: પ્રકરણ - 3 :.
મેં ત્રણ ધોરણ સુધીનો અડધો અભ્યાસ હાંસોટ મા કર્યો હતો.. મોટા ભાઈના સંદેશના અવસાન બાદ પિતાજી મને મુંબઈ લઇ આવ્યા હતા.. અને મને મ્યુનિસિપલ સ્કૂલમાં ભરતી કર્યો હતો. પાંચ ધોરણ સુધી મેં ત્યાં અભ્યાસ કર્યો હતો.
તે દરમિયાનમાં મારી ત્રણ છોકરાઓ સાથે દોસ્તી થઈ હતી. તેમને હું મારા પાકા દોસ્ત માનતો હતો.
અમારી સાથે એક મુસ્લિમ છોકરો પણ ભણતો હતો જે તેના બહેન બનેવી સાથે રહેતો હતો. તે મારો ખરેખર સાચો દોસ્ત હતો.. હું વારંવાર તેના ઘરે જતો હતો. તેના બહેન બનેવીએ પણ અમારી દોસ્તી સ્વીકારી લીધી હતી.
તે છોકરો બીમાર હતો. તેને ફિટ આવતી હતી. જેની મને કોઈ જાણ નહોતી.. એક વાર મારા તે ત્રણ દોસ્તમાથી એકનો ધક્કો વાગતા મને વાગતા હું ખુશાલ જોડે અથડાઈ ગયો હતો. અને તે પડી ગયો હતો. તેણે મૂર્છા આવી ગઈ હતી. તે જોઈ હું બહું જ ગભરાઈ ગયો હતો. પણ મારા સારા નસીબે તે થોડી વારમાં ભાનમાં આવી ગયો હતો અને મારો થંભી ગયેલો શ્વાસ પાછો આવી ગયો હતો.
તે જ દિવસોમા મારો અનન્યા સાથે વાતચીતનો દોર શરૂ થયો હતો. હું તેના ઘરે પણ જતો આવતો થઈ ગયો હતો.
અમે બન્ને સમ દુઃખિયા હતા. મેઁ નાનપણમા મારી જનેતાને ગુમાવી હતી અને તેણે પોતાના જનક પિતા ને .. તેની મા એ લોકોના ઘરના કામકાજ કરી અનન્યાને ભણાવી ગણાવી હતી.
ત્યારે મને દુનિયા વિશે, માનવીય સંબંધો વિશે કોઈ જાણકારી નહોતી.. તેના ઘરમાં નિશ દિન બાજુના બિલ્ડિંગ રહેતો એક છોકરો આલોક આવતો હતો. તેઓ વચ્ચે શું સંબંધ હતો..? એ વિશે મને કોઈ જાણ નહોતી. પણ એક દ્રશ્યે મને એવું માનવા પ્રેર્યો હતો કે તેઓ એક બીજાને ભાઈ બહેન માનતા હતા.
રક્ષા બંધનને દિવસે અનન્યાની જનેતાએ મારી ઉપસ્થિતમાં આલોકને કહ્યું હતું :
" અનન્યા તારી બહેન છે અને તું એનો ભાઈ છે, તો તેની પાસેથી રાખડી બંધાવી લે. "
અને તેણે મા ની ઈચ્છા શિરોમાન્ય કરી આલોકના કાંડે રાખડી બાંધી હતી અને તેણે વીર પસલી ની રસમ પણ અદા કરી હતી.
આ તબક્કે મને પણ રાખડી બંધાવવાનું મન થયું હતું. પણ હું શરમનો માર્યો કાંઈ બોલી શક્યો નહોતો. ભાવિકાની તે વખતે મને ખોટ સાલી રહી હતી. તે મારાથી કોસો દૂર હતી અને મને રાખડી બાંઘી શક્તી નહોતી. તે વાતનો મને સતત રંજ થતો હતો.
તેઓ રોજ મળતા હતા અને ચિત્ર વિચિત્ર હરકતો કરતાં હતા તેથી હું અસમંજસ અનુભવતો હતો.. આલોક અનન્યા ને કાખમાં ઘાલતો હતો. તેને ચુંબન પણ કરતો હતો. બંને વચ્ચેનો સંબંધ બિલ્ડિંગમાં ચર્ચા નો વિષય બની ગયો હતો. તેઓ સદાય રોમેન્ટિક મૂડમાં જોવા મળતા હતા.
બિલ્ડિંગના બધા છોકરાઓને પણ તેમની સાથે શું પ્રોબ્લેમ હતો. તેઓ બન્નેની પાછળ પડી ગયા હતા. તેઓ ચિત્ર વિચિત્ર હરકતો કરી તેમને સતાવતા હતા.
ક્યારેક તેઓ નીચે ઉભા રહી તેમને ચિઢવતા હતા.
" રાજ કપૂર ની દિવાળી આવી, નૂતન ની દિવાળી આવી, જોની વોકર ની દિવાળી આવી. "
તેમણે મને પણ આ મામલામાં ઘસડ્યો હતો. તેમણે મારી ' જાસૂસ ' - જોની વોકર ' નામે સતામણી શરૂ કરી હતી.
પહેલાં હું એ લોકો સાથે ઉઠતો બેસતો હતો. પણ પછી પરિસ્થિતિ બદલાઈ હતી. હું અનન્યાના ઘરે જતો આવતો થઈ ગયો હતો. અને તેમને મળવાનું, સાથે બેસવાનું બંધ કરી દીધું હતું..
તે જ અરસા માં બિલ્ડિંગના એક 40 વર્ષના સભ્યે મંડળની સ્થાપના કરી હતી એટલું જ નહીં આલોક બહારનો હતો છતાં તેને મંડળનો સભ્ય બનાવ્યો હતો.
તેની આ વાત સમજમાં નહોતી આવી.. બિલ્ડિંગના કોઈ પણ સભ્યે આ બાબત વાંધો પણ ઉઠાવ્યો નહોતો.
હું પણ તે મંડળીનો કટ્ટર દુશ્મન બની ગયો હતો. મને મારવા માટે તેમણે એક છોકરાને રોક્યો હતો. પણ મેં તેનો સામનો કરી, મેથીપાક જમાડી ભગાડી દીધો હતો.
તે જ લોકો એ બીજી વાર આલોકને મારવાનું કાવતરું રચ્યું હતું. અને તેમણે મારા જ મિત્રોની મદદ લીધી હતી. હું ત્યારે આ વાતથી અજાણ હતો..
એક વાર હું બહાર ચાલીમાં આરામ ખુરશીમાં બેઠો હતો ત્યારે એક નાનકડા છોકરાએ આવીને મને સમાચાર આપ્યા હતા.
" ગલીના નાકે બે ત્રણ છોકરાઓ આલોક ભાઈને મારી રહ્યા છે. "
આ સાંભળીને હું તરત જ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મારનારના ચેહરા જોઈ હેબતાઈ ગયો હતો. તેઓ મારા જ મિત્રો હતા. આ એક મારી વિરુદ્ધ ષડયંત્ર હતું જેના વિશે હું સાવ અજાણ હતો.. મેં તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ તઓ તો મને ઓળખવા પણ તૈયાર નહોતા. આ સ્થિતિમાં હું રઘવાયો બની અનન્યા પાસે દોડી ગયો હતો અને તેને રિપોર્ટ આપ્યો હતો.
" ગલીના નાકે ત્રણ છોકરાઓ આલોક ને મારી રહ્યા છે. "
અહીં સુધી તો વાત ઠીક હતી. પણ અહીં મેં મારી બુદ્ધિનું પ્રદર્શન કરતાં કહી દીધું હતું.
" ત્રણેય મારી શાળામાં મારા ક્લાસમાં ભણતા મારા મિત્રો છે! "
હવે આ નો શું મતલબ નીકળે? મેં જ તે છોકરાઓને આલોક ને મારવા માટે રોક્યા હતા.
સાંભળી ને તે કાંઈ બોલી નહોતી. પણ મને એવું લાગ્યું હતું. તે મનોમન ભાંડી રહી હતી.
હું તેમના મામલે જાણ્યે અજાણ્યે ત્રિકોણનો ત્રીજો ખૂણો બની ગયો હતો.
હું ત્યારે પણ બન્ને ને ભાઈ બહેન માનતો હતો અને તેમનું અનુકરણ કરતો હતો. અમે અનેક તબક્કે સાથે રહેતા હતા.
મારા અને તેના સ્કૂલના સમય વચ્ચે અડધો કલાકનો ફર્ક હતો.. છતાં તેના કહેવાથી હું તેની સાથે વહેલો શાળાએ જવા નીકળી પડતો હતો.
ગીતા બહેન આ વાત જાણતા હતા. તેમણે આ બાબત કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો.
હું અનન્યાને અમુક અંતર સુધી સાથ આપતો હતો અને વધેલો સમય પસાર કરવા માટે મિત્રને ઘરે જઈને બેસતો હતો.
તે મને કેમ સાથે રાખતી હતી? તેનો ભેદ પણ ખુલી ગયો હતો. રસ્તામાં એક છોકરો તેને છેડતો હતો.
હું તેને સ્પર્શ કરતો હતો. આ બાબત તેણે કોઈ નારાજગી વ્યક્ત કરી નહોતી.
એક વાર અમે ફિલ્મની ટિકિટ બુક કરાવવા ગયા હતા. અને પાછા ફરતી વખતે આખે રસ્તે તેની આંગળી ઝાલીને હું ઘરે આવ્યો હતો. આ બદલ પણ તેણે એક હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નહોતો.
પણ પડોશની નિશાને આ વાત ગમી નહોતી. તેણે આ વિશે ટકોર કરી હતી.
" તે પારકી અમાનત છે. તેની સાથે આવું ના થાય. "
આ સાંભળી મારા દિમાગમાં અનેક સવાલો ઉઠ્યા હતા.
તે વખતે મને મારી હાજરીમા પડોશણે અનન્યાની માતાને વધાઈ આપતા કહ્યું હતું.
"તમે તો નસીબદાર છો. તમને સારો જમાઈ મળી ગયો. "
અને તે જમાઈ આલોક જ હતો. તે વાત હું જાણતો નહોતો..
તે વખતે મને નાની મા ની એક કહેલી વાત યાદ આવી ગઈ હતી.
" હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે ભાઈ બહેન લગ્ન ના કરી શકે. "
અનન્યા આલોકને ભાઈ માનતી હતી. મારે મન તેઓ ભાઈ બહેન હતા. હું લોહીની સગાઈથી જોડાયેલા ભાઈ બહેનના સંબંધને ઓળખતો હતો..અને માનેલા ભાઈ બહેનને પણ એ જ નજરે નિહાળતો હતો. તેથી આ વાત હું હજમ કરી શક્યો નહોતો.
આલોકને છોકરાઓએ માર્યો હતો. અને તે મારા જ મિત્રો હતાં. તે જાણી અનન્યા એ મારી જોડે વાતચીત ની ડોર કાપી નાખી હતી.
આ વાત હું ઝીરવી શક્યો નહોતો..
હું તેના વર્તનથી નાસીપાસ થઈ ગયો હતો. આ સ્થિતિ માં મેં તેને મારી વ્હાલી બહેન તરીકે સંબોધીને એક ચિઠ્ઠી લખી ભાવિકા જોડે પહોંચાડી હતી. વાંચી તે નારાજ થઈ ગઈ હતી
ત્યાર બાદ તેણે મને પોતાના ઘરે બોલાવ્યો હતો.
અને મને જે કાંઈ કહ્યું હતું. તેથી મારા હોંશ ઉડી ગયા હતાં.
000000000000 ( ક્રમશ : ).