હેત્શિવા : " કેવી રીતે? કંઈ જગ્યાએ એનો ભેટો થયો ?"
નિલક્રિષ્ના: "પૃથ્વી પર આવ્યાની પહેલી રાતે હું સડક પર ચાલવા નીકળી હતી ત્યારે, એ મને એ જગ્યા પર મળ્યો હતો."
હેત્શિવા: "કંઈજ પુછ્યા વગર જ તે એનો વિશ્વાસ પણ કરી લીધો. એ કોણ છે? ક્યાંથી આવ્યો છે? એ તને જાણવું જરૂરી પણ ન લાગ્યું. 'ચાર દિવસની ચાંદની ને પછી અંધારી રાત' એવું જ થયું છે તારી હારે! એ આ ચાર દિવસ તારો મિત્ર બનીને તારું ગુપ્ત મગશદ શું છે? અને આ કૃત્રિમ દુનિયામાં તને અમે શા માટે લાવ્યા છીએ, એ બધું જાણવા આવ્યો હતો. નહીંતો એમ કોઈ તારી સામું આ જંગલનાં રસ્તે ટકરાઇ? આ વિશાળ પૃથ્વીમાં તું એને ક્યાં શોધીશ? તું શોધવા જઈશ એટલો સમય મારી પાસે નથી! પાંચ દિવસ પુરા થવા આવ્યા છે. બાબા આર્દની શક્તિ પણ ખત્મ થવા આવી છે. હવે એ આમ વધુ સમય સુધી આ કૃત્રિમ પૃથ્વીમાં તને રાખી શકશે નહીં. અને અહીંથી નિકળ્યા પછી હું સોમનાથ મંદિર પર તને છોડીને રેતમહેલ પરત ફરીશ. લાગે છે એની દોસ્તી તને ભારે પડશે."
"એની આંખથી એ ઓળખાઇ જતું હતું કે, એ માણસ ખુબ સારો હતો. એ ખરેખર મારી મદદે આવ્યો હતો."
" મનુષ્યોને ઓળખવા બહું અઘરા છે. સારા દેખાતાં હોય એ જ રાક્ષસ હોય...!"
" ચિંતા ન કર મા હું એને શોધી લઈશ. અને મારી આપેલી વસ્તુ પણ ફરી એની પાસેથી મેળવી લઈશ."
"શું તું જાણે છે કે, એ પૃથ્વીમાં કંઈ જગ્યાએ રહે છે?"
" ના, મને એનું નામ જ ખબર છે."
"પુત્રી, બહું કરી તે! એનાથી છૂટી પડી ત્યારે એ કંઈ
દિશામા જવા નિકળ્યો હતો?"
" હવાની લહેરખી આવી અને એ ક્યાં ગૂમ થઈ ગયો એ ન દેખાયું."
"તારી આમ કોઈ માણસ પર વિશ્વાસ કરવાની કિંમત આખી પૃથ્વી ને ચૂકવવી ન પડે!"
"તું ચિંતા ન કર એ માણસ પર મને વિશ્વાસ છે. એ મને પૃથ્વી પર જરૂર મળશે."
હેત્શિવા અને નિલક્રિષ્ના સોમનાથ મંદિર સુધી પહોંચવા માટે એ ઉડતા તળાવમાં પ્રવેશ્યા. એ ઉડતું તળાવ ઝૂંપડીની બહાર નિકળતા જ બાબા આર્દે આ ઝુંપડીની કૃત્રિમ દુનિયાની માયા સમેટી લીધી.
****************
ઉનાળાની સવાર હતી. સુરજ આજ સવારમાં જ વધુ તપેલો હોય એમ તાપ વરસાવી રહ્યો હતો. સોમનાથનાં સિમાડે હિરણ્ય નદી બે કાંઠે વહેતી હતી. ત્યાં વહેલી સવારે એ નદીમાં સોમનાથ મંદિરનાં એ પુજારી પુજા વિધિ પછી ઉતારેલા પુષ્પો અને અન્ય વસ્તુ પધરાવા આવ્યા હતાં. મંદિરથી બહાર ગયેલા એ બ્રાહ્મણ પર મોત મડરાતુ હોય એવી રીતે કોઈ રાક્ષસી નજર એના પર ફરતી હતી. આજ કોઈ અનહોની થવાની હોય એમ વાતાવરણ પણ અત્યારેમાં ગરમ થવા લાગ્યું હતું.
આ નદી કાંઠે પંડિતજીનાં એકાંતનો ફાયદો ઉઠાવી વૃજા રાક્ષસીએ મોકલેલું તોતિંગ પક્ષી પંડિતની નજીક આવી એનાં વાળમાં આંગળા નાખી, નાની નાની ચેષ્ટા કરતાં એનાં તરફ એને ખેંચવા લાગ્યું. પંડિતની સાથે અભ્રષ્ટ વર્તન કરી એ પક્ષીએ એને પુછ્યું,
"નિલક્રિષ્ના ક્યાં છે?"
પંડિતજી એ એને સાચો જ જવાબ આપ્યો કે,
"હજું સુધી નિલક્રિષ્ના સોમનાથમાં નથી પહોંચી."
પરંતુ એ પક્ષી વૃજાનું જ પાલતું હતું, એટલે નકાર સાંભળવો એ એની આદત ન હતી. એ શૈતાની પક્ષીએ પંડિતજી ઉપર પોતાની ચાંચથી પ્રહાર કરી નીચે જમીન પર પછાડી દીધા. એનાં આખાં શરીરને પોતાની પાંખો વડે પકડમાં લીધું અને પાંખોથી દબાવી પંડિતનું ગળું ભીડી દીધું. કોઈને પણ એની જાણ ન થાય એ રીતે એ પુજારીની એને હત્યા કરી. લોકોને આવતા જોઈ પુજારીને ધક્કો મારી એ પક્ષી પવનમહેલ તરફ ઉંડી ગયું.
સૌ કોઇની સમજથી બાર હતી આ ઘટના! લોકો એ જાણતા ન હતા કે આ શું થય રહ્યુ હતું. ઘણાં લોકોએ આ તોતિંગ પક્ષીને પકડવાની કોશિષ કરી, પરંતુ એ ભીડમાં કોણ જાણે ક્યાં ઉંડી ગયુ. ઉંડે ઉંડેથી લોકોનાં અવાજો સંભળાવા લાગ્યા. ગામમાં કંઈક થયું છે. એ નદી કાંઠે પહોચેલી નિલક્રિષ્ના અને હેત્શિવા ની સામે હાભડા ફાફડા થતાં લોકો મંદિરનાં રસ્તે જતાં સામે મળતાં હતાં. બધાનાં મોં પર એક જ શબ્દ હતો,
"કળિયુગે પ્રવેશ કર્યો, પક્ષીઓ પણ શૈતાન બનવા લાગ્યાં છે."
માનવ મહેરામણ ત્યાં ઉમટી પડ્યું હતું, ને લોકોમાં વધારે કોલાહલ થવા લાગ્યો હતો. કળિયુગનો પ્રવેશ થતાં, ત્યાં ઉભેલા બધાં લોકો પોતાની સુરક્ષા હેતું ડરવા લાગ્યા. અસુરને પૃથ્વી પર આવવાની મનાઈ હતી. પરંતુ આ પૃથ્વીનું જ પક્ષી હતું. એ પક્ષીને વૃજાએ શૈતાન બનાવી દીધું હતું.
બાબા આર્દની મદદથી પૃથ્વી વિશેનું જરૂરી જ્ઞાન મળ્યા પછી આ કૃત્રિમ દુનિયામાંથી નિકળીને અસલી દુનિયામાં જવા માટે નિલક્રિષ્ના સોમનાથ આવી પહોંચી હતી. પાંચ દિવસનાં ટુંકા ગાળામાં એને ઘણું બધું શીખી લીધું હતું. આજ નિલક્રિષ્નાનાં વીસ વરસ પુર્ણ થતાં સોમનાથ દરીયામાં રહેતી શિવભક્ત રાક્ષસી હેત્શિવા શરત મુજબ એને સોમનાથ મંદિરનાં પુજારી પાસે ફરી મુકવા આવી હતી. મંદિરમાં પગ મુકતા જ એણે બહુ ભીડ એકઠી થયેલી જોઈ, આ ભીડ જોતાં એને કોઈને કઈ થયું હોય એવો સંદેહ થયો. મંદિરમાં પગ મૂકતાં એને વાસ્તવિક પરિસ્થિતિની ખબર પડી. આ જોઈને એ બન્નેની ચીસ ફાટી ગઈ. નજીક જતાં એ અચંબો પામી ગઈ. એની નજર સામે જ પંડિતજી છેલ્લા શ્વાસ ભરી રહ્યા હતા.
હેત્શિવા નિલક્રિષ્નાને પંડીત પાસે લઇ આવી. અને પંડિતજીને સંબોધન કરતાં કહેવા લાગી કે,
"આ તમારી અમાનત સમયસર તમારી પાસે પહોંચાડવા આવી છું. આ તમારા સોમનાથની પુત્રી નિલક્રિષ્ના છે. શરત મુજબ એનાં જન્મ પછી વીસ વરસ થય ગયા છે. સમય અવધિ પુરી થતાં હું એને તમારી પાસે મુકવા આવી છું.
"આ એજ પવિત્ર ભૂમિ છે જે જગ્યાએ તે પહેલીવાર આંખ ખોલી હતી. આ મંદિરની દિવાલો પણ તારી આવવાની રાહ જોઈ રહી છે." છેલ્લા શ્વાસ ભરતા
પંડિતજી નિલક્રિષ્નાને આટલું કહીં શક્યા.
પંડીતજી નાં શ્વાસ છૂટી ગયાં અને એ આગળ કંઈ જ કહીં શક્યા નહીં. પંડિતજીનાં આમ અચાનક મુત્યુથી નિલક્રિષ્ના બહું મોટા સદમામાં આવી ગઈ હતી. તેણીને પોતાની અસલી ઓળખ સુધી પહોંચાડી શકે એવું એક માત્ર વ્યક્તિ પંડીત જ હતાં. એ પણ આજે જિંદગી હારી ગયા હતાં. પંડિતજીને અંતિમ વિદાયની તૈયારી થય રહી હતી. પોતાની જીંદગીના જવાબ શોધવા આ ગાઢ જંગલમાં નિલક્રિષ્ના દુર અંધકારમાં ચાલતી જતી હતી.
પુજારીની અંતિમ વિદાયની ક્રિયા શરૂ થઈ ગઈ હતી. એ સમયે હેત્શિવાને વાત કરતાં ખબર પડી કે, એનાં પ્રાણ કોઈ તોતિંગ પક્ષીનો ધક્કો લાગવાથી છૂટી ગયા હતાં. છ દિવસની નિલક્રિષ્નાને વૃજા રાક્ષસીના ચંગુલ માંથી છોડાવી હેત્શિવાએ બાજી જીતી લીધી હતી. પરંતુ, વૃજા રાક્ષસીનો ખતરો નિલક્રિષ્ના પર હજુ પણ છે. એ વાતની જાણ થતાં એને નિલક્રિષ્નાને વધુ સાવચેત રહેવાનું કહ્યું.
(ક્રમશઃ)
- હેતલ ઘેટીયા " કૃષ્ણપ્રીયા" ✍️