આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 10 Ramesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 10

                     : પ્રકરણ - 10 :

            હું ઘણો જ અપ સેટ થઈ ગયો હતો. બિલ્કુલ તૂટી ગયો હતો. ત્યારે અનન્યા મારી પાસે આવી હતી. મેં તેને વળગીને આજીજી કરી હતી.                 " હવે તું મારી બહેન છે. પ્લીઝ એક વાર મારો અને ગરિમાનો ભેટો કરાવી દે. હું તારો જિંદગીભર ઋણી રહીશ. "                                પણ તે આ મામલે કાંઈ જ કરી શકે તેમ નહોતી. તે ખુદ બેજીવી હતી. મેં તેની લાચારી સ્વીકારી લીધી હતી. પણ મારી સમસ્યાનો કોઈ જ અંત નહોતો.

            આ સ્થિતિમાં અનુરાગ પોતાના ગામના બે મિત્રોને લઈ કોલેજ ક્લાર્ક પાસે પહોંચી ગયો હતો અને ગરિમા નું સરનામું લઈ તેના ઘરે પહોંચી ગયો હતો.                 તેણે ગરિમાને સાચી પરિસ્થિતિ બયાન કરી હતી અને તે મારે ઘરે આવવા તૈયાર થઈ ગઈ હતી.

            તે પહેલા તેણે મારી સાથે ફોન પર વાત કરી હતી.. અને હું હરખઘેલો બની આડું અવળું બોલી ગયો હતો. ત્યારે તેણે મને ચીમકી આપી હતી.

           " આવું બોલશો તો હું નહીં આવું. "

           મેં તેની માફી માંગી હતી.

           તે મારે ઘરે આવવાની હતી.. તે સાંભળીને હું હવામાં ઉડવા લાગ્યો હતો.                અને બીજે દિવસે બપોરે બે વાગે તે અનુરાગ અને તેની સહિયર સાથે મારા કમ્પાઉન્ડમાં દાખલ થઈ હતી. ત્યારે વિવિધ ભારતી પર ગીત વાગી રહ્યું હતું.

            ' બહારો ફૂલ બરસાઓ              મેરા મેહબૂબ આયા હૈં

           હું તે વખતે બહાર ચાલીમાં ઊભો હતો અને આકાશ વાણી રેડિયો પર ફિલ્મ ' સુરજ 'નું ગીત વાગી રહ્યું હતું. જાણે તે ગરિમાનું સ્વાગત કરી રહ્યું હતું. 

           આ ગીત દ્વારા ખુદ ઈશ્વરે પણ જાણે મને એહસાસ કરાવ્યો હતો. ગરિમા મારી મહેબૂબા  હતી. કારણ કે મેં તેને પ્રેમ કર્યો હતો, પણ તે મારી નહોતી. તે અન્યની અમાનત હતી.

           આ કોઈ ચમત્કાર હતો કે કેવળ જોગનુજોગ?

           પણ પળભર આ ગીતે મારી ભીતર આશાનું બીજ રોપ્યું હતું.

           તે મારે માટે જ સર્જાઈ હતી તેવી ઉમ્મીદ જાગી હતી.

           ભગવાન પણ શાયદ આવું જ ચાહતા હતા.                મેં તેને માનભેર ઘરમાં આવકાર આપ્યો હતો.

          " આવ ઘરમાં આવ! હું બિલ્કુલ ઠીક છું. મને કાંઈ જ થયું નથી. મારા ઘર પરિવારે નાહક ચિંતા કરી મને બીમાર કરી નાખ્યો છે. "

           મારી આ વાત પર તેણે કોઈ પ્રતિભાવ વ્યક્ત કર્યો નહોતો.                 મેં તેને સીધો અનુરોધ કર્યો હતો.

           " ચાલ! અંદર આપણે ભગવાનના આશીર્વાદ લઈ લઈએ.! "

             તે વખતે અનન્યા પણ ઘરમાં હાજર હતી. તેણે મને બ્રેક લગાવતા કહ્યું હતું. .             " ગરિમાને કાંઈ કહેવું છે. "

              " હા બોલ ગરિમા! "

              " મારી સગાઈ થઈ ગઈ  છે. "

               તે સાંભળીને અનન્યાએ મને સવાલ કર્યો હતો.

               " હવે તો ગરિમા તારી બહેન થઈ ને? "

                " એમાં શંકાને કોઈ અવકાશ નથી.. "

                હું તરત જ અંદર રસોડામાં ગયો હતો. ભગવાનની છબી સમક્ષ નત મસ્તક સ્વીકાર કર્યો હતો.

                " ગરિમા આજથી, આ જ પળથી મારી બહેન છે!! "

                 બહાર આવીને મેં બધાની વચ્ચે તેના માથે હાથ દઈ આશીર્વાદ આપતાં વચન આપ્યું હતું.                     " આજથી તું મારી બહેન છે.હું કદી તારી સામે અન્ય ભાવે નજર નહીં કરું. અને જો એવું કાંઈ થયું તો એ મારી જિંદગીની આખરી ક્ષણ હશે. "                   "  હું જાઉં છું. " કહીને તે વિદાય થઈ ગઈ હતી.                     ત્યાર બાદ મારા બુરા હાલ થયા હતાં.

              હું કબાટ પર પગ પછાડીને જોર જોરથી નાના બાળકની જેમ રડવા માંડ્યો હતો.

              ગરિમાના કાને મારા રડવાનો અવાજ ટકરાયો હતો. પળભર તેના કદમ થંભી ગયા હતાં. પણ તેની સહિયર ગરિમાનો હાથ ઝાલી કમ્પાઉન્ડમાંથી બહાર લઈ ગઈ હતી.

              મારી હાલત અત્યંત કપરી હતી. આ સ્થિતિમાં પિતાજી મને સાઈચિયેટિસ્ટ  પાસે લઈ ગયા હતાં. તેમણે મને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

              મને વીજળીના ઝટકા આપવા પડતા હતાં.

              લગભગ એક મહિના બાદ  મારી હાલતમાં સુધારો થયો હતો અને ડોકટરે મને હિલ સ્ટેશન લઈ જવાની સલાહ આપી હતી.

             અને મારા માતા પિતા દેવું કરીને મને મહાબલેશ્વર લઈ ગયા હતાં.    

             અમે લોકો ત્યાં પહોંચ્યા હતાં. અને બે જ દિવસમા એક નવ પરિણીત યુગલનું આગમન થયું હતું. 

             તેઓ અમારી બાજુમાં જ હતાં..તેમણે જોઈ હું ચોંકી ગયો હતો. જે ચીજથી હું દૂર રહેવાનો પ્રયાસ કરતો હતો એ જ વસ્તુ ભગવાને મારી સામે લાવીને રાખી દીધી હતી. અને?

             ગરિમા તેના પતિ સાથે હનીમૂન માટે મહાબલેશ્વર આવી હતી.

            પણ વાત અહીં પૂરી થતી નહોતી. તેની જોડે દુર્ઘટના ઘટી હતી. તેનો એક પગ કાપવો પડ્યો હતો.

            આ જાણી મને જિંદગીમાં પહેલી વાર ઈશ્વર પર ગુસ્સો આવ્યો હતો. શા માટે તે ગરિમા જોડે આટલો ક્રૂર બની ગયો હતો? . 

            લગ્ન પહેલાં આ દુર્ઘટના બની હતી. ગરિમા લગ્ન કરવાની ના પાડતી હતી. પણ તેના મંગેતર ગૌરવે તેની જોડે લગ્ન કરી એક નવી મિશાલ ખડી કરી હતી.

           આવી સ્થિતિમાં ગરિમા હિંમત હારી નહોતી. તેણે NGO ની સ્થાપના કરી અનેક લોકોને જીવવાનો મકસદ આપ્યો હતો. તેમની ખાતર તે એક પગે સક્ષમ થઈ ગઈ હતી.

            ખબર મળતાં જ હું NGO માં ગયો હતો. તેની હાલત જોઈ મારી આંખો ભરાઈ આવી હતી.               હું તેને મળવા ગયો હતો.. આ બદલ તેણે મારો સાચા હદયથી પાડ માન્યો હતો..તે ભાવુક બની ગઈ હતી. અને હું તે જોઈ ઢીલો પડી ગયો હતો ત્યારે  તેણે મને આશ્વસ્ત કર્યો હતો.

             તેનો મારા પર બહું જ મોટો ઉપકાર હતો.

             તે ચાહત તો ટેલિફોન પર પોતાની સગાઈ થઈ ગયાની વાત મને કરી શકી હોત. પણ તેણે જાતે ઘરે આવીને  ઉકળતી ગરમીમાં મારી સામે આવીને સચ્ચાઈ પેશ કરી હતી. તેના આ સૌજન્યને, તેની ખાનદાનીને મેં સલામ કીધી હતી. મેં કોઈ પારકી છોકરી સાથે લગ્ન કરવાનો વિચાર સેવી ગંભીર અપરાધ કર્યો હતો..તે માટે હું મારી જાતને કદી માફ કરી શક્યો નહોતો.

            મેં સોગંદ લઈ તેને બહેન બનાવી હતી.. અને ભગવાને આ રીતે તેને મારી બહેન બનાવી મારી જિંદગીમાં પાછી મોકલી હતી.

            ગરિમા એ એક અહમ વાત કરી હતી.

          " કોઈના ખોટા વિચારને કારણે કદી બીજાના જીવનમાં તકલીફ નથી આવતી. "

           તેનો ભરથાર ગૌરવ કરાટે ચેમ્પિયન હતો.. બહું જ નાની ઉંમરમાં તેણે આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે કેટલા એવોર્ડ, સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા હતાં.   

           માણસ ગમે તેટલો નબળો કેમ ના હોય, અપંગ કેમ ના હોય તેણે કદી હિંમત નહીં હારવી જોઈએ..સકારાત્મક વિચાર ધારા જ માનવીને યારી અપાવે છે.

           કાંઈ પણ હોય, કોઈ પણ તકલીફ હોય બીમારી હોય તો તેણે નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ.

          ' મન થી ક્યારે હારવું નહીં જોઈએ..'

         ' કોશિશ કરનારાની હાર નથી થતી .'

          ગરિમા અપંગ હોવા છતાં હકારાત્મક વિચાર સરણી થકી, આગળ વધી રહી હતી. તે સચમુચ એક મિશાલ હતી. લોકોની તકલીફ, અગવડ સામે પોતાની તકલીફો કોઈ માયના નથી રાખતી.   

                         0000000000  ( ક્રમશ : )