે સુઝતી નથી. એમના કાર્યક્રમો જોઇને એવું જ લાગે કે તે બધાને પાદરી બનાવી દેવા માંગે છે.

દુનિયા ખાલી ચર્ચમાં નથી ચાલતી, ચર્ચની બહાર પણ એક દુનિયા છે જે ક્રૂર છે. જ્યાં લડવું પડે છે, જ્યાં ઘસડાવું પડે છે, જ્યાં ઢસરડા છે, જીવવા માટે પૈસા જોઈએ પૈસા, ટકી રહેવા માટે ઝઝૂમવું પડે છે એ કોણ શીખવાડશે? માં-બાપના મનમાં એટલી નક્કર રીતે ઘુસાડેલું છે કે “ઓ વૈતરું કરનારા તથા ભારથી લદાયેલા તમે મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ” એટલે એ લોકો પોતાના બાળકોને વૈતરું કરવા અને ભાર ઊંચકવા દેવા જ નથી માંગતા. પોતાના જુવાનોનો જે જુવાનીમાં જ વીસામા(અમારા કબ્રસ્તાનનું નામ “વિસામો” છે)ની ટેવ પાડી ચર્ચોને માલદાર બનાવાની પેરવી થઇ રહી છે.

બીજા ધર્મોમાં પણ આ બાબતે ચોક્કસ પગલા નહિ જ લેવાતા હોય તે દેખાઈ જ આવે છે નહીતો “ક્લોનીંગ યુથ” પાકે જ નહિ. તમે કોઈ પણ વેબસાઈટના ફની વિડીયો જુઓ કરતબ કરતા વિડીયો જુઓ. પડતા-પછડાતા, ઉંચાઈઓ પર ગાંડપણ કરતા, ગહેરાઈઓમાં ડૂબકી લગાવતા માંસલ દેહ પરદેશી જ હશે. કેટલા ગીનીશ રેકોર્ડ અહી પર્સનલ કરતબના હશે? મોટા ભાગના રેકોર્ડ ટોળા-શાહીમાં બનાવેલા હોય છે. તકલીફ બિયારણમાં નથી જ ખાતરની કાબેલિયત નથી કે બિયારણને હૃષ્ટપૃષ્ટ વ્રુક્ષ બનાવી શકે.

આપણા માં-બાપો બાળક પ્રેમમાં એટલા બધા ગાંડા અને પાજી બની જાય છે કે બે ફૂટ થી બાળક કુદકો લગાવે તો પણ ધમકાવીને વાગવાની બીક બતાવીને તેને તેમના જેવું જ બનાવી દેશે. પહેલા કહ્યું તેમ બાળપણમાં બાળક બધું સેવન કરતો હોય છે અને તેની અસર તેની જુવાની ઉપર દેખાય છે. ખાલી ભણેશ્રી પેદા કરીને કોઈ દેશ કે કોઈ સમાજ આગળ નથી આવતો. સાત કલરનું કોમ્બીનેશન જ મેઘધનુષ બનાવે છે. એટલે સારસ્વતોની સાથે-સાથે પહેલવાનો, અખાડીયનો, રમતવીરો, લડવૈયાઓ બધાની જરૂર પડે છે. અમે પાવાગઢ ચડ્યાની સેલ્ફી લેનાર એ નથી મુકતો સ્ટેટસમાં કે રોપ-વે માં ચડ્યા છે પરસેવો નથી પડ્યો. નેતાઓ અને ધાર્મિક આગેવાનોને પગલે ફોટા પડાવવાના શોખીન થઇ ગયા છે બધા અને હવે તો એને પબ્લીશ કરી ખોટી વાહ-વાહી અપવાનારું માધ્યમ પણ હાથ-વગુ છે. હજુ સુધી દેશના જુવાનો ઘરડા-ખુસટો(દિમાગથી)ની કઠપૂતળી બનીને ચાલી રહ્યા છે. સલામત-સલામત રમી રહ્યા છે. ધંધા સિવાય કોઈ પણ રિસ્ક લેવા વાળો ઉદ્યમ અહીં કોઈ નથી કરતુ. અને ધંધાના રીસ્કમાં પણ જુવાનોને ધીરભાઈ અંબાણી જ બની જવું છે પણ તે કેવી રીતે ધીરુભાઈ માંથી “ધી ધીરુભાઈ” બન્યા એ કહાણી નથી વાંચવી કે સંભાળવી કે અપનાવવી.

આ બધા માટે કોણ છે જવાબદાર?

આગેવાનો, નેતાઓ, બાબાઓ જેમને ખબર છે કે તેમની અંગત સફળતા માટે તેમને એક ટોળાની જરૂર છે અને એ ટોળું જુવાનોનું હોય એ તો ખુબ જ જરૂરી છે. એટલે જ અ-કુદરતી સેન્ટીમેન્ટના ડોઝ આપી ભરમાવી દેવામાં આવે છે. ગાય કાપે તો લાગણી દુભાય છે ગાય વેચે તો લાગણી નથી દુભાતી એવી મનોદશામાં આજનો જુવાન જીવી રહ્યો છે. પોમલા બાળકો બનવાની કુટેવને કારણે જ પરિક્ષાની કે પ્રેમની નિષ્ફળતા સહન નથી કરી શકતા અને એટલે જ મરી જાય કે મારી નાખે છે. જેમાં એક વ્યક્તિ સાથે કેટલીય વ્યક્તિઓનું જીવન બરબાદ થઇ જાય છે.

એક વખત લેટીન અમેરિકાના કોઈ બનાવના વિડીયોને દક્ષિણ ભારતના નામે માર્કેટમાં ફરતો કરવા આવ્યો તો શું દેશપ્રેમ ઉભરાયો લોકોનો. આટલું મોટું ઇન્ટરનેટ સામે પડેલું હોય તો પણ કોઈ તસ્દીના લે સચ્ચાઈ જાણવાની કે શોધવાની એટલો આળસુ થઇ ગયો છે આજનો યુવાન.

વિડીયો ગેમમાં કાપા-કાપી કરી મુકનાર એરિયાના લુખ્ખાને એક ગાળ પણ નથી બોલી શકતો એ હદે પાજી થઇ ગયો છે જુવાન અને જેમને શુરાતન ચડે છે એ અવળે રવાડે ચડી જઈ કુટુંબની કે સમાજની પત્તર ઝીંકી નાખે છે.

“ઘરડાઓ યુદ્ધની જાહેરાત કરે છે પણ લડી અને મરી તો જુવાનો જ શકે છે.” – હર્બર્ટ હુવર (અમેરિકાના ૩૧મા પ્રેસિડેન્ટ)