સાચી માનવતા Milan Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • Untold stories - 7

    UNFINISHED WORDS રજત અને તાન્યા—બન્ને કોલેજકાળથી જ એકબીજાના...

  • મૌન ચીસ

    પ્રકરણ ૧: લોહીભીની સાંજ અને તૂટેલો વિશ્વાસજામનગરના આકાશમાં સ...

  • સંસ્મરણોની સફર

    વર્ષ હતું 1991-92. આ બે વર્ષ ગુજરાત માટે એક ભયાવહ સમયગાળો બન...

  • RAW TO RADIANT - 2

    *The First Cut*રફ હીરો દેખાવાથી સામાન્ય હોય છે,પણ એની સાચી સ...

  • સ્નેહ ની ઝલક - 9

    શ્વાસ માટેનો સંઘર્ષઅશોકભાઈ અને મનીષાબેનનું જીવન બહારથી નિરાં...

શ્રેણી
શેયર કરો

સાચી માનવતા

એક દિવસ અમારા ગામમાં ગામના કૂવામાં એક ગાય પડી ગઈ હતી લગભગ સાંજે 6:30 જેવો સમય થયો હતો અને કોઈ આવીને કહ્યું કે ગામના પાદરમાં આવેલા કુવામાં એક ગાય પડી ગઈ છે અને આની જાણ થતા જ મારા પિતા ત્યાં દોડી ગયા અને એની સાથે એના મિત્રો અને ગામના આગેવાનો પણ ત્યાં પહોંચી ગયા હતા. એ સમયે ફોનની વ્યવસ્થા ઓછી હતી અને ગામના પાદરમાં આવેલા કુવો અડધો પાણીથી ભરેલો હતો અને ઊંડો પણ હતો આથી ગાયને કાઢવી થોડુંક મુશ્કેલ હતું અને તાત્કાલિક બધી વસ્તુ ભેગી કરવી એમ હતી આથી એમાંથી એક ભાઈએ કહ્યું કે કરસનભાઈ નું વાડીએ જીસીબી આવ્યું છે અને એ કરસનભાઈ ની વાડીએ જીસીબી વાળાને બોલાવવા ગયા.,બાકીના લોકોએ ગાય કઈ રીતે બહાર આવે ? કેટલા દોરડા જોશે અને દોરડા કોના ઘરેથી મળી રહેશે. કોણ અંદર ગાયને બાંધવા ઉતરશે જીસીબી ની કઈ રીતે મદદ લઈ શકશું અને હજી કેટલા વ્યક્તિને વધારે જરૂર પડશે આ બધું જ વ્યવસ્થા થવા લાગી.
 
થોડા ટાઈમ પછી ગામના બીજા સિવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો આવ્યા., જીસીબી વાળા ભાઈ આવ્યા અને સારી રીતે ખુબ જ મહામેહનતે લગભગ સાડા ચાર કલાક કે પાંચ કલાકની મહેનતને અંતે ગાયને સારી રીતે બહાર કાઢવામાં આવી.

 એમાંથી એક આગેવાની એવું કહયું કે વધારે પડતી ગાય પાણીમાં રહેવાથી બીમાર પડી ગઈ છે અને ઠંડી લાગી ગઈ હોય એવુ લાગે છે આથી રાત્રે 11 કલાકે ગામના એક પશુ ડોક્ટરને બોલાવવામાં આવ્યા અને રાત્રે 11:30 કલાકે ગાયની ફરતે તાપ કરવામાં આવ્યો થોડા કંતાન અને ગોદડા ઓઢાડવામાં આવ્યા ગાયને અને આખી રાત ગાયને કુતરા કે બીજા કોઈ જાનવર નુકશાન ન કરે એટલે એક ભાઈ  આખી રાત ગાયનું ધ્યાન રાખવા માટે રહી જાય એવુ નક્કી થયું.

 આ જોઈને મેં બીજા દિવસે મારા પપ્પાને કહ્યું કે ગાય કોની છે અને આપણે શા માટે મદદ કરવી જોઈએ આમાં તો આપણો ઘણો બધો સમય જતો રહ્યો અને જમી પણ ના શકે આપણા શા માટે ગાયને બહાર કાઢવી જોઈએ અને શા માટે મદદરૂપ થવું જોઈએ ?

જ્યારે એ સમયે મારા પપ્પાએ જવાબ આપ્યો એ મને એક અલગ જ દિશામાં વિચારતો કરી દીધો અને જીવનમાં મારે શું કામ બીજાની મદદરૂપ થવું જોઈએ હા એ મને સમજાયું.
મારા પિમારા પિતાએ કહ્યું કે જીવનનો અર્થ માત્ર પોતાનું કરવાનું નથી હોતું . પોતાનું તો કાગડા કુતરા પણ કરતા હોય છે પરંતુ આપણને કુદરતે જે માનવ દેહ આપ્યો છે એમાં આપણે બીજાને કઈ રીતે મદદરૂપ થઈ શકેએ મહત્વનું છે મેં પૂછ્યું હું કંઈ સમજ્યો નહીં બીજાને આપણે શા માટે મદદરૂપ થવું અને કઈ રીતે થવું તો તેમના કહ્યું કે આપણે શારીરિક માનસિક અથવા આર્થિક રીતે જે પણ આપણે યથા શક્તિ હોય તે રીતે બીજાને મદદરૂપ થઈ શકીએ અને જીવનમાં ઉપદેશ પણ એ જ હોવો જોઈએ બીજાને જે મદદરૂપ થઈને આપણે અંદરથી આનંદની અનુભૂતિ કરીએ છીએ એ કંઈક અલગ જ હોય છે અને એનું મૂલ્ય પૈસામાં માપી શકાતું નથી જ્યારે જ્યાં તક મળે ત્યાં બીજાને મદદરૂપ થવું એ જ મહત્વનો છે એ મદદ નાની હોય મોટી હોય એ મહત્વનું નથી પરંતુ મદદરૂપ થઈ અને અંદરનો આનંદ પામી શકે છે. ત્યારથી તે દિવસથી હું એટલું અને એવું શીખ્યો કે જીવનમાં જે રીતે અને જેટલી મદદરૂપ થઈ શકે એટલે હું બીજાને મદદ કરીશ અને બીજાના જીવનમાં મારા કારણે ખુશી કે આનંદ થાય તો તેનાથી એક પણ સુખ આનંદ મારા માટે ના હોઈ શકે અને એ નાની નાની રીતે બીજાને મદદરૂપ થઈને અપાર અનન્ય લાગણી અનુભવતો થયો અને મારા પિતા આપેલા અનુભવ અને કરેલી વાતથી આજે અંદરથી થયેલો આનંદ અને બીજાને જ્યારે મદદરૂપ થવું છું જ્યારે હું કુદરતનો પણ આભાર માનું છું કે મને એ નિમિત બનાવ્યું.

મિલન મહેતા