ભીતરમન - 31 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 41

    સનંદન બોલ્યા, “હે નારદ, પૈલ આદિ બ્રાહ્મણો પર્વત પરથી નીચે ઊત...

  • ભીતરમન - 31

    માને ખ્યાલ આવી જ ગયો હતો કે હું ઘરે આવી ગયો છું. ખુશી અને અચ...

  • હમસફર - 20

    અને અંહીયા પીયુ એના રૂમમાં હતી અને એ વીર એ કહેલા શબ્દો ના વિ...

  • એક પંજાબી છોકરી - 55

    સોનાલી કહે છે અરે મમ્મી સોહમ મારાથી એક વર્ષ આગળ હતો હું બારમ...

  • યુધ્રા

    યુધ્રા- રાકેશ ઠક્કર  ‘એનિમલ’ અને ‘કિલ’ પહેલાં સિધ્ધાંત ચતુર્...

શ્રેણી
શેયર કરો

ભીતરમન - 31

માને ખ્યાલ આવી જ ગયો હતો કે હું ઘરે આવી ગયો છું. ખુશી અને અચરજ ના બેવડા ભાવ સાથે એ તરત જ બહાર આવી હતી. માના ચહેરા પરનો હાશકારો મને સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મા મને આવકારતા બોલી, "આવ દીકરા! હંમેશા તારી રાહ જોતી હોઉં છું આજે મને એવું થાય છે કે, ભગવાને મારી પ્રાર્થના સાંભળી છે." મા ખુશ થતી મારો હાથ ખેંચતી મને અંદર ઓરડા સુધી લઈ ગઈ હતી. 

માએ મારા જમવાની થાળી પીરસી રાખી હતી. હું કંઈ બોલું એ પહેલા જ મને એમણે જમવા બેસાડી દીધો હતો. મા મને એક પછી એક કોળિયો જમાડી રહી હતી. હું પણ એક પણ શબ્દ બોલ્યા વગર શાંતિથી જમી રહ્યો હતો. હું અને મા બંને મૌન રહી એકબીજાની મુક લાગણીની આપ લે કરી રહ્યા હતા તુલસી બીજા ઓરડામાંથી અમારા બંનેની લાગણીને નીરખી રહી હતી, એ મારા ધ્યાનમાં જ હતું. આજે તુલસીને મારું બદલાયેલું વર્તન કંઈક અનેરો જ આનંદ આપી રહ્યુ હતું. આજે ઘણા સમય બાદ મેં ઘરનું ભરપેટ ભોજન કર્યું હતું. 

હું જમી લીધા બાદ બાપુ પાસે ગયો હતો. આજે ઘણા સમય બાદ મેં બાપુના ઓરડામાં પગ મૂક્યો હતો. સમય ખૂબ વીતી ગયો હતો, પણ બાપુની પરિસ્થિતિમાં જોઈએ એવો સુધારો હજુ થયો ન હતો. મને જોઈને બાપુની આંખમાં ભીનાશ છવાઈ ગઈ હતી. એમને ઘણું બધું કહેવું હતું એ એમના ચહેરા પરથી સ્પષ્ટ સમજાઈ રહ્યું હતું, પણ આજે બાપુના મનમાં શબ્દો ગૂંગળાઈને ડૂમો ભરી રહ્યા હતા. મને બાપુને જોઈને જે ક્રોધ ચડતો હતો, એનાં બદલે આજે મને એમના પર દયા આવી રહી હતી. બાપુએ આજે હાથ જોડી ફરી મારી માફી માંગી હતી. 

મેં આજે બાપુ પર ગુસ્સો કરવાને બદલે એમને કહ્યું, જીવનમાં હંમેશા એકવાત યાદ રાખવી કે, જે સમય આજે છે એ સમય કાલે નહીં હોય! જેમ સુખના દિવસો હંમેશા નથી રહેતા એમ દુઃખના દિવસો પણ જતા રહેશે! હું બાપુ પાસેથી રજા લઈને અને મારા ઓરડા તરફ વળ્યો હતો.

હું ઓરડામાં પ્રવેશ્યો ત્યારે આજે પહેલી વખત એવું બન્યું કે હું સંપૂર્ણ ભાનમાં હતો. પ્રેમનો નશો ખરેખર બધા જ નશા કરતા અદભુત હોય છે! પ્રેમજીવનને ખરેખર રંગીન બનાવી દે છે! હું જેવો અંદર આવ્યો કે, તુલસી પલંગ પરથી ઊભી થઈ ગઈ હતી, મેં એનો હાથ પકડી અને એને પલંગ પર મારી બાજુ બેસાડી હતી. મારા હાથનો પહેલી વખત સ્પર્શ થતાં એના રોમ રોમમાં થયેલ રોમાંચ હું અનુભવી શક્યો હતો. 

મેં તુલસીને કહ્યું,"તું ખરેખર ખુબ જ લાગણીશીલ છે. મારા મનમાં તારા અનોખા પ્રેમે જગ્યા કરી લીધી છે. મને ક્યારેય સ્વપ્નમાં પણ ખ્યાલ નહતો કે, ઝુમરીથી વિશેષ મને કોઈ પ્રેમ કરી શકશે! તારા જેટલું પ્રેમાળ અને સમજુ વ્યક્તિ મેં કોઈ જોયું જ નથી! ખરેખર હું ખૂબ જ ભાગ્યશાળી છું કે, મારા જીવનમાં તું મારી જીવનસંગિની બની આવી છે."

તુલસી મારી વાત શાંતિથી સાંભળી રહી હતી મારા દરેક શબ્દ એના હૃદયને સ્પર્શી રહ્યા હતા. અચાનક જ મારામાં આવેલ બદલાવ એને અનહદ ખુશી આપી રહ્યો હતો. મારી દરેક વાત એણે મારી સામે નીચું મોઢું રાખી બંધ આંખે સાંભળી હતી. મારા શબ્દોથી એના ધબકારમાં થયેલ પરિવર્તન હું સ્પષ્ટ જોઈ શકતો હતો. તુલસીની હળવી સાડી પણ એના ધબકારની ગતિથી સહેજ સરકતા એ શરમાઈ રહી હતી, એ હું જાણી ચૂક્યો હતો.

પ્રથમ વખત મંદિરના નદી કાંઠે ઘેરા ગુલાબી રંગની સિલ્કની સાડીમાં મેં એને જોઈ ત્યારે તેના તરફ થયલું પ્રથમ વખતનું આકર્ષણ મેં એને જણાવતા એ શરમાઈને પોતાના બંને હાથ વડે એનો ચહેરો છુપાવવા લાગી હતી. મેં મારા હાથ વડે એના બંને હાથને એના ચહેરા પરથી હટાવ્યા હતા. હું થોડો વધુ એની નજીક બેઠો, એના હાથને મેં મારા હાથમાં થોડી વધુ મજબૂતાઈથી પકડતા એ ખૂબ રોમાંચિત થઇ ગઈ હતી. મારા સાનિધ્યમાં આવવા એ પણ આતુર થઈ ચૂકી હતી. 

તુલસીના ચહેરા પર બારીની બહાર રહેલ ચંદ્રની ચાંદનીનો હળવો પ્રકાશ એની સુંદરતામાં ખૂબ વધારો કરી રહ્યો હતો. મેં એના ગળામાં રહેલ મંગલસૂત્ર હટાવ્યું હતું. એ જ ક્ષણે એના શરીરને થયેલ મારા હાથના સ્પર્શથી એ ખૂબ ઉત્તેજિત થઈ ગઈ હતી. મેં બારી બંધ કરીને ચંદ્રનો એની ચાંદની દ્વારા તુલસીને થતો સ્પર્શ અટકાવ્યો હતો. આજે અમારા પ્રેમને અમે બંનેએ સંપૂર્ણપણે સ્વીકાર્યો અને માણ્યો હતો. અમારા પ્રેમમાં રહેલી અધૂરપ આજે પૂર્ણ થઈ હતી. આજની આખી રાત અમે બંને એકબીજાના સાનિધ્યમાં રહ્યા હતા. આજની રાત અમારા જીવનની અમૂલ્ય રાત બની હતી.

સૂર્યનો પ્રકાશ બારીની ઝીણી તિરાડમાંથી મારા પર પડી રહ્યો હતો. તુલસી જાગી ગઈ હતી, એ મને ભરઉઘમાં જોઈને મને શાંતિથી નીરખવાનુ સુખ મેળવી રહી હતી. એ જ દરમિયાન અચાનક એક મચ્છર મને કરડતા મારી ઉંઘ ઊડી હતી, મારી અચાનક આંખ ખુલતા એ મને એક નજરે જોઈ રહી હતી એ હું જોઈ ગયો હતો. મેં એની મૌન લાગણીને વાચા આપવાના હેતુથી કહ્યું,"તું ખુશ તો છે ને?"

"હા હું ખુશ તો હતી જ, હવે સંતુષ્ટ પણ છું. તમારા દ્વારા થયેલ મારો સ્વીકાર મારા જીવનની સૌથી મોટી ખુશી છે. મારા અસ્તિત્વની જીત થઈ છે. તમને કદાચ કલ્પના પણ નહીં હોય એટલી શાંતિ આજે મારી ધીરજને મળી છે. મને ખાત્રી હતી જ કે, મારા પ્રેમની જીત થશે! આટલી જલ્દી થશે એ કલ્પના બહાર હતું. હંમેશા હસતી રહેનાર તુલસીના ચહેરા પર આજે હરખના આંસુ આવી ગયા હતા. મેં એના આંસુ મારા હાથ વડે લૂછ્યાં અને એના નરમ હોઠ પર મારા હોઠને બીડીને એક પ્રેમથી પ્રગાઢ ચુંબન કરી દીધું હતું.


************************************


મારા રૂમના ફોનની ઘંટડી રણકતા હું તુલસીના વિચારોમાંથી વર્તમાનમાં આવ્યો હતો. 

"હેલો" મેં ફોન ઉપાડે કહ્યું હતું 

"જન્મદિવસની ખુબ ખુબ શુભકામના પપ્પા." 

મારા દીકરા આદિત્યનો અવાજ સાંભળી હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો. મેં ખુશ થતા કહ્યું"ખુબ ખુબ આભાર બેટા, ક્યારે આવે છે?

"મારે બે ચાર મીટીંગ છે એ પૂરી થશે એ પ્રમાણે નીકળીશ. સાંજનું ભોજન સાથે લેશું. પપ્પા અદિતિને ફોન આપું છું એ વાત કરવા ખૂબ જ ઉતાવળી થઈ રહી છે."

"હા બેટા આપ."

"પગે લાગુ પપ્પાજી કેમ છો? જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા. અદિતિ એ ખૂબ જ પ્રેમથી મને શુભેચ્છા આપી હતી. હજુ એ વધુ કંઈ કહે એ પહેલા જ શુભમે ફોન લીધો અને કહ્યું, વાહ દાદા! તમને તો તમારો જ દીકરો દેખાય છે હું તો યાદ જ નથી આવતો!"

"અરે મારા શુભમ! હું તો તને ખૂબ જ યાદ કરું છું, હું જ નહીં અપૂર્વ પણ તને ખૂબ જ યાદ કરે છે. બેટા તું અહીં જ રોકાવા આવી જા ને!" વાતમાં ને વાતમાં મેં મારા મનની વાત પણ જણાવી દીધી હતી. 

"દાદા મારે તો આવવું જ હોય પણ આ પપ્પા જો ને એ મને લાવતા જ નથી ત્યાં!" હળવા મીઠા શબ્દોથી એણે પોતાની પણ ઈચ્છા રજૂ કરી હતી. 

મારે હજી ઘણી વાતો કરવી હતી. પણ આદિત્યને બીજા અગત્યના ફોન વેઇટિંગમાં આવતા હોવાથી અમે વધુ વાત કરી શક્યા નહીં. હું એમની સાથે વાત કરવા તરફડતો રહ્યો અને ફોન સામે મુકાઈ ગયો હતો.

તુલસી અને વિવેકના જીવનમાં કેવા આવશે પરિવર્તન?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏