આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 4 Ramesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શૂન્યની બહાર - 18

    ભાગ 18 : યાદનો દરવાજોસ્ક્રીન પર છેલ્લું વાક્ય હજુ પણ દેખાઈ ર...

  • કૃપણ-લીલા

    કૃપણ-લીલા મીઠાઈ લેવા ગયેલો દીકરો ત્રણ કલાક પછી ખાલી હાથે પાછ...

  • ધીરગંભીર - ૧

    અમદાવાદ.. હા અમદાવાદના પોશ એરિયા સેટેલાઇટમાં દસ માળના ફલેટના...

  • આનંદનગર : પ્રકરણ ૫૦

    પ્રકરણ ૫૦: આનંદનગર ગ્રાઉન્ડમાં ક્રિકેટ ફિવરદૈનિક ચબરાકિયાં:"...

  • અધૂરા શ્વાસ - ભાગ 3

    અધૂરા શ્વાસ - ભાગ 3 ઘરની દીવાલો વચ્ચે એક અદ્રશ્ય તણાવ ખેંચાઈ...

શ્રેણી
શેયર કરો

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 4

                             :  પ્રકરણ - 4 :

         અનન્યાએ સીધો જ મારા પર વાક પ્રહાર કર્યો હતો.. સાંભળીને હું અવાક થઈ ગયો હતો.

         મેં કદી સજાગપણે અનન્યા માટે આવો વિચાર મનમાં આણ્યો નહોતો.

         મેં જે કાંઈ જોયું હતું તેનું અજાણપણે મારાથી પુનરાવર્તન થઈ ગયું હતું. આને માટે તેમનો દ્વિરંગી વ્યવહાર જ નિમિત્ત બની ગયો હતો. મારા મામલામા તેઓ મારા શિક્ષક હતાં. તેમણે મને ખોટો પાઠ ભણાવ્યો હતો.

          મને અનન્યા પ્રત્યે અજીબો ગરીબ લગાવ થઈ ગયો હતો. હું તેને મળ્યા વગર તેની સાથે બોલ્યા વગર રહી શકતો નહોતો.

          એક દિવસ સવારથી જ મેં અનન્યાને જોઈ નહોતી. આ વાતે હું અત્યંત બેચેન હતો. તે બહાર ગઈ હતી. મને તેની ખબર નહોતી. તેનો એક ગોડ ફાધર હતો જેનું નામ દિવ્યેશ હતું. તેને બધી જાણ હતી.. અનન્યા તેને પૂછ્યા વિના પાણી પણ પીતી નહોતી.

           તે મારો દોસ્ત હતો.. આખો વખત મારા ઘરે ઉઠતો બેસતો હતો. આ નાતે સ્વભાવિક મેં તેને પૃચ્છા કરી હતી. પણ તેણે મને કોઈ જવાબ આપ્યો નહોતો. અને આખો દિવસ મેં તેની રાહ જોવામાં વિતાવી દીધો હતો.

           સામી સાંજે તે પાછી ફરી હતી.. તેણે જાંબલી રંગની સાડી પરિધાન કરી હતી.. આ પરિવેશમાં તે સ્વર્ગ ની અપ્સરા જેવી લાગતી હતી.

           હું ત્યારે દિવ્યેશના ઘરે બેઠો હતો.. તે સીધી જ ત્યાં આવી હતી અને મારી હાજરીની પરવા કર્યા વિના બંને વાતો કરવા લાગ્યા હતાં.

           તેને જોઈ હું મુગ્ધ થઈ ગયો હતો. ખૂબ જ ભાવુક બની ગયો હતો. તેનું દયાન મારી તરફ આકર્ષિત કરવા માટે મેં તેની સાડીનો છેડો હળવેથી ખેંચ્યો હતો. અને તેને સવાલ કર્યો હતો.

           " આજે આખો દિવસ ક્યાં હતી? "                   મારા આવા વર્તનથી ક્ષણિક તેના ચેહરા પર અણગમો છવાઈ ગયો હતો. પણ તે કાંઈ જ બોલી નહોતી.               મારા વ્યવહારની અવગણના કરતા તે દિવ્યેશ જોડે વાતોમાં મશગુલ થઈ ગઈ હતી.                આથી મને માઠું લાગ્યું હતું.                બે પાંચ મિનિટ વાત કરી તે પોતાને ઘરે ચાલી ગઈ હતી.                 અને તેની પાછળ હું તેના ઘરે પહોંચી ગયો હતો.

           તેણે મને આવકાર આપ્યો હતો અને મારી કેડે હાથ રાખી મને કિચનમાં લઈ હતી અને ભેળ પૂરીની ડીશ મારા હાથમા થમાવી દીધી હતી.

          તે બહું જ ખુશી દેખાઈ રહી હતી. તેના અનેક કારણો હોઈ શકે જેમાં સગાઈ, લગ્નની વાત શામેલ થઈ શકે. કદાચ સગાઈ થઈ હોય એ વાત પણ હોઈ શકે. પણ તેણે પોતાની ખુશીની વજહ મારાથી છુપાવી હતી.                  અને જો આ વાત સાચી હોય તો શું તેને ડર હતો? હું આ મંગલ કાર્યમાં વિઘ્ન ખડું કરીશ!                  તે હમેશા પોતાના માસીને ઘરે જતી હતી. તેમનો દીકરો અનન્યાનો હમ ઉમ્ર હતો. કદાચ તેની સગાઈ વિધિમાં તે તેના ઘરે ગઈ હશે . આવું માની મેં ગાડું ગબડાવ્યું હતું. અને તેના વિશે વધારે વિચારવાનુ છોડી દીધું હતું.

          તેણે મારી સાથે સારો વ્યવહાર કર્યો હતો. તે મારે માટે મહત્વની વાત હતી અને હું સતત તેને રાતભર વાગોળતો રહ્યો હતો.

          બીજે દિવસે બપોરે દિવ્યેશે અચાનક મારો આનંદ છિનવી લીધો હતો.

          તેણે અનન્યાની સાડીનો છેડો પકડવા બદલ મારો ક્લાસ લેવાની ચેષ્ટા કરી હતી. અને મને સવાલ કર્યો હતો.

        " કાલે અનન્યા સાથે તેં શું કર્યું હતું? "

        હું તેના  સવાલથી ડઘાઈ ગયો હતો. મારે તેનો જવાબ આપવાની કોઈ જરૂર નહોતી. મેં તેને ટાળતા કહ્યું હતું.

          " તારા આવા સવાલનો જવાબ આપવા હું બંધાયો નથી. "

          મારી વાત સાંભળી તેણે મારી નિયત પર શક કર્યો હતો. આ વાત મારે માટે અસહ્ય નીવડી હતી.

         પણ મારો રોકડો જવાબ પામી તેની પણ બોબડી બંધ થઈ ગઈ હતી. તેનું અહમ ચકનાચૂર થઈ ગયું હતું.

         તેણે આ વાતનો મારી સાથે બદલો લીધો હતો. તેણે અનન્યાને મારી વિરુદ્ધ ભડકાવી હતી. હું આલોકનો પ્રતિસ્પર્ધી હતો. તે વાત તેના મગજમાં ઘુસાડવાની ચેષ્ટા કરી હતી. મેં જ તે કારણે મારા મિત્રોને તેની ધુલાઈ કરવા તૈયાર કર્યા હતાં. આવું પણ તેના મનમાં ઠસાવવાનો પ્રયાસ કર્યો હતો..                અનન્યા એ મારી જોડે અબોલા લીધા હતાં. તેથી દુઃખી થઈ મેં નાનકડી ચિઠ્ઠી ભાવિકા જોડે તેને મોકલાવી હતી જેનો તેણે ખોટો અર્થ કરી સીધો જ આક્ષેપ કર્યો હતો.

        " I am not your lover!! "

         તેના આ શબ્દો મને છાતીમાં વાગ્યા હતાં.

         ભગવાન સાક્ષી હતાં. મેં કદી સજાગ પણે અનન્યાને મારી પ્રેમિકા ગણી નહોતી. છતાં તેણે મારા પર આવો વાહિયાત આક્ષેપ મુક્યો હતો.

         મારી આંખો સામે અંધાર પટ છવાઈ ગયો હતો. મને કાંઈ જ સમજાતું નહોતું.

         તે વખતે દિવ્યેશ પણ ઘરમાં હતો. મેં પગે પડી અનન્યાની માફી માંગી હતી.

         તે વખતે દિવ્યેશે મારાથી બદતર વ્યવહાર તેની સાથે કર્યો હતો અને અનન્યા ભડકી ગઈ હતી.

          મેં પણ દિવ્યેશનો ઉંઘડો લીધો હતો. ત્યારે તેની પાસે કોઈ જવાબ નહોતો. તેણે મારી વાત ઉડાડી દીધી હતી..

          અનન્યાનો ચરણ સ્પર્શ કરી હું તેના ઘરમાંથી મારે ઘરે આવ્યો હતો. જે કાંઈ થયું હતું તેનાથી મને મોટો ઝટકો લાગ્યો હતો.

          મારી કોઈ ભૂલ નહોતી. છતાં તેની વાતે મને ગુનેહગાર હોવાની પ્રતીતિ કરાવી હતી. તેનો પસ્તાવો કરતાં મેં મારો હાથ બાળવાની કોશિશ કરી હતી.

          ગીતા બહેન તે વખતે અનન્યાના ઘરે હતાં. તેણે બોલાવ્યા હતાં. તેને વિશે પણ મેં તર્ક બાંધ્યો હતો. જરૂર તેણે મારો ખ્યાલ રાખવાનું કહેવા માટે બોલાવ્યા હશે.દિવ્યેશ વિશે પણ મેં ગલત વિચાર મનમાં આણ્યો નહોતો.

           હું હાથ બાળી રહ્યો હતો. તે ભાવિકા જોઈ ગઈ હતી. અને તે દોડીને ગીતા બહેનને બોલાવી લાવી હતી.

           તેમની સાથે અનન્યા પણ મારે ઘરે આવી હતી. તેણે પોતાના હાથે મને બરનોલ લગાડ્યું હતું. પણ મારી ભીતર સળગી રહેલી આગને બુઝવવા માટે કોઈ અગ્નિ શામક ઉપકરણ નહોતું.

           હું દિવસો સુધી ગુમસુમ રહ્યો હતો.

           તે વખતે શાળામાં ઉનાળાની રજા ચાલુ હતી. 

            તેથી મારા ભણતર પર તેની કોઈ અસર થઈ નહોતી.                      અમે લોકો પિતાજીના ફઈબાની દીકરીના લગ્ન માટે માંકવા ગયા હતાં. ઈશ્વરે વાતાવરણ બદલવાનો મોકો  પ્રદાન કર્યો હતો.                       આ વાત મારે માટે વરદાન રૂપ સાબિત થઈ હતી.

             પણ તે દરમિયાન એક દુર્ઘટના ઘટી હતી.

             ફઈબાના જેઠનું અવસાન થયું હતું.. તેથી લગ્ન મોકૂફ રહ્યા હતાં. તેમણે આ વાત મારા પિતાજીથી છુપાવી હતી અને અમે નિયત સમયે માંકવા પહોંચી ગયા હતાં.

              સચ્ચાઈ જાણી અમેં શોકાકુલ બની ગયા હતાં.

              અમને પડખે જોઈ ફઈબાને એક જાતની શાતા વળી હતી.

              તેમણે અમને રોકી લીધા હતાં.

              તેમના પરિવાર ને ઊંડો આઘાત સહન કરવાની ક્ષમતા આપે તે માટે પિતાજીએ પ્રાર્થના કરી હતી.

              તેમનું વિશાળ પરિવાર હતું. તેમને છ છોકરી હતી જેમાથી ચારના લગ્ન થઈ ગયા હતાં. પાંચમી છોકરીના લગ્ન નિર્ધાર્યા હતાં. અને તે વખતે આ વિઘ્ન ઊભું થયું હતું. તેના પછી એક છોકરી હતી. તેનું નામ નીલા હતું. તે સિવાય અંકલના ત્રણ દીકરા હતાં.

             હું અને નીલા હમ ઉમ્ર હતાં.. બહું જલ્દી અમારી વચ્ચે દોસ્તી થઈ ગઈ હતી.                     ગરમીના દિવસોમાં ઘરના બધા સભ્યો નદીએ સ્નાન કરવા જતાં હતાં. તે જોઈ જાણીને મને પણ નદીએ ન્હાવા જવાનું મન થયું હતું.

             મેઁ મારા પિતાજીને અંકલની હાજરીમા આ વાત કરી હતી.

             તે સાંભળીને અંકલે નીલાને પોતાની પાસે બોલાવી હતી. અને આદેશ આપ્યો હતો.

                 00000000000   ( ક્રમશ : )