"શંકા ભુત મંછા ડાકણ"આ કહેવતના ઇતિહાસની તને ખબર છે ભાઇ?
“કેમ?આપણે બનાનાલીફમા જમવા આવ્યા છીએ,એમા શંકા ભુત ક્યાંથી
આવ્યુ...? તમને યાદ છે ડેડી તમે નવા નવા મુંબઇ આવેલા અને ધંધામા
સેટ નહોતા થયા ત્યારે જ્યોતિષ વિદ્યા પામેસ્ટ્રીનો અભ્યાસ કરતા હતા
ચંદ્રકાંત એકદમ ફ્લેશબેકમાં આવી ગયા …મામાઓ માસીઓ ફઇ કે અન્ય સગાને ત્યાં લગ્ન હોય એટલે ચંદ્રકાંતની બોલબાલા રહેતી હતી .. એકતો મહા વાતોડીયા એટલે સહુ કન્યાઓ એની ચારે તરફ વિંટળાઇને ભરડો લેતી રહેતી તેનું મુખ્ય કારણ તેમની હસ્તરેખાની ફેસ રીડીંગની સામુદ્રીકમની જાણકારી રહેતી..
“ જો મીનુ તને આખી જીંદગી બુધ્ધીથી કામ કરવુ પડશે એમાં તુ સફળ પણ થઇશ પણ તારે આ જ વસ્તુ ઘરમાં તને વાદવિવાદ કરાવશે પણ તું જીતી જઇશ.. “
મોટી થઇને આ જ મીના હાઇકર્ટની એડવોકેટ થઇ ..
“ ચંદુભાઇ તમે ફેંકતા નથીને ?”
“ ફેંકતા …? ક્યાં ફેંકતા .. ?અરે પાગલ છોકરી તારી નરમ મુલાયમ પોચી હથેળી તને ઘરકામ કરાવે જ નહી .. તારી બુધ્ધિ રેખા જો .. કેટલી પાવરફુલ છે ..” આ વાત સાંભળીને કેટલીયે નાની બહેનો પોતાની હથેળી દબાવતી હતી,
“ એમ ચેક ન કરો , સાથે બુધ્ધિરેખા તર્કશક્તિ આડાઅવળા હથેળીના કાપા એ બધાં અવરોધોને પણ જોવા પડે.. પછી કન્યાઓની લાઇન વધી જતી એટલે નાનાભાઇએ તો ઠીક મોટાભાઓ પણ ઇર્શામાં જલી જતા..
“ ચંદુ તું આ જ ધંધો કર… આ બધાને હવે જાન આવે છે એટલે ત્યાં ઉભા રહેવાનું છે તારે તો ઠીક છે ..” બધી કન્યાઓ મોટાભાઇ ઉપર ગુસ્સો કાઢી જાન પોંખવા ઉભી થઇ જતી એટલે ધીરેથી ફઈનો દિકરો મોટોભાઇ બોલ્યો …
“ એ તો એ બધાને ભરાવીએ નહીં તો અમારો નંબર ક્યારે લાગે ? હજીતો વરરાજા તૈયાર થવા બહાર ગયા છે હોલમાંય હજી કોઇ સામેવાળા દેખાતા નથી .. છોડ .. એ બધુ ને હાથ જોઇને બરાબર કહે …”
“ ચંદ્રકાંત ચાલ સમજી ગયા એટલે ભાવ ખાવાનું ચાલુ કર્યુ..
“ભાઇ તમારે લગ્નનું કે ધંધાનું શું જાણવું છે ..?”
“ હવે મોટાભાઇને રસ પડી ગયો . બીજા કાકાબાપાના ભાઇઓ પણ કુંડાળુ વળી ને ચંદ્રકાંતને ઘેરીને ઉભા રહ્યા ..
“ ભાઇ તમારે સ્કુલ કોલેજમાં કોઇ છોકરી સાથે ટાંકો ભીંજાયેલો? પછી છોકરી હાથ ન આવી કે તમે છોડીદીધી પણ ઉમ્મર પ્રમાણે સોળમાં વરસે આવુ કંઇક બન્યું હોય તેવું લાગે છે ..બોલો..”
બધ્ધા ભાઇ સડક થઇ ગયા .. મોટો બોલ્યો “ છોડને એ વાત હતી તો હતી પણ બહુ ભાવ ખાતી હતી પાછી આપણા કરતા પૈસાવાળી એટલે બહુ નખરા વધી ગયા એટલે.. હવે શું છે ઇ બોલ..”
“હવે ચુપચાપ તુંબડીમાં માથું નાખી ફઇ ફુવા જેને પસંદ કરે ત્યાં હા કહી બેસી જવાનું ..”
એમ તો ચંદ્રકાંતને પણ સંજોગો સામે બહુ વરસો સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો .. કેટલા ધંધા કરવાની પોતાની અલગ ઓળખ કરવાની કોશીષો કરી હતીપણ સરક્યા નિષ્ફળતા મળી હતી કેટલા સમય સુધી સાવ જીરો રહ્યા પછી સખ્ખત મહેનત પછી ભાગ્યનો સાથ મળ્યો હતો .. પત્નીએ હર કદમ પર સપોર્ટ કરીને હિમ્મત આપીહતી એ પણ પોતાનું ભાગ્ય ન જોઇ શક્યા ..? આ બધા પ્રશ્નોના ઉત્તર જતે જ મ અનુભવથી મળ્યા હતા ત્યારે એ મુલાયમ હથેળીને વજ્ર જેવી બનાવવી પડી હતી તે કેમ ભુલાય ?
એ પછી મોટાભાઇ ચાર વરસે લગ્નને માંડવે બેઠા. એ વાત ચંદ્રકાંતને યાદ આવી ગઇ .
દીકરાએ યે ડેડીનો એ જમાનો યાદ કરીને વાત આગળ વધારી
તમે અમને ત્યારે જ વાત કરી હતી કે એ બુધ્ધી રેખાની વાત ..."
“હા પણ એનુ અત્યારે શું છે?"
“એમા જો બુધ્ધી રેખા ચંદ્રના પહાડ બાજુ ઢળતી હોય તો માણસને
અપાનવાયુ થાય ...એટલે કે વાયુ ઉપર ચડે....આવા લોકો તરંગી કે લેખક
કે કવિ થાય તેઓ બહુ આશાવાદી હોય .પણ જો બુધ્ધી રેખા નીચે તરફ
ઢળતી હોય તો તેઓ ઉદાનવાયુ પ્રકૃતિના હોય એટલે નિરાશાવાદી હોય
ગમે તેટલુ સુખ હોય પણ હાથ હંમેશા ખંખેરતા હોય ..એ સાચુ ?"
“હે મહામોહીમ મારી બુધ્ધી રેખા એકદમ સીધી છે એટલેતો મહાન લેખક કે
શાયર ન થયો પણ આ બધ્ધા લપેટામા મને તું કેમ લે છે?"
“આ તમે ક્હ્યુ કે મંછાભુત ને શંકા ડાકણ એટલે મને શંકા ગઇ કે હું તમારા
નિશાન ઉપર છું એટલે રીવર્સ સ્વીંગ કરીહા હા હા હા "
“મુળ વાત એમ છે કે આખો એરીયા ચપટાનો. આ સ્ટાફ પણ બધો ચપટો !
હમમમ લે આ બોર્ડમા ચોખુ લખ્યુ છે કે બનાના લીફ ઓફ મલેશીયા .."
“મને તો ખબર જ છે પણ લોકો લાઇન લગાડેછે આપણી જેમ ખાવા માટે"
હજી વાત આગળ વધે ત્યાર પહેલા જ નાની ચપટી શંકાજી હસતા હસતા
કેપ્ટનનુ નામ બોલીને તેમને સાથે અમને સહુને અંદર "ગુફા"મા લઇ ગઇ.
વજનમા ચારગણી ધ્રસ્તાન દેશી સીસમના લાકડાની ખુરસી માંડ માંડ
ખસેડીને બેઠા."હવે જો છેતરાયા તો આ ખુરશી ઉંચી કરીને ચપટીયુ ઉપર
ફેંકીશ.."
“ડેડી તમારાથી હવે માંડ હલે છે ને જોર કરીને કંઇ કરશો તો મેડીક્લેમ
કરતાયે મોટુ નુકશાન થશે..."
નવી મોટી ચપટી મંછા આવી ઓડર લઇ ગઇ ને યુંયું તું ચુ કર્યુ
આ યું યું એટલે?
યા યા ઉર્ફે હા હા!
બસ પછી તળેલા પરોઠા ને ગ્રેવી ઉપર હાથ અજમાવ્યો બાકી સીઝલર
જેવા લાકડાની પ્લેટમા શાકને ચાખ્યા .આ લોકોનો ચીકણા ભાત જીભ ઉપર
ચોંટી ગયા એટલે તેને ઉખેડવા સુપના સબડકા ભર્યા
બધ્ધે છેતર્યા હતા .પનીર ની જગ્યાએ ટોફુ ભરાવ્યા હતા ચોખાની સેવની
મૈગી ન ઘરની કે ઘાટની હતી .
મે હાથમા પાણીની અંજલિ લીધી "હે મંછા ચપટી તું આવતા ભવે કાન ખજુરો થઇશ"