છુપાયેલા મોહરા ભાગ:૫ yeash shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છુપાયેલા મોહરા ભાગ:૫

( સોનાલી રૂમ માં પ્રવેશ કરે છે)...

રાહુલ રાઠોડ: આવો સોનાલી મેડમ..

સોનાલી : સાવન , એક વધુ દુઃખદ સમાચાર છે... અમદાવાદ થી અહીંયા આવતા સમયે મમ્મી અને પપ્પા બન્ને નું કાર અકસ્માત માં અવસાન થયું છે...

(આ કહી ને સોનાલી રડવા લાગે છે...)

સાવન : (આઘાત પામે છે) શું?... ( માથે હાથ મૂકીને બેસી જાય છે...)

રાહુલ રાઠોડ: વોટ?... ( બહાર નીકળીને) વિનુ... વિનુ.....
વિનુ : જી સાહેબ, હાઈ વે પર સાવન ભાઈ ના માતા પિતા નો અકસ્માત થયો છે... ત્યાં ચાલો..

( સાવન અને સોનાલી પણ ઇન્સ્પેક્ટર ની પાછળ જાય છે...)

આ બાજુ ફ્લેટ નંબર ૧૦૪ માંથી મોહના બહાર નીકળે છે..
          બહાર નીકળ્યા પછી એ ફ્લેટ ના દરવાજા ને લાત મારે છે.. (જોર થી ગાળ બોલે છે).. મોહના સિડી ઉતરવા જાય છે.. પણ..પાછળ થી વિનુ અને ઇન્સ્પેક્ટર, મોહના ને ધક્કો મારી ને દૂર કરે છે... અને ફટાફટ સિડી નીચે ઉતરી જાય છે....
મોહના : ઇન્સ્પેક્ટર... વોટ ધ ....(ગાળ)..

(પાર્કિંગ સ્પેસ માં..)

મોહના નીચે ઉતરે છે.. ત્યારે પોલીસ ની જીપ સરસવન ફ્લેટ ની બહાર નીકળે છે...

      મોહના પોતાની ગાડી તરફ જાય છે.. અને પાછળ નો દરવાજો ખોલી પોતાનો સામાન મૂકે છે.. આગળ ડ્રાઇવિંગ સીટ પર બેસીને સિગારેટ સળગાવે છે... અને ગાડી ફ્લેટ ની બહાર હાંકે છે... ફ્લેટ ની થોડે દૂર આવેલી ગલી પર સાઇડ માં ગાડી પાર્ક કરે છે... સિગારેટ નો કશ લે છે... અને ફોન પર નામ સર્ચ કરે છે...
"વિવેક પાલખીવાળા..." ફોન લગાવે છે..

વિવેક : (ગાળ).. તને મારી યાદ આવી ખરી... (ગાળ) .. મે કહ્યું હતું ને કે મયંક ભરોસા ને લાયક નથી... પણ તું પ્રેમ માં આંધળી ... શું કેહતી હતી.. " મયંક અને હું લગ્ન કરીશું... અરે (ગાળ).. એના બાપે એની સગાઈ નક્કી કરી દીધી છે.. શેઠ વિલાસચંદ્ર પટેલ ની દીકરી સીમા સાથે... પટેલ.. ફોર પટેલ.. તું સમજી મોહના " મેહતા".... ( અટક જોર થી બોલે છે)..

મોહના : શટ અપ યુ... (ગાળ)... હવે મારી વાત સાંભળ... કાલ સુધીમાં મારા અને મયંક ના બધા જ ફોટા સોફ્ટ અને હાર્ડ કોપી માં એના બાપ સુધી પહોંચી જવા જોઈએ...

વિવેક: હા ,તો કાલ સવાર સુધી માં મારા હાથ માં પણ ૨૦ લાખ પહોંચી જવા જોઈએ સમજી...

મોહના : ૨૦ લાખ? ( ગાળ)... તને તો ૨૦ લાત આપવી જોઈએ...

વિવેક : સુખેથી આપજે... પણ ૪૦ લાખ આપ્યા પછી...

મોહના : હમણાં તે ૨૦ લાખ કહ્યું હતું... અને હવે ૪૦ લાખ..

વિવેક : ૨૦ લાખ ફોટા પહોંચાડવાના અને ૨૦ લાખ તારી  ૨૦ લાત ખાવાના.... સમજી.. તને કોઈ પણ સર્વિસ હું  ક્યારેય ફ્રી માં નહીં આપુ.. કેમ કે આ ધંધા માં હું તારા ગુરુ નો પણ ગુરુ છું.. સમજી .. (ગાળ).

મોહના : એક કામ કર ૨ કરોડ આપી દઉં .. અને તને જાન થી મારી જ નાખું.... ચાલશે? .. ( ગાળ)....

વિવેક : એવી ભૂલ બિલકુલ ન કરીશ .. નહીતર તું કોઈ ને મોઢું બતાવવા લાયક નહી રહે સમજી.. મેં કહ્યું ને કે બ્લેક મેઈલિંગ ના ધંધા માં હું મહાગુરુ છું.. (ગાળ)...

મોહના : સાંભળ... પેલા ૧૦૫ વાળા સાવન ભાઈ ની દીકરી અને નોકરાણી ની લાશ હમણાં ફ્લેટ માંથી મળી આવી... તું આ વિશે કઈ જાણે છે?... "સારિકા"... સાથે તારી વાત થઈ....

વિવેક : કોનું નામ લીધું તે... ( ગાળ)... આજે સવારે એ જ સપના માં આવી હતી.. પૈસા ના ગાદલા પર આળોટતી હતી.... અને બારણું ખૂલ્યું... જોયું તો તું પણ હતી.. એક દમ નગ્ન ... તું આવી ને એને વળગી પડી...

મોહના : ( ગાળ) બસ... બસ.. તારા આ વાહિયાત સ્વપ્ના તને જ મુબારક... એ મારી ગુરુ છે.. આ લાઇન માં સમજ્યો..

વિવેક : હા, તારી ગુરુ એ.. અને એનો ગુરુ હું... અને સાંભળ.... સારિકા તારા કરતા પણ એક સ્ટેપ વધારે જાણે છે... એને સાવન ને એક વીડિયો ક્લિપ મોકલી છે... પણ અત્યારે એનું ઈન્ટરનેટ બંધ છે.. કારણ કે સાવન ના માં બાપ પણ એક અકસ્માત માં ઉપર પહોંચી ગયા છે.. સમજી?..

મોહના : શું?

વિવેક : અને હવે સાંભળ આ ગુરુ ના ગુરુ નું કાંડ.. મેં સારિકા ની અને તારી બધી જ હરકતો ના પુરાવા એક ખુફિયા ઠેકાણે રાખ્યા છે.. જો મને કાઈ પણ થયું.. તો એ પુરાવા સીધા પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડ પાસે પહોચશે સમજી ( ગાળ)....જલ્દી ૨૦ લાખ મોકલ...

મોહના : ( ગાળ)...( ગાળ)..( ગાળ..) ફોન કટ કરે છે.... સીધી બેન્ક તરફ ગાડી વાળે છે...

(વધુ આવતા અંકે)