એક વાટકી ચા? vansh Prajapati ......vishesh ️ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક વાટકી ચા?

કેમ છો વાંચક મિત્રો? હા જાણું છું, હું જાદુઈ જીનની જેમ મહિને, બે મહિને, કાતો 12 મહિને પ્રગટ થનાર જિન જ છું, શું કરી શકીએ જીવન ઘણીવાર આજુબાજુ જ નઈ ચારેય બાજુ બાંધતું જોવા મળતું હોય છે....



પણ આજે આપણે ચા પુરાણની વાત કરીશું,. ઘણા લોકો ચા વગર ન રહી શકે એમના શરીરની નસ નાડીઓ જાણે ચારે બાજુ સંકોડાઈ જાતિ હોય એમ એમને ચાની તલબ થાય મેં એવા લોકો જોયા છે જે ચા વગર ઓક્સિજન વિનાની લાશ જેવા થઇ જતા હોય છે....


બાળપણથી મને ચા પીવું ન પીવું કોઈ ફર્ક નથી પણ હમણાં છેલ્લા 5 મહિનાથી ચા એ પણ સાંજની જ ચા મારે જોઈએ છે, યાર ન હોય તોય આમ કઈ નઈ પણ કદાચ ચા મા રહેલું કેફીન પણ હોઈ શકે, હું ઘણીવાર ખુદ ઉપર જ હસી લવ કે ચાતો પી શકાય, આટલુ ન વિચારવાનું હોય, હા માન્યું કે ચામા કેફીન હોય, 


ચા ના રસિયાઓ દુઃખી થાય એ પેલા જ ક્વ, હું સપોર્ટ કરું ચા પીવી ન પીવી એ આપણો નિર્ણય હોવો જોઈએ ચા એ કઈ નોનવેજ નથી કે કોઈની હત્યાં થાય એમાં, 


રહીવાત ચા પીવાની તો   હું નાનો હતો તો અમારી બાજુ લોકો ચાની ટપરી ને ટપરી તો કે જ પણ હોટલ કે, હું આજ સુધી હસુ જયારે કોઈ કહે ચાની હોટલ ઉપર ચા પીવી, એક તો હું એ વ્યક્તિ અને હોટલ બંને ઉપર હશું કોઈકવર ખુદ ઉપર પણ કાતો આ લોકો પાગલ જે ટપરી ને ચાની હોટલ કહે કાતો મારું ગુજરાતી કાચું,?



મેં ટાઇટલ કેમ વાટકી ચા એવુ આપ્યું એનું પણ કારણ, તમારા માથી કેટલાને રકાબીમાં ચા પીવાની મજા આવે, જવાબ આપજો લ્યા વાંચકો, મને મજા દૂરની વાત રકાબીમાં ચા પિતા જ નઈ ફાવતી સોરી.... આવડતી જ નઈ રકાબીમાં પિતા, ચા એમાં દરિયાની જેમ મોજા મારે જાણે પૂનમનો ચંદ્ર જોઈ લીધો હોય એવી રીતે....


તો પછી હું વાટકીમાં જ ચા લવ, આતો વાંચકોને સારુ લાગે એ માટે બાકી દેશી ભાષામાં વાટકામાં જ ચા પીવું હું, નઈ તો હોરા જ ન થાય હોરા એટલે ધરપત (સંતોષ ) જ ન થાય,



વાટકીમાં ચા પીવાથી તાઝગી લાગે, પછી હું ઉપર તરત જ પાણી પી લવ તો મારાં નાની કહેતા પેલા દાંત પડી જશે ઉપર તરત પાણી પીવે, અત્યાર નાની નથી તો મમ્મી દાડમ જેવા દાંત ફૂલની જેમ વિખેરાઈ જશે.... મને હસવું આવે પણ પાણી તો હું પી જ લવ....





તમને નવઇ લાગશે મારાં દાદી ચા સાથે ખિસીડી ખાતા, મતલબ હું વિચારી પણ ન શકું એ ટાઈપનું, ઘણા ઘરડા લોકો ખાય છે, બેઝિકલી પેલા વ્યવસાય ખેતીનો જુના લોકોનો એટલે સરળ  ચટણી, રોટલી, ખીચડી, ચા આટલી વસ્તુ ભાથામાં જલ્દી લઈજવા બને એજ કારણ હોઈ શકે જુના લોકોનું કદાચ, આપણને અતરંગી લાગે...


તમને પિઝા નોર્મલ લાગે પણ ઇટલીમાં પિઝા એવા લોકો ખાતા જે ગરીબ હતા કારણકે પિઝામા ટામેટા નાખી જલ્દી બનતી વાનગી હતી એ, ટામેટા ત્યાં વધુ ઉગતા હતા, ત્યાંના વાતાવરણ ને લીધે,  અત્યારે વિશ્વમાં પ્રસિદ્ધિ છે પિઝા, તો ઇતિહાસ આવો જ હોય, 



ચા મૂળ ચિનની વનસ્પતિ છે, તેને બ્રિટિશ એરામાં ભારતમાં વધુ ખેતી કરવામાં આવી, અને બ્રિટિશ કાળમાં સમગ્ર ભારત ચાનું રસીયુ થઇ ગયું, અંગ્રેજો ચાની આદત પાડતા ગયા, આ લોકોનું શું કરી શકાય, બોલો ચા તો ચા જ છે બીજું શું , ચા એટલે રસિયાઓ માટે પ્રેમ, આગળ કઈ નઈ બોલું.



ચા પુરાણ.......