૧૦૪, સરસવન ફ્લેટ
મયંક : મોહના... તું અહીંયા? , ફોન કર્યા વગર કેમ આવી? શું થયું?.. ( મયંક દરવાજો બંધ કરે છે..) બેસ.. બેસ...
( મોહના અને મયંક સોફા પર બેસે છે.)
મોહના : મયંક હમણાં કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો છે.. એમાં આપણો અશ્લીલ ફોટો છે.... મયંક પ્લીઝ ... જો તું આવું કરતો હોય તો હમણાં જ રોકી દે.. હું તું જે કહીશ એ કરવા તૈયાર છું..
મયંક : અરે મેં કશું જ નથી કર્યું... આ પેલા સેક્રેટરી શાંતિલાલ નું કારસ્તાન છે.. આપણા બન્ને નો ગાડી માં એકસાથે ફોટો છે.. જો મારા મોબાઇલ પર પણ આવ્યો છે... મારા પપ્પા એને આપણા બન્ને ની જાસૂસી માટે પૈસા આપે છે.. આ એની જ હરકત છે.. હું એને નહી છોડુ...
મોહના : શું?? શાંતિલાલ... પણ એ તો નિવૃત બેંક કર્મચારી છે.. સીધા માણસ છે..
મયંક : એ સીધો નથી... બહુ મોટી માયા છે...
મોહના: હવે, કોઈ ઉપાય નથી... આપણે લગ્ન કરી લેવા જોઈએ મયંક... જો આપણે પરણી જઈશું તો પછી શાંતિ કાકા પાસે કોઈ રસ્તો નહી રહે..
મયંક : છત્તા પણ એ આપણને બદનામ તો કરી જ શકશે... અને મારા પિતા તને ક્યારેય નહી સ્વીકારે...મોહના... આપણે જે રીતે મળીએ છીએ... એ જ ચાલુ રાખીશું... હું સીમા સાથે લગ્ન કરું છું... આ રીતે પપ્પા પણ ખુશ.. મમ્મી પણ ખુશ... અને થોડા સમય પછી હું સીમા ને જામનગર મમ્મી પપ્પા ની સેવા માટે ઠરીઠામ કરીને અહીંયા રહેવા આવી જઈશ.. એટલે હું અને તું બન્ને ખુશ..
મોહના : એટલે.. તું સીમા ને યુઝ કરીશ અને મારી સાથે પણ સંબંધ રાખીશ.. ક્યારેક જો તારું લફરું બહાર પડી ગયું તો સીમા તને નહી છોડે...
મયંક : ત્યાર નું ત્યારે થઈ પડશે... સમજ ડાર્લિંગ.. સીમા સાથે લગ્ન કરી ને મારા પિતાની બધી પ્રોપર્ટી અને એમ્પાયર મારા નામે કરાવી દઈશ... પછી સીમા ને છોડી ને તારી સાથે પરણી જઈશ...
મોહના: (હસે છે..) (ગાળ)... તારું ભેજું ખતરનાક છે.. પણ તારા પિતા સર્વસ્વદાસ પટેલ કાઈ ઓછી માયા નથી... એમણે તારા ઇરાદા ની ગંધ આવી જ જશે..
મયંક : (સિગારેટ સળગાવી ને ધુમાડો મોહના પર ફૂંકે છે...) તું મને જોયા કર ડાર્લિંગ... અને હવે હું તને જોઈશ...
(મયંક મોહના ને ઉચકી ને રૂમ માં લઈ જાય છે...)
૧૦૫, સરસવન ફ્લેટ્સ
( સાવન ડ્રોઈંગ રૂમ ના એક સોફા પર બેઠો છે... એના હાથ માં એનો મોબાઈલ છે.. એના ચેહરા પર પરસેવો અને ભય ઉપસેલા છે... એક સ્માઈલ નું ઇમોજી આવે છે.. એ ટેક્સ્ટ પર નામ ચેક કરે છે "સારિકા"... ધીમે થી ગાળ બોલી ને ફોન સ્વીચ ઓફ કરે છે, ત્યાં ફ્લેટ નો બેલ વાગે છે..
સાવન ઉભો થઈને દરવાજો ખોલે છે... મલ્લિકા રાણા અને રાહુલ રાઠોડ અંદર આવે છે.)
રાહુલ રાઠોડ: મિસ્ટર સાવન.. આઈ હોપ યુ આર હેન્ડલિંગ યોર સેલ્ફ વેલ...
સાવન : યસ, રાઠોડ સર, હું પ્રયત્ન કરું છું..
રાહુલ રાઠોડ: આ મારી આસિસ્ટન્ટ ઓફિસર મલ્લિકા રાણા છે..
સાવન : મેડમ ,મારી સાવિ અને રાજવી ની મૃત્યુ નું કારણ ખબર પડી..
મલ્લિકા : જી, બન્ને એ મૃત્યુ પહેલા એક જેલી બેઇઝ્ડ હોમ મેડ કેન્ડી ટોફી ખાધી હતી ,જે ઝેરી હતી...
( સોનાલી આવે છે...)
સોનાલી : શું? કેન્ડી.. પણ આ ઘર માં અમે ક્યારેય એવી ટોફી બનાવી નથી.. હા, રાજવી ની બહેન સાજી એક વાર એવી ટોફી લાવી હતી.. અને મયંક ભાઈ અવારનવાર સાવિ ને કેન્ડિસ અને ચોકલેટ્સ આપતા હતા... મેં એ બંનેને ચોખ્ખી ના પાડી હતી.. છત્તા પણ ... મારી સાવિ ને કફ દોષ છે.. એકવાર શરદી થાય પછી જલ્દી મટતી નથી..
રાહુલ રાઠોડ: સાજી... અને મયંક પટેલ..
મલ્લિકા જરા, બાજુમાં ૧૦૪ માં મયંક ભાઈ ને પૂછો તો, એમણે કઈ ટોફી/ ચોકલેટ રાખવાનો શોખ છે..
મલ્લિકા : ઓકે સર, ( ૧૦૪ માં જાય છે..)
રાહુલ રાઠોડ: મિસ્ટર સાવન, આ સાજી અત્યારે ક્યાં રહે છે?
સાવન : સાજી , તેના પિતા સાથે ગામડે રહે છે.. જ્યારે ખેતી ની ઋતુ હોય ત્યારે સુરેશ અને રાજવી ગામડે જાય અને સાજી અહીંયા આવી રાજવી સાથે રોકાય અને સુરેશ ના પિતા રાઘવદાસ જયસુખ શેઠ ના ત્યાં કામ કરે... છેલ્લે જ્યારે સાજી આવી હતી ત્યારે આવા જ પ્રકારની કેન્ડી એક વખત એને સાવિ ને ખવરાવી હતી.. ત્યારે સોનાલીએ એની સાથે ઝઘડો કર્યો હતો... એના ત્રણ દિવસ પછી રાજવી ગામડે થી આવી ગઈ અને સાજી , તેના પિતા સાથે ગામડે ગઈ..
રાહુલ રાઠોડ: કયું ગામ?
સાવન : તોલ પૂરા ગામ....
રાહુલ રાઠોડ: (મોબાઈલ માં નંબર લગાવે છે.. અને તોલપુરા પોલીસ ચોકી માં સાજી અને રાઘવદાસ ની તપાસ કરવાનું કહે છે..)
સોનાલી : સાવન, આ સાજી મને બિલકુલ પસંદ ન હતી... પણ રાજવી ના કારણે હું સહન કરતી હતી... તે જોયું.. પરિણામ ( રડે છે...)
રાહુલ રાઠોડ: તોલપુરા પોલીસ તપાસ કરી રહી છે...
( મલ્લિકા પાછી આવે છે....)
રાહુલ રાઠોડ: યસ મલ્લિકા , એની અપડેટ્સ?
મલ્લિકા :(રાહુલ રાઠોડ ના કાન માં:) આ મયંક પટેલ અને એની ગલ્ફ્રેન્ડ મોહના ખૂબ તોછડા છે... પણ જ્યારે ગુસ્સા થી પૂછ્યું.. તો એકદમ ડરી ગયા... મયંકે કહ્યું કે , એ સાવિ ને ફ્કત ફોરેન ની સ્વીઝ ચોકલેટ જ આપતો હતો..
એ લોકો , જરા પ્રાઇવેટ મોમેન્ટ માં વ્યસ્ત હતા.. એટલે હું વધુ કાઈ પૂછી ન શકી...
રાહુલ રાઠોડ: મલ્લિકા .. આપણે આ કપલ પર નજર રાખવી પડશે... મને આ મોહના શંકાસ્પદ લાગે છે...
મલ્લિકા : જી સર, મયંક પણ ઓછો નથી...
સાવન : એટલે, મોહના અને મયંક નો આ હત્યા પાછળ હાથ છે?
મલ્લિકા : ના, હજી કાઈ કહી શકાય તેમ નથી..
સોનાલી : સારું ઇન્સ્પેક્ટર, તમે જલ્દી મારી સાવિ ને ન્યાય અપાવડાવશો એવી આશા છે..
રાહુલ રાઠોડ: જી મેડમ...પણ એક વાત પૂછવી હતી.. જો તમે ખરાબ ન લગાડો તો...
સોનાલી : હા, પૂછો...
રાહુલ રાઠોડ: તમે એવું કયું કામ કરો છો જેમાં આગળ વધવા માટે પ્રેગ્નેન્સી એક બાધા છે, એટલે કે તમારે બાળક નહતું જોઈતું?
સોનાલી : હું એક એક્ટર અને મોડલ છું... ( શરમાય છે..) એડલ્ટ ફિલ્મો માં કામ કરું છું.. મારું સ્ક્રીન પર નામ "માયા તુફાની" છે..હું હમેશા માસ્ક પહેરી ને કામ કરું છું..
રાહુલ રાઠોડ: ફેમસ ,"માયા તુફાની"..
સોનાલી : જી, મારી આ વાત બહાર ન આવે ઇન્સ્પેક્ટર... નહિંતર ..
રાહુલ રાઠોડ: સમજી ગયો.. તમારા બન્ને રહસ્ય અકબંધ રહેશે.. હવે મલ્લિકા સિવાય કોઈ નહી જાણે.. મલ્લિકા.. લૅટ્સ ગો...
( રાહુલ અને મલ્લિકા જાય છે...)
(વધુ આવતા અંકે)