ભીતરમન - 57 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ભીતરમન - 57

પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથી વાતને વધાવી લીધી હતી. પૂજાની આજે વાત સાંભળી મને એના પર ખૂબ જ ગર્વ મહેસુસ થઈ રહ્યો હતો. ખરેખર કોઈ પુત્ર વધુ આટલું એના સસરાને માન આપતી હશે! હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો.

મેં તરત જ તેજા સામે નજર કરી હતી. તેજો પણ મારી સામે જોઈને બોલ્યો, "મારી વિચારસરણી કેટલી ખોટી હતી. પૂજા તો ખૂબ સમજદાર છે. હું તો એમ જ સમજતો હતો કે, રવિ અને આદિત્યના હિસાબે જ આ બધું આયોજન થઈ રહ્યું છે. પરંતુ આ આયોજનનો પાયો પૂજા દ્વારા નંખાયેલો હતો. પૂજાની બધી વાત સાંભળીને મને ખૂબ જ શરમીંદગી મહેસુસ થાય છે, મેં તને જે બપોરના પ્રશ્ન પૂછ્યો હતો એ પ્રશ્ન મારી જૂની વિચારસરણીને માટે લાંછનરૂપ બની રહ્યો છે. ખરેખર આપણા વિચારો જ આપણા દુશ્મનો હોય છે." તેજો એના મનમાં ઊઠેલ ગ્લાનીને શબ્દો દ્વારા રજુ કરી રહ્યો હતો.

મે તેજાને ફક્ત એટલું જ કહ્યું બસ થોડું વિચારોમાં પરિવર્તન લાવવાથી આપણને અઢળક ખુશીઓ મળે છે. જ્યારે જ્યારે જરૂરી જણાય ત્યારે જીવનમાં અવશ્ય પરિવર્તન લાવવું જોઈએ. પરિવર્તન એ સંસારનો નિયમ છે એ વાત હંમેશા યાદ રાખવી જોઈએ. કોઈપણ સારું કાર્ય થાય તો હંમેશા દીકરાને જ એ વાતનો શ્રેય જાય છે, પુત્રવધુની હાજરી મોટેભાગે નોંધાતી નથી. જે ઘરની અંદર પુત્રવધુને પૂર્ણ માન આપવામાં આવતું હોય એ ઘર હંમેશા ખુશીઓથી જ ભરાયેલું રહે છે. ખરી વાત ને?" મેં તેજાને ખૂબ ગહન વાત સમજાવતા કહ્યું હતું.

"હા તારી વાત ખૂબ સાચી છે. આજનો આ કાર્યક્રમ એનું જ ઉદાહરણ છે. તે જીવનના અંતિમ સમયમાં ધંધાની સાથે પરિવારનો પૂર્ણ પ્રેમ પણ આજે મેળવી લીધો છે. જે તારી સૌથી મોટી તરક્કી છે." વિવેકને સહમતિ આપતા મેં કહ્યું હતું

પૂજાએ વધું ચોખવટ કરતા નવી એક જાહેરાત કરતા કહ્યું, આવતીકાલથી તેજાકાકાની બાજુના પ્લોટ પર મુકતારકાકાની હવેલીનું કાર્ય શરૂ થવાનું છે. એમની હવેલી માટેની બધી જ ફોર્માલિટી રવિએ પૂર્ણ કરી છે. આવતીકાલે ભૂમિપુજનની વિધિ દરમિયાન આપણા ગામના આપણા પરિવાર સાથે જોડાયેલા પપ્પાજીના બધા જ મિત્રોને ભૂમીપૂજન માં આવવાનું આમંત્રણ આપવામાં આવેલું છે. આવતીકાલે સવારના દસ વાગ્યે એ લોકો અહીં ઉપસ્થિત થઈ જવાના છે." પપ્પાજી હવે તો તમે ખૂબ જ ખુશ છો ને? પ્રેમથી મીઠા ટહુકાર સાથે પૂજાએ મને પૂછ્યું હતું.

"હા હું ખૂબ જ ખુશ છું. દીકરી અને દીકરા તો હંમેશા મા બાપ માટે એમની ખુશી માટે બનતા પ્રયાસ કરતા જ રહે છે. પણ તારું યોગદાન છે એ ખરેખર ખૂબ જ વખાણવા લાયક છે. આજના સમયમાં ઘરડાઓ પરિવારને માટે એક બોજરૂપ છે, એમની હાજરી પરિવારને ખટકતી હોય છે. એના સ્થાન પર તે ફક્ત મારી ખુશી એ ધ્યાનમાં રાખીને મુકતાર અને તેજાના પરિવારને અહીં સેટ કરી આપ્યો એ તારી ઉમદા લાગણીનું પરિણામ છે. બેટા તારા માટે હું કહું એટલું ઓછું છે. બસ ફક્ત એટલું જ કહીશ કે, હું કાયમ તારા માટે આ બાબતસર રૂણી રહીશ." હું હવે વધુ કઈ બોલી શકું એવી પરિસ્થિતિમાં જ નહોતો. મારે આંખમાં હરખના આંસુ છવાઈ ગયા હતા.

દીપ્તિ તરત જ ઊભી થઈને મારી પાસે આવી હતી. એ મને ભેટીને વળગી પડી હતી. એ પણ તરત જ બોલી, હું જ્યારે પરણીને મારા સાસરે આવી હતી ત્યારે મારી મમ્મી મારી વિદાય વખતે ખૂબ જ ઢીલી થઈ ગઈ હતી. મમ્મીને મારા જવાનું દુઃખ તો હતું જ પણ સાથે એ દુઃખ પણ હતું કે કદાચ કાલ સવારે જ્યારે તારા પપ્પા ખૂબ એકલા પડી જશે, ત્યારે તું પણ પરદેશ છે, આ સમયે કદાચ તારી બંને ભાભીઓ સાથે તારા મનમેળ નહિ રહે તો? બસ આજ વિચારે મમ્મી ખૂબ જ ઉદાસ હતા. મમ્મીના આ શબ્દ મને આજે યાદ આવી રહ્યા છે ત્યારે હું મારા બંને ભાભી માટે ગર્વથી કહી શકીશ કે આજે મારી મમ્મીની આત્મા પણ ખરેખર ખૂબ જ ખુશ હશે, કારણકે તમે લોકો જે મારા પપ્પા માટે કરી રહ્યા છો એ ખરેખર એ જ સંતાનો કરી શકે જે સંતાનો લાગણીથી જોડાયેલ હોય! આજના સમયમાં બાળકોને પોતાના વડીલોને પાણીનું પૂછવાનો સમય પણ રહેતો નથી. હું તમારા બધાથી ખૂબ જ ખુશ છું બસ આપણો પરિવાર આમ જ હંમેશા ખુશ રહે એટલી જ ઈચ્છા ધરાવવું છું. અને સ્પેશિયલ થેકસ હું આશિષને કહેવાય ઈચ્છું છું. કારણકે મેં જ્યારે પણ ઇન્ડિયા આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે ત્યારે તેઓ હંમેશા મને ઇન્ડિયા લાવ્યા છે. મારા પપ્પા માટે આજે જે પણ આયોજન થયું એ માટે બધાનો દિલથી આભાર માનું છું. અને ઉપસ્થિત દરેક લોકોએ પોતાનો સમય અહીં આવવા માટે ફાળવ્યો એ બદલ પણ હું આભાર માનું છું.

દીપ્તિની વાત પૂર્ણ થયા બાદ મુક્તારે પોતાનું મૌન તોડતા કહ્યું, હું પણ ખૂબ જ ખુશ છું કે હું ફરી બંને મિત્રો સાથે સમય પસાર કરી શકશ. હું પણ સાવ નિવૃત જીવન જીવું છું. મારું બધું જ કામ મારા દીકરાઓ સાચવી રહ્યા છે. વિવેક જ્યારથી મારા ધંધામાંથી છૂટો થઈ ગયો ત્યારે હું પણ કામમાં મન પરોવી શકતો ન હતો, આથી ટૂંક સમયમાં જ મેં પણ આ કામમાંથી વિદાય લઈ લીધી હતી અને બધું જ કામ મારા દીકરાઓને સોંપી દીધું હતું. હું હવે મારા નિવૃત્તિના સમયને જ વિતાવી રહ્યો છું. જ્યારે જરૂર જણાય ત્યાં સેવા કરી મારો સમય એ પ્રવૃત્તિમાં વિતાવું છું. કોઈ અચાનક એક્સિડન્ટ થયું હોય, કુદરતી આફતમાં અનેક લોકો ફસાયા હોય, અચાનક કોઈના પરિવારમાં કોઈ અકસ્માત સર્જાઈ ગયો હોય એવા પરિવારોને મદદ કરી હું એમના દુઃખ દૂર કરવાનો પ્રયાસ કરું છું. મારી નિવૃત્તિ દરમિયાનની આ પ્રવૃત્તિમાં હું ખૂબ જ વ્યસ્ત રહું છું. જરૂરિયાતમંદ લોકો હોય તેમને મદદ કરી જે ખુશી મળે છે એનો આનંદ કંઈક અલગ જ હોય છે. અને હું એ આશા સાથે જ અહીં આવ્યો છું કે મને એ પ્રવૃત્તિમાં વિવેક અને તેજો મને સાથ આપશે!"

મુક્તારની વાત સાંભળીને મેં અને તેજાએ તરત જ હા પાડી દીધી હતી. હું મનોમન વિચારી રહ્યો હતો, અચાનક મારા જીવનમાં કેટલું બધું પરિવર્તન આવી ગયું! અત્યાર સુધી હું ફક્ત તુલસીની યાદ સાથે જીવી રહ્યો હતો આજે મને જીવન જીવવા માટે મિત્રોનો સાથ અને એક ઉદેશ્ય પણ મળી ગયો હતો. જીવનને જીવવા માટે ફક્ત કોઈનો સાથ જ નહીં પરંતુ કોઈ ઊચીત ઉદેશ્ય પણ જરૂરી છે. તો જ જીવન જીવવાનો ખરો આનંદ આવે છે.

અમારા લોકોની ચર્ચા પૂર્ણ થયા બાદ મેં મુક્તાર અને તેજાના પરિવારને આજની રાત મારા ઘરે ઊંઘવા માટેનું કહ્યું હતું. સવારે ભૂમિપૂજનની વિધિ હોય બધા હવે મારી હવેલી તરફ વળ્યા હતા.

પૂજાએ મારી હવેલીમાં તેજાના પરિવાર અને મુકતારના પરિવારને માટે હવેલીમાં ઉપસ્થિત બધા જ ગેસ્ટરૂમ ખોલી આપ્યા હતા. બધા જ લોકો પોતપોતાના રૂમમાં આરામ કરવાના હેતુથી ગયા હતા. હું તેજો અને મુકતાર ગાર્ડનના હીંચકા પર હજી થોડો સમય પસાર કરવા બેઠા હતા.

વિવેક, તેજો અને મુકતા૨ એકાંતની પળોને કેવી રીતે વિતાવશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏