૧૦૫, સરસવન ફ્લેટ્સ
રાહુલ રાઠોડ: મિસ્ટર સાવન છેલ્લી ૧૦ મિનિટ થી તમારા વાઇફ રડ્યા કરે છે.. જરા એમને શાંત કરવો... તો કાંઈક વાત આગળ વધે.. જુઓ હું સમજી શકું છું.. સાવિ તમારી એક ની એક દીકરી હતી... એટલે.. પણ મારે મિસેસ માહેર નું સ્ટેટમેન્ટ લેવાનું છે.. પ્લીઝ
સાવન : સોનાલી... સાહેબ જે પૂછે ,એનો જવાબ આપ.. શાંત થઈ જા.. હવે સાવિ પાછી નથી આવવાની.. પ્લીઝ
( સોનાલી વધુ જોર થી રડે છે... સાવન એમને શાંત કરવાનો પ્રયત્ન કરે છે..)
રાહુલ રાઠોડ: વિનુ.... ઓ વિનુ....
વિનુ : જી સર...
રાહુલ રાઠોડ : કોઈ લેડી કોન્સ્ટેબલ ને કહો સોનાલી માહેર ને બહાર લઈ જાય.. મારે સાવન ભાઈ સાથે વાત કરવી છે..
વિનુ : જી સર
(લેડી કોન્સ્ટેબલ મહિમા મકવાણા સોનાલી ને રૂમ ની બહાર લઈ જાય છે...)
રાહુલ રાઠોડ: મિસ્ટર સાવન, હવે હું જે પૂછું તેનો જવાબ આપશો?
સાવન: હા, સર જરૂર..
રાહુલ રાઠોડ: તમારે અને સોનાલી મેડમ ને કોઈ ઝગડો થયો હતો? અઠવાડિયા પહેલા..?
સાવન : જી હા, મારો અને એનો અત્યાર સુધી નો સહુથી મોટો ઝગડો હતો એ...વાત એમ હતી કે સોનાલી ને એક બાળક રહ્યું હતું... અને એ આ બાળક રાખવા માંગતી ન હતી..
રાહુલ રાઠોડ: જી ,તો આ વાત છે.. પણ એ તો ઓલરેડી સાવિ મધર છે... અને તમારી આર્થિક સ્થિતિ પણ સારી છે.. એક સારી એવી ફાયનાન્સ કંપની ચલાવો છો.. તો પછી સમસ્યા શું હતી?
સાવન : વાત જરા એમ છે કે, મારા મમ્મી પપ્પા જે અમદાવાદ રહે છે.. એ અમારા પર ૩ વર્ષો થી દબાણ કરતા હતા.. એમણે વારસદાર જોઈતો હતો.. એટલે કે દીકરો... એમના એ ત્રાસ થી અમે ઘર છોડ્યું હતું..
જ્યારે દીકરી સાવિ આવી ત્યારે
થોડા વર્ષો પછી મારા પિતા અને માતા એ સાવિ ને અપનાવી લીધી...
અને વાત વાત માં દિકરા ની ઈચ્છા પણ વ્યક્ત કરી.. જ્યારે સોનાલી ને ગર્ભ રહ્યો ત્યારે મેં પપ્પા મમ્મી ને અહીંયા રહેવા બોલાવ્યા... પણ સોનાલી ને પોતાના કેરિયર માં આગળ વધવું હતું... એ ફરીથી એ જ.. વારસદાર નો ત્રાસ ભોગવવા માંગતી ન હતી.. અને એટલે જ મારા મમ્મી ,પપ્પા ના આવવા ના એક દિવસ પહેલા સોનાલી એ બહુ મોટો ઝગડો કર્યો.. એ ઝગડા અને ફ્રસ્ટ્રેશન ના કારણે એને પોતાની નસ કાપી નાખી... ઘણું લોહી વહ્યું.. છેવટે એને હોસ્પિટલમાં દાખલ કરી... એ બચી ગઈ પણ અમે બાળક ગુમાવ્યું.. એ એની જીદ પૂરી કરીને જ રહી..
આનાથી મારા માતા પિતા ફરીથી ગુસ્સે થઈ ને અમદાવાદ જતા રહ્યા... ૪ દિવસ સુધી સાવિ પણ ખરાબ સ્થિતિ માં જ હતી.. આ તો રાજવી ના કારણે એ સચવાયેલ હતી... અને આજે.....
રાહુલ રાઠોડ: હું સમજું છું.. માત્ર બે અઠવાડિયા માં સોનાલી મેડમે પોતાના બે બાળકો ગુમાવ્યા..
સાવન : બે નહી, એક...
રાહુલ રાઠોડ: એટલે?..
સાવન : સાવિ મારી અને રાજવી ની દીકરી છે.. અમારી વચ્ચે ના શારીરિક સંબંધો ના કારણે એ જન્મી છે.. પણ આમાં સોનાલી ની પણ મંજૂરી હતી...
રાહુલ રાઠોડ: શું?... સોનાલી ને તમારો સંબંધ મંજૂર હતો?
સાવન : હા, ઇન્સ્પેક્ટર.. આ એ રહસ્ય છે જે ફ્કત ત્રણ લોકો જાણે છે.. (૧) હું (૨) સોનાલી (૩) રાજવી.. અને હવે તમે ચોથા...
મારા માં બાપ થી અલગ થયા પછી... પણ સોનાલી ને અમારી પ્રોપર્ટી માંથી ભાગ જોઈતો હતો..
પપ્પા નું વલણ જોઈ ને લાગતું હતું કે એ અમને એક પૈસો પણ નહી આપે.. સોનાલી પોતે બાળક માટે તૈયાર ન હતી... એટલે એક દિવસ એણે રાજવી ને તૈયાર કરી.. પછી મને પણ મનાવી લીધો..
તેને સાફ સાફ કહ્યું કે રાજવી અને મારા થકી જે બાળક થશે તે ફક્ત સોનાલી નું અને મારું જ ગણાશે.. આ વાત બહાર નહી આવે..
રાહુલ રાઠોડ: તો વાત આમ છે... આ તો ગજબ કેહવાય.. સોનાલી મેડમ ને પ્રોપર્ટી જોઈતી હતી.. તમારા પિતા ને દીકરો જોઈતો હતો... પણ રાજવી અને તમારા થકી સાવિ નો જન્મ થયો.. કદાચ સાવિ અને રાજવી ના મૃત્યુ નું આ જ કારણ હોવું જોઈએ..
સાવન : ના, આ વાત હું બિલકુલ માનવા તૈયાર નથી.. સાવિ ૮ વર્ષની હતી... ભલે એ સોનાલી ની સગી દીકરી ન હતી.. પણ ક્યારેય સોનાલી એ તેને ઓછું આવવા દીધું નથી... હંમેશા એને સગી દીકરી ની જેમ જ રાખી છે..
રાહુલ રાઠોડ: ઓહ, ઈઝ ઇટ.. તો તમે જ કહો.. આ હત્યાઓ પાછળ કોણ હોઈ શકે ..? કારણ કે ઘર માં ફક્ત બે જ લોકો હતા... ફ્લોર પર બીજા ફ્લેટ ૧૦૪ માં પણ કોઈ નહતું... તમારા ઘર નો દરવાજો મિસ્ટર મયંક આવ્યા ત્યારે લોક હતો.. તમે બન્ને લગભગ ૩ કલાક માટે બહાર ફિલ્મ જોવા ગયા હતા.. ઘર ની ચાવી ફ્કત તમારી અને સોનાલી ની પાસે હતી.. તેમ જ હવે તો તમને અને તમારા પરિવાર ને સાવિ ની કોઈ જરૂર નહતી રહી.. એટલે...
સાવન : ( ઊંચા અવાજે...)પ્લીઝ... રાઠોડ સાહેબ, સાવિ અમારી એક ની એક દીકરી હતી.. તમે ઈચ્છો તો તમે ફ્લેટ માં કોઈ ને પણ પૂછી શકો છો? થિયેટર માં પૂછી શકો છો.. આ જુઓ સાંજ ના ૫ વાગ્યા ના શો ની ટિકિટ.. અમે સાંજે ૮:૩૦ વાગ્યે પાછા આવ્યા.. અમે લાશ જોઈ અને તુરંત તમને ફોન કર્યો..
રાહુલ રાઠોડ: ઊંચા અવાજે વાત ન કરો.. મિસ્ટર સાવન અને મને મારું કામ સમજાવો નહી... એકદમ શાંતિ થી બોલો સમજ્યા??
(વધુ આવતા અંકે)...