છુપાયેલા મોહરા ભાગ:૯ yeash shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છુપાયેલા મોહરા ભાગ:૯

(ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ)

મલ્લિકા રાણા: સર, વાંધો ન હોય તો હું એક વાત પૂછું?

રાઠોડ: જી પૂછો..

મલ્લિકા : તમે સોનાલી વિશે ,બીજું કયું રહસ્ય જાણો છો?

રાઠોડ : એ જ કે સાવિ ના બાયલોજિકલ ફાધર અને મધર સાવન અને રાજવી છે.. સોનાલી પોતાની ફિલ્મો માં આગળ વધવા માટે પ્રેગ્નેન્ટ થવા માંગતી ન હતી... અને આ રહસ્ય આપણી વચ્ચે જ રહેવું જોઈએ સમજ્યા?

મલ્લિકા : ઓહ.. આઈ સી.. હવે સમજાય છે.. સારું, આ વાત આપણા સુધી જ રહેશે.

( હવાલદાર વિનુ ઓફિસ માં આવે છે..રાઠોડ અને મલ્લિકા ને સલામ કરે છે..)

વિનુ : સાહેબ, આ શાંતિકાકો તો એક નંબરનો બદમાશ નીકળ્યો... જામનગર થી ખબર પડી.....

( રાઠોડનો ફોન વાગે છે.. રાઠોડ વિનુ ને રોકાવા નો ઈશારો કરી ફોન ઉપાડે છે..)

ફોન પર નો અવાજ : સાહેબ, તોલ પૂર ગામ થી હવાલદાર સોલંકી વાત કરું..

રાઠોડ : બોલો, સાજી અને રાઘવદાસ ની કોઈ ખબર?

સોલંકી : ના, સાહેબ.. એ બન્ને આ ગામ માં થી ક્યારના નીકળી ગયા છે.. બે અઠવાડિયા પહેલા બધો સામાન લઈ ગયા.. અત્યારે ઘર બંધ છે...

રાઠોડ : સારું, સોલંકી... ગામ માં આપણા માણસો ને સાવચેત કરી દો.. કાઈ પણ સમાચાર મળે તો કહો.. ( ફોન મૂકી દે છે..)

વિનુ : સાહેબ, સાજી.. અને રાઘવ દાસ જામનગર માં છે.. એક સારું એવું પાકું ઘર લઈ લીધું છે.. શાંતિલાલની કૃપા થી.....!!

રાઠોડ અને મલ્લિકા: શું???!!!

વિનુ : સાહેબ, આ શાંતિલાલ કાકો ,મયંક પટેલ ના પિતા સર્વસ્વ દાસ પટેલ માટે કામ કરે છે.. સર્વસ્વદાસ પટેલ ને મયંક અને અહીંયાની કોઈ છોકરી મોહના ના સંબંધો વિશે શંકા છે.. એમણે મયંક ના લગ્ન વિલાસચંદ્ર પટેલ ની સુપુત્રી સીમા સાથે નક્કી કર્યા છે..એ ઈચ્છે છે કે મયંક એમના પ્રમાણે લગ્ન કરે..  શાંતિ લાલ કાકો.. સર્વસ્વ દાસ માટે મયંક અને મોહના ની જાસૂસી કરે છે... અને આ જાસૂસી માં કાકા ની મદદ "સાજી" કરે છે.. શાંતિલાલ કાકા એ "સાજી" ને મોહના ની પાછળ લગાડી છે... અને પુરાવાના જે પણ કાઈ પૈસા મળે એ બન્ને વહેંચી લે છે.. આ સિવાય "સાજી" અને "શાંતિલાલ" વચ્ચે આડા સંબંધો પણ છે..

રાઠોડ : વિનુ.. જલ્દી જામનગર પોલીસ ને ફોન કરો.. સાજી અને રાઘવદાસ ને પકડી ને કસ્ટડી માં લો.. એ બન્ને જ છે.. સાવિ અને રાજવી ની હત્યા ના જવાબદાર..

વિનુ : જી સર..

( વિનુ જામનગર પોલીસ ને ફોન કરે છે.. જામનગર પોલીસ... સાજી અને રાઘવદાસ ને પકડવા જાય છે..)

રાઠોડ : મલ્લિકા , વિનુ...આપણે જામનગર જવા નીકળવું પડશે તુરંત..

મલ્લિકા,વિનુ : સારું ... સર.. 

---------

૧૦૧, સરસવન ફ્લેટ ( સેક્રેટરી શાંતિલાલ શાહ નું ઘર)..

શાંતિલાલ (ફોન પર,(ધીમેથી..): શું? રાઠોડ સાહેબ ને મારા અને સાજી વિશે ખબર પડી ગઈ...

ફોન પર નો અવાજ : હા... (ગાળ).. બુઢા .. તને કીધું હતું ને કે.... કામ પૂરું થયા પછી સાજી અને રાઘવદાસ ને ઝેર આપી દેજે.. પણ તું સાજી ના બ્લાઉઝ માં ફસાઈ ગયો.. કેમ...?? 
હવે, જેટલી જલ્દી થઈ શકે, સામાન પેક કર... હમણાં પાંચ મિનિટ માં એક ગાડી... તારા ફ્લેટ પાસે આવશે... ચુપ ચાપ એ ગાડી માં બેસી જજે...

શાંતિલાલ : હા.. હા... સાહેબ, તમે જેમ કહેશો એમ કરીશ.. હા..  ( ફોન કટ..)

(શાંતિલાલ સામાન પેક કરે છે.. એક ગાડી તેના ફ્લેટ ની બહાર આવી ને ઉભી રહે છે.. શાંતિલાલ ફટાફટ એમાં બેસી જાય છે..  જતા જતા.. શાંતિલાલે પત્ની અને દીકરાને ઘર ના એક રૂમમાં લોક કરી દીધા છે..)

શાંતિલાલ : સાહેબ, ક્યાં છે?
ડ્રાઈવર : બસ આગળ એક હોટલ માં તમારી રાહ જુવે છે... લો કાકા.. આ શરબત પીવો.. થોડી રાહત થશે.. ( ડ્રાઇવર શાંતિલાલ ને શરબત આપે છે.. શાંતિલાલ શરબત પીવે છે.... રાહત અનુભવે છે...)

         થોડીવાર માં શાંતિલાલ નો શ્વાસ રૂંધાય છે.. આંખો પહોળી થાય છે... અને તે ડ્રાઈવર ની બાજુ ની સીટ પર મૃત્યુ પામે છે.. ડ્રાઈવર ગાડી ને હાઈવે પર લઈ જાય છે... અને સાઇડ માં ગાડી રોકી ને શાંતિ લાલ ને ડ્રાઇવિંગ સીટ પર બેસાડી દે છે... ગાડી લોક કરી દે છે.. પછી પોતે એક બાઇક ની પાછળ બેસી નીકળી જાય છે...

          (જામનગર ના રસ્તા પર... જતા રાઠોડ ના ફોન ઉપર કોલ આવે છે..)

વાઘેલા: રાઠોડ સાહેબ, પોલીસ જીપ માં જ સાજી અને રાઘવદાસ નું મૃત્યુ થયું છે..

રાઠોડ : (ગાળ) કઈ રીતે....?  

વાઘેલા : અમે બન્ને ને પકડી પોલીસ સ્ટેશન જવા નીકળ્યા.. રસ્તા માં સાજી અને રાઘવદાસ ગાળો ભાંડી ભાંડી ને એકબીજા સાથે ઝઘડો કર્યા કરતા હતા.. પોલીસ કોન્સ્ટેબલે એમણે રોક્યા.. થોડી વાર રહી મારા ફોન ઉપર એક કોલ આવ્યો... એ કોલ માં કોઈએ મને ત્રણ ચાર ગાળ બોલી...  અને મારી દીકરી ને ઉપાડી ગયા છે.. એવી ધમકી આપી ..આ સાંભળીને મેં જીપ રોકી દીધી.. અને નીચે ઉતરી ને એ વ્યક્તિ સાથે વાત કરવાના પ્રયત્નો કર્યા.. અને પાછળ થી ખબર નહી શી રીતે રાઘવદાસે પોલીસ કોસ્ટેબલને લાત મારી ... પોલીસ કોન્સ્ટેબલ અને રાઘવદાસ વચ્ચે ઝઘડો થયો... આ બાજુ સાજી પણ લેડી કોન્સ્ટેબલ સાથે ઝઘડવા લાગી.. ગુસ્સે થયેલા પોલીસ કોન્સ્ટેબલ અને લેડી કોન્સ્ટેબલ બન્ને કેદીને લઈ ને નીચે ઉતર્યા.. ત્યાં અચાનક એક બાઇક વાળા એ બન્ને કેદી ને ગોળી મારી દીધી.. અમને કાઈ ખબર પડે એ પહેલા બાઈક નીકળી ગયું..)

રાહુલ રાઠોડ : શું? તમને ખબર છે.. સબ ઇન્સ્પેક્ટર વાઘેલા ,તમારી બેદરકારી થી બે અપરાધીઓ મૃત્યુ પામ્યા... હવે તૈયાર રહો.. સજા માટે...

વાઘેલા : મને મારી દીકરી માટે ધમકી મળી હતી.... હું શું કરું સાહેબ...?

રાઠોડ : જુઓ વાઘેલા, આ કોઈ ષડયંત્ર છે... તમારી દીકરી ને કાંઇ થયું નથી.. કોઈ છે, જે બન્ને કેદી ને મારવા માંગતો હતો.. અને સફળ થયો... તમે આગળ ની કાર્યવાહી કરો... અમે પહોંચીએ છીએ.. ( ફોન કટ કરે છે..)

મલ્લિકા : રાઠોડ સાહેબ, સુરત જતા હાઈવે પર એક ગાડી મળી છે.. જેમાં શાંતિલાલ શાહ નો મૃતદેહ મળ્યો છે...

રાઠોડ: (આશ્ચર્ય સાથે....) (ગાળ)... તો કોઈ બહુ મોટી ગેમ રમે છે.... એમ.. !!

(ગાડી રોકે છે..)