૧૦૪, સરસવન ફ્લેટ્સ..
મયંક : ઇન્સ્પેક્ટર રાઠોડ, મલ્લિકા , મારૂ પહેલવાન તમે?
મારૂ પહેલવાન: સોરી મયંક બાબા... (એમ કહીને ,મયંકને એક માસ્ક પહેરાવે છે.... અને રાઠોડ તેમ જ મલ્લિકા મયંકને ઉપાડી ને પોલીસ ની ગાડી માં ક્યાંક લઈ જાય છે..)
*****
A102 સિલ્વર ફ્રન્ટ ફ્લેટ..
(મોહના અને વિવેક... મયંક પટેલ પર હસી રહ્યા હોય છે....ત્યાં વિવેક ના ફોન પર.. "સારિકા નો મેસેજ આવે છે": છુપાયેલા મોહરા પાસેથી કોઈ અપડેટ્સ...???.
વિવેક જવાબ માં " સ્ટાર" મોકલે છે...) (તરત સારિકા નો વીડિયો કોલ આવે છે... વિવેક વીડિયો કોલ ઉપાડે છે...)
સારિકા : વિવેક (ગાળ)..... તે હજી સુધી "છુપાયેલા મોહરા" પાસેથી સાવન ના ઘર ની અપડેટ્સ લીધી નથી.. અહીંયા મારું કામ લટકે છે... (ગાળ)
વિવેક : હમણાં હું બીજા કામ માં બિઝી છું.. ડાર્લિંગ.. પણ તું ચિંતા ન કરીશ... હું તને ત્રણ દિવસ માં સમાચાર મોકલું....
સારિકા : (ગાળ).. એવા ક્યાં (ગાળ) કામ માં રોકાયેલો છે..તું વિવેક?
વિવેક : (મોબાઈલ થોડો દૂર લઈ જાય છે.. એ અને મોહના મોબાઈલ ફ્રેમ માં બિલકુલ નગ્ન દેખાય છે... વિવેક મોહના ને ચુંબન કરે છે... ) ફોર્મ્યુલા ૪૨૦૬૯..
સારિકા : (ગાળ)... જલ્દી પતાવો... પછી ફોન કરીશ.... ( ફોન કટ કરે છે...)
મોહના : વિવેક, આ છુપાયેલા મોહરા શું છે?
વિવેક : કીધું ને... તારે કામ થી કામ રાખવાનું...
(જીવન પહેલવાન લાત મારીને દરવાજો તોડે છે.. ફ્લેટ માં પ્રવેશે છે...)
મોહના : (ગાળ).. આ કોણ છે... ( બન્ને હાથ થી પોતાના સ્તન ઢાંકે છે..)
જીવન: વિવેક... સાહેબ નું કામ કર્યું?...
વિવેક : હા.. હમણાં જ પત્યું.... જો આ.. ( જીવન ને ફોન બતાવે છે..)..
( જીવન પહેલવાન એને એક લાફો મારે છે.... અને એક કાગળ અને પ્લેન ની ટિકિટો આપે છે..)
જીવન : આ કાગળ માં પેનડ્રાઈવ નો પાસવર્ડ છે... અને કાલે સવારે ૧૦:૦૦ વાગ્યે તમારે બન્નેએ અમેરિકા જવાનું છે...આ એની ટિકિટો છે... હું સવારે ૬ વાગ્યે તમારી ફ્લેટ ની નીચે રાહ જોઈશ.... આવી જજો....
વિવેક : (ડરીને ..) હા... આવી જઈશું... લાફો કેમ મારો છો....?
જીવન : હું લંગોટધારી બ્રહ્મચારી પહેલવાન છું... તારી લંપટ વૃતિ તારી પાસે રાખ.... સમજ્યો... !!
( જીવન ફ્લેટ માં થી નીકળી જાય છે..)
મોહના : (ગાળ).. વિવેક... કોણ હતો આ પહેલવાન.... આ બધું શું ચાલે છે...?
વિવેક : ( ગુસ્સા માં.. ) ચુપ... એક દમ ચૂપ... ચાલ આવી જા..... ( ફરી મોહના ને પકડે છે.. ચુંબન કરે છે..)
(સારિકા નો ફોન આવે છે..... વિવેક ગુસ્સા માં કટ કરે છે.... અને મેસેજ માં સારિકા ને "હેપી બર્થડે" નું ઇમોજી મોકલે છે". જવાબ માં સારિકા (ગાળ..) ૪૨૦૬૯ લખીને મોકલે છે...)
(વધુ આવતા અંકે)....
(ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ)
વિનુ : રાઠોડ સર, દિલ્હી થી જે ટીમ આવી છે.. એ ટીમ ના હેડ ઓફિસર રંગનાથન આવ્યા છે..
રાઠોડ : આવો સર, પ્લીઝ ટેક અ સીટ..
રંગનાથન : જી... રાઠોડ સર.. તમે જેટલા બેનામી ખાતાઓ અમને ચેક કરવા આપ્યા હતા.. એમાંથી અમને એક પેટર્ન મળી છે... આ બધા ખાતાઓ એક એપ્લિકેશન થી ઓપરેટ થાય છે.. જેનું સર્વર અલગ અલગ દેશો માં છે.. જેમાં જલ્દી બહુ મોટી રકમ પણ ટ્રાન્સફર થઈ શકે છે... અને ઉપાડો પણ લઈ શકાય છે.
જે મોહના નું અહીંયા નું એકાઉન્ટ હતું... જેમાં મયંક પૈસા મોકલતો હતો.. એ વલસાડ માં કોઈ કાર્પેન્ટર નું એકાઉન્ટ છે.. જેને તપાસ કરતા અમને ખબર પડી કે એને ખબર જ નથી કે એના નામે કોઈ બેન્ક એકાઉન્ટ પણ છે.. એવી રીતે "શાંતિલાલ" ના એકાઉન્ટ માં જ્યાંથી પૈસા આવતા હતા એ નવસારી ના કોઈ "દરજી" ના નામે છે.. પણ એ એકાઉન્ટ ની એને ખબર નથી.. આ સિવાય આ પેટર્ન ના ખાતાઓ અમને બીજા રાજ્યો માંથી પણ મળ્યા છે..
એસ્કોર્ટ એપ્સ , ચેટિંગ એપ્સ , ઓનલાઇન ગેમિંગ, ડેટિંગ એપ્સ , વિડિઓ કોલિંગ એપ્સ, ક્રિકેટ , રમી ની એપ્સ વગરે પણ આવા સર્વર વડે ઓપરેટ થાય છે.. જેમાં ખાતા ધારકો પૈસા અથવા સેક્સ ની લાલચે પોતાની એકાઉન્ટ ડિટેલ્સ નાખે છે.. અને આ લોકો પાસે દરેક ની આવક નો એક હિસાબ પહોંચી જાય છે.
અને આવક તેમ જ ખાતા ધારકો ની ઑનલાઇન એક્ટિવિટીઝ ના આધારે અલગ અલગ રીતે એમને ટાર્ગેટ કરવા માં આવે છે..
રાઠોડ : તો આ રીતે.. આવા બ્લેકમેઇલ્સર્સ મયંક અને સાવન જેવા આમિર નબીરાઓ ને ટાર્ગેટ કરે છે...
રંગનાથન: યસ સર, આવા લોકો ના છુપાયેલા અથવા સેન્સિટિવ સિક્રેટ્સ નો ઉપયોગ થાય છે... અને બ્લેકમેઇલિંગ માટે ટાર્ગેટ કરવામાં આવે છે...
સર્વસ્વ દાસે ટ્રાન્સફર કરેલા ૧૦૦ કરોડ ના ટ્રાન્સેક્શન પર પણ સરકાર ની નજર છે..
વિનુ : "મોહના" મયંક ને એક ડેટિંગ એપ પર મળી હતી... જ્યાં લોકો પોતાનો બિઝનેસ શેર કરી ને ટેલેન્ટ સર્ચ કરતા હોય છે.. જ્યાંથી એ મયંક સાથે જોડાઈ.. અને પછી જામનગર ની ઓફિસ માં મયંક ની સેક્રેટરી બની અને એમનું લફરું ચાલુ થયું.. આ રીતે સારિકા એ પણ સાવન ને ટાર્ગેટ કર્યો... પણ અલગ એપ્લિકેશન થી..
રાઠોડ : યસ... હવે તાર જોડાય છે...
(મલ્લિકા પ્રવેશ કરે છે...)
રાઠોડ : મલ્લિકા, વિવેક અને મોહના પકડાઈ ગયા..??
મલ્લિકા : જી, એ બન્ને પકડાઈ ગયા છે.. એમના મોબાઇલ ફોન પણ અમારી પાસે છે.... તેમાં વિવેક માં મોબાઇલ પર એક મેસેજ આવ્યો હતો... " હેપી બર્થડે ટુ યુ.. ૪૨૦૬૯?? " મેં કોઈ જવાબ આપ્યો નથી... પણ એમણે છોડવા માટે ઘણી ધમકીઓ છેલ્લા અડધો કલાક માં મળી રહી છે, કોઈ માણસ અમારો પીછો કરતો હોય એવું લાગ્યા કરે છે.. એટલે હું એ બન્ને ને અહીંયા જ લાવી છું.
રાઠોડ :તમે ઓફિસર ઉમેદ ખાન અને ઓફિસર તેજસ્વિની સિંહ ને સેલ માં લઈ જાવ..એ એમને સારી રીતે ખવડાવી પીવડાવી ને તાજા માંજા કરશે..!!
મલ્લિકા : ઉમેદ સર,....રાઠોડ સાહેબ... એમને મારવાનો ઇરાદો છે કે શું?...
રાઠોડ : ના... આવા લોકો ને હેન્ડલ કરતા ઉમેદ ને આવડે છે.. ખાલી ઉમેદ ને એટલું કહેજો કે ભાજી પાવ તેલ માં બનાવે...ઘી માં નહી.. અને તેજસ્વિની ને કહેજો કે મોહના ને ચોકલેટ કેક સાથે ક્રીમ ન આપે.. સાદી કેક ખવડાવે..
અને તમારી પાછળ જે પણ હોય એને પકડો, અને પણ ઉમેદ ને જ સોંપી દો.. તમારો પીછો થતો અટકી જશે...
મલ્લિકા : સાહેબ... મને તો વિવેક અને મોહના ની દયા આવે છે....
રંગનાથન : રાઠોડ સાહેબ, કાયદા ની દૃષ્ટિએ આ બંને દિલ્હી પહોંચવા જોઈએ કારણ કે આ બહુ મોટા નેટવર્ક નો એક હિસ્સો છે..
રાઠોડ : જી સર, બસ એમનો સ્થાનિક મદદગાર મળી જાય એટલે બન્ને ને તમારી સાથે દિલ્હી મોકલી દઈએ... અને હોપફુલી "સારિકા" પણ મળી જાય... તો ઘી ઉપર ઘી કેળા...
(વધુ આવતા અંકે...)