છુપાયેલા મહોરા ભાગ:૬ yeash shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છુપાયેલા મહોરા ભાગ:૬

(હત્યા ના બીજા દિવસ ની બપોરે):-
ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ
---------------------
રાહુલ રાઠોડ: વિનુ ... ઓફિસર મલ્લિકા રાણા આવી ગયા?

વિનુ : સાહેબ એમણે આવતા ૫ મિનિટ થશે...
રાહુલ રાઠોડ: ત્યાં સુધી મને રાજવી અને સાવિ ના મર્ડર કેસ ની અપડેટ્સ આપો..

વિનુ : સર, મે સરસવન ફ્લેટ ના દરેક નોકર અને સફાઈ કામદારો નું બેકગ્રાઉન્ડ ચેક કર્યું... ક્લીન છે સર.. ફ્લેટ માં વર્ષો થી બધા જ આવે છે..
        સર, પણ એક અગત્ય ની વાત..   રાજવી ની જગ્યાએ ઘણી વાર તેની બહેન "સાજી" પણ સાવન ભાઈ ના ઘરે રોકાય છે...
      અને સર, મેં ધોરાજી કચ્છી સાહેબ ના ઘરે પૂછ પરછ કરી.. સાવન ના ઘર ની એક ડુપ્લીકેટ ચાવી સેક્રેટરી શાંતિલાલ શાહ ના ત્યાં પણ પડી હોય છે...

રાહુલ રાઠોડ: ઓહ... આ બહુ જ અગત્યની વિગત છે... પણ શાંતિ લાલ શાહ તો જામનગર ગયા હતા ને..? વિનુ એક કામ કરો.. આ શાંતિલાલ શાહ ની કુંડળી કાઢો... એ જામનગર કેમ ગયો હતો?

વિનુ: જી સાહેબ..

રાહુલ રાઠોડ: પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક તપાસ થી શું ખબર પડી..?

(મલ્લિકા રાણા ઓફિસ માં પ્રવેશે છે...
રાહુલ રાઠોડ ને સલામ કરે છે...)

મલ્લિકા રાણા: સર, હત્યા નું કારણ છે ઝેર અને આ ઝેર તીવ્ર અસર કરનાર છે...

રાહુલ રાઠોડ: પણ આ ઝેર કઈ રીતે બોડી માં આવ્યું...?

મલ્લિકા રાણા : ફોરેન્સિક ટીમે કચરા પેટી માંથી એક ઓરેંજ કેન્ડી ટોફી પ્રાપ્ત કરી છે.. જેના બે રેપર પણ કચરા પેટી માં મળ્યા છે... એ કેન્ડી ટોફી ઝેરી હતી...  સર આ ફોટો જુવો... આ ફોટા માં બન્ને લાશ વચ્ચે ૧૦ કદમ નું અંતર છે.. અને કચરા પેટી ની પાસે જ રાજવીનું શરીર છે..
મારા વિચાર પ્રમાણે રાજવી અને સાવિ બન્ને એ ટોફી ખાધી હશે.. પણ ટોફી ઝેરી છે એ ખબર પડતા રાજવી એ ત્રીજી ટોફી કચરા માં નાખી દીધી હશે.. બસ અંતે આ જ એ કરી શકી હશે..

રાહુલ રાઠોડ: ઓહ.. તો આ ટોફી ક્યારે, કેવી રીતે અને ક્યાંથી આવી એ જાણવું પડશે...

મલ્લિકા રાણા : આ ટોફી કોઈ સ્ટાન્ડર્ડ કંપની ની નથી.. જેલી બેઇઝ્ડ સુગર કેન્ડી છે જે ઘરે પણ બનાવી શકાય.. ટોફી નું રેપર પણ ખૂબ સાદુ જ છે... તેની પર કશું જ છાપેલ નથી..


રાહુલ રાઠોડ: રાત્રે હું અને વિનુ એક્સિડન્ટ સ્પોટ પર પહોંચ્યા હતા..  અને ટ્રક ડ્રાઇવર મનજીને એરેસ્ટ કર્યો હતો.. એના શું ખબર? સાવન ભાઈ ને એમના માતા પિતા ની બોડી આપી દીધી?

મલ્લિકા રાણા: એ ટ્રક ડ્રાઇવર ની પૂછ પરછ કરતા જાણ્યું કે એ ટ્રક રાજસ્થાન થી આવ્યું હતું... રાત પડી ગઈ હતી... અને ડ્રાઈવર ખૂબ પીધેલો હતો.. એના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.. અને હા, આજે સવારે બન્ને ડેથ બોડી સાવન ભાઈ ને આપી દીધી છે... બીજી કોઈ ખાસ ચીજ એક્સિડન્ટ સ્પોર્ટ પર મળી નથી..

રાહુલ રાઠોડ: મલ્લિકા મને આ કેસ માં તમારી મદદ ની જરૂર છે.. તમે આજથી મને આ કેસ માં એસિસ્ટ કરજો..

મલ્લિકા : જી સર, આઈ એમ હેપી ટૂ એસિસ્ટ યુ..

રાહુલ રાઠોડ: વિનુ... જાવ , શાંતિલાલ શાહ વિશે.. માહિતી મેળવો.. મલ્લિકા તમે મારી સાથે, સાવન ભાઈ ના ઘરે ચાલો..


૧૦૪, સરસવન ફ્લેટ

( ડ્રોઈંગ રૂમમાં મયંક પટેલ સોફા પર બેઠો છે.. એની મમ્મી સાથે વાત કરે છે.)

મયંક : હા મમ્મી , હું લગ્ન માટે તૈયાર છું.. આવતા અઠવાડિયે તું અહીંયા સીમા ને મોકલી દે.. હું એને મળીશ .. એની વ્યવસ્થા અહીંયા એક સારી હોટલ માં થઈ જશે... હું અહીંયા થી નીકળી શકું તેમ નથી... સાવિ અને રાજવી ની હત્યા ના કેસ માં મારી જરૂર પડી શકે એમ છે..

સુધાદેવી: સાવિ દિકરી સાથે નાનકડી ઉમર માં બહુ જ ખોટું થયું... મને ફરી ફરી ને એનો હસતો ચહેરો સામે આવે છે.. હે નાથ.. એ નાની દીકરી ના અપરાધી ને છોડીશ નહી.. પ્રભુ બન્ને ની આત્મા ને શાંતિ આપે... અને હા, દિકરા.. સીમા ને તારી પાસે મોકલી દઈશ.. બહુ તો નહી રોકાય બસ એકાદ દિવસ માં મળી લેજો..
       તારા પપ્પા તારી પર ગુસ્સે ભરાયેલા છે... પેલો શાંતિ કાકો અહીંયા જામનગર આવ્યો હતો.. તારા અને મોહના ના કેટલાક ફોટા બતાવ્યા છે.... તું એ છોકરી થી સાવધાન રહેજે દીકરા.. મને એ સહેજ પણ ગમી નથી... તું સુખી રહે.. અમારે તો એ જ જોઈએ..

મયંક : શું? શાંતિલાલ આપણા ત્યાં આવ્યા હતા?... મમ્મી મેં એ કાકા ને કેટલી વાર કહ્યું છે... મારી લાઇફ થી દૂર રહો..

સુધા દેવી : તારા બાપા એને લાખ રૂપિયા ની થપ્પી આપે છે, તારી જાસૂસી કરવા સમજ્યો... એ લાલચુ કાકો દાનત નો સારો નથી..  અને સાંભળ એ કાકા ના ગયા પછી તારા પપ્પાના નામથી  એક પરબીડિયું આવ્યું હતું એમાં કેટલાક ફોટા અને પેનડ્રાઈવ હતું..  એ લઈને તારા પપ્પા ઉપર ના રૂમ માં ગયા છે.. બે કલાક થી નીચે આવ્યા નથી...

મયંક : (બીજા ફોન પર અજાણ્યા નંબર થી મેસેજ જોઈ ને....) મમ્મી... મને એક અગત્ય નું કામ છે.. હું તને પછી વાત કરું..

      (મયંક મેસેજ જોવે છે... એમ એનો અને મોહના નો અશ્લીલ ફોટો હોય છે...)
ફ્લેટ નો બેલ વાગે છે.... મયંક દરવાજો ખોલે છે... મોહના તરત એને વળગી ને રડે છે..)

(વધુ આવતા અંકે)