: પ્રકરણ - 18 :
અમે બંને પરિવારના સભ્યોએ સાથે મળી અજંતા ઈલોરાનું પિકનિક આયોજિત કર્યું હતું. જેમાં પરમેશ્વરના ભાઈ બહેન અને ફ્લોરાના ભાઈ બહેન પણ શામેલ હતા.
તે દિવસે અમે સવારના 6 વાગે ચર્ચ ગેટ સ્ટેશને જમા થયા હતા. અને ત્યાંથી બસમાં ગેટ વે ઓફ ઇન્ડિયા પહોંચ્યા હતા. ત્યાંથી અમે લોન્ચમાં અજંતા ઈલોરા ગયા હતા..
ત્યાં પહોંચીને અમે સહુ પ્રથમ ચાય નાસ્તો કર્યો હતો.. પછી વારા ફરતી બધા જ સ્થળ અને પોઈન્ટ્સની મુલાકાત લીધી હતી.
લંચમા બધાએ સાથે ભોજન કર્યું હતું.. સુજાતા થેપલા અને કાંદા બટાટાનું શાક બનાવીને લાવી હતી. જયારે ફ્લોરા ઢોસા અને ઈડલી બનાવીને લાવી હતી..
ભોજન પછી અમે બેઠી ખો રમ્યા હતા. જેને થપ્પો પણ કહેવાય છે.
ત્યારે સુજાતાના આગ્રહથી ફ્લોરાએ ગુજરાતી ઢબે સાડી પરિધાન કરી હતી. મેં બન્નેનો કેમેરામાં ફોટો ક્લિક કર્યો હતો. તે જોઈ પરમેશ્વર બહું જ ખુશ થઈ ગયો હતો.
બન્નેના ભાઈ બહેનોને પણ પિકનિકમાં ખૂબ જ મજા આવી હતી..ખો ખો અને સંતાકુકડીની ગેમ પૂરી થયા બાદ અંતઃકડીનો દોર શરૂ થયો હતો.. જે એક તબક્કે સીધો જ મારી અને ફ્લોરા વિરુદ્ધ મુકાબલો બની ગયો હતો.
શરૂઆત મેં કરી હતી.
તેરે પ્યાર કા આસરા ચાહતા હું
વફા કર રહા હું વફા ચાહતા હું
તેનો પરમેશ્વરે જવાબ આપ્યો હતો.
હમ તો તેરે આશિક હૈ સદિયો પુરાને
ચાહે તું માને યા ના માને
ના ના કરતે પ્યાર તુમ્હી સે કરે બેઠે
કરના થા ઇન્કાર મગર ઈકરાર
તુમ્હી સે કર બૈઠે
ઠુમક ઠુમક મત ચલો
કોઈ પ્યાસા તરસેગા
મંદ મંદ મત હસો
અહીં ફ્લોરાએ સુર પુરાવ્યો હતો.
સો સાલ પહલે મુઝે તુમસે પ્યાર થા
આજ ભી હૈ ઔર કલ ભી રહેગા
ગાતા રહે મેરા દિલ તું હી મેરી મંઝિલ .
કહી બીતે ના યે રાતે કહી બીતે ના યે દિન
અહીં પરમેશ્વર અટકી ગયો હતો.. અને ફ્લોરાએ ગીત ઉપાડ્યુ હતું.
ના કોઈ ઉમંગ હૈ ના કોઈ તરંગ હૈ
મેરી જીંદગી હૈ ક્યા ઈક કટી પતંગ હૈ
અને આખરે મુકાબલો મારી અને ફ્લોરાની વચ્ચે રહી ગયો હતો.
હર દિલ જો પ્યાર કરેગા વહ ગાના ગાયેગા દિવાના સેકન્ડો મેં પહેચાના જાયેગા
ગાતા રહે મેરા દિલ તુ હી મેરી મંઝિલ કહી બીતી ના જાયે રૈના કહી બીતે ના યે દિન
ના તુ જમી કે લિયે હૈ ના આસમાં કે લિયે તેરા વજુદ હૈ સિર્ફ આસિયા કે લિયે
આ ખેલ ચાહીએ એટલો લાંબો ખેંચી શકાય તેમ હતો. તેને અટકાવવો જરૂરી હતો. હું જીતી શકતો હતો. પણ ફ્લોરાને હારવા દેવા માંગતો નહોતો. એટલે માટે મેં તેના ફેવરિટ ગીત આગળ આવીને અંત :કડી અટકાવીને ફ્લોરાને જીતાડી દીધી હતી.. પણ તે ચાલાક હતી. તેણે મારી ચોરી પકડી પાડી હતી. પિકનિક દરમિયાન અમારી વચ્ચે ઘણી વાતો થઈ હતી.
પરમેશ્વરને કોઈ વાતથી ખરાબ લાગી ગયુ હતું. તે પણ ઘણી વાર બાળક બની જતો હતો.
થોડો સમય તે કોઈની જોડે વાત કરતો નહોતો. પછી ગુસ્સો શાંત પડતાં તરત જ માફી માગી લેતો હતો.
ભોજન બાદ પરમેશ્વરે સિગરેટ પેટાવી હતી.. તે જોઈ ફ્લોરા ભડકી ગઈ હતી. તેણે ટકોર કરી હતી :
" તારા કરતાં તો મારો ભાઈ સારો છે, જે મારું માને છે! ".
કોઈ પણ પતિ આ વાત સહન નથી કરી શકતો કે તેની પત્ની બીજાની પ્રશંસા કરે.
થોડી વારમાં તેનું મૂડ ઠીક થઈ ગયું હતું. તે જોઈને મને ખુશી નિપજી હતી. તે વખતે પરમેશ્વર ને બદલે હું મારી જાતને અરીસામાં જોઈ રહ્યો હતો. ત્યારે મને યાદ આવ્યું હતું.
એક દિવસ 12-45 ની આસપાસ મારે એક લેટર ટાઇપ કરવાનો હતો. ત્યારે ફ્લોરા કિચનમાં હતી. તે કોઈની સાથે ગુસપુસ કરી રહી હતી. મેં તેને બોલાવી હતી. પણ તે આવી નહોતી.. અને તે કિશન સાથે વાત કરી રહી હતી. જેની સાથે થોડા દિવસ પહેલા બન્ને વચ્ચે ચકમક ઝરી ગઈ હતી.. અને તેને કારણે મારી પણ તે વ્યકિત સાથે બોલાચાલી થઈ ગઈ હતી..
અને અમે બંન્ને એ તેનો બોયકોટ કર્યો હતો. તે એ જ વ્યકિત સાથે બિન્દાસ્ત વાત કરી રહી હતી..
મેં બીજી વાર પ્યુન દ્વારા તેને બોલાવી હતી..
ત્યારે પહેલી વાર તે મોઢું ફુલાવીને મારી પાસે આવી હતી.
મને ગુસ્સો આવી રહ્યો હતો.. છતાં પણ મેં શાંત ચિત્ત તેને સવાલ પૂછ્યો હતો..
" શું કરી રહી હતી? હું તને ક્યારનો બોલાવી રહ્યો છું.. "
" મેરી તબિયત ઠીક નહીં હૈ . તો થોડા બ્રેક લે રહી થી! કામ અર્જન્ટ થા તો પૂજા સે કરવા લેના થા "
તેણે પહેલી વાર મારી જોડે આવી તોછડાઈથી વાત કરી હતી. અને મારું મૂડ ખરાબ થઈ ગયું હતું.
અને મેં ખાવાની મના કરી દીધી હતી!
ત્યારે ફ્લોરાના કહેવાથી બધા માનો હડતાળ પર ઊતરી ગયા હતા.. તેમણે પણ ખાવાની મનાઈ કરી દીધી હતી. તે જોઈને મારું મૂડ ઠેકાણે આવી ગયું હતું.
. અને મેં ફ્લોરાના લંચ બોક્સમાંથી બોઈલ્ડ ઈંડુ ઉઠાવી મોઢામાં નાખી ભોજનની શરૂઆત કરી હતી.
આટલુ બધું થવા છતાં મારું મૂડ સંપૂર્ણ ઠીક થયું નહોતું.. હું ગિલ્ટી ફીલ કરી રહ્યો હતો. આ જોઈને ઓપેરેટર સપનાએ મને ઇન્ટર કોમમાં કહ્યું હતું.
" તમારા ઘરેથી ફોન આવ્યો હતો. તમારા ડેડીની તબિયત ખરાબ થઈ ગઈ છે. તમને તાબડતોબ ઘરે બોલાવ્યા છે. "
હું સુશીલ ભાઈની રજા લઈ ઓફિસમાંથી નીકળી ગયો હતો. હું માનસિક રીતે તદ્દન અસ્વસ્થ હતો.. આ સ્થિતિમાં ઘરે જઈ પિતાજીની તકલીફ વધારવા માંગતો નહોતો.. ના જાણે કેમ પણ મને સપનાની વાત એક સ્ટંટ લાગી હતી,બનાવટ ભાસી હતી.. અને હું થિયેટરમાં જઈને બેસી ગયો હતો.
મને ફિલ્મ જોવામાં કોઈ દિલચસ્પી નહોતી.. એટલે હું આંખો બંધ કરીને હોલમાં બેસી રહ્યો હતો.
ફિલ્મ પૂરી થતાં મને ફ્લોરાને મળવાની ઈચ્છા જાગી હતી.. પણ તે હજી આવી નહીં હોય તેવું વિચારી મેં તેના ઘરની નજીક બગીચામાં બેસીને તેની રાહ જોઈ હતી..
સમય થતાં હું તેના ઘરે ગયો હતો. તેની સાથે ઘણી બધી વાત થઈ હતી. મેં તેની માફી પણ માંગી હતી.. અને બધી ગેર સમજણ દૂર થઈ ગઈ હતી. પરમેશ્વર ઘરે નહોતો. હું તેને અમારા પ્રોબ્લેમથી દૂર રાખવા માંગતો હતો. હું જાણતો હતો.. સપનાએ ભલે જૂઠું બોલી મને ઘરે મોકલ્યો હતો. પણ મારી પાછળ તેણે ઓફિસના સ્ટાફને સાચી વાત કરી જ હશે. કેમ કે તે અમારા સંબંધ વિશે શું વિચારતી હતી? તેની મને ખબર હતી.
મેં તેને સવાલ કર્યો હતો.
"કીસી! તને તો કિશન સાથે પ્રોબ્લેમ થયો હતો. પછી એવું શું થઈ ગયું? તુ એની જોડે આટલી બધી ઇન્વોલ્વ થઈ ગઈ.
તેના પર ફ્લોરાએ ખુલાસો કર્યો હતો.
000000000 ( ક્રમશ : )