Prem, Sex ane Aatmiyatni Ketlik Vaato - 5 books and stories free download online pdf in Gujarati

પ્રેમ, સેકસ અને આત્મીયતાની કેટલીક વાતો - 5


વિશ્વા ની વાર્તા
***********

વિશ્વા પોતાના ઘર માં એકલી હતી . અને એકલા નો આધાર એટલે મોબાઈલ. મોબાઈલ પર થોડીવાર આમ તેમ સર્ફિંગ કરી એ બોર થઈ ગઈ હતી. એના મનમાં એક વિચાર આવ્યો. તેને સર્ચ બાર માં સોફ્ટ પોર્ન સર્ચ કર્યું અને એક પોર્ન મુવી સિલેક્ટ કરીને જોવા લાગી. પોર્ન ની અશ્લિલતા ચેપી હોય છે. બહુ જ મુશ્કેલ હોય છે પોર્ન જોયા પછી સેક્સ ના વિચારોથી બચવું. એને પણ એવા જ વિચારો આવ્યા અને પોતાના ફેવરિટ પાર્ટનર ની ફેન્ટસી માં ખોવાઈ ગઈ. અચાનક એના મન માં ગિલ્ટ આવ્યું . પોતે કાઈ ખોટું તો નથી કરી રહી. પોર્ન અને પશુતા માં કોઈ ફરક નથી. આ બધું રિયાલિટીથી તદ્દન અલગ છે . એવા વિચારો કરતા એને પોર્ન વીડિયો બંધ કરી અને બાથરૂમ તરફ ફ્રેશ થવા ગઈ. અચાનક બાથરૂમમાં એની નજર એની મમ્મીના કબાટ પર ગઈ. આજે એને કબાટ ની ઉપર રાખેલી અશ્લીલ વાર્તાઓ ની પુસ્તિકાઓ જોઈ. એના મનમાં એ જ વિચાર આવ્યો જે ઘણા લોકો કહે છે કે શું મારી જનરેશન જ બગડી ગઈ છે, કે પહેલે થી લોકો માં ક્યાંક ને ક્યાંક અશ્લિલતા શૃંગાર ના રૂપ માં બેઠી છે. શુ મમ્મી પણ પોર્ન વાંચતા કે જોતા પોતાના જ જેવી ગિલ્ટ અનુભવે છે? અને જો ગિલ્ટ અનુભવ કરે છે તો આવા પુસ્તકો રાખે છે શું કામ ? પપ્પા ના પર્સનલ કબાટ માં પણ આવું જ કંઈક જોયું. વિશ્વા ને વિશ્વાસ નહતો થતો. શુ દુનિયાના આવા જ બે ચહેરા છે?
એક સંસ્કાર થી ભરેલો અને બીજો અશ્લિલ?
થોડીવાર માં એ પોતાના જ વિચાર પર હસી. એ જૂનું સાહિત્ય અને અશ્લીલ ગાળો ની કથાઓ વાંચી. એ પુસ્તકોને પોતાની જગ્યા પર સંતાડી એ ફરી મોબાઈલ પર સર્ફિંગ કરવા લાગી .. પણ આ વખતે પોર્ન નહિ.. તારક મહેતા કા ઉલટા ચશ્મા ના જુના એપિસોડ.

શુભમ અને પ્રણાલી ની વાર્તા
***********************
શુભમ : હેંગઓવર ની જેમ જ્યારે બે વ્યક્તિ વચ્ચે ટુક સમય નું શારીરિક આકર્ષણ થાય. એક બીજા સાથે તુરંત શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા થાય એને પાસિંગ અફેયર કહેવાય. એ ટુક સમય નો સંગાથ હોય. એન્ડ આઇ હેડ ધેટ લાસ્ટ નાઈટ.. અમે બન્ને એકબીજા માં એવા ખોવાઈ ગયા કે એકબીજા નું નામ પણ ખબર નથી.
કુદરતે જે વ્યવસ્થા ગોઠવી છે એની હું કદર કરું છું.. મારા શરીર ની ઈચ્છાઓ ને હમેશા સ્વીકાર કરું છું. તું મારી થનારી જીવનસાથી છે.. પ્રણાલી..મને ખબર છે તું નાના ગામ માંથી આવેલી એક સંસ્કારી અને સુશીલ છોકરી છે. હું તારું ખૂબ સમ્માન કરું છું. એટલે મેં તને આ વાત કહી. હું ઈચ્છું છું કે એક પતિ-પત્ની પહેલા આપણે એક દોસ્ત બનીએ .. તું મારી વાતને સમજે છે ને પ્રણાલી?
પ્રણાલી : હું બધું જ સમજુ છું... પણ આવા સંબંધો ને પાસિંગ અફેયર કહેવાય એ મને આજે ખબર પડી..અમારા ગામ માં તો "આને ખેતર નું કાંડ કહેવાય" વાત શરમ ની હોય પણ એ કાંડ કરવાની મજા બહુ આવે.. મેં તો આવી બહુ મજા કરી..
(શુભમ નું મો ખુલ્લું રહી ગયું.. શું શુભમ પ્રણાલી ની વાત સમજી શકશે?)
કોમેન્ટ કરી શકો....☺️☺️☺️

હું સેકસ વિશે કેમ લખું છું?
**********************
કહેવાય છે.. કે સેક્સ એવી ભાવનાત્મક પ્રતીતિ છે.. જે જેટલી વધુ દબાય એટલી જોરથી બહાર નીકળે. સેક્સ અને પાણી સમાન છે.. વેગવંતી થાય ત્યારે રોકવું શક્ય તો છે પણ એથીય એનો વેગ અને બળ વધી જાય છે. આજનો માણસ થાકે ત્યારે પણ વ્યસન અને સેક્સ પાસે જાય છે અને કઈ કામ ન હોય તોય વ્યસન અને સેક્સ પાછળ જાય છે. કલા નો મૂળ નિયમ એ છે કે જે સમાજ માં ચાલી રહ્યું છે એનું પ્રતિબિંબ બતાવવું પણ મન ની દુનિયા ને પણ પૂરતો અવકાશ આપવો. આ સમય ખુલ્લા અને બિન્દાસ થવાનો સમય છે.. બધું અને બધાનો સ્વીકાર કરવાનો સમય છે. જો તમે ખુલ્લા મન થી ન લખી શકો તો એ તમારા વાંચકો સાથે અન્યાય છે. જીવન અને સમય સદૈવ અમુલ્ય રહેવાના અને તમને જે સમય અન્ય દ્વારા આપવામાં આવે છે.. એને અમૂલ્ય બનાવવાની જવાબદારી તમારી છે.. સેક્સ વિશે લખવું પણ ગરિમા જાળવી ને,આ બહુ કપરું કામ છે.
અત્યારે સેક્સ અને અશ્લીલતા ને જોડી ને હલકી કક્ષાનું મનોરંજન આપનાર ઘણા બધા માધ્યમ થી ઘણાબધા લોકો ના મગજ અને મન માં એક લાવા જન્મ્યો છે. મને એ અશ્લીલતાથી જરાક તકલીફ છે.. કેમ કે એ ગરિમા અને સમ્માન નું પતન કરે છે. તમારું પોતાનું હોવાપણું,તમારી વાસ્તવિકતા અશ્લીલતા ના કારણે તમે ગુમાવો છો અને અતિ અશ્લીલતા વિકૃતિ બની ને બહાર આવે છે.
સ્વાસ્થ્ય, મન, શરીર,પ્રેમ ,નારી,નર અને સેક્સ મારા પ્રિય વિષયો છે અને રહેશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED