આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 8 Ramesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 8

                  

                      : પ્રકરણ - 8 :                  

         અને જૂન મહિનામાં જુનિયર બી.એ. નું પહેલું સત્ર શરૂ થયું હતું.

         વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ હતી.

        મારા પિતાજી મારે માટે નવી છત્રી ખરીદી લાવ્યા હતાં. પહેલા દિવસે જ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી હતી. અને હું નવી છત્રી લઈ કોલેજ ગયો હતો.  

        ક્લાસ રૂમમાં દાખલ થઈ મેં મારી છત્રી બેંચની પાછળ લટકાવી દીધી હતી.

        રિશેષ ટાણે હું છત્રી ક્લાસમાં જ મૂકીને મિત્રો સાથે ચા નાસ્તા માટે કેન્ટિનમાં ગયો હતો.

        અમે સોલ્જર સિસ્ટમથી ચા નાસ્તો કર્યો હતો અને ક્લાસમાં પાછા ફર્યા હતાં.

         ત્યારે છત્રી જગ્યા પર નહીં જોતા મારા હોંશ કોશ ઉડી ગયા હતાં. હું રાડ પાડી ગયો હતો.

          " હે ભગવાન! મારી છત્રી ક્યાં ગઈ? "

           અમે લોકો રિશેષ પહેલાં અમારી આગળ ખાલી પડેલી બેંચ પર બેઠા હતાં જ્યાં અમારી જેમ છોકરીનું ગ્રુપ બેસતું હતું.. તેમણે સાયકોલોજી લીધું હતું અને તેને માટે તેમને બીજા ક્લાસમાં બેસવું પડતું હતું.. તે જગ્યા ખાલી રહેતી હતી. અને અમે રોજ તે જગ્યાએ ગોઠવાઈ જતાં હતાં.  મેં છત્રી પણ ત્યાં જ રાખી દીઘી હતી. આ વાત હું વિસરી ગયો હતો..

           મારી ત્રાડ સાંભળી આગળ બેઠેલી એક છોકરીએ મારી છત્રી હાથમા રાખી સવાલ કર્યો હતો.

           " આ છત્રી તમારી છે? "

            છત્રી જોઈ મારો શ્વાસ હેઠો બેઠો હતો. મેં 'થૅન્ક્સ ' કહી છત્રી લઈ મારી બેંચ પાછળ લટકાવી દીધી હતી.                                   હું પહેલી નજરે જ તેનો દિવાનો બની ગયો હતો.

             મેં મનોમન નિર્ધાર કરી લીધો હતો.

            " હું આ વખતે પાછો નહીં હટું! "

            તેની સાથે ઓળખાણ વધારવા માટે મેં ટ્રિક નો ઉપયોગ કર્યો હતો. હું તેનું નામ જાણવા માંગતો હતો. પણ તેને સીધું સીધું પૂછી  શક્યો નહોતો.  તેથી મેં તેને કહ્યું હતુ.

             " excuse me! "

             તેણે પાછળ નજર કરી મને સવાલ કર્યો હતો.

             " હું તમારી શી હેલ્પ કરી શકું? "

             અને મેં તેને પૂછ્યું હતું.

              " તમે બધા સબ્જેક્ટ્સની નોંધ લખો છો?"

              " બધા વિષયની તો નથી લખતી."

              " સાયકોલોજીની? "

              " તેની તો હું નિયમિત રીતે નોટ્સ લખુ છું.. "

              " મને પણ સાયકોલોજી બહું ગમે છે.. પણ દોસ્તો સાથે ગાડરિયા પ્રવાહમાં વહી જઈ મેં ખોટો સબજેક્ટ પસંદ કરી નાખ્યો છે. જેનો મને રહી રહી ને અફસોસ થઈ રહ્યો છે.. "

              આ સાંભળીને તેણે પણ અફસોસ વ્યક્ત કર્યો હતો.

              " તમે એક કામ કરશો? "

              " હા બોલો! શું કરવાનું છે? "

              " મને તમારી સાયકોલોજીની નોટ્સ આપી શકશો?.

              " હમણાં જ લઈ લો. આગલા બે દિવસ તેનો પિરિયડ નથી. "

             અને તેણે નોટ બુક મારા હાથમા થમાવી દીધી.

             મેં તરતજ નોટનું પહેલું પાનું ખોલ્યું હતું.

             " ગરિમા દેસાઈ. "

             અને મારું એક મિશન પુરુ થઈ ગયું હતું.

             મને તેનું નામ મળી ગયું હતું.

             તે પણ મારી જ બિરાદરીની હતી તે જાણી મને આનંદ થયો હતો. અને આગળ વધવાનો રસ્તો ખુલ્લો હોવાનો અહેસાસ થયો હતો.

             તેને કારણે મારી જિંદગીમાં અદભુત બદલાવ આવ્યો હતો. હું રાતોરાત પોઝીટીવ બની ગયો હતો. મને બધી જ વસ્તુમાં સુંદરતા નજર આવી રહી હતી..સમગ્ર દુનિયા જાણે મારી થઈ ગઈ હતી. તેને કારણે બહું જ મોટો ચમત્કાર થયો હતો. હું મારી જાતને સર્વગુણ સંપન્ન માનવા લાગ્યો હતો.

            યા દિલ કી સુનો દુનિયા વાલો              યા મુઝ કો અભી ચૂપ રહને દો              મૈં ગમ કો ખુશી કૈસે કહ દું?             જો કહતે હૈ ઉસે કહને દો

           આ ગીત બંગાળી પ્લે બેક સિંગર હેમંત કુમારે ગાયું હતું. જે મારી નસે નસ માં વ્યાપી ગયું હતું.

            આ ગીતનો સુર નકારાત્મક હતો. મેં તેને સકારાત્મક ટચ આપ્યો હતો.                   યા દિલકી સુનો દુનિયા વાલો             યા મુઝ કો અભી કુછ કહને દો            મૈં ખુશી કો ગમ કૈસે કહ દું?            જો કહતે હૈ ઉન કો કહને દો                       ' અનુપમા ' મારી ફેવરિટ ફિલ્મ હતી.

            ગીતના અંતમાં હેમંત કુમારે ફિલ્મના પાત્રનો    આક્રોશ આ રીતે ઠાલવ્યો હતો.

            ક્યાં દર્દ કીસી કા લેગા કોઈ             ઈતના તો કિસી મેં દર્દ નહીં             બહતે હુએ આંસુ ઔર બહે             અબ જૂઠી તસલ્લી રહને દો

             મને આ ગાળામાં એક વિચિત્ર અનુભવ થયો હતો.

            અમારા બિલ્ડિંગ માં સુશીલા નામની એક વિવાહિત સ્ત્રી તેના સાસરામાં રહતી હતી. તેને બે બાળકો હતાં. તેનો પતિ માનસિક રીતે પાગલ હતો.. એક પિતાની ખોટ બાળકોને વિરાસતમાં મળી હતી. તેના સસરા આંધળા હતાં. આ સ્થિતિમાં તેમનો વિધુર નાનો ભાઈ તેના ભેગો રહેતો હતો.

            તેની નજર ભત્રીજાની વહુ પર હતી. પતિ કમાતો નહોતો. આ સ્થિતિમાં કાકાજી જ ઘરનો ભાર ઉપાડતા હતાં અને સુશીલા પર અત્યાચાર કરતા હતાં. સમય જતાં સુશીલા પણ પૂરી તેમને વશ થઈ ગઈ હતી.

             એક દિવસ તેમના ઘરમાંથી સુશીલાનો રડવાનો અવાજ સંભળાયો હતો .. અને હું પ્રતાડિત હાલતમાં તેના ઘરે દોડી ગયો હતો. તે વખતે મારી ઉંમર 20 વર્ષની પણ નહોતી.

             હું તેમના ઘરે ગયો હતો તે જાણી ગીતા બહેન મને લેવા ત્યાં આવ્યા હતાં.                    હું ત્યારે સુશીલાને પાણી પીવડાવી રહ્યો હતો.                     તે જોઈ ગીતા બહેન પણ દંગ રહી ગયા હતાં..                              સુશીલાની સાસુમાએ તેમને હૈયા ધારણ દીધી હતી.                     " તમે  ફિકર નહીં કરો. તમારા દીકરાને કાંઈ નહીં થાય. "                      ના જાને ત્યારે મારામાં ક્યાંથી તાકત આવી ગઈ હતી.                       મેં તેના કાકા સસરાનો બહાદુરીથી મુકાબલો કર્યો હતો. અને તેમને ઘરની બહાર લઈ જઈ પોલીસના હાથોમાં સોંપી દીધા હતાં.

               તે વખતે મને નવલ પ્રેરણા મળી હતી.  અને ગીતના ભાવ બદલીને ગાવા માંડ્યો હતો.

             જબ દર્દ ઉઠાયા કિસી ને અગર              વો દર્દ નહીં, હૈ ખુશી કી ડગર              બહતે હુએ આંસુ અબ ના બહે              અબ ખુશી કો હોઠો પર આને દો                      મેં સુશીલાના જીવનમાં દખલ દીધી હતી..તે બદલ ગીતા બહેન નિશંક નારાજ થયા હતાં, પણ પરિણામ નિહાળી તેઓ ખુશ થયા હતાં.

            સુશીલાની સાથે તેના કાકા સસરાએ કરેલા અત્યાચાર ના અમુક છોકરાઓ સાક્ષી હતાં. તેમણે નજરો નજર બધું જ નિહાળ્યું હતું.                                      ના જાણે શું વાત હતી? હું કોઈને દોષિત માનતો નહોતો. હું હર કોઈ પ્રત્યે હમદર્દી ધરાવતો હતો. બધાને મદદ કરવાની જીજીવિષા ધરાવતો હતો.

             ક્લાસમાં મેં હમેશા ગરિમાને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરી હતી.

             ' ધૂલ કા ફૂલ '  મારી ફેવરિટ ફિલ્મ હતી.

             ' તેરે પ્યાર કા આસરા ચાહતા હું               વફા કર રહા હું વફા ચાહતા હું

               આ ગીત દ્વારા મેં મારી લાગણી ગરિમા સુધી પહોંચાડવાની સંનિષ્ટ કોશિશ કરી હતી..

               તેનો અનુવાદ પણ કર્યો હતો.

               તારા પ્રેમનો આશરો ચાહું છું.               વફા કરી રહ્યો છું વફા ચાહું છું                           આ સાંભળીને તેને એક જોક સમજીને ગરિમા મુક્ત પણે હસી પડી હતી.

             કદાચ તેને સંદેહ આવ્યો હતો. ક્યાંક તે બિલ્કુલ અજાણ હતી.

             તેણે કોઈ પ્રતિભાવ વ્યક્ત કર્યો નહોતો. છતાં તેના મામલે હું વધારે પડતો આશાવાદી બની ગયો હતો.

            માનસ શાસ્ત્ર તેનો પ્રિય વિષય હતો. એટલે મેં તેના માટે ફૂટપાથ પરથી તે વિષયની ચોપડી ખરીદી તેને ભેટ આપી હતી.

            તે બદલ તેણે મારો આભાર માન્યો હતો.                                                                       ના જાણે શું વાત હતી? હું કોઈને દોષિત માનતો નહોતો. હું હર કોઈ પ્રત્યે હમદર્દી ધરાવતો હતો. બધાને મદદ કરવાની જીજીવિષા ધરાવતો હતો.

            ક્લાસમાં મેં હમેશા ગરિમાને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરી હતી.

            ' ધૂલ કા ફૂલ '  મારી ફેવરિટ ફિલ્મ હતી.

             ' તેરે પ્યાર કા આસરા ચાહતા હું              વફા કર રહા હું વફા ચાહતા હું

               આ ગીત દ્વારા મેં મારી લાગણી ગરિમા સુધી પહોંચાડવાની સંનિષ્ટ કોશિશ કરી હતી..

               તેનો અનુવાદ પણ કર્યો હતો.

               તારા પ્રેમનો આશરો ચાહું છું.                વફા કરી રહ્યો છું વફા ચાહું છું                            આ સાંભળીને તેને એક જોક સમજીને ગરિમા મુક્ત પણે હસી પડી હતી.

              કદાચ તેને સંદેહ આવ્યો હતો. ક્યાંક તે બિલ્કુલ અજાણ હતી.

              તેણે કોઈ પ્રતિભાવ વ્યક્ત કર્યો નહોતો. છતાં તેના મામલે હું વધારે પડતો આશાવાદી બની ગયો હતો.            

              તે બદલ તેણે મારો આભાર માન્યો હતો.

              એક વાત હતી. જે છેક સુધી મારી સમજમાં નહોતી આવી.

            તેણે કદી સામે ચાલીને મારી જોડે વાત કરી નહોતી.

            પણ પરીક્ષાના દિવસોમાં તેનો નંબર બીજી રૂમમાં  હોવા છતાં તે મારા હોલનો રસ્તો લઈ પહેલા પેપર વખતે મને અચૂક વિશ કરતી હતી. આનાથી મને પ્રેરણા મળતી હતી. હું પ્રસન્નતા અનુભવતો હતો.

            હું જે રીતે ગરિમા જોડે ઇન્વોલ્વ થવાની કોશિશ કરતો હતો. તે જોઈ મારા મિત્રોને નવાઈ લાગતી હતી. છતાં તેમણે મને રોક્યો નહોતો.

            કદાચ તેમને ખબર હતી મારી ગાડી ઉલટે રસ્તે દોડી રહી હતી. હું બે વાર 'નો એન્ટ્રી ' એરિયામાં ઘુસી ગયો હતો. અનન્યાનો કિસ્સો તેમનાથી અજાણ હતો. પણ હું મનિષની બહેનના પ્રેમમાં પડી ગયો હતો. એ વાત સહુ કોઈ જાણતું હતું.

            તે જ દિવસોમાં મેં કોઈના મોઢે સાંભળ્યું હતું.

           " ગરિમાની સગાઈ થઈ ગઈ છે.. "

           સાંભળીને મને જબરો આંચકો લાગ્યો હતો. 

           પણ મારું બીજું મન આ વાત માનવા તૈયાર નહોતું.E           હું મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો કે આ વાત ખોટી હોય.

            આખરે મેં મારા ગાઢ મિત્ર અનુરાગને મારી વાત જણાવી હતી.

             " મને ગરિમા જોડે પ્રેમ થઈ ગયો છે. જરા તપાસ કરને આ વાત સાચી છે કે ખોટી? "

             સાંભળીને તેણે તરત જ સમર્થન આપ્યું હતું.

             " તેની સગાઈ થઈ ગઈ છે અને વેકેશનમાં તેના લગ્ન થવાના છે.

             છતાં મને તેની વાત પર વિશ્વાસ આવ્યો નહોતો કેમ કે તેમની નિયત વિશે શ્યામે મને ભડકાવ્યો હતો

             " તું તારા કોઈ પણ દોસ્ત પર રતિભર વિશ્વાસ ના કરતો. "

               આ ને કારણે મારી ગાડી ઉલટે પાટે ચઢી ગઈ હતી.

                    0000000000     ( ક્રમશ : )