Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 121

પરી ક્લિનિક ઉપર પહોંચીને તરત જ  પોતાની મોમને મળવા માટે તેના રૂમમાં પ્રવેશી...તેણે માધુરીને એક મીઠું આલિંગન આપ્યું અને પછી તેનો હાથ પોતાના હાથમાં રાખીને તેને પંપાળતાં પંપાળતાં પોતાની મોમ સાથે વાતો કરવા લાગી કે, "શું કરે છે તું પણ મોમ, મારી સાથે બોલતી નથી ચાલતી નથી, મારી સાથે રિસાઈ ગઈ છે, મારે તારી સાથે કેટલી બધી વાતો કરવી છે પણ તું કંઈ બોલે તો મને ખબર પડે ને..??"અને પોતાની મોમ કંઈ પ્રત્યુતર આપે છે કે નહીં તેમ તેની સામે એકીટશે જોઈ રહી...એટલામાં તેના સેલફોનમાં રીંગ વાગી...હવે આગળ...સમીરનો ફોન હતો.."બોલ મજામાં? શું કરે છે? નો કોલ, નો મેસેજ..""બસ, જો ક્લિનિક ઉપર છું.. મોમ સાથે વાતો કરતી હતી પણ મોમ કંઈ બોલે તો ને..!""બોલશે.. બોલશે..એક દિવસ ચોક્કસ બોલશે..આપણે પ્રયત્ન કરતા રહેવાનું..""યુ આર રાઈટ, બટ યુ ક્નોવ જ્યારે પોતાની વ્યક્તિને કંઈક થાય ત્યારે એક્સેપ્ટ કરવું બહુ અઘરું હોય છે.. હું બીજા કોઈ પણ પેન્શન્ટને કંઈ પણ થયું હોય તો તેની ટ્રીટમેન્ટ કરી શકું છું.. મને કોઈ તકલીફ નથી પડતી પરંતુ જ્યારે પોતાની વ્યક્તિને કંઈ પણ થાય ત્યારે ઈમોશન્સ વચ્ચે આવી જાય છે અને ત્યારે હિંમત હારી જવાય છે.. કોઈને ન કહેવાય ન સહેવાય એવી પરિસ્થિતિ ઉભી થાય છે.."અને પરીની આંખમાંથી ગરમ ગરમ આંસુ સરી પડ્યું જે માધુરીના નાજુક નમણાં હાથ ઉપર પડ્યું.. અને હજી સમીર કંઈ બોલે તે પહેલાં તો તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.. જાણે ઘણાં બધાં દિવસ પછી તે સમીરની આગળ પોતાના દિલની વેદના ઠાલવી રહી હતી.. તેનાં ગરમ ગરમ આંસુ પણ જાણે માધુરીના શરીરમાં ચેતના લાવવાની કોશિશ કરી રહ્યા હતા.."સમીર તેને સાંત્વના આપી રહ્યો હતો.., "બેટા, ધીરજ રાખ આમ તું હિંમત હારી જઈશ તો થોડું ચાલશે? તું તો બહાદુર છોકરી છે અને આમ રડવા બેસે છે?"પરીની આંખમાંથી અવિરતપણે જે અશ્રુધારા વહ્યે જતી હતી.. તે માધુરીના હાથને સ્પર્શીને નીચે ઢળી રહી હતી..જેમ જેમ તે અશ્રુધારા વહ્યે જતી હતી તેમ  તેમ તેનું અવિરત દર્દ પણ માધુરીના હ્રદયને સ્પર્શી રહ્યું હતું..અને એક માતા માટે પોતાના બાળકના દર્દસભર આક્રંદને સહેવું અશક્ય છે..પરીના દર્દે આજે માધુરીના હ્રદયને હચમચાવી મૂક્યું..અને માધુરીના હાથમાં સહેજ ધ્રુજારી આવી..પરીના એક હાથમાં માધુરીનો હાથ હતો.. તેણે આ સંવેદના અનુભવી..તે ચોંકી ઉઠી..તે બીલીવ નહોતી કરી શકતી..તે પોતાની તીક્ષ્ણ નજરથી પોતાને થયેલા અનુભવની ખાતરી કરવની કોશિશ કરવા લાગી...તેની તીક્ષ્ણ નજર પોતાની મોમના હાથ ઉપર ચીપકી ગઈ હતી..તેમાં બીજી વખત ધ્રુજારી આવી..તેણે એ કંપનને ખૂબજ સભાનતાથી અનુભવ્યું..તેનાથી જોરથી બૂમ પડાઈ ગઈ.."સમીર મોમે હાથ હલાવ્યો.. મોમના હાથમાં જાણે જીવ આવ્યો છે.."તેની આંખમાંથી આંસુ છલકવાના ચાલુ જ હતાં.. તે ભાન ભૂલી ગઈ હતી..સમીર તેને કહી રહ્યો હતો કે, "તું પહેલા ડૉક્ટરને બોલાવ, હું ત્યાં આવું છું.."સમીરના શબ્દો તેના કાને પડી રહ્યા હતા..તે શું અનુભવી રહી છે તેની તેને પોતાને પણ ખબર નહોતી પડતી..તેના એક હાથમાં ફોન હતો અને બીજો હાથ તે પોતાના ગાલ ઉપર ફેરવીને પોતાના આંસુ લૂછવાનો નિર્રથક પ્રયત્ન કરી રહી હતી..માધુરીના શરીરમાં ચેતના આવી તેમ તેના શરીરમાં જુસ્સો આવી ગયો હતો..આજે જાણે ઘણાં વર્ષોની તેની ઘેલછા પૂરી થવા જઈ રહી હતી..જાણે ભગવાને પોતાની માં ના પ્રાણ પાછા પૂર્યા હતાં.. અને તેની ઈચ્છાઓ પૂરી થવા જઈ રહી હતી..જેમ તેનાં હ્રદયમાં રહેલી ઉર્મિઓ આજે ઉછળી રહી હતી તેમ તે પણ ઉછળતી કૂદતી ડૉક્ટર નિકેત ત્રિવેદીની કેબિનમાં દોડી ગઈ..તેની પાસે જાણે બોલવા માટે શબ્દો નહોતા મળતા.."તે બોલી રહી હતી કે, "મોમ..મોમ.. મારી મોમ.."ડૉક્ટર નિકેત ત્રિવેદી હજી તો આવીને જસ્ટ પોતાની ચેર ઉપર બેઠા જ હતા.. તે તુરંત જ પોતાની ચેર ઉપરથી ઉભા થઇ ગયા અને પરીની નજીક ખેંચાઈ આવ્યા અને તેનાં વણકહેલા પરીના હોઠ સુધી આવીને અટકી ગયેલા શબ્દોને તે સમજવાની કોશિશ કરી રહ્યા હતા અને તેની આંખમાં રહેલા ભાવોને તે વાંચવાની કોશિશ કરી રહ્યા હતા..પરીએ તેમનો હાથ પકડી લીધો હતો અને તે તેમને પોતાના મોમના રૂમમાં ખેંચીને લઇ જઈ રહી હતી..ડૉક્ટર નિકેત ત્રિવેદી પરીના હાથના સ્પર્શથી અને તે જે રીતે પોતાને ખેંચીને લઈ જઈ રહી હતી તે રીતે પરી તેની ઉપર જાણે હક કરી રહી છે અને આ વિચાર જ તેમને માટે રોમાંચક હતો.. આ ક્ષણ તેમને રોમાંચ આપી રહી હતી તે પરીની પાછળ ઢસડાઈને દોડી રહ્યા હતા કે જાણે પરી તેમને કોઈ નવા જીવનની કોઈ નવી શરૂઆત તરફ ખેંચી રહી હતી..ડૉક્ટર નિકેત ત્રિવેદી પરીની પોતાની મોમ માટેની લાગણી અને ભરપુર પ્રેમને બરાબર સમજી રહ્યા હતા અને અનુભવી રહ્યા હતા..બંને માધુરી પાસે આવી ગયા હતા..પરીએ ફોન સાઈડમાં મૂક્યો અને પોતાની મોમનો હાથ ફરીથી પોતાના હાથમાં લઈ લીધો અને બીજા હાથેથી તે તેના ગાલ ઉપર પંપાળવા લાગી અને પોતાની મોમને કહેવા લાગી, "આંખો ખોલ માં જો હું તારી દીકરી તારી સામે જ ઉભી છું તારી નાનકડી પરી..."માધુરીનો બીજો હાથ ડૉક્ટર નિકેત ત્રિવેદીના હાથમાં હતો અને તે ચેક કરી રહ્યા હતા કે પરી જે કહી રહી છે તે સાચું જ છે કે પછી તેને એવો કોઈ એવો વહેમ કે પછી ભ્રમ છે.પરંતુ ના પરીની વાત એકદમ સાચી હતી..માધુરીના હાથમાં સહેજ ધ્રુજારી અને કંપન આવી રહ્યા હતા..તે ચેતનવંત થવાની કોશિશ કરી રહી હતી..ડૉક્ટર નિકેત ત્રિવેદીએ બરાબર ખાતરી કરી કે મિસ પરીની વાત બિલકુલ સાચી હતી..અને તે પરીને કંઈ કહેવા જાય તે પહેલાં તો પરીએ તેમને પૂછી લીધું કે, "હું સાચું કહી રહી છું ને? મોમના શરીરમાં ચેતના આવી ગઈ છે ને?""હા, તમે બિલકુલ સાચા છો પરંતુ તેમને પૂરેપૂરા ભાનમાં આવવામાં હજી થોડો સમય લાગી શકે છે અને અત્યાર સુધી તેમના સબકોન્સિયસ માઈન્ડે એવું સ્વીકારી લીધું હતું કે મારે જીવવાની કોઈ જરૂર નથી, મારી કોઈને જરૂર નથી પણ હવે જ્યારે તમે સતત તેમનાં હ્રદય અને મનને ઢંઢોળી રહ્યા છો ત્યારે તેમને પોતાની જરૂરિયાત સમજાઈ રહી છે અને તેમનું સબકોન્સિયસ માઈન્ડ તેમના બોડીને સપોર્ટ કરી રહ્યું છે અને તેને જગાડીને ભાનમાં લાવવાની કોશિશ કરી રહ્યું છે..હવે તમારે તમારો પ્રયત્ન ચાલુ જ રાખવાનો છે અને તે તેમને પૂરેપૂરા પાછા લાવવામાં આપણી મદદ કરશે.. હવે આપણી મહેનત રંગ લાવશે..તમારી મોમ તમને પાછી મળી ગઈ સમજી લો...થોડી વારમાં સમીર પણ ત્યાં આવી પહોંચ્યો..પોતાની આ નાજુક પરિસ્થિતિમાં પરી સમીરને પોતાની નજર સમક્ષ જોઈને ખૂબજ ખુશ થઈ ગઈ..તે સમીરને ચોંટી પડી..અને તેને કહેવા લાગી કે, "જો સમીર જો, મારી મોમ હવે ભાનમાં આવી ગઈ છે..તે હવે મારી સાથે વાતો પણ કરશે..."સમીર પોતાની પરીની ખુશીને.. તેની આંખોમાંથી છલકાતાં પોતાની માં પ્રત્યેનાં પ્રેમને નીરખી રહ્યો હતો અને પરીને ખુશ જોઈને ખૂબજ ખુશી અને શાંતિ અનુભવી રહ્યો હતો..તે પરીને પંપાળી રહ્યો હતો અને પરી પોતાની તમામ ખુશીઓ સાથે સમીરના મીઠાં મધુરાં આલિંગનમાં ખોવાઈ ગઈ હતી..ડૉક્ટર નિકેત ત્રિવેદી આ બધું જોઈ રહ્યા હતા..બે મિનિટના મૌન પછી તેમણે પરીને સમીરના આલિંગનમાંથી મુક્ત કરવા માટે કેટલાક શબ્દો ઉચ્ચાર્યા કે, "હવે આપણી દવા અને દૂઆ બંને કામ કરી રહ્યા છે.. તમે તમારો પ્રયત્ન ચાલુ રખો અને હું મારી દવાઓ ચાલુ રાખું છું.."અને તે માધુરીના રૂમમાંથી બહાર નીકળી ગયા..જાણતાં અજાણતાં તેમને મિસ્ટર સમીરની ખૂબજ ઈર્ષા આવી રહી હતી..જેને પરીએ પોતાની ભાવનાઓના આલિંગનમાં કેદ કરીને રાખ્યો હતો...તેમને પોતાની જાત ઉપર ગુસ્સો આવી રહ્યો હતો કે,"મને પરીએ આવું આલિંગન કેમ ન કર્યું??"વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન'    દહેગામ    26/11/24