ભીતરમન - 43 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

ભીતરમન - 43

અમે બંને વાતો કરી રહ્યા હતા પણ મન તો એમ જ અનુભવતું હતું કે,  કાશ! તેજો કાયમ અહીં જ રહી જાય તો? થોડી જ કલાકોમાં હું ખુદને કેટલો ખુશ અનુભવી રહ્યો હતો. તેજો પણ મારી સાથે ખુશ જ હતો, પછી મને થયું કે, હું તો તુલસી વગર એકલો છું આથી આવું વિચારું, પણ તેજાનો શું વાંક? એને તો બાવલી અને એના પરિવારનો પ્રેમ મળવો જોઇએ ને! હું કેમ આટલો સ્વાર્થી થઈ ગયો? મેં મારા વિચારને દૂર હડશેલી દીધા. મનને વાસ્તવિકતામાં પરોવવાની અને આ ક્ષણને માણવાની જે કુદરતે તક આપી છે એ તક પણ હું ખોટા વિચારોમાં ગુમાવી રહ્યો હતો. મેં તેજાને કહ્યું, "બીજા બધા મિત્રો શું કરે છે? નનકો અને ચબૂતરે ભેગા થતા ભેરુંઓના ટોળા હજુ એવી જ મોજ કરે છે? કેવું છે હવે આપણું રળિયામણું ગામડું?"

"નનકો હવે જામનગર સ્થિત થઈ ગયો છે. એણે પણ ઘણી પ્રગતિ કરી છે. બીજા ભેરુમાંથી અમુક હજી ગામમાં જ છે અને અમુક બહાર ગામ સ્થિત થઈ ગયા છે. હવે આપણું રળિયામણું ગામડું ખૂબ બદલી ગયું છે. ખેતરો ઘટવા લાગ્યા અને મકાનો બંધાવા લાગ્યા છે. એક રૂમમાં પાંચ જણા રહેતા હતા, એની જગ્યાએ બે જણા વચ્ચે પાંચ રૂમના મકાન બની ગયા છે. ખેતીના ધંધાની સાથે, બાજુમાં ફેક્ટરીમાં લોકો મજૂરી કામ માટે પણ જવા લાગ્યા છે. બસ, ટ્રેન પાકા રસ્તા અને અઢળક સુવિધાઓ ગામમાં પણ થઈ ચૂકી છે. તેમ છતાં જે મજા હતી એ હવે રહી નથી. ચબૂતરા ની જગ્યાએ પાણીનો મોટો ટાંકો બની ગયો છે, જેમાંથી ગામને જરૂરી પાણી સપ્લાય થાય છે. હવે લોકો પહેલાની જેમ બિન્દાસ દારૂ, હૂકો કે અફીણના દમ મારી શકતા નથી. એ ગુનાપાત્ર નોંધાય છે. પહેલા બધા છૂટથી રહેતા હતા છતાં ન ચોરી થતી, ન લુંટફાટ કે ન કોઈ બાળા કે સ્ત્રીનુ શોષણ થતું! ઘર ને કોઈ દિવસ તાળું મારવું પડતું નહીં છતાં કંઈ જ ચોરાતું ન હતું. હવે બંધ ઘરના પણ તાળા તૂટી જાય છે. બસ આવી જ પ્રગતિ થઈ છે!" એક ઉંડા નિસાસા સાથે તેજાએ પોતાના મનનો ઉભરો ઠાલવ્યો આવ્યો હતો.

"સાચું કહું તો, જેવી ત્યાં છે એના કરતાં વિશેષ તકલીફ અહીં હશે! પણ અહીં કોઈ કોઈને ઓળખતું નથી આથી ભીનું ઝડપથી સંકેલાઈ જતું હોય છે. જ્યારે નાના ગામમાં બધા એકબીજાને ઓળખતા હોય બધું છતું થઈ જતું હોય છે. પણ હા એ વાત ચોક્કસ કે જે પોતાની રીતે નીડર પણ રહે છે એમને કોઈ જ તકલીફ નથી. અહીં તો સ્કૂલમાં પણ બાળાઓને પોતાની સુરક્ષા માટેના અભ્યાસો પણ શીખવવામાં આવે છે. અહીંની બાળાઓ ખૂબ ચપળ અને પોતાની સુરક્ષા કરી શકે એવી તાલીમ લીધેલી હોય છે. સમય સાથે એમનામાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. અહીં શહેરમાં  એમની સુરક્ષા માટે નતનવીન યોજનાઓ સરકાર કરતી રહે છે. બસ એમનો ફાયદો લેતા આવડવું જોઈએ."

"હા, એ વાત સાચી."

આજે તેજો આવ્યો હોવાથી મને સિગરેટ પીવાની ઈચ્છા થઈ હતી, હું ઉભો થયો અને સિગરેટનું પેકેટ ક્પબોર્ડ માંથી કાઢીને લાવ્યો. તેજાએ જેવું સિગરેટનું પેકેટ જોયું કે એના ચહેરા પર હાસ્ય છલકાઈ ગયું હતું. એ તરત જ બોલ્યો, "આના જેટલો સાચુ સાથીદાર કોઈ નહીં ખરું ને?"

અમે બંને ખડખડાટ હસવા લાગ્યા હતા. અમે બંને સિગરેટના દમ મારવામાં વ્યસ્ત થઈ ગયા હતા. હું સિગરેટ પીતા ફરી મારા ભૂતકાળના વિચારોમાં ખોવાઈ ગયો.

************************************

મને હવે દસ દહાડા થઈ ગયા હતા. ગોળીના ઘા ઘણા ખરા રૂઝાઈ ગયા હતા. ડ્રેસિંગમાં ફક્ત હવે ટેપ જ મારેલી હતી પાટો છૂટી ગયો હતો. હું આજે ફરી મુક્તારને મળવા માટે જામનગર ગયો હતો. જામનગર મુક્તારને મળવાનો ખરો આશ્રય આગળ શું પ્લાન કરવું એ હતો. હું મુક્તારની ઓફિસે પહોંચી અને એની આવવાની રાહ જોઈ રહ્યો હતો. સલીમ ત્યાં હાજર જ હતો, સલીમેં મારા ખબર અંતર પૂછવા કહ્યું, "કેવી છે તબિયત? હવે રુજ બરાબર આવી ગઈ?" દવાઓ શરૂ છે કે બંધ થઈ ગઈ?"

"દવાઓ એન્ટિબાયોટિક તો બધી બંધ થઈ ગઈ, ફક્ત દુખાવાની જ દવા શરૂ છે. પહેલા કરતાં ઘણું સારું છે. અને સાચું કહું આ ઘા કરતા મને વધુ એ ઘા લાગ્યો કે, 'એ લોકો આપણો પ્લાન બગાડી શકયા!' હવે, ફરી ખૂબ સરસ તૈયારી સાથે ત્યાં જવું છે અને કામનો ચોક્કસ પણે નિવેડો લઈને જ અહીં પરત ફરવું છે. આમ પીછે પાની આપણને ફાવે નહીં!" મેં સહેજ દુઃખ વ્યક્ત કરતા સલીમને કહ્યું હતું.

અમારી વાતો થઈ જ રહી હતી ત્યાં મુકતાર પણ આવી ગયો હતો. મેં મુક્તારને કહ્યું," આ પહેલું કામ એવું થયું કે, જે આપણે આપણા પ્લાન મુજબ કરી શક્યા નહીં! હવે આ કેસમાં કેવી રીતે આગળ વધવું છે?"

મને લાગે છે કે, "આપણે ત્રણ ચાર જે એમની નબળાઈઓ છે એ ધંધા પર ભાર મૂકવો જોઈએ. અને જે લોકોના સંપર્કથી કામ થાય એ બધા જ લોકો સાથેની રૂબરૂ મીટીંગ એ મરાઠી પરિવારના ઘરે જ ગોઠવવી જોઈએ. પણ એમ કરવાથી ફરી જાનનું જોખમ તો છે! અને એ સિવાય બીજો કોઈ જ રસ્તો દેખાતો નથી. કારણકે એ લોકો ક્યારેય વાતચીત કરવા આપણા સ્થાન ઉપર આવશે જ નહીં એમનું ઘર એક માત્ર વિકલ્પ વાતચીત કરવા માટે રહેશે."

"વાત તો તારી સાચી છે પણ ત્યાં ગયા બાદ પણ સહી સલામત પાછું બહાર કેવી રીતે આવવું એ વિશે વિચારીને જ ત્યાં જવું જોઈએ! એક રસ્તો છે, સામેથી જ પોલીસને જાણ કરી અને પછી જ ત્યાં જઈએ તો? પોલીસ સાથેની કોઈ મજબૂત કડી શોધને કે જે બંને વચ્ચેનું માધ્યમ બને!"

"હા જો પોલીસ આડકતરી રીતે સાથ આપે અને બંને વચ્ચે માધ્યમ બનતી હોય તો નિવેડો ઝડપથી આવે."

"હા. બે દિવસની અંદર એ તપાસ કર, કઈ પોલીસ કર્મી કે ક્રાઈમ બ્રાન્ચ અધિકારી કોણ બંનેને સાથે રાખી એક મીટીંગ ગોઠવી શકે! હું ત્યાં સુધીમાં જવાની તૈયારી કરું છું અને જરૂરી લોકોનો સંપર્ક કરી એમને કેમ એકઠા કરવા એ પ્લાન ઘડું છું. હું કાલે ફરી આવું ત્યારે એ બધું નક્કી કરીને આવીશ. તું આ કામ ત્યાં સુધીમાં ૫તાવજે!"

હું બધી જ ચર્ચા કરીને ઘરે પાછો ફર્યો હતો. ઘરે આવ્યો ત્યારે તુલસી મારો ચહેરો જોઈ એ સમજી ગઈ હતી કે જરૂર કંઈક હું કામપૂર્ણ કરવાના વેતમાં છું. માની સામે તો એણે કોઈ ચર્ચા કરી નહીં પરંતુ જેવો હું રૂમમાં ગયો એણે મને પૂછ્યું," તમે કોઈ ચિંતામાં છો? શું ફરી મુંબઈ વાળા કેસ માટે તો પ્લાન કરતા નથી ને?"

"હું તુલસી સામે જુઠું બોલી શકતો જ નહતો, અને જો કદાચ બોલું તો એ તરત પકડી પાડતી હતી આથી મેં બધી જ સત્ય હકીકત એને જણાવી હતી."

એ મારી વાત સાંભળીને ગભરાઈ ગઈ હતી. એણે તરત જ મને કહ્યું," જે છે એ આપણા માટે પર્યાપ્ત છે એની મજા લો ને! શું કામ તમે વધુ અંદર ઉંડા ઉતરતા જાઓ છો? તુલસી પોતાના પેટ ઉપર મારો હાથ મૂકી અને મને બોલી કે, 'શું તમને આ આવનાર બાળકની પણ ચિંતા નથી?' તમે હયાત હોઉ એ જ ઘણું છે બાકી મને કોઈ મિલકતની જરૂર નથી." આજ પહેલી વાર એ આંખમાં આંસુ સાથે બોલી રહી હતી. એને ખૂબ જ ભય લાગી રહ્યો હતો.

શું તુલસી વિવેકને સાથ આપશે? શું આખરી નિર્ણય વિવેકનો હશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏