Featured Books
  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

  • જે ભગવાનના થયા.

      ગોવર્ધન ગીરધારી ગોવર્ધન તત્વજ્ઞાનિક અર્થ છે – જીવનમાં પ્રક...

શ્રેણી
શેયર કરો

પ્રેમ, સેકસ અને આત્મીયતાની કેટલીક વાતો - 9

                   "નગ્નતા", "સંભોગ", "કામતૃપ્તિ"આ સર્વે ને સમજીએ.. કામ એટલે આકર્ષણ અને પ્રેમને લગતી શારીરિક તેમ જ માનસિક ઈચ્છાઓની પૂર્તિ. આ બીજી કલાઓની જેમ એક કળા છે. કળા માં સંવેદના,ભાવ,કલ્પના અને રચનાત્મકતાનું પરિબળ કામ કરતું હોય છે.કળા અને પ્રેમ બંને મગ્ન થવાની અને મગ્ન કરવાની ક્ષમતા ધરાવે છે. પ્રેમ, સંવેદના,ભાવ,કલ્પના અને રચનાત્મતા સાથે કરવામાં આવતો સંભોગ શારીરિક તેમ જ માનસિક ઐક્યની અનુભૂતિ કરાવે છે.. અને આ ઐક્ય ની ચરમસીમા એટલે જ સંતોષની પ્રાપ્તિ. જેને અંગ્રેજીમાં orgasm કહેવાય.   

              કામ એટલે કે સેક્સ સાથે જોડાયેલી અને સંકળાયેલી કેટલીક બીજી કળાઓ પણ છે.. જેવી રીતે સંગીતકળા અને નૃત્યકળા એકબીજા સાથે પરસ્પર જોડાયેલી છે.. એમ કામકળા સાથે શૃંગાર, વસ્ત્રપરિધાન,અંગપ્રદર્શન વગેરે કળા પણ જોડાયેલી છે. નગ્નતા અને સુંદરતાને એક કરતી કળા અંગ પ્રદર્શન છે. અંગ પ્રદર્શન પુરુષ પણ કરી શકે અને સ્ત્રી પણ.. પ્રાચીન ભારતીય અને ચીન ના શિલ્પકળાસ્થાપત્યો તેમ જ ચિત્રો માં નગ્નતા હમેશા જોવા મળે છે. નગ્ન થવું અને અંગપ્રદર્શન કરવું એ સાંસ્કૃતિક દૃષ્ટિ એ પણ રસિક વાત છે.   

                    વ્યક્તિ પોતાની ઈચ્છાથી, કોઈ પણ પ્રકારના દબાણ વિના, આત્મવિશ્વાસથી પોતાની સુંદરતા બતાવે અને કુદરતે આપેલા અમૂલ્ય શરીર ને કલાત્મક રીતે રજૂ કરે તો એ અશ્લીલ ગણાય ? આ એક વિચારવા જેવી બાબત છે. શું આ પ્રકારે સ્વેચ્છાથી અને કોઈ પણ પ્રકારની જબરજસ્તી વગર પરસ્પર અનુમતિથી બે વ્યક્તિ એ રજૂ કરેલી શ્રુંગારીક અથવા ઉત્તેજક એથીકલ પોર્ન (ethical porn) ફિલ્મ અશ્લીલ ગણાય? આવા માધ્યમો નો વિવેક સાથે ઉપયોગ સેક્સ એજ્યુકેશન અને મેરેજ લાઇફ માં નવા સ્પાઇસ નું કારણ બની શકે. ફિલ્મો અને ચિત્રો વડે સમાજ નો અરીસો બતાવવામાં આવે છે. આ અરીસો ધારે તો મૂલ્યો નું જતન કરી શકે છે. આરોગ્યપ્રદ અને વૈજ્ઞાનિક ઢબે સાચું શિક્ષણ આપી શકે છે.

અને બીજી તરફ...

                            કોઈ પણ પ્રકાર ની હિંસા,બળાત્કાર, પીડા,ક્રૂરતા, વિભત્સ્તા, અપશબ્દ અથવા કોઈ પણ પ્રકારનું અને કોઈ પણ વ્યક્તિ નું કોઈ પણ રીતે શોષણ બતાવવામાં આવે તે ખરેખર અશ્લીલ છે. કોઈ પણ રીતે સ્ત્રી અથવા પુરુષના સમ્માન અને ગરિમા પર ચોટ કરતી , સ્ત્રી અથવા પુરુષની જાતિયતાનું વસ્તુકરણ કરીને તેનો વેપાર કરનારી તમામ ફિલ્મો તેમ જ ઉત્પાદનો અશ્લીલ ગણી શકાય.. હા , જે ઉપર પ્રમાણે (ethical) નથી,  એવી તમામ ફિલ્મો અશ્લીલ કહી શકાય. બાળકો અને પશુઓ નું શોષણ કરતી આ પ્રકારની ફિલ્મોને પ્રોત્સાહન આપવું અને આ પ્રકારના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કન્ટેન્ટ જોવો એ શારીરિક, તેમ જ માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવી ફિલ્મો કોઈ ને કોઈ રીતે વ્યક્તિ માં રહેલી સંવેદનશીલતાને ખરાબ અસર કરે છે. સ્ત્રી અથવા પુરુષ ની જાતીયતા પર કરેલી ગંદી કૉમેન્ટ્સ અને ગાળો પણ અશ્લીલતા જ છે. આ સર્વેને વયસ્ક મનોરંજનની શ્રેણીમાં ગણવું એક ભયંકર ભૂલ છે. આપણા દેશ માં બાળકો નું શોષણ દર્શાવતી પોર્ન ફિલ્મો કાયદેસર ગુનો છે. અશ્લીલ અને પાશવી ગાળ ને સામાન્ય રીતે લેવી અને હસવામાં કાઢવી એ જોખમી છે. કોઈ પણ પ્રકારની સતામણીને અવગણવી એ પણ જોખમી છે. પોતાની અંતરંગ ક્લિપ કે ફોટા શેર કરતા સાવધાન રહેવું જરૂરી છે.

   શિક્ષણ અને વિવેકની દૃષ્ટિએ....

          ઈન્ટરનેટ પર અને ઓટીટી માધ્યમો માં સેન્સર નથી.. અને પેરેંટલ કન્ટ્રોલ વિશે બહુધા લોકોમાં જાણકારીનો અભાવ છે.. માટે આજના સમય માં નાની ઉમરે બાળકોને  જાતીય શિક્ષણ અને ઈન્ટરનેટ ના ઉપયોગ વિશે શિક્ષિત અને જાગૃત કરવું જરૂરી થી પણ વધુ જરૂરી થયું છે. બાળકો ને વિવેક આપવો જરૂરી છે..કારણ કે શરમ , સંકોચ નું વાતાવરણ હવે પહેલા જેવું કારગર નથી. રોકટોક અને ફટકાર ની પણ હવે હદ છે... માટે મુક્ત મને અને યોગ્ય ઉંમર માં યોગ્ય રીતે બાળકો માં વિવેક ના બી રોપવા અને એ વિશે સંવાદ કરવો એ જ માર્ગ છે. દરેક ઉત્તેજક દૃશ્યો અથવા ફિલ્મો અશ્લીલ જ હોય એવું જરૂરી નથી.. એક વિવેકપૂર્વકની દૃષ્ટિ અને એક શિક્ષિત અભિગમ કેળવાય તે આવશ્યક છે.

    આરોગ્ય, સંમતિ અને સુરક્ષા ની દૃષ્ટિએ....

                                આરોગ્ય ની દૃષ્ટિએ સુરક્ષિત , યોગ્ય ઉમરે અને પરસ્પર સંમતિથી કરવામાં આવેલો સંભોગ અને તેના પ્રત્યે જવાબદારીપૂર્વક કરેલું વર્તન , તેના પરિણામોની જાણકારી નો અંદાજ હોવો એ પ્રત્યેક વ્યક્તિને અયોગ્ય પગલાં લેવાથી રોકી શકે છે.. તથા એડ્સ અને અન્ય જાતીય રોગો ના પ્રસારનો અટકાવ કરી શકે છે. વધતી જતી જનસંખ્યા અને અનિચ્છનીય ગર્ભધારણ જેવી ગંભીર વાતો નો ખ્યાલ આપવો એ પ્રત્યેક માતા - પિતા તેમ જ શિક્ષકો માટે જરૂરી છે.. આમ કરવાથી ઘણીવાર ત્રણ જિંદગી એકસાથે બચી શકે છે. 

                       સંમતિ , સુરક્ષા અને આત્મરક્ષા અંગે ના તમામ સરકારી કાયદાઓ અને અધિકારોની જાણકારી હોવી એ પણ જરૂરી છે. પોતાના જાતીય વલણ અને જાતીય પસંદ - નાપસંદ અંગે ની જાગૃતિ વ્યક્તિ ની પરિપકવતા માં વૃદ્ધિ કરી શકે છે. આ બાબતે કેળવણી એક મહત્વની ભેટ છે, જે માતાપિતા બાળકોને આપી શકે છે.