લાભ પાંચમ joshi jigna s. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાભ પાંચમ

          કારતક સુદ પાંચમ  અને દિવાળીના તહેવારનો  છેલ્લો દિવસ એટલે લાભ પાંચમ. લાભ પાંચમ એ સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી, લાખેણી પંચમી તરીકે ઓળખાય છે. ક્યાંક  લાભ પાચમને  સૌભાગ્ય લાભ પંચમી  કહે છે. સૌભાગ્ય એટલે  સારા નસીબ અને લાભ એટલે નફો એટલે જ આ દિવસ  લાભ અને સારા નસીબ સાથે જોડાયેલો છે. આપણા જીવનમાં પરંપરાગત  ઉત્સવોની ઉજવણી  સમાજને સંગઠિત કરી  તેમાં નવી ઉર્જાનો  સંચાર કરે છે લાભ પાચમ ના દિવસે માં સરસ્વતી ની આરાધના ભૌતિક જીવનની ભવ્યતા  અને અંતર ચેતનાની સુગંધ પ્રસરાવે છે. વિક્રમ સવંત ના કારતક સુદ પાંચમ નો દિવસ  સર્વાંગ શુભનો નિર્દેશ કરે છે. કોઈપણ સારું કામ કરવા માટેનું  વણ લખ્યો મેહુર્ત એટલે લાભ પાચમ.

                       સામાન્ય રીતે એવી માન્યતા છે કે જ્યાં સરસ્વતી હોય ત્યાં લક્ષ્મી ના હોય પણ લાભ પાચમ ના દિવસે શ્રી અને સરસ્વતી નો સંયોગ રચાય છે એટલે જ આ દિવસ શ્રી પંચમી કે જ્ઞાન પંચમી તરીકે ઓળખાય છે. લાભ પાચમ ના દિવસે વેપારી નવી ખાતાવહી ચાલુ કરે છે ખાતાવહીમાં સૌપ્રથમ કુમકુમ થી ડાબી બાજુ શુભ બને જમણી બાજુ લાભ લખે છે અને તેની વચ્ચે સાથીઓ  કરે છે જે વેપારી દિવાળીના દિવસે શારદા પૂજન ન કરી શકે તે લાભ પાંચમના દિવસે પૂજન કરે છે. આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરી સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય માટે પ્રાર્થના કરે છે 

                      લાભ પાંચમના દિવસે લક્ષ્મીજીની સાથે ગણેશજીની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીજીની પ્રાપ્તિ સાથે જોડાયેલી હોવાથી તેને શ્રી પંચમી પણ કહે છે. લાભ પાચમ ના દિવસે શ્રી સૂક્તનો પાઠ કરવામાં આવે છે. કોઈ નવું કામ શરૂ કરવાનું શુભ મુહૂર્ત  એટલે લાભ પાંચમ. લાભ પાંચમના દિવસે નવું કામ શરૂ કરવાથી તેં શુભ અને ફળદાઈ નિવડે છે. લાભ પાચમ ના ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે જેથી ધન, ધાન્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય. મા લક્ષ્મી અને ગણેશની કૃપાથી શુભ સમૃદ્ધિ વધે છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મી સાથે વિદ્યાની દેવી શારદાની પણ પૂજા કરવામાં આવે છે.   

                    વેપારી ધંધાની શરૂઆત તો કરે જ છે પણ ખેતીવાડીમાં પણ શુભ મુહૂર્ત કરવામાં આવે છે લાભ પાચમ ના કરવામાં આવેલી પૂજા પૂજા કરનારનાં જીવનમાં,ધંધામાં અને પરિવારમાં લાભ,આરામ ને સોભાગ્ય આપે છે વિદ્યાર્થી,શિક્ષક,લેખક કે જે લેખન કે જ્ઞાન સાથે સંકળાયેલા છે તે લોકો આ દિવસે માતા સરસ્વતી ની વિશેષ પૂજા કરે છે 

              લાભ પાચમ જાણે દિવાળીના તહેવારની પૂર્ણાહુતિ સમાન છે. આ દિવસ પછી દિવાળીના તહેવારની ભવ્યતા, ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનાં રૂપોમાં પ્રગટ થઈ આગળના જીવનને સાર્થક બનાવે છે એવું આપણને પ્રતિત થાય છે. આમ જોવા જઈએ તો આ તહેવારોની પૂર્ણાહુતિ પણ છે અને પ્રારંભ પણ છે એક રીતે કહીએ તો સર્જન યુક્ત અંત છે ને પ્રારંભયુક્ત પુર્ણાહુતી છે લાભપાંચમ નવા વર્ષનો પહેલો તહેવાર છે જ્યાંથી લાભની શરૂઆત થાય છે.

              જૈન ધર્મમાં લાભ પાંચમ ને જ્ઞાનપંચમી કહેવાય છે આ દિવસે સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે આ દિવસે જ્ઞાનનું દાન, જ્ઞાનની ઉપાસના, જ્ઞાનનું સંવર્ધન અને જ્ઞાનનું દાન સંકળાયેલું છે આ દિવસે ધાર્મિક ગ્રંથની પૂજા થાય છે સાથે સાથે હસ્તપ્રત ગ્રંથની  નકલ કરાવવામાં આવે છે.

         આચાર્ય યાસ્ક ના મત મુજબ લક્ષ્મી શબ્દ એટલે લાભાત વા લક્ષણાત વા. એટલે કે લાભ કરાવે અથવા તેને લક્ષ્ય બનાવી કોઈ કામ કરાવે તે લક્ષ્મી એટલે જ આ દિવસનું નામ લાભ પંચમી પડ્યું છે આ દિવસે ઐશ્વર્યયુક્ત સમૃદ્ધિની વાંછનાં માટે શ્રી યંત્રની પૂજા પણ હીત કારી ગણાય છે.