Prem, Sex ane Aatmiyatni Ketlik Vaato - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમ, સેકસ અને આત્મીયતાની કેટલીક વાતો - 6

રાજા આદિત્યવર્ય ઉત્તુંગ રાજ્ય પર રાજ કરતો હતો.. હમેશા રાજ્ય ના વિસ્તાર અર્થે અલગ અલગ રાજાઓ સાથે સંધિ મિત્રતા તેમ જ યુદ્ધ કરી ને પોતાના રાજ્ય નો વિસ્તાર કરતો..
પરાક્રમી, સાહસી ,નીડર અને મહત્વકાંક્ષી વ્યક્તિત્વ ધરાવતો આ રાજા પ્રજાપાલક પણ હતો..
એક રાત્રે રાજા ના સ્વપ્ન માં એક વિચિત્ર જગ્યા દેખાઈ જે એમના રાજયથી 3 ગામ દૂર હતી. ત્યાં જમીન ની અંદર એને એક ઘણો પ્રાચીન અને મોટો સુવર્ણ કુંભ દેખાયો.. અને સ્વપ્ન માં એને એક સૌમ્ય અવાજ સંભળાયો.... " હે રાજા, આ સુવર્ણકુંભ તારા પૂર્વજો એ આ જગ્યાએ મુક્યો હતો.. અને હવે આને બહાર કાઢવાનો સમય આવી ગયો છે.. તું કાલે અહીં આવી આ કુંભ લઈ જા અને અખંડ સંપત્તિ ભોગવ.. પ્રજાનું પાલન કર.."
રાજા અદિત્યવર્ય બીજે દિવસે એ જગ્યા એ પહોંચ્યો .. પહોંચતા ની સાથે જ સ્વપ્ન વાળા અવાજે એનું સ્વાગત કર્યું.. અને રાજા ને કહ્યું.. " હે રાજન .. આ એક અક્ષય કુંભ છે.. જ્યાં સુધી એમાં એક પણ સોના નો સિક્કો બાકી રહેશે આ ફરીથી ભરાઈ જશે... જ્યાં આ કુંભ વાસ કરશે ત્યાં 500 વર્ષ સુધી સુખ શાન્તિ અને સમૃદ્ધિ નો વાસ રહેશે અને ત્યારબાદ ફરી એ મારી પાસે આવી જશે.. તારા પૂર્વજોને પ્રસન્નતા સાથે કુંભ આપતા પહેલા મેં એમને ત્રણ પ્રશ્નો કર્યા હતા... મને એ પ્રશ્ન ના સંતોષકારક ઉત્તર મળ્યા પછી જ મેં એમને આ કુંભ આપ્યો હતો.. શું તું તૈયાર છે .. મારા કઠિન પ્રશ્નો માટે?

આદિત્યવર્ય : હાં મહારાજ.. પૂછો.. હું અવશ્ય તમારા ત્રણ પ્રશ્ન ના ઉત્તર આપીશ..

પ્રશ્ન :1: એક નારી પોતાના પ્રેમી અને પતિ પાસેથી શું ઈચ્છે છે?..
આદિત્યવર્ય : એક નારી પોતાના પ્રેમી નો પ્રેમ ,તેની ચાહના .. તેનો રંગ અને માધુર્ય ... તેની સાથે સામીપ્ય નો સમય અને તેની વફાદારી ઈચ્છે છે.. અને નારી નો પ્રેમી એનો પતિ હોય તો તે એવું પણ ઈચ્છે છે કે એનો પતિ તેનાથી પ્રસન્ન રહે અને તે હિંમતવાન થાય અને સંજોગો સામે પડકાર ફેંકી મુશ્કેલીઓ જીતી લે.

પ્રશ્ન:2: નારીનું મન કઈ રીતે જીતી શકાય..?
આદિત્યવર્ય:જે પુરુષ નારી ના મનની લાગણીઓ ને જે સ્પર્શે અને જે પુરુષ નારી ની કલ્પનાઓનું કેન્દ્ર બની શકે એ એના મન ને જીતી લે છે.. દરેક નારી નું એક ભાવ પ્રેમ વિશ્વ હોય છે. જો પુરુષ નારી ની પ્રેમ પામવા ની ઈચ્છા ને જાણી લે તો તે તેની વધુ નજીક પહોંચી શકે છે.

પ્રશ્ન :3: ધન અને સુંદર બુદ્ધિમાન નારી બન્ને માંથી કોણ પ્રથમ પ્રાપ્ત કરવા યોગ્ય છે?
આદિત્યવર્ય : સુંદર બુદ્ધિમાન નારી પ્રથમ પ્રાપ્ત કરવા યોગ્ય છે.. કારણ કે જ્યાં આવી નારી નો વાસ હોય છે.. ત્યાં સદૈવ સંપત્તિ આવી ને રહે છે.
મહારાજ..શું તમે મારા ઉત્તર થી સંતોષ પામ્યા?
" રાજન તું બુદ્ધિમાન છે.. તારા ઉત્તરથી હું સંતોષ પામ્યો છું.. હું તને બે પત્ની ના પતિ થવાનું વરદાન આપું છું... અને સાથે આ કુંભ પણ લઈ જા.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કામજીવન
***************************
જ્યોતિષ માં 12 ઘર,12 રાશિ અને 9 ગ્રહો પરથી વ્યક્તિના જીવન નો અભ્યાસ કરવામાં આવે છે. કુંડળીમાં 3 ,7,અને 11માં ભાવ થી માણસ નું કામ જીવન જોવામાં આવે છે. 3,7,11 કામ ત્રિકોણ ગણાય છે.કામ ત્રિકોણ માં અગ્નિ તત્વની રાશિ (1,5,9) પ્રબળ કામેચ્છા આપે છે. જાતક સંભોગ ની શરૂઆતમાં ખૂબ કામુક થાય છે પૃથ્વી તત્વ ની રાશિ (2,6,10) સ્થિરતા અને સંયમ આપે છે.. આવા વ્યક્તિઓ માં કામજીવન બાબતે ખૂબ ધીરજ હોય છે.
વાયુ તત્વ ની રાશિ (3,7,11) પ્રબળ કલ્પનાશક્તિ અને ફેન્ટસી આપે છે. આવા લોકો કઈક નવું કરવા હમેશા તૈયાર રહે છે.જળ તત્વ ની રાશિ (4,8,12) ખૂબ સંવેદનશીલ અને લાગણીપ્રધાન હોય છે.. આ જાતકો એકબીજાની વધુ નજીક રહેવાનું પસંદ કરે છે.કુંડળી માં શુક્ર જે રાશિ માં હોય એ રાશિ પરથી જાતક નો જાતીય વ્યહવાર જાણી શકાય છે. .
કુંડળી માં 8 મુ સ્થાન સંભોગ ની ગુણવત્તા ,ગુપ્તાંગ ની લંબાઈ વિશે જણાવે છે. કુંડળી માં 12 મુ સ્થાન વ્યક્તિ ને શૈયાસુખ પ્રાપ્ત થશે કે કેમ તેના વિશે માહિતી આપે છે. આ ઉપરાંત કુંડળી માં શુક્ર,મંગળ,ચંદ્ર, શનિ અને પ્લુટો નું સ્થાન પણ જાતીય જીવન વિશે ઘણું બધું કહી જાય છે. કુંડળી નું 7 મુ સ્થાન વૈવાહિક સુખ નો નિર્દેશ કરે છે. 7 માં સ્થાન પરથી જીવનસાથી નો સ્વભાવ અને પ્રભાવ જાણી શકાય છે.
જ્યોતિષ એક ગહન અદ્યયન નો વિષય હોઈ આ નાના લેખ માં આટલી જ માહિતી આપી શક્યો છું. જ્યોતિષ ના જિજ્ઞાસુઓ વધુ અભ્યાસ કરી શકે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED