૧૦૫, સરસવન ફ્લેટ્સ
સોનાલી : મે તને જે કામ કીધું હતું તે કર્યું?
મહિમા મકવાણા: મેડમ, તમે જે "સારિકા" ની તપાસ કરવાની કીધી એ કોઈ સામાન્ય સ્ત્રી નથી... (ગાળ)... એ એક વર્ષો જૂના બ્લેકમેઇલિંગ રેકેટ નો એક ભાગ છે... આ લોકો ની પાસે.. મોટા મોટા બિઝનેસમેન ,નેતા અને અધિકારીઓ ના ગંદા રહસ્યો હોય છે... જેના કારણે પોલીસ એમને પકડી ને પણ વધુ સમય જેલ માં નથી રાખી શકતી..
સોનાલી : શું કહે છે.. તું...? (ગાળ).... આ આટલી મોટી માયા છે?.. (ગાળ)..
મહિમા મકવાણા: આ એક આખું ગ્રુપ છે... સારિકા તો ફક્ત એક નાનકડી કડી છે... આવી ઘણી સ્ત્રીઓ આમના ગ્રુપ માં છે.. મોટા મોટા અધિકારીઓ થી લઈને નાના મોટા નોકરિયાત વ્યક્તિઓને સોશિયલ મીડિયા વડે અલગ અલગ નામો થી રિકવેસ્ટ મોકલવી.. તેમની સાથે ચેટિંગ કરી તેમણે અલગ અલગ સ્કીમો આપવી.. ક્યારેક બિઝનેસ ના નામે, ક્યારેક હની ટ્રેપ ના નામે લોકો ને છેતરી ને પૈસા પડાવવાનું અને તેમને આર્થિક રીતે પાયમાલ કરવાની આ કપટ યોજના છે..
સોનાલી : તો... આનાથી બચવું શી રીતે?
મહિમા : બસ, આ લોકો કરતા પણ વધુ સતર્ક અને ચાલાક થઈ ને જ આ લોકો થી બચી શકાય છે.. તમારી એક પણ નબળી નસ અથવા કોઈ વાત એમના હાથ માં આવી ગઈ અને તમે ગભરાયા તો તમારી આબરૂ અને પૈસા બન્ને જવાની ગેરંટી જ સમજો.
સોનાલી : (ધીમેથી)..ઓહ.. આ તો ભારે કાંડ થઈ ગયું...
મહિમા : શું કહ્યું મેડમ?
સોનાલી : કાંઈ નહી.. કોઈ બીજી વાત તું મને જણાવી શકે?
મહિમા : હા, ફ્કત સોશિયલ મીડિયા દ્વારા જ નહી.. આવી રેકેટ એજન્સીઓ અલગ અલગ બ્યુટી પાર્લર, સ્પા,મસાજ સેન્ટર અને એસ્કોર્ટ સર્વિસીઝ પણ ચલાવે છે..જેમાં અલગ અલગ રાજ્યો અને દેશો માંથી સ્ત્રીઓ લાવવામાં આવે છે અને ફરજિયાત આ પ્રકારનું કામ તેમની પાસે થી કરાવાય છે..
સોનાલી : ઓહ...
મહિમા : હવે તો ફક્ત સ્ત્રીઓ જ નહી, પુરુષો પણ આ રીત ની સર્વિસ ના કામ માં જોડાયેલા છે.. જેમાં સેક્સ થી માડી ને ઓટીપી થકી ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ, લગ્ન નું વચન આપી ને પૈસા પડાવવા અથવા લગ્ન કરીને નિર્દોષ સાથી સામે ખોટી રીતે આરોપ મૂકી પૈસા પડાવવા નું કામ પણ ચાલે છે.. પણ વર્ષ ૨૦૨૦ ની મહામારી પછી આ ગ્રુપ ડી સેન્ટ્રલાઇઝ્ડ થઈ ગયું છે.. અને ઘણા બધા લોકો નાના નાના ગ્રુપ માં આ રીતે કામ કરે છે.... આ મોટા કાંડ નો કોઈ એક સૂત્રધાર નથી.
સોનાલી : સારું.. હું ધ્યાન રાખીશ.. પછી વાત કરું..
મહિમા મકવાણા: સાવધાન રહેજો મેડમ..
( ફોન કટ કરે છે).
----------
સોનાલી : સાવન, મેં હમણાં જ.. લેડી કોન્સ્ટેબલ મહિમા મકવાણા સાથે વાત કરી... એની સાથે ના કોલ નું રેકોર્ડિંગ તને શેર કરું છું.... સાંભળ
(સાવન પૂરું રેકોર્ડિંગ સાંભળે છે...)
સોનાલી : જોયું, બે નંબર ના ધંધા માં આ લોકો સામે આપણે કાઈ નથી.... આપણે આપણા દાગ ધોઈ નાખીએ... અને આ "સારિકા" નામ ના ટ્રેપ માંથી બહાર નીકળી જઈએ...
સાવન : હવે બહુ મોડું થઈ ગયું છે..સોનાલી, આપણા બધા અમેરિકન કોન્ટેક્સ "સારિકા" ની પાસે છે... હું કદાચ કોલ સેન્ટર બંધ પણ કરી દઉં તો પણ આઈ એમ શ્યોર કે બોબ મેથ્યુ જેવા ઘણા બધા ક્લાઈન્ટ ની ડિટેલ્સ નો ખોટો ઉપયોગ આ કરશે.. જેનો દોષ મારા પર આવશે.. હું બરબાદ થઈ ગયો સોનાલી...હવે કોઈ રસ્તો નથી...
સોનાલી : આમ હિંમત ન હારીશ..... આપણી આત્મા જાણે છે.. કે આપણે ઠગ સાથે જ ઠગાઈ કરી છે.. સારા માણસો ને ક્યારેય પજવ્યા નથી.. અને તું કેમ ભૂલે છે કે આપણી ફાઇલ માં કેટલાક નિર્દોષ લોકો પણ છે..જે ખરા ડિફોલ્ટર્સ છે... એમની જવાબદારી પણ તારી ઉપર છે.. આપણે રાઠોડ સાહેબ ને બધી જ વાત કરીએ...
(ઘર નો બેલ વાગે છે, સોનાલી દરવાજો ખોલે છે.., ઇન્સ્પેક્ટર રાહુલ રાઠોડ, મલ્લિકા રાણા, વિનુ અને મહિમા મકવાણા અંદર આવે છે..)
સાવન : સોનાલી, તે આમને બોલાવ્યા?
મલ્લિકા રાણા : જી, સોનાલી અને મહિમા વચ્ચે જે પણ વાત થઈ એ અમે બધા એ સાંભળી... તમે ડરશો નહી.. અમે તમારી સાથે છીએ...
સાવન : સારિકા.. બહુ જ સ્માર્ટ અને સુંદર છે... ગજબ નો કોન્ફિડન્સ અને વાતચીત ની છટા અદ્ભુત છે.. એની સાથે ૧૦ મિનિટ બેસો અને તમે એને ઇન્ટરવ્યુ માં રિજેક્ટ કરી જ ન શકો.. બહુ જ જલ્દી એ અમારા કોલ સેન્ટર ની કોર ટીમ માં પહોંચી ગઈ હતી... ફ્કત ૧ જ મહિના માં ૧૩ અમેરિકન ક્લાઈન્ટ્સ ના કેસ પતાવ્યા હતા... અત્યાર સુધી મારો પોતાનો ૧૪ નો રેકોર્ડ છે..
મલ્લિકા: "સારિકા" નામ સાંભળી ને મારી યાદો તાજી થઈ ગઈ.. વર્ષો પહેલા... "સસ્તા ફોરેન એડ્યુકેશન લોન" ની સ્કીમ માં એનું નામ સામે આવ્યું હતું.. ઘણા યુવાનો ને સિંગાપુર, કેનેડા ની યુનિવર્સિટીઓ માં ભણવા ની લાલચ દેખાડી.. પૈસા પડાવ્યા હતા.. પછી ડબ્બા યુનિવર્સિટીઓ પેપર પર ઊભી કરી ને ફ્રોડ કર્યો હતો.. અને પછી લંડન ભાગી ગઈ..ત્યારે એ ફક્ત ૨૧ વર્ષ ની હતી.... અત્યારે ૩૨ વર્ષ ની બલા છે..
સોનાલી : ઓહ... આ તો... મેડમ એની પાસે અમારા ૪૦૦ અમેરિકન ક્લાઈન્ટ્સ ના ફાઇનાન્સિયલ ડિફોલ્ટ નો ડેટા છે... જેના બદલામાં ૪૦ લાખ ની માંગ કરી છે..
રાઠોડ : આ ફક્ત શરૂઆત છે..સાવન ... તમે પૈસા બિલકુલ ન આપશો... પણ વધુ પૈસા ની લાલચ આપો.. એ ચાલીસ માંગે છે ને ૫ દિવસ પછી એને કરોડ.. આપવાની લાલચ આપો.. એને ગમે તેમ કરી ને રોકી લો..
ત્રણ દિવસ માં તમે લીગલ ટીમ તૈયાર કરી ને કોલ સેન્ટર માં અવૈધ કામ બંધ કરાવી દો..
ફ્કત તમારી ટીમ ને એ કામ માં રોકી દો.. કે જે સાચા ડિફોલ્ટર્સ હોય એટલે કે લીગલી એમનું દેવું સેટલ કરવામાં મદદ કરો... તમારી પાસે ડેટા ફાઇલ ની કોપી તો હશે ને.. એ અમને સેન્ડ કરી દો... અમે અમેરિકન ઇન્સ્ટિટ્યુશન્સ સાથે સરકારી સ્તરે વાત કરી ને તમારું ઘણું બધું જોખમ ઘટાડી દઈશું..
સાવન : ok સર..
વધુ આવતા અંકે..