દિવાળી પ્રકાશ નો તહેવાર Krupa Thakkar #krupathakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિવાળી પ્રકાશ નો તહેવાર

દિવાળી એટલે દીપાવલી...
દિપાવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા  
દિપ= દીવડો અને આવલી= હારમાળા...
દિવાળી એટલે "પ્રકાશનો તહેવાર" 

14 વર્ષના વનવાસ બાદ ભગવાન રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ એટલે દિવાળી...
ભગવાન રામના આગમનનો આનંદ વ્યક્ત કરતો તહેવાર એટલે દિવાળી..
ભગવાન શ્રી રામના અયોધ્યા પરત ફર્યાની ખુશીમાં લોકોએ દીપ પ્રગટાવી આ દિવસને દિવાળી તરીકે ઉજવ્યો.

દિવાળીનો તહેવાર "પ્રકાશના પર્વ" તરીકે જાણીતો છે ત્યારે તેનો આધ્યાત્મિક અર્થ થાય છે, "મનના પ્રકાશની જાગૃતિ"..
સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ,અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે .
આપણે જેવી રીતે આપણા જન્મને ઉજવીએ છીએ ને તેવી જ રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, જેને જાણવાથી અંધકારે પ્રકાશમય બને છે , તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને અજ્ઞાન વિખેરાઈ જાય છે .
માનવી નું પોતાનું સાચુ સ્વરૂપ જાગૃત થાય છે, શારીરિક રીતે નહિ ,પરંતુ આંતરિક અપરિવર્તનીય, અનંત, વિશ્વવ્યાપી અને ગુણાતીત વાસ્તવિકતા સમજાય છે. આત્માની અનુભૂતિ થતાની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરુણા, પ્રેમ અને એકાકારની જાગૃતિ એટલે કે ઉચ્ચ જ્ઞાન આવે છે.આંતરિક આનંદ ઉલ્લાસ અથવા તો કહી શકાય કે માનસિક શાંતિ થાય છે. 
દિવાળી નો તહેવાર ફટાકડા, પ્રકાશ, ફૂલો, મિઠાઈઓ તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. દરેક પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ અલગ હોય છે પણ આ તહેવારનો સાર એકસરખો જ છે, આંતરિક પ્રકાશ એટલે કે અંતર આત્મા ને ઉજાગર કરવો.
દિવાળીમાં સૌનું મન મોહી લે તે છે રોશની... 
દરેક જગ્યા એ તેલના દીવા, મીણબત્તીઓ અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. જે અંધકાર પર પ્રકાશની જીત અને અનિષ્ટ પર સારાનું પ્રતીક છે. 
દીવાઓના ગરમ પ્રકાશથી ઝગમગી ઉઠે છે આખું શહેર...
દિવાળી દરમિયાન રાત્રિ માં આકાશ માં ચમકતા રંગબેરંગી ફટાકડા ની ભવ્યતા જે એક આકર્ષક અને દિવાળી ની ઉજવણીમાં જાદુનો સ્પર્શ ઉમેરે છે.

દિવાળીનો તહેવાર પાંચ દિવસનો છેઃ 
ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ

#ધનતેરસ એટલે લક્ષ્મી પૂજન નો દિવસ ધનનો અર્થ છે "સંપત્તિ"...
આ દિવસને ભગવાન ધન્વંતરીની જયંતિ તરીકે પણ ઉજવાય છે કે જેઓ દેવતાઓ અને દાનવો દ્વારા થયેલા સમુદ્રમંથનમાં બહાર આવ્યા હતા...

#કાળી ચૌદસ - આ દિવસે મહાકાળી નું પૂજન કરવા માં આવે છે.
આ દિવસે રાક્ષસ નરકાસુર હણાયો હતો. તે અસુર પર દૈવી શક્તિનો અને અંધકાર પર પ્રકાશનો વિજય અભિવ્યક્ત કરે છે. 

#ચોપડા પૂજન - દિવાળી એટલે ચોપડા પૂજન નો દિવસ , આખા વર્ષ મા વપરતા ચોપડા નું પૂજન આ દિવસે થાય છે.. આપણે આપણા પોતાના જીવન નું પણ સરવૈયું કાઢવું જોઇએ..અને પુરાંત માં પ્રેમ, શ્રધ્ધા અને ઉત્સાહ રહે તેનું ધ્યાન પણ આપણે જ રાખવું રહ્યું...

#બેસતું વર્ષ એટલે નવું વર્ષ એટલે શુભ સંકલ્પ નો દિવસ ...જૂના વેરઝેર ભૂલી સૌનું શુભ ચિંતન કરવાનો દિવસ એકબીજાને મીઠુ 'સબરસ'ના રૂપમાં આપે છે. જેનો મતલબ એ થાય છે કે મીઠાની જેમ આપણા 
જીવનમાં પણ બધા રસ કાયમ રહે. લોકો એકબીજાને નૂતન વર્ષાભિનંદન કે નવ વર્ષની શુભેચ્છા પાઠવે છે.

#ભાઈબીજ ના દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે ભાઈબહેનનાં પવિત્ર પ્રેમને વરસાવતો તહેવાર એટલે કે ભાઇબીજ. 

દિવાળી માં બહાર તો દિવા પ્રગટાવવા ના જ ,પરંતુ ખરો દીવો તો આપણા દિલ માં પ્રગટાવવાનો હોય છે ..દિલ માં જો અંધારું હોય તો બહાર પ્રગટાવેલા હજારો દીવા ઓ નિરર્થક છે ...દીવો એ જ્ઞાન નું પ્રતીક છે ,અને દિલ માં દીવો પ્રગટાવવો એટલે કહેવાય કેં ચોક્કસ પ્રકાર ની સમજણપૂર્વક દિવાળી નો તહેવાર ઉજવવો ...

દિવાળી સૌને બહુ આનંદ આપે છે. તેથી જ તે ‘તહેવારોનો રાજા' કહેવાય છે.

હાથ જોડી ને પ્રાર્થના કરીએ....
સપના ઓ ની રંગોળી બનાવીએ..
એકબીજા સાથે હળીમળી ને પ્રેમ નો રંગ ભરી દઈએ ...
હાલને દિવાળી કરી દઈએ.. 
પ્રકાશ હંમેશા દીવાની જેમ ફેલાવીએ..
ચાલો ને સાથે મળીને દીવા પ્રગટાવીએ.