આસો નવરાત્રી Krupa Thakkar #krupathakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આસો નવરાત્રી

આસો નવરાત્રી: આ સૌથી મોટી નવરાત્રી છે. તેને મહા નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે..

દૂર્ગામાતાની આરાધના માટે નવરાત્રિનો સમય સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. હિંદુ પંચાંગ મુજબ આસો મહિનાની સુદ એકમે નવરાત્રિ પ્રારંભ થાય છે. આ શુભ સમયે માતાના અલગ અલગ નવ રૂપોની આરાધના કરવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે નવરાત્રિ માં મા દૂર્ગા ની વિશેષ પૂજા કરવાથી મનવાંછિત ફળ ની પ્રાપ્તિ થાય છે. 

મંદિરોમાં અને ઘરોમાં મા આદ્યશક્તિની ઘટસ્થાપના કરાય છે. આપણે જેને જવારા કહીએ છીએ એની પણ વાવણી કરાય છે. અગિયાર જાતનાં ધાન્યનો ઉપયોગ કરી માટીમાં આ ધાન્ય વાવવામાં આવે છે. અંતે દસમા દિવસે માતાજીની વિદાય સાથે આ જવારાનું પણ વિસર્જન થાય છે. કેટલાંક લોકો શુકન સ્વરૂપે જવારા પોતાની તિજોરી કે કબાટમાં આખા વર્ષ સુધી રાખી મૂકે છે. નવા વર્ષે બીજા મૂકી જૂનાં જવારા વિસર્જિત કરે છે. 

નવરાત્રી દરમિયાન લોકો માતાજીના વિવિધ સ્વરૂપોનું પૂજન-અર્ચન કરે છે. આ ઉપરાંત ઘણાં માઈભક્તો નવરાત્રીમાં ઉપવાસ -એકટાણા કરી મા શક્તિની ભક્તિ થી આરાધના કરે છે. નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરો અને મઢોમાં વિશેષ પૂજા-આરતી, શણગાર, માતાજીના ગરબા સહિતના કાર્યક્રમોની ઉજવણી કરાય છે. આ ઉ૫રાંત શરદ પૂર્ણિમાની રાતે ૫ણ રાસ -ગરબાનો કાર્યક્રમ યોજાય છે.નવરાત્રી એટલે નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. અને નવરાત્રી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. બહુ જ ભક્તિ ભાવ થી માતાજી ના ગરબા ગવાય છે..ભાત ભાત ના ચણિયા ચોળી પહેરી ને સૌ મા ના ગરબા ઘૂમે છે..

નવરાત્રી આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જોવા મળે છે. ઘટસ્થાપના, દેવી સ્તુતિ, મધુર ઘંટડીઓના રણકાર, દીવા-બત્તી- ધૂપની સુગંધ, આ નવ દિવસ સુધી ચાલતા આ સાધના ઉત્સવ નવરાત્રિનું જ એક ચિત્ર છે. આપણી સંસ્કૃતિમાં નવરાત્રિના તહેવારનું એક વિશેષ મહત્ત્વ છે.

નવરાત્રિમાં ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને અઘ્યાત્મનો સંગમ થતો જોવા મળે છે. આ ઉપરાંત રામલીલા, રામાયણ, ભાગવત પાઠ, જેવા ધાર્મિક અનુષ્ઠાનો થાય છે. અને તેથી જ તો નવરાત્રિ દરમિયાન દરેક વ્યકિત એક નવા ઉત્સાહ અને ઉમંગથી ભરેલો જોવા મળે છે.

નવરાત્રિ વ્રતની કથા વિશે પ્રચલિત છે કે મનોહર નગરમાં પીઠત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એ ભગવતી દુર્ગાનો ભક્ત હતો. તેને સુમતિ નામની એક બહુ સુંદર પુત્રી હતી. બ્રાહ્મણ દરરોજ દુર્ગાની પૂજા અને હોમ કરતો હતો. તે સમયે સુમતિ પણ નિયમથી ત્યાં ઉપસ્થિત હતી એક દિવસ સુમતિ તેમની બેનપણી સાથે રમવા લાગી ગઈ એ  ભગવતીના પૂજનમાં ઉપસ્થિત નહી થઈ. તેના પિતાએ આવી અસાવધાની જોઈ ક્રોધ આવ્યો અને પુત્રીને દુષ્ટ પુત્રી કહેવા લાગ્યા! 
તેમણે પોતાની પુત્રી ને જણાવ્યું કે તે ભગવતી નું પૂજન સવાર થી કર્યું નથી , આ કારણે કોઈ કુષ્ઠી અને દરિદ્રની સાથે તારું લગ્ન કરીશ. પિતાના આ રીતે વચન સાંભળી સુમતિને ખૂબ દુખ થયું અને પિતાથી કહેવા લાગી "હું તારી કન્યા છું" તમે જે કહેશો તે માટે હું આધીન છું જેવી રીતે તમે ઈચ્છો તેમજ હું કરીશ. 

 થશે એ જ જે મારા ભાગ્યમાં લખ્યું છે. માણસ ન જાણે કેટલા મનોરથ ચિંતન કરે છે પણ થાય એ  જ છે જે ભાગ્યએ લખ્યું છે. પોતાની પુત્રી ના આવા વચન સાંભળી તે બ્રાહ્મણને વધારે ક્રોધ આવ્યો. તેમણે તેમની પુત્રીને એક કુષ્ઠીની સાથે લગ્ન કરી દીધું અને ખૂબ ગુસ્સે થઈ પુત્રી ને કહેવા લાગ્યા કે જાઓ જઈને તમારા કર્મના ફળ ભોગો. 

સુમતિ તેમના પતિ સાથે વનમાં ચાલી ગઈ. અને ભયાનક વનમાં કુશાયુક્ત તે સ્થાન પર તેને એ રાત ખૂબ કષ્ટથી વીતાવી. તે ગરીબ બાલિકાની એવી દશા જોઈ ભગવતી પૂર્વ પુણ્યના પ્રભાવથી પ્રકટ થઈને સુમતિ ને કહેવા લાગ્યા... હે દીન બ્રાહ્મણી! હું તારા ઉપર પ્રસન્ન છું. તમે જે ઈચ્છો એ વરદાન માંગી શકે છે,
હું પ્રસન્ન થતા પર મનોવાંછિત ફળ  આપનારી છું! 
આ રીતે ભગવતી દુર્ગાના વચન સાંભળી સુમતિ કહેવા લાગી કે તમે કોણ છો જે મારા પર પ્રસન્ન થયા ,એવી બ્રાહ્મણીના વચન સાંભળી દેવી કહેવા લાગ્યા કે હું તારા પર તારા પૂર્વ જન્મના પુણ્ય પ્રભાવથી પ્રસન્ન છું. તૂ પૂર્વ જન્મમાં ભીલની સ્ત્રી હતી અને પતિવ્રતા હતી. એક દિવસ તારા પતિ દ્વારા ચોરી કરવાના કારણે તમે બન્ને સિપાહીઓને પકડી કેદખાનામાં નાખી દીધા હતા. તે લોકોએ તને અને તારા પતિને ભોજન પણ આપ્યું ન હતું. 
આ રીતે નવરાત્રના દિવસોમાં તને કઈક ન ખાધું અને ન જળ પીધું તેથી નવ દિવસ નવરાત્રનો વ્રત થઈ ગયું . હે બ્રાહ્મણી! તે દિવસોમાં જે વ્રત થયું તે વ્રતના પ્રભાવથી પ્રસન્ન થઈ તને મનવાંછિત ફળ આપી રહી છું. બ્રાહ્મણી બોલી કે જો તમે પ્રસન્ન છો તો કૃપા કરી મારા પતિના કોઢ(કુષ્ટ રોગ)ને દૂર કરો. તેમના પતિનો શરીર ભગવાતીની કૃપાથી કુષ્ટહીન થઈ ખૂબ કાંતિયુક્ત થઈ ગયું. 

ચૈત્રની નવરાત્રિ અને આસોની નવરાત્રિ વચ્ચે આમ તો કાંઈ વધારે તફાવત નથી. તફાવત માત્ર ગરબાનો જ છે. આસોની નવરાત્રિનું ગુજરાતમાં ખાસ મહત્વ છે. કેમ કે આસો માસની નવરાત્રિ શરૂ થાય તેના થોડાક દિવસો અગાઉથી જ આખુ ગુજરાત નવરાત્રિના રંગમાં રંગાઈ જાય છે. યુવાનોને તો આ નવરાત્રિ માટે આખા વર્ષ દરમિયાન રાહ જોવી પડે છે. આસો મહિનાની નવરાત્રિને આખા ગુજરાતના લોકો ગરબે ઘુમીને ખુબ જ ધામધુમથી ઉજવે છે. માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ આખા વિશ્વમાં પણ આની ઉજવણી થાય છે.