સિટાડેલ : હની બની Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

સિટાડેલ : હની બની

સિટાડેલ : હની બની

- રાકેશ ઠક્કર

 

        નિર્દેશક રાજ એન્ડ ડિકેની અગાઉની કોઈપણ વેબસિરીઝની જેમ ‘સિટાડેલ : હની બની’ મનોરંજન બાબતે ક્યાંય નિરાશ કરતી નથી. વાર્તામાં બહુ સસ્પેન્સ નથી પણ એના ટ્વીસ્ટ રોમાંચ જગાવે છે. કલાકાર કોઈપણ હોય વેબસિરીઝ એમના નામ પર જ વધુ જોવાય છે. મનોજ વાજપેઇની ‘ધ ફેમિલી મેન’ કે શાહિદ કપૂરની ‘ફર્ઝી’ વેબસિરીઝ જેમણે જોઈ હશે એ એમના દીવાના રહ્યા હશે. એટલે શાહિદની જેમ વરુણ OTT માટે કામ કરવા કેમ તૈયાર થયો હશે એ સમજી શકાશે.

 

આ વખતે એમણે હોલિવૂડની રિચર્ડ- પ્રિયંકા ચોપડાની રૂસો બ્રધર્સ નિર્દેશિત ‘સિટાડેલ’ ની રીમેક નહીં પ્રીકવલ બનાવી છે. તેથી અંગ્રેજી ‘સિટાડેલ’ ને જોવાની જરૂર નથી. આ એક અલગ જ વાર્તા છે. પરંતુ બીજી સીઝન માટે સંભાવના રાખી છે એટલે અંત બરાબર ન હોવાની ફરિયાદ હોય શકે છે.

 

વરુણ ધવન અને સામંથા પ્રભુએ જાસૂસ તરીકે કામ કર્યું છે. આ એક જાસૂસી વાર્તા છે પણ એ એમની પુત્રી નાડિયાની આસપાસ જ ફરે છે. કાશ્વી મજુમદારે ‘નાડિયા’ ની ભૂમિકાને એટલી સહજ રીતે અને પરિપક્વતાથી નિભાવી છે કે કોઈ નાની છોકરી અભિનય કરી રહી હોય એવું લાગતું નથી. કાશ્વીએ પોતાનું પાત્ર બહાદુરીથી પ્રભાવશાળી રીતે ભજવ્યું છે. એના કારણે જ પ્રિયંકાની સીરિઝ જોવાની ઈચ્છા વધી જશે. કેમકે હોલિવૂડની ‘સિટાડેલ’ માં નાડિયાની યુવાનીનું પાત્ર ભારતની પ્રિયંકાએ ભજવ્યું હતું. તેથી એમ પણ કહી શકાય કે વરુણ ધવને આ સીરિઝમાં પ્રિયંકાના પિતાની ભૂમિકા નિભાવી છે!

 

સામંથા એક સંઘર્ષ કરતી અભિનેત્રી અને વરુણ એક સ્ટંટમેન હોય છે. બંને જાસૂસી સાથે એક દગામાં ફસાઈ જાય છે. તે પોતાના ખતરનાક ભૂતકાળ ઉપરાંત ડરામણા વર્તમાનથી પોતાની પુત્રીને બચાવવા માગતા હોય છે. એ માટે એક્શન અવતાર ધારણ કરે છે. આ સિરીઝ 1992 અને 2000 ની બે ટાઈમલાઇન પર ચાલે છે. પરંતુ છેલ્લે એનો સંગમ થયા છે એ બાલિશ લાગી શકે છે. નબળાઈ એ પણ છે કે પાત્રો કરીને બતાવવા કરતાં બોલીને બધું બતાવી રહ્યા છે. હની અને બનીના પાત્રો સામે ખાસ મુશ્કેલીઓ આવતી ન હોવાથી રોમાંચક બનતા નથી. એપિસોડ લાંબા છે પણ માત્ર 6 જ છે. એનું પિક્ચરાઇઝેશન, કેમેરાવર્ક, સિનેમેટોગ્રાફી, એક્શન વગેરે એટલા દમદાર છે કે છેલ્લે સુધી જકડી રાખે છે. મુદ્દા પર જ વાર્તા આગળ વધતી હોવાથી કોઈપણ દ્રશ્ય કંટાળો આપે એવું નથી. અલબત્ત ‘ધ ફેમિલી મેન’ ના દર્શકોને બહુ પસંદ આવશે નહીં. સંવાદ લેખન શાહરૂખની ‘જવાન’ ના સુમિત અરોરાનું છે.

 

‘બાબા’ તરીકે અભિનેતા કે કે મેનનનું કામ રૂટિન છે. તે આવી અનેક જાસૂસી સીરિઝ કરી ચૂક્યો છે. સિકંદર ખેર જેવાના પાત્ર હોય ના હોય કોઈ ફરક પડે એમ નથી. સાકીબ સલીમ પોતાના અંદાજથી પ્રભાવિત કરી જાય છે. શરૂઆતમાં સામંથાનો કાર એક્શનનો સીન જોરદાર છે. સામંથાનું પાત્ર બેકસ્ટોરી સાથે સરસ રીતે લખાયું છે અને એણે જોશ સાથે કામ કર્યું છે. સામંથાને દરેક દ્રશ્યમાં ચમકવાની તક મળી એનો લાભ લીધો છે. એક્શન અભિનેત્રીઓમાં સામંથા પોતાનું અલગ સ્થાન બનાવી રહી છે. અંતમાં એનો અને વરુણનો વનટેક એક્શન સીન પૈસા વસૂલ છે.

 એક્શન દ્રશ્યોનું એવી રીતે શુટિંગ કર્યું છે જેમાં એવું લાગે કે કેમેરો કલાકારો સાથે ચાલી રહ્યો છે. વરુણ અને સામંથા વચ્ચે રોમાન્સ નથી માત્ર ભાગદોડ છે. વરુણનું ‘બની’ નું પાત્ર સામંથાના ‘હની’ જેટલું દમદાર બન્યું નથી. છતાં ઈમાનદારીથી ભજવ્યું છે. સામંથા જ અસલી હીરો લાગે છે. તેમ છતાં એમ થશે કે એક સંઘર્ષ કરતી અભિનેત્રીમાંથી જાસૂસ બનતી સામંથાનું પાત્ર હજુ વધારે વિસ્તારથી લખાયું નથી. હોલિવૂડની ‘સિરાડેલ’ નું બજેટ રૂ.2500 કરોડનું હતું. એની સામે આ સિરીઝ કંઇ જ નથી. સ્પાય- થ્રીલર ઝોનરની આ શ્રેષ્ઠ સિરીઝ નથી પરંતુ ‘અમેઝોન પ્રાઇમ વિડીયો’ પર ‘સિટાડેલ : હની બની’ વેબસીરિઝ હોલિવૂડની એક્શન ફિલ્મોના ચાહકોને પસંદ આવે એવી જરૂર છે.