: પ્રકરણ - 17 :
રામ લાલે મને પછાડવા માટે ખુબ મથામણ કરી હતી. પણ તેઓ મારો વાળ પણ વાંકો કરી શક્યા નહોતા.
મને એક સંબંધી થકી ' શેઠ બ્રધર્સ મા જોબ મળી ગયો હતો. આ પહેલા તેમની હરીફ પાર્ટીની કંપનીમાં મને જોબ મળ્યો હતો. તે જાણી રામ લાલ ત્યાં દોડી આવ્યા હતા. હું યુનિયન વાળો છું કહી તેમણે મેનેજમેન્ટ ને મારી વિરુદ્ધ ભડકાવ્યા હતા.
હું ખુદ આ કંપનીમાં કામ કરવા તૈયાર નહોતો. જે વ્યકિતએ મને જોબ અપાવ્યો હતો. તેણે રામ લાલની આડખીલી વિશે મને વાત કરી હતી. પણ તેથી કાંઈ ફરક નહોતો પડ્યો. મેં ખુદ જ જોબ છોડી દીધો હતો.
થોડા સમય બાદ ' શેઠ બ્રધર્સ 'મા એક નવી છોકરીની સ્ટેનો ટાઇપિસ્ટની જગ્યા પર નિમણૂક કરવામાં આવી હતી.
પહેલે દિવસે ઓફિસની પગદંડી પર અમે ભેગા થઈ ગયા હતા. તેણે મને ગુડ મોર્નિંગ વિશ કર્યું હતું. અને મેં તેના જવાબમા સામું વિશ કર્યું હતું..
ઓફિસમાં સહુ પ્રથમ અમારી ઓળખાણ થઈ હતી.
મારે એક અર્જન્ટ લેટર ટાઇપ કરાવવવાનો હતો.. પૂજા આવી નહોતી. મેં તેનો ડ્રાફ્ટ આગલે દિવસે જ તૈયાર રાખ્યો હતો.
મેં ઓપરેટર સપનાને ઇન્ટર કોમમાં મેસેજ આપ્યો હતો.
" પ્લીઝ! સેન્ડ ન્યુ ગર્લ ટુ મી! "
અને બીજી જ ક્ષણે પોતાની શોર્ટ હેન્ડ બુક અને પેન્સિલ લઈને તે મારી સામે આવીને ઊભી રહી ગઈ હતી.
" યસ સર! વોટ આઇ કેન ડુ ફોર યુ? "
મેં તેને હાથનો ઈશારો કરી ખુરશીમા બેસવાની વિનંતિ કરી હતી.
" થૅન્ક્સ સર! " કહીને તે ખુરશીમાં બેસી ગઈ હતી.
મેં ઔપચારિકતા નિભાવતા સવાલ કર્યો હતો.
" વોટ ઈઝ યોર ગુડ નેમ પ્લીઝ?"
" ફ્લોરા ડિસોઝા! " તેણે હિન્દૂ બિરાદરી ઢબે સાડી પરિધાન કરી હતી. તેથી તેને ઓળખવામાં હું થાપ ખાઈ ગયો હતો. મેં તેને ગુજરાતી માની લીધી હતી. તેના રંગે રૂપે પરિધાન વસ્ત્રોએ પણ મારી આ ગેર સમજણમાં વધારો કર્યો હતો.
મેં લેટરનો ડ્રાફ્ટ તેના હાથમા મૂકી સવાલ કર્યો હતો.
" ક્યા યહ લેટર ટાઇપ કર સકતી હો? "
" સ્યોર! ભલા ઉસ મેં પૂછને કી ક્યા બાત હૈ? યહ તો મેરી ડ્યૂટી કા હિસ્સા હૈ. "
" આપ સ્ટેનો હો.. લેકિન મૈં તુમ્હે ડિકટેટ નહીં કર સકતા . ઈસ કે લિયે ક્ષમા ચાહતા હું.. "
" કોઈ બાત નહીં! "
અને તે ડ્રાફ્ટ લઈને પોતાની સીટ પર ચાલી ગઈ હતી.
મને સંદેહ હતો તેને મારા હેન્ડ રાઇટિંગ વાંચવામાં તકલીફ થશે. તેથી મેં તેને કહ્યું હતું..
" કુછ સમજ ના આયે તો બેજિજક પૂછ લેના. "
" ઓકે! " કહી તે પોતાની સીટ પર ચાલી ગઈ હતી..
બે ત્રણ મિનિટ બાદ તે મારો ડ્રાફ્ટ લઈ પાછી મારી પાસે આવી હતી..
" સર! યહ ક્યા લિખા હે " તેણે સવાલ કર્યો હતો.
મેં તેનો જવાબ આપ્યો હતો.. અને તે થેંક્સ કહીને ચાલી ગઈ હતી. .
અને દસ મિનિટની અંદર જ તે ખુદ ટાઇપ કરીને લેટર મને આપવા આવી હતી.
મેં સૌજન્ય પૂર્વક તેને કહ્યું હતું.
" તુમને ક્યોં તકલીફ લી? કિસી પ્યુન કે સાથ ભિજવા દેના થા. "
" યહ મેરા પહલા કામ થા. તો ખુદ આના જરૂરી સમજકર આ ગઈ.. "
" થેંકસ ફોર યોર કમિટમેંટ! "
મેં તેની પ્રશંસા કરી હતી.
અને તે હળવા હાસ્ય સાથે ' યુ આર વેલકમ ' કહી પોતાની સીટ પર ચાલી ગઈ હતી.
દિવસો પસાર જતાં હતાl અને ઈશ્વરની મરજીથી અમે એકમેકની નિકટ આવી ગયા હતા. બંને મુક્તપણે એકમેક સાથે વાતો કરવા માંડ્યા હતા . તે કોઈ છોકરાને પ્રેમ કરતી હતી જે તેની બિરાદરીનો નહોતો. તે ફ્લોરાને બેપનાહ પ્રેમ કરતો હતો. બંન્નેની સગાઈ પણ થઈ ગઈ હતી..તેણે અમારી ઓળખાણ કરાવી હતી..
અઠવાડિયામાં એક બે વાર તે ઓફિસ છૂટવાના સમયે ફ્લોરાને પિક અપ કરવા ઓફિસે આવતો હતો. તે પોતાની મંગેતરને આઉટિંગમા લઈ જતો હતો. ફ્લોરા કેથોલિક હતી જયારે તેનો મંગેતર પરમેશ્વર દક્ષિણ ભારતીય હતો. મારી જેમ તેણે પણ પોતાની મા ને નાનપણમાં ગુમાવી દીધી હતી.. આ સ્થિતિમાં તેના પિતાજીએ પુન લગ્ન કર્યા હતા.. જેને કારણે તેમને ચાર સંતાનોનો વારસો મળ્યો હતો. સાવકી મા ને તેના પ્રત્યે કોઈ લાગણી કે લેવા દેવા નહોતી. તે પોતાની જાતે જ ઉછરીને મોટો થયો હતો.
તે પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને નોકરીએ લાગી ગયો હતો.. તે પૈસા કમાતો હતો. તેથી સાવકી મા ને તેના પર હેત હોવાનું નાટક કરતી હતી. પરમેશ્વરને તેની સાથે ફાવતું નહોતું . આ સ્થિતિમાં તેણે છૂટા થઈ ભાડાની જગ્યા લીધી હતી.
ફ્લોરાએ ' શેઠ બ્રધર્સ ' જવોઇન કર્યું હતું. અને ત્રણ મહિનામાં તેના લગ્ન થઈ ગયા હતા. તે પહેલા તેનો જન્મ દિવસ આવ્યો હતો. મેં તેને મારા જન્મદિવસ વિશે જાણકારી આપી હતી અને બંન્નેને નાની ટ્રીટ આપવાનું નક્કી કરી તેમને હોટલમાં લઈ ગયો હતો.
મારો જન્મદિવસ હતો તે જાણી તેણે હરખ વ્યક્ત કરતા કહ્યું હતું.
" વાવ! ક્યાં બાત હૈ! દો દિન કે બાદ મેરા ભી બર્થડે હૈ! "
સાંભળીને મેં આનંદ વ્યક્ત કર્યો હતો. તેના જન્મદિવસ નિમિત્તે મેં તેને નવું નામ આપ્યું હતું :
' કીસી ' !
આ નામ તેને ગમ્યું હતું.. પણ ઓફિસમા નામને લઈને લોકો નાહક ચર્ચા કરશે, વાતોના વડા કરશે. તે બીકે તેણે વિરોધ કર્યો હતો. પણ પરમેશ્વરે ખેલદિલી પૂર્વક આ નામને માન્યતા આપી હતી.. જે રીતે ચુંબન કરતી વખતે બે હોઠ નજીક આવે છે..ઠીક એવી જ રીતે અમારા દિલ પણ બિલ્કુલ એકમેકની નિકટ આવી ગયા હતા..
મારો મેસેજ મળતાં જન્મદિવસે પરમેશ્વર ઓફિસ છુટતી વખતે આવી ગયો હતો. અમે પેક અપ કરીને તરત જ ઓફિસમાંથી બહાર નીકળી ગયા હતા ત્યારે કેટલીય આંખો અમને ઘૂરી રહી હતી..
ચર્ચ ગેટ સ્ટેશનની બાજુમાં એક હોટલમાં મેં તેમને ટ્રીટ આપી હતી.. મેં તેમની પસંદના મૈસુર મસાલા ઢોસા અને આમ્લેટનો ઓર્ડર આપ્યો હતો.
પછી અમે બન્ને એ કોલ્ડ કોફી પીધી હતી. અને ફ્લોરા માટે મેંગોલા મંગાવ્યું હતું. અમે લગભગ એક કલાક સાથે હતા.. અમારી વચ્ચે ખૂબ જ વાતો થઈ હતી. ત્યારે પરમેશ્વરે પોતાના ભાવિ પ્લાન વિશે વાત કરી હતી.
વિદેશ જવાનું તેનું એક માત્ર સપનું હતું. તેણે પાસપોર્ટ માટે અરજી પણ કરી હતી. અને મેં તેને શુભેચ્છા આપી હતી.
ત્યાર બાદ અમે છુટા પડ્યા હતા.
ફ્લોરા તો ત્યારે મુંબઈમાં રહેતી હતી.. લગ્ન પહેલા પરમેશ્વર માટુંગામાં રહેતો હતો.. ફ્લોરા એકલી જ તેના ઘરે જતી રહી હતી. અને અમે ચર્ચ ગેટ સ્ટેશનથી એક જ ગાડી પકડી હતી.
0000000000 ( ક્રમશ : )