Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

પ્રેમ, સેકસ અને આત્મીયતાની કેટલીક વાતો - 1

સેક્સ લાઇફમાં સંયમનું મહત્વ
*************************

જી હા, સંયમ એટલે કાઈ પણ ખોટું થાય ,તો સ્વયં પર નિયંત્રણ રાખી ને ,સમજદારી સાથે કામ લેવાની આવડત..
સંયમ ,આ શબ્દના ઘણા અર્થ થાય છે.. આપણે દાખલા સાથે આ વાત કરીએ..
*********************************
વિધ્રુતી અને શિશિર પ્રથમ વખત સાંભોગ નો અનુભવ લઈ રહ્યા હતા... બન્ને એ સારા પ્રમાણમાં ફોરપ્લે કર્યો હતો અને ઇન્ટરકોર્સ કરવા જઈ રહ્યા હતા.. શિશિર એ જેવું યોનીમાં શિશ્ન પ્રવેશ કરાવ્યો કે તરત જ થોડીક સેકેન્ડ માં તેનું વીર્ય પતન થઈ ગયું.. અને વિધ્રુતી એ તરત જ શિશિર નો ફેસ જોયો.. એની પર નિરાશા આવે એની પહેલા જ વિધ્રુતી એ શિશિર ને પ્રેમ થી ચુંબનો કર્યા અને એની આંગળી ને યોની પ્રવેશ કરાવીને પોતાની જાત ને સંતોષ અપાવ્યો.. અને કાન માં કહ્યું કે એ સેટીસફાઇડ છે.. અને એનો અનુભવ ખૂબ સરસ રહ્યો.. પેનેટરેશન માં પ્રથમ વખત પ્રિમેચ્યુર ઇજેક્યુલેશન થવું ખૂબ નોર્મલ છે અને ઉત્તેજના અને મિલન ની તાલાવેલી ના કારણે ઉતાવળ થઈ શકે છે.. એને આ વાત શિશિર ને ખૂબ પ્રેમથી સમજાવી અને બન્ને એ સારા પ્રમાણમાં આફટર પ્લે કર્યો. એકબીજા ને હગ કરી સુઈ ગયા..
***********************************

ઉપરના ઉદાહરણ માં વિધ્રુતી એ સંયમ અને સમજદારી બન્ને નું ઉદાહરણ પૂરું પાડ્યું છે.. અહીંયા એને પોતાના સંતોષ ની પરવાહ કર્યા વગર.. શિશિર ના કોન્ફિડન્સ ને સાચવી લીધો.. અહીંયા એને ફિંગરિંગ દ્વારા ઑલ્ટરનેટિવ સિટીસફેક્શન મેળવી ને સમજદારી અને સંયમ બન્ને નું ઉદાહરણ પૂરું પાડ્યું.. અને બન્ને નો પ્રથમ અનુભવ લાજવાબ રહ્યો.. આમ સંયમ અને સમજદારી સાથે આ કામ થઈ ગયું.

************************************
દાખલો :2
મયંક અને મીનલ ખૂબ પ્રેમથી એકબીજા માં ઓતપ્રોત થઈ ને સંભોગનો આનંદ લેતા હતા.. અચાનક મીનલ જોરજોરથી વિવેક ,.. વિવેક.. યસ.. બેબી.. યસ.. એમ જોરજોરથી વિવેક નું નામ લેવા લાગી.. મયંકે હસી ને એના જુસ્સા નો જવાબ વધુ પ્રેમથી અને એના જુસ્સા ને છાજે એવો આપ્યો.. અફટરપ્લે પછી અચાનક મીનલ ને ભાન થયું કે એ મયંક સાથે સેક્સ દરમિયાન મોટે મોટે થી વિવેક નું નામ લઈ રહી હતી.. એને ખૂબ જ ક્ષોભ થયો. એને મયંક ને કહ્યું કે વિવેક એનો સ્કૂલ સમય નો દોસ્ત હતો અને એનું પ્રથમ આકર્ષણ હતો.. પણ એ સમય જતાં બીજે પરણી ગયો અને મીનલ ના મન ની વાત મન માં જ રહી ગઈ.. એ જ્યારે પણ વિવેક ને યાદ કરે છે.. એની એ ઉત્તેજના ટ્રિગર થાય છે.. અને એક ટીનેજર જેવો જુસ્સો એનામાં આવે છે.. મયંકે હસીને એને પ્રેમથી ચુંબન કર્યુ અને એ બન્ને ફરી એકબીજામાં ખોવાઈ ગયા.

**********************************
સેક્સ ફક્ત ફિઝિકલ નથી.. સાયકોલોજીકલ પણ છે.. એ વાત ની મયંક ને સમજણ હતી.. એટલે સંભોગ દરમિયાન વિવેક નું નામ સાંભળી એને મીનલ પર શંકા કર્યા વગર સંયમ થી કામ લીધું અને મીનલ ને પોતાની વાત કહેવા નો અવસર આપ્યો..
આ બન્ને દાખલાઓ સમજદારી તેમજ સંયમ નું મહત્વ સમજાવે છે.. તરત જ રીએક્ટ કરવાના બદલે સમજણ અને સમય લઈને રિસ્પોન્ડ કરવામાં આવે તો લાઈફ મજા..મજા.. થઈ જાય..
શું કહેશો?

સેક્સ સંવાદ નું મહત્વ
******************

સેક્સ સંવાદ નો અર્થ છે ,બે પાર્ટનર વચ્ચે સેક્સલાઇફ,સેક્સ્યુઅલ હેલ્થ,સેક્સ્યુઅલ પોઝિશન અને કમ્ફર્ટ વિશે વિસ્તૃત ચર્ચા. હા, આ એક મોર્ડન અને મેચ્યોર વાત છે. સંવાદ એટલે મુક્ત મને ચર્ચા.. અહીંયા ફક્ત સેક્સ ટોક નહિ ,પણ બન્ને પાર્ટનર વચ્ચે ની રિલેશનશિપ ને વધુ કઈ રીતે ઉમદા બનાવી શકાય ,એ વિશે વાત કરવાની હોય છે.
હવે ઘણા લોકો કહે કે આમાં વાત શું કરવાની ? પણ ના.. આ પણ એક સમજદારી નો સ્ટેપ છે.. ખુલ્લા મનથી અને વિસ્તૃત રીતે વાત કરવાથી સમસ્યાઓ ઘટે છે..
આપણે દાખલો આપીને વાત કરીએ..
રોમીલા અને રાહીલ નવા નવા કપલ હતા.. રોમીલા હમેશા ફોરપ્લે અને સંભોગ ના સમયે લાઈટ બંધ કરી દેતી હતી.અને રાહીલ ને ક્યારેય હાથ થી પોતાનો પ્રાઇવેટ પાર્ટ અડવા દેતી નહીં.. રાહીલ ખૂબ સમજદાર વ્યક્તિ હતો.. એને એક રાત્રે પ્રેમથી હાથ માં હાથ મેળવી એક મિત્ર ની જેમ સહાનુભુતિથી રોમીલા ને આ વિશે પ્રશ્ન કર્યો..
રોમીલા એ થોડી આનાકાની કરી ને વાત ની ચોખવટ કરી.. "હું બાળપણથી સંયુક્ત કુટુંબ માં ઉછરેલી છું.. અમને એકવાર મમ્મી એ સમજાવેલું કે પ્રાઇવેટ પાર્ટ ને નાહવા સિવાય અડવું જોઈએ નહીં.. અને પ્રાઈવેટ પાર્ટ સાફ કરીને 4 વાર હાથ ધોવા.. કારણ કે એ એક અપવિત્ર જગ્યા છે... માટે શરીર ના અન્ય ભાગ કરતા આ ભાગ ગંદો છે.. કોઈ ને પણ આ અડવા દેવો નહીં. અને તમારી જાત ને નગ્ન જોવી નહિ અને કોઈ ને જોવા પણ દેવી નહિ.. પોતાની કાયા સંસ્કારી છોકરીઓ હમેશા ઢાંકી ને રાખે છે. મહાવરી ના દિવસો માં સ્ત્રી અપવિત્ર થઈ જાય છે..આવી રીતે બાળપણમાં અમને ટ્રેન કરવામાં આવ્યા છે.
રોહિલે આ જાણીને એને ખૂબ પ્રેમ થી સમજાવી "જો રોમીલા.. શરીર માં જેમ આંખ,નાક ,જીભ અને કાન જેવા મહત્વના અવયવો છે ,એમ ગુપ્તાંગ પણ એક મહત્વનું અંગ છે.. કોઈ અંગ ઊંચું કે નીચું નથી કોઈ અંગ પવિત્ર કે અપવિત્ર નથી.. દરેક નું ખૂબ મહત્વ છે..પ્રજનન ,પ્રસૂતિ અને ઉત્સર્જન ની ક્રિયા ગુપ્તાંગ દ્વારા જ થાય છે.. અને વ્યક્તિને હમેશા પોતાના શરીર વિશે બધી જ જાણકારી હોવી જોઈએ.. એને ખબર હોવી જોઈએ કે કયા સ્પર્શ કરવાથી એને વધુ સુખ મળે છે.. અને કઈ જગ્યાએ સ્પર્શ એને અનકમ્ફર્ટેબલ કરે છે.. એક જીવનસાથી સામે બધી રીતે અનાવૃત થવાથી પ્રેમ ,સમજણ અને પરસ્પર નો વિશ્વાસ વધે છે.. નગ્નતા એ સ્વાભાવિક છે..શરમ અથવા લાજ ખોટા કાર્યો અને મન દુભાય એવું વર્તન કરવામાં આવવી જોઈએ.. લાજ /શરમ વસ્ત્રો સાથે નહિ,વર્તન સાથે જોડાયેલી છે.
રોહિલ ની પ્રેમથી સમજાવટ પછી.. રોમીલા એ પોતાના જાતીય સ્વાસ્થ્ય અને જાતીય સંબંધ ની તમામ ગેરસમજ દૂર કરી.. બન્ને એ સેક્સ્યુઅલ થેરપી અને મેરિડ લાઈફ ક્વોલિટી ને સુધારવા માટે કાઉન્સેલિંગ પણ લીધું.