ક્યારે આવશે સમજણ Krupa Thakkar #krupathakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્યારે આવશે સમજણ

ક્યારે આવશે સમજણ!!

નમસ્તે ,

ખાસ સમજવા જેવી અને તે પણ માતાપિતા એ સમજવા જેવી વાત જે મારા મન માં ઘણા વખત થી ઘુમરાતી હતી, અને આપ સૌ ની સમક્ષ તેની રજૂઆત આજે મારે "ક્યારે આવશે સમજણ" વિષય પર એક નાની વાત કરવી છે , જે કદાચ કોઈ એ કરી નહિ હોય પરંતુ મારા મન માં આવેલા વિચારે મને મજબૂર કરી છે , મને લાગ્યું કે આ વિષય લોકો સમક્ષ પ્રસ્તુત કરવો જ જોઈએ...

વાત મા બાપ સાથે જોડાયેલી છે, દરેક માતા પિતા પોતાના દીકરાને કે દીકરી ને સફળ અને એક ઊંચાઈ એ સક્ષમ જોવા માંગે છે , અને સાથે સાથે માતાપિતા એવું પણ ઇચ્છે કે પોતાનું બાળક તેમનું નામ રોશન કરે અને ગર્વ લે અને એ એમનો હક્ક પણ છે , કેમ ખરું ને?? પણ ક્યારેક એવું નથી લાગતું કે માતા પિતા પોતાના બાળક ને પોતાના માન સન્માન માટે નું એક સાધન બનાવી દે છે..!

માતા પિતાએ બાળકો પાસે તેમનો ભાગ યોગ્ય ભજવાય એવી અપેક્ષા ન રાખવી જોઇએ ? અને એ જ રીતે બાળકોએ પણ માતા પિતા પાસે એવી અપેક્ષા ન રાખવી જોઇએ?આવું ત્યારે જ બને જ્યારે સામે વાળી વ્યક્તિને સુધારવાની અપેક્ષા રાખ્યા વગર આપણે જ સુધરી જઈએ.વધુ પડતી કાળજી બાળકના વિકાસને રૂંધી નાખે છે. આવી વધુ પડતી કાળજીને દૂર કરી એ તો જ મા બાપ હંમેશા બાળકોના મજબૂત સંબંધો માટેની મહત્વની ચાવી બને છે.

જ્યારે માતા પિતા પોતાની એક ઉમર ના પડાવે પહોંચે છે, ત્યારે તેમણે તેમના બાળકો ના ઉપર પોતાના rules ના બેસાડવા જોઈએ, કારણકે બાળક પરણે કે અમુક ઉમર પહોંચે, ત્યારે માતા પિતા પોતાની અડધી ઉમરે પહોંચેલા હોય છે, અને પછી ની ઉમર ની ખબર નથી કે ક્યાં સુધી પોતાના બાળકો ને સાથ આપશે ...અને એ જ સમય એવો છે, કે પોતાના સંતાનનું જીવન કેવી રીતે સુખમય બનેં, તે માતા પિતા એ જ વિચારવા નું રહ્યું...

દરેક વાત માં સંતાનો નો વાંક કે અણસમજ નથી હોતી, કારણકે સંતાનો માં સમજ હોય છે જ, પણ માતા પિતા તેમને મોટા બનવા જ નથી દેતા, અને હંમેશા નાના અને અણસમજુ જ સમજે છે...અત્યાર સુધી આપણે વાંચ્યું હશે કે સાંભળ્યું હશે કે સંતાનો એ માતા પિતા નું ધ્યાન રાખવું, તેમને સત્કાર આપવો તેમની દરકાર રાખવી તે એકદમ સાચી વાત છે અને સંતાનોએ કરવું પણ જોઈએ જ પરંતુ તેના માટે માતા પિતા એ એવો માહોલ એવી સ્વતંત્રતા સંતાનો ને આપવી પણ એટલી જ જરૂરી છે, અને તે છે તેમને તેમની જિંદગી માં આગળ વધવા દેવાની...ચાવી ..

હા, માતાપિતા એ પોતાના સંતાન માટે ઘણા સંઘર્ષ વેઠ્યા હોય છે અને ઘણી તકલીફ , અને તડકા છાયા વેઠ્યા હોય છે , પોતાના સંતાન ને સરસ જીવન મળે તે માટે અને એટલે જ તે પૂજનીય છે, અને પહેલા ભગવાન પણ માતાપિતા જ છે..ઘણા પરિવારો માં પરિસ્થિતિ સાવ જુદી હોય છે, માતા પિતા પોતાના બાળક સાથે મિત્ર ની જેમ રહે છે,આવા સમયે બાળક સંકોચ રાખ્યા વગર પોતાની દરેક વાત માતાપિતા સમક્ષ રજૂ કરી શકે છે , આવા પરિવાર માં હમેશા ખુશી નું વાતાવરણ જ હોય છે...સંતાન નું સુખ પામવું હોય તો માતા પિતા એ જ સમજવું રહ્યું....

કહે છે ને કે જેવું કરશો તેવું પામશો.સમજી શકો મારી સમજણ ને તો થાશે જીવન ખુશહાલ, નહિતર પછી જીવજો લઈને જાતે નોતરેલા દુખ તણા જીવન નો ભાર ...


સમજે તેને વંદન